રાશિફળ ૧ ઓક્ટોબરથી ૬ ઓક્ટોબર, આ રાશિના જાતકોને ભાગ્યમાં જોવા મળશે સિદ્ધી, પરિસ્થિતિ રહેશે અનુકુળ

Posted by

મેષ રાશિ

આ સમયે તમે તમારી અંદર શુભ ઊર્જા અનુભવ કરશો તથા વિચારોમાં વધારે ભાવુકતા રહેશે. નવા-નવા વિચારો મગજમાં આવશે. ભાઈ-બહેનો વચ્ચેના સંબંધોમા પણ મધુરતા વધશે. જો જમીનને લગતી કોઇ ગતિવિધિ ચાલી રહી છે તો કાગળિયાને લગતી કાર્યવાહીને લઇને થોડી ગેરસમજ ઊભી થઈ શકે છે. તમારા ગુસ્સા અને જિદ્દી સ્વભાવ ઉપર કાબૂ રાખવો. કેમ કે તમે તમારી સમજદારી દ્વારા પરિસ્થિતિને અનુકૂળ બનાવી શકશો. કાર્યક્ષેત્રમાં સ્થિતિ અનુકૂળ રહેશે. કમિશન, વીમા વગેરે જેવા કામમાં સફળતા મળશે. વિદેશો સાથે જોડાયેલા વ્યવસાયમાં જલ્દી ગતિ પકડશે. સ્ટાફ ઉપર તમારું પ્રભુત્વ બની રહેશે. પતિ-પત્ની વચ્ચે સંબંધ મધુર રહી શકે છે. મિત્રો સાથે મેન મુલાકાતમાં સમય પસાર થશે.

વૃષભ રાશિ

અધ્યાત્મ અને ગૂઢ વિદ્યા પ્રત્યે તમારો રસ વધશે. તેનાથી તમારા વ્યક્તિત્વમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે. મિલકતને લગતા કાર્યોમાં યોગ્ય લાભની સ્થિતિ બની શકે છે. એટલે આ કાર્યો ઉપર ખાસ ધ્યાન આપવું. તમારા વ્યક્તિગત કાર્યો ઉપર વધારે ધ્યાન આપવાના કારણે પરિવારના લોકોની નિરાશા સહન કરવી પડી શકે છે. કામ સાથે-સાથે સંબંધોને પણ મજબૂત રાખવાની જરૂરિયાત છે. આ સમયે કોઈપણ પ્રકારની અવરજવર ટાળવી. મોટાભાગનો સમય માર્કેટિંગ તથા બહારની ગતિવિધિઓમાં જ પસાર થશે. ભાગીદારી સાથે જોડાયેલા વ્યવસાય સમજી-વિચારીને કરવા. તેમજ કોઈપણ ડીલ ફાયદાકારક સાબિત થઈ શકે છે અને તમારા નિર્ણયને જ સર્વોપરી રાખવો. થોડો સમય ઘર-પરિવાર માટે પણ કાઢવો જરૂરી છે. સંબંધોમાં મધુરતા બની રહેશે.

મિથુન રાશિ

આજે થોડી સમસ્યા આવી શકે છે. તમે ગભરાવાની જગ્યાએ પરિસ્થિતિનું સમાધાન શોધવાના પ્રયત્નો કરવા. જેમાં તમે સફળ પણ રહેશો. કોઈ પારિવારિક સભ્યના લગ્નને લગતી યોજનાઓ પણ બનશે. જો કોઈ કામ બનતા-બનતા વચ્ચે અટકી શકે છે, તો તેન કારણે તમારી એકાગ્રતામાં ઘટાડો આવી શકે છે. આ વાતનું ધ્યાન રાખવું બીજાની બાબતમાં વધારે દખલ કરવાથી તેનો નકારાત્મક પ્રભાવ તમારી પારિવારિક વ્યવસ્થા ઉપર પણ પડી શકે છે. મીડિયા, આર્ટ્સ, કમ્યૂટર વગેરે સાથે જોડાયેલાં વ્યવસાયમાં લાભદાયક પરિસ્થિતિ બની રહી છે. છતાંય તમારે પ્રતિસ્પર્ધાને લગતી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. સરકારી સેવારત લોકોને આજે ડ્યૂટી કરવી પડી શકે છે. લગ્નજીવન સુખદ રહી શકે છે. લગ્ન બહારના સંબંધો બની શકે છે.

કર્ક રાશિ

સન્માનિત વ્યક્તિઓ સાથે થોડો સમય પસાર થશે. તેનાથી તમને અનેક નવા વિષયોની જાણકારી પણ મળી શકે છે. ઘરની કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુની ખરીદી કરી શકો છો. ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા યુવાઓને જલ્દી જ કોઈ મહત્વપૂર્ણ સફળતા મળશે. અભિમાનને કારણે તમે તમારું જ નુકસાન કરી શકો છો. સમય પ્રમાણે તમારા વ્યવહારમાં પણ ફેરફાર આવી શકે છે. સસરા પક્ષમા કોઈ વાતને લઇને ગેરસમજ ઊભી થઈ શકે છે. જેની અસર તમારા લગ્નજીવન ઉપર પણ પડી શકે છે. કાર્યક્ષેત્રમાં વધારે સ્પર્ધા બની શકે છે. કામને સારી રીતે પૂરા કરવા માટે મહેનત કરવાની જરૂર છે જોકે આ સમયે સાવધાની રાખવાથી ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આવી શકશે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે. તમારે તમારા ઘર અને વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય સામંજસ્ય બનાવી રાખવું

સિંહ રાશિ

સંતાનની કોઈ સમસ્યાનો ઉકેલ કરવામાં તમારો સહયોગ સકારાત્મક રહેશે. આસપાડોસની સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું વર્ચસ્વ રહેશે. મિલકતને લગતી કોઈ કાર્યવાહી ચાલી રહી છે તો આજે તેના ઉપર ગંભીરથી કામ લેવું. આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. તેના કારણે તમારા કામ અટકી શકે છે. આજે કોઈપણ પ્રકારની અવરજવર ન કરવી કેમ કે કોઈ ફાયદો થશે નહીં, પરંતુ નુકસાનની સ્થિતિ બની રહી છે. વ્યવસાયમાં આંતરિક વ્યવસ્થામાં થોડા પરિવર્તનની જરૂરિયાત રહેશે. તેમાં તમારા કર્મચારીઓની મદદ લેવી ઉચિત રહેશે. કોઈપણ વ્યવસાયિક ગતિવિધિઓમાં વધારે રોકાણ ન કરવું. વર્તમાન સમયને લીધે વ્યાપારિક ગતિવિધિઓ ધીમી રહેશે. પતિ-પત્ની વચ્ચે ઘરની કોઇ વ્યવસ્થાને લઇને તણાવ રહી શકે છે. માટે વધારે સારું રહેશે કે એકબીજા વચ્ચે ની સમજથી ગેરસમજણ નો ઉકેલ લાવો.

મિથુન રાશિ

જો મિલકતની ખરીદી કે વેચાણને લગતી કોઈ યોજના બની રહી છે તો તેના ઉપર તરત અમલ કરવો. આ સમયે ગ્રહની સ્થિતિ અનુકૂળ બની રહી છે. પરિવાર તથા મિત્રો સાથે પણ મનોરંજનમં સમય પસાર થઈ શકે છે. રૂપિયાની લેવડ-દેવડને લગતા કાર્યોમાં ભૂલ થવાથી નુકસાન થવાની સ્થિતિ બની શકે છે. જેના કારણે સંબંધ પણ ખરાબ થઈ શકે છે. સંતાનની ગતિવિધિઓ ઉપર નજર રાખવી તથા થોડો સમય તેમની સાથે પણ પસાર કરવો. કાર્યક્ષેત્રમાં મંદીની અસર રહી શકે છે. વ્યવસ્થામાં થોડું પરિવર્તન લાવવાની જરૂર છે. તમારૂ વ્યવસાયિક વલણ તમારી પ્રગતિમાં સહાય કરાશે. વિમા એજન્ટ પોતાનો ટાર્ગેટ પુરો કરવામાં સમય પસાર કરશે. પતિ-પત્ની કામમાં વ્યસ્ત હોવાના કારણે એકબીજાને સમય આપી શકશે નહીં. પરંતુ પારિવારિક વ્યવસ્થા સુખદ બની રહેશે.

તુલા રાશિ

તમારી ટેવ અને દિનચર્યામાં આશ્ચર્યજનક સુધારો આવી શકે છે. સમાજમાં પણ તમારી યોગ્યતા અને આવડતના વખાણ થશે. આ સમયે બચત જેવી ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહી શકો છો. ધાર્મિક આયોજન પણ થઈ શકે છે. બીજાના ઝઘડામાં દખલ ન કરવી, નહીંતર તમારું જ નુકસાન થઈ શકે છે. મહિલા વર્ગને સાસરા પક્ષ તરફથી કોઈ ફરિયાદ રહી શકે છે. સંબંધોને સારા બનાવી રાખવા માટે તમારે પણ પ્રયત્નો કરવા પડી શકે છે. વેપાર તથા કારોબારમાં નવી-નવી રીત અપનાવવી જરૂરી છે. વર્તમાન વાતાવરણના કારણે કાર્ય પ્રણાલીમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. કામકાજમાં ગુપ્તતાનું ધ્યાન રાખવું. પ્રતિસ્પર્ધાના સમયમાં કોઈ તમારી નકલ કરી શકે છે. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.

વૃશ્ચિક રાશિ

આસપાસની ગતિવિધિઓમાં સમય બરબાદ ન કરીને તમારા કામ ઉપર ધ્યાન આપવું. આ સમયે કરવામાં આવતી મહેનતનું તમને યોગ્ય પરિણામ મળશે. કોઈ અભિલાષા પૂરી થવાથી મન પ્રસન્ન રહેશે. ધ્યાન રાખો કે વધારે ચર્ચા-વિચારણા કરવામાં થોડી સફળતા હાથમાંથી નીકળી શકે છે. વ્યવસાયિક તણાવના કારણે ઘરનું વાતાવરણ પણ ખરાબ થઈ શકે છે. બિનજરૂરી યાત્રાઓ ન કરો તો સારું રહેશે, કારણ કે તેમાં તમારા પૈસા ખર્ચ થઈ શકે છે. વેપારને વધારવા માટે કોઇ નવા કામની શરૂઆતને લગતી યોજના બની શકે છે. તમારા નિર્ણયમાં સકારાત્મક રહેવું યુવાનોએ વ્યક્તિ કે તો સમસ્યાને લીધે કારકિર્દી સાથે જોડાયેલ અડચણોનો સામનો કરવો પડશે. લગ્નજીવન સુખદ રહી શકે છે. પ્રેમસંબંધોમાં રોમેન્ટિક વાતાવરણ બની રહેશે.

ધન રાશિ

આજે લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા અને તણાવથી રાહત મળી શકે છે. તમારી પરેશાનીઓનો ઉકેલ લાવવામાં નજીકના સંબંધીઓનો સહયોગ રહેશે. કોઇ જગ્યાએથી શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. વિરોધી સક્રિય થઈને તમારા કાર્યોમાં અડચણો ઊભી કરી શકે છે, પરંતુ ચિંતા ન કરવી તેમને સફળતા મળી શકશે નહીં. આર્થિક સ્થિતિ સામાન્ય જ રહેશે. પિતરાઈ ભાઈ-બહેનો સાથે સંબંધમા થોડી ગેરસમજ આવી શકે છે. વ્યવસાયિક સ્થળે વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે અને તમે સફળ પણ રહેશો. વ્યવસાયિક મહિલાઓને તેમની કોઇ યોજનાને લઇને યોગ્ય સફળતા મળી શકે છે. પ્રેમ સંબંધોને લગ્નમાં બદલવા માટે પરિવારની સ્વીકૃતિ મળશે. દાંપત્યજીવનમાં નજીકતા બની રહેશે.

મકર રાશિ

દિવસની શરૂઆત ખૂબ જ સુખદ રહી શકે છે. તમને તમારા જ કોઈ પ્રયત્નોમાં સફળતા મળી શકે છે. થોડા સમયથી મનમાં ચાલી રહેલા દ્વંદ દૂર થઈ શકે છે. નજીકના લોકો સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહેશે. ઉતાવળમાં કોઈ નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે. ઘરમાં બાળકોની કોઇ નકારાત્મક ગતિવિધિને લઇને ચિંતા પણ રહી શકે છે. આ સમય શાંતિ અને ધીરજ સાથે પસાર કરવો. કાર્યક્ષેત્રમાં આજે વધારે મહેનતની જરૂરિયાત રહેશે. પૈસા સાથે જોડાયેલી લેવડદેવડમાં કાળજી રાખવી ભાગીદારી સાથે જોડાયેલા વ્યવસાયમાં ખાસ ઉપલબ્ધિ મળશે. યુવાનોને રોજગારના નવા અવસર મળશે. જેનાથી તમારી અંદર આત્મવિશ્વાસ વધશે. એકબીજા સાથે તાલમેલમાં ઘટાડો આવવાથી જીવનસાથી સાથે તણાવ ઊભો થઈ શકે છે. સમસ્યાને વધારવાને બદલે તેને ઉકેલવાના પ્રયત્નો કરવા.

કુંભ રાશિ

પરિવાર સાથે ઘરની જરૂરી વસ્તુઓની ખરીદીમાં સમય પસાર થશે. મનોરંજનનું વાતાવરણ પણ રહી શકે છે. કામ વધારે હોવા છતાં તમે તમારા વ્યક્તિગત કાર્યો સહજ રીતે પૂરા કરશો. ખર્ચ સાથે-સાથે તમારી આર્થિક સ્થિતિનું પણ ધ્યાન રાખવું. કોઇ સંબંધી કે મિત્ર સાથે ગેરસમજ ઊભી થવાથી સંબંધમાં અંતર વધી શકે છે. જેના કારણે મન નિરાશ રહેશે. વ્યવસાયિક ગતિવિધિઓમાં હવે સકારાત્મક હલચલ થવાના યોગ બની રહ્યા છે. ધન સાથે જોડાયેલી બાબતોમાં યોજનાઓ ઉપર કામ કરવા માટે સમય અનુકૂળ છે. કોઈ પણ નવી કાર્યપ્રણાલીને શરૂ કરવાની યોજના બની રહી હોય તો તેના ઉપર કામ ન કરવું. ઘરમાં સુખ-શાંતિ અને સુખમય વાતાવરણ રહેશે. પરંતુ ઘરના વડીલ સભ્યોના આરોગ્ય અને માન-સન્માનનું ધ્યાન રાખવું.

મીન રાશિ

છેલ્લાં થોડા સમયથી તમારા જે કાર્યોમાં અડચણો આવી રહી હતી, આજે તે કામ આજે સરળતાથી પૂરા થઈ જશે. આ સમયે તમે તમારા લક્ષ્ય અને કાર્યો પ્રત્યે તમારી પ્રાથમિકતા રહેશે. સંબંધો મધુર બનાવવામાં તમારા ખાસ પ્રયત્નો રહેશે. બાળકોના કોઇ પ્રોજેક્ટમાં સફળતા ન મળવાથી ઘરમાં નિરાશાનું વાતાવરણ રહેશે. આ સમયે તેમનું મનોબળ બનાવી રાખવું જરૂરી છે. કોઇ મિત્રની સલાહ ઉપર અમલ કરતા પહેલાં સારી રીતે ચર્ચા-વિચારણા કરી લેવી, કારણ કે નિર્ણય ખોટો હોઈ શકે છે. જો કોઈની સાથે ભાગીદારી કરવાનું વિચારી રહ્યા છો તો સમય અનુકૂળ છે. કામના ક્ષેત્રે આંતરિક વ્યવસ્થામાં થોડો બદલાવ લાવવાની જરૂર છે, તેનાથી વધારે સકારાત્મક પરિણામ મળશે. વ્યવસાયિક કાર્યો માટે પૈસા ઉધાર લેવા પડશે. ઘરનું વાતાવરણ સુખદ અને સુખમય રહી શકે છે. ઘરમાં કોઈ ધાર્મિક આયોજન થઇ શકે છે.