રાશિફળ ૧ ઓક્ટોબર ૨૦૨૨, આ રાશિના જાતકો માટે જબરદસ્ત રહેશે નવા મહિનાની શરૂઆત, મળશે મનગમતા લાભ

Posted by

મેષ રાશિ

તણાવ ઓછો થશે અને ચહેરા પર મુસ્કાન બનેલી રહેશે. આજે તમે ટીમ વર્કમાં પોતાને દાખલ કરશો અને શોધના કામોમાં વ્યસ્ત રહેશો. તમે તમારા વિચાર તમારા મિત્રોના આધાર પર બનાવશો. આજે તમે થોડા મૂડી રહેશો અને વધારે સંવેદનશિલ રહી શકો છો. સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળી શકે છે. તમારા નિર્ણય તમારા સાથી કર્મચારીઓ માટે ફાયદાકારક રહેશે.

વૃષભ રાશી

આ રાશિના જાતકોનો સમય રોકાણ માટે અનુકૂળ નથી. કામકાજની વાત કરીએ તો જરૂરિયાતથી વધારે ભાર પોતાના પર ન નાખવો. તેનાથી તમારું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. આર્થિક રીતે દિવસ સામાન્ય રહેશે. જીવનસાથી તરફથી ભેટ મળી શકે છે. બજેટ અનુસાર જ ખર્ચ કરવો. પારિવારિક ઉત્તરદાયિત્વમાં વધારો થશે જે તમારી માટે માનસિક તણાવનું કારણ બની શકે છે.

મિથુન રાશિ

કામ સાથે સંકળાયેલી યાત્રા થઈ શકે છે. તમારી થાકેલી અને ઉદાસ જિંદગીના કારણે તમે જીવનસાથીને તણાવ આપી શકો છો. કોઈ એક ખાસ પ્રોજેક્ટ જેના પર તમે લાંબા સમયથી કાર્ય કરી રહ્યા હતા તે ટળી શકે છે. એવી જાણકારીને ખુલ્લી ન કરવી જે વ્યક્તિગત રીતે ગોપનીય હોય. દુર્ઘટના અથવા ઇજા થવાની સંભાવના બની રહેલી છે. આજે તમારે થોડું સંભાળીને રહેવું પડશે. પરીવાર સાથે સારો સમય વ્યતીત કરી શકશો.

કર્ક રાશિ

આજે તમારી માનસિક પરિસ્થિતિ દ્વિધા પૂર્ણ રહેશે. તમે જે કંઈ પણ લક્ષ્ય નિર્ધારિત કરેલા છે તે પૂરા કરવામાં સફળ રહેશો. સામાજિક રીતે તમારી લોકપ્રિયતા વધશે. સામાજિક કાર્યોમાં તમે સક્રિય અને સફળ રહેશો. કોઈ પણ કઠીન પરિસ્થિતિમાં તમારા નજીકના લોકો તમારો સાથ આપવા માટે તૈયાર રહેશે. ઘરનું વાતાવરણ આનંદમય રહેશે. કરજથી છુટકારો મળી શકે છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે.

સિંહ રાશી

નાણાકીય બાબતો સાથે સંકળાયેલા નિર્ણયો સમજી-વિચારીને લેવા. નિર્ણય લેતા પહેલાં વડીલોની સલાહ લેવી. આવું કરવાથી શુભ પરિણામની પ્રાપ્તિ થશે. બોલતા પહેલા બે વખત વિચારવું. તમે લાંબી બીમારીમાંથી મુક્ત થશો. આજે માનસિક રીતે તમે હળવાશનો અનુભવ કરશો. આજે તમે ઉર્જાથી ભરપૂર રહેશો. પૈસાની સ્થિતિમાં ઉછાળો આવી શકે છે. અચાનક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. ખાવા-પીવાની આદતોમાં બદલાવ કરવો અન્યથા પેટની બીમારીઓ થઈ શકે છે.

કન્યા રાશિ

કોઈ નવું કામ કરવાની યોજના બની શકે છે. કોઈ પણ કામમાં આગળ વધતા પહેલા ધ્યાનથી વિચારવું. નાણાકીય લેવડ-દેવડમાં નુકસાન થવાની આશંકા છે. માટે વિશેષ રીતે સતર્કતા રાખવી. ન્યાયાલય સાથે સંકળાયેલા કામોમાં જીત મળી શકે છે. આર્થિક પરેશાનીઓ દૂર થઈ શકે છે. વ્યાપારમાં તમારા ભાગીદાર સાથે મનદુઃખ થઈ શકે છે.

તુલા રાશિ

આજે તમારું મન પ્રસન્ન રહેશે. કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં સારી રીતે જાણકારી મેળવી લેવી. ક્રોધથી બચીને રહેવું. તણાવ લેવાથી ઘણી પરેશાનીઓ થઈ શકે છે. પ્રોજેક્ટની બાબતોમાં નવુ પ્લાનિંગ કરીને આગળ વધવું. પરિવારજનો સાથે વ્યવહાર ઠીક રહેશે. કોઇ વિશેષજ્ઞની સલાહ લઇને નુકશાનથી બચી શકશો. સંપત્તિ સાથે જોડાયેલા લાભ મળી શકે છે.

વૃષીક રાશિ

શિક્ષણમાં પ્રગતિ થશે. વિદેશ સાથે જોડાયેલા લોકોને સારો લાભ મળશે. મેનેજમેન્ટ સાથે જોડાયેલી યોજનાઓમાં જોડાઈ શકો છો. આર્થિક લાભ મળી શકે છે. જે લોકો તમને ખોટો રસ્તો બતાવી રહ્યા છે તેના પર ખાસ નજર રાખવી. આજે તમારી ગુપ્ત જાણકારીના કારણે તમને નુકસાન થઈ શકે છે. આજે તમે જરૂરિયાતવાળા લોકોને મદદ કરી શકશો. જે આગળ જઈને તમને સારું ફળ આપશે.

ધન રાશિ

સંતાન તરફથી સુખની પ્રાપ્તિ થશે. શુભ સમાચાર મળી શકે છે. ધીરજ રાખવી. દોડભાગ વધારે રહેશે. થાક અને નબળાઈ રહી શકે છે. અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે શુભ દિવસ છે. પહેલેથી ચાલી આવતી બધી સમસ્યાઓનું સમાધાન મળશે. વિવાદથી દૂર રહેવું. જોખમ ન લેવું. તણાવ રહી શકે છે. મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોને નવા અવસર પ્રાપ્ત થશે.

મકર રાશિ

આજે તમે જીવનને અલગ દ્રષ્ટિકોણથી જોઈ શકશો. ધનનો લાભ મળી શકે છે. કોઈ આયોજનમાં સંમિલિત થવાના અવસર પ્રાપ્ત થશે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ મળશે. મિત્રો સાથે ફરવાનો આનંદ મળશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને ઉપલબ્ધિઓ મળશે. છાત્ર પ્રગતિ કરશે. ઉતાવળે કરેલા નિર્ણયથી કાર્ય બગડશે. નવા વિચારો લાગુ પડવાના કારણે જીવનમાં બદલાવ આવશે. જેને જોઈને તમે ખુશ થશો.

કુંભ રાશિ

ખૂબ જ વધારે મહેનત કરશો ત્યારે પરિણામ જોવા મળશે. આધ્યાત્મિક ગુરુ તમારી સહાય કરી શકે છે. મીડિયાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પોતાના કાર્યથી સંતોષ પામશે. વિવાહિત જીવનમાં ખરાબ ક્ષણો આવી શકે છે. કોઈ મોટો ઝઘડો થઇ શકે છે. શત્રુઓ સક્રિય રહેશે. વેપારીઓ માટે દિવસ કઠિન રહેશે. કારણ કે સોદા સંબંધિત કેટલીક અસંમતિ થઈ શકે છે.

મીન રાશિ

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળશે. વ્યવસાય ઠીક-ઠીક ચાલશે. રચનાત્મકતા અને ઉર્જાના આધારે તમે કંઈક નવા કામ કરી શકશો અને પ્રસિદ્ધિ મેળવી શકશો. છાત્ર માટે આજે ભાગ્ય વધારનારો દિવસ છે. સંપત્તિને અનુલક્ષીને આજે કોઈ બહુ મોટો લાભ મળી શકે છે. પ્રગતિના માર્ગ ખુલશે. તમારી ધીરજ તમને ખૂબ જ આગળ લઈ જશે.