રાશિફળ ૧ સપ્ટેમ્બર ૨૦૨૨, આ રાશિ માટે નવો મહિનો લાવ્યો છે ખુશીઓનો ખજાનો, સપના થશે પુરા

Posted by

મેષ રાશિ

આ રાશિના જાતકોનું દાંપત્યજીવન સુખ પૂર્ણ રહેશે. આવકમાં વૃદ્ધિ થશે. કાનુની કામમાં અડચણ દૂર થશે અને સ્થિતિઓ તમારી અનુકૂળતા મુજબ નિર્માણ પામશે. કોઈ પણ કાર્ય કરતી વખતે વિવેકનો ઉપયોગ કરવો. ધન લાભમાં વૃદ્ધિ થશે. નોકરીમાં આવી રહેલી અડચણો દૂર થશે. ધંધા-રોજગારમાં સંતોષજનક પરિણામ મળશે. ઉત્સાહથી કામ કરી શકશો. સ્વાસ્થ્ય પ્રત્યે થોડી કાળજી રાખવી.

વૃષભ રાશી

આ રાશિના જાતકોને ધંધા-રોજગારમાં કોઇ સમસ્યા આવી શકે છે. કાનૂની બાબતોમાં ન પડો તો સારું રહેશે. ઉતાવળને કારણે કામ બગડી શકે છે. ક્રોધ અને ઉત્તેજના પર નિયંત્રણ રાખવું. નોકરીમાં બોસ તરફથી ખરાબ વ્યવહાર થઈ શકે છે. વાહન અને મશીનરીના ઉપયોગમાં સાવધાની રાખવી. દાંપત્યજીવન સારું રહેશે.

મિથુન રાશિ

આ રાશિના જાતકો માટે આજના દિવસે બધું ઠીક હોવા છતાં નિરાશાનો અનુભવ થઈ શકે છે. કેટલાક શારીરિક કષ્ટની પણ સંભાવના છે. આજના દિવસે ભાગ-દોડમાં વધારો થઇ શકે છે. કોઇ વ્યક્તિ વિશેષને કારણે વિવાદ થઈ શકે છે. કોર્ટ-કચેરીના કામમાં અનુકૂળતા રહેશે. પૂજા-પાઠમાં મન લાગેલું રહેશે. ધંધા વ્યવસાયમાં પ્રગતિ થઈ શકે છે.

કર્ક રાશિ

જીવનસાથી સાથે બોલા-ચાલી થઈ શકે છે. જેના કારણે બેચેનીનો અનુભવ રહી શકે છે. આજના દિવસે થાકનું પ્રમાણ વધારે રહેશે. કીમતી વસ્તુ સંભાળીને રાખવી. આર્થિક પ્રગતિ માટે કરવામાં આવેલી યોજનાઓ સફળ થશે. કાર્યપ્રણાલીમાં ફેરફાર જોવા મળશે. ધન પ્રાપ્તિના માર્ગ ખુલ્લા થશે. રોજગારમાં વૃદ્ધિ થશે. કોઈ નવું કામ પણ મળી શકે છે.

સિંહ રાશી

કોઈને ઉધાર આપેલાં નાણાં પરત ફરી શકે છે. વસૂલાત માટેના બધા પ્રયત્નો સફળ રહેશે. વ્યવસાયિક યાત્રા સફળ રહેશે. વ્યાપાર વ્યવસાયમાં સારું ફળ જોવા મળશે. નોકરીમાં તમારા પ્રભાવમાં વૃદ્ધિ થશે. ભાઈઓનો સહયોગ મળશે. માનસિક પરેશાનીઓ રહી શકે છે. તેમજ બેચેની પણ રહી શકે છે. શારીરિક દ્રષ્ટિએ સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

કન્યા રાશિ

કોઈ મોટો ખર્ચ સામે આવી શકે છે અને કરજ લેવું પડી શકે છે. કોઈ સાથે વિવાદ પણ થઈ શકે છે. આજે તમે તમારી વાતો માટે કોઈને રાજી કરી શકશો નહીં. દુવિધાઓ દરવાજા પર આવીને ઉભી રહેશે. કૌટુંબિક શાંતિ બની રહેશે. ખર્ચ વધી શકે છે. ઉતાવળમાં કરેલા નિર્ણય ખૂબ જ ખરાબ પરિણામ આપી શકે છે. આવકમાં નિશ્ચિતતા જળવાઈ રહેશે. વેપાર-વ્યવસાય સારો ચાલશે. પરંતુ ઉતાવળ કરવાથી હાથમાં આવેલું છૂટી જઈ શકે છે.

તુલા રાશિ

આ રાશિના જાતકોને અપ્રત્યક્ષ રૂપે લાભ થઈ શકે છે. રોજગાર પ્રાપ્તિના પ્રયાસ સફળ રહેશે. વ્યવસાયિક યાત્રા પણ સફળ રહેશે. જોખમ વાળા કામથી દૂર રહેવું. નોકરીમાં તમને કેટલીક ઓથોરિટી મળી શકે છે. કોઈ મોટી સમસ્યાનું નિવારણ થઇ શકે છે. માટે મન પ્રસન્ન રહેશે. પ્રેમ-જીવન માં ઉચિત પરિણામો મળશે. જુના મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે. સ્વાસ્થ્યની કાળજી રાખવી.

વૃષીક રાશિ

માત્ર થોડા પ્રયાસો કરવાથી પણ કાર્ય સિદ્ધિ પ્રાપ્ત થશે. સામાજિક કાર્ય કરવાની પ્રેરણા પ્રાપ્ત થશે. કોઈ નવું તથા મોટું કાર્ય કરવાનું મન થશે અને તમે તે કરી પણ શકશો. આ કાર્ય ખુબ જ મોટી સફળતાને આમંત્રણ આપી શકે છે. લાભના અવસર હાથ લાગશે. આજના દિવસે કરવામાં આવેલું રોકાણ ભવિષ્યમાં સારું ફળ આપશે. નસીબનો પૂરતો સાથ મળી રહેશે. શારીરિક કષ્ટની સંભાવના છે. વિવાદથી દૂર રહેવું અન્યથા નુકસાન થઈ શકે છે.

ધન રાશિ

રોજગાર પ્રાપ્તિ માટે કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે. પ્રગતિના માર્ગ ખુલી જશે. યાત્રા ની યોજનાઓ બની શકે છે. જમીન તથા મકાન સાથે સંકળાયેલ ખરીદ-વેચાણના કાર્ય લાભદાયક રહેશે. નોકરીમાં યશ મળશે. આજે તમારી પાસે કોઈ વ્યક્તિ સલાહ લેવા આવી શકે છે. સલાહ આપતી વખતે અથવા નિર્ણય લેતી વખતે ઉતાવળ ન કરવી. પાર્ટનરશીપ સફળ રહેશે અને પાર્ટનરશીપમાં ચાલતા ધંધામાં મોટો લાભ મળશે.

મકર રાશિ

વિદ્યાર્થી વર્ગને ભણતર સંબંધિત પરેશાનીઓ વધી શકે છે. ભણતરમાં મન લગાવવું કઠિન રહેશે. પરંતુ સારા માર્ગદર્શનથી તમે તે કરી શકશો. કોઈ આનંદ ઉત્સવમાં ભાગ લેવાના અવસર પ્રાપ્ત થઇ શકે છે. નોકરીમાં કોઈ નવું કાર્ય શરૂ કરી શકશો. અધિકારી વર્ગ પ્રસન્ન અને સંતુષ્ટ રહેશે. ધનપ્રાપ્તિ માટેના માર્ગ સુગમતાથી ખુલી જશે. જો પ્રમાદથી દૂર રહેશો તો કોઈ મોટું કાર્ય પાર પાડી શકો છો.

કુંભ રાશિ

આજના દિવસે કરવામાં આવેલી યાત્રા લાભદાયક રહેશે. રોજગારમાં વધારો થશે. શત્રુઓની હાર થશે. તેમજ તમારો પ્રભાવ વધશે. નોકરીમાં પ્રમોશનની શક્યતા છે. કાર્ય સાથે સંકળાયેલ પ્રવાસ ઈચ્છા અનુસાર સંપન્ન થશે. કોઈ નવું કામ મળી શકે છે. ખૂબ જ લાંબા સમયથી ચાલી રહેલ શારીરિક સમસ્યાઓ દૂર થઇ શકે છે. જીવન સાથે જોડાયેલા નાના-નાના આનંદનો અનુભવ કરી શકશો.

મીન રાશિ

મનમાં સંશય ઉભા થઇ શકે છે. ખોટા વિચારોથી દૂર રહેવું. ધ્યાન અને યોગ કરશો તો સારું રહેશે. મહેનતનું પ્રમાણ વધારવું પડશે. યાત્રા દરમિયાન સામાનનું ધ્યાન રાખવું. ગલતફેમીના કારણે વિવાદ થઈ શકે છે. ભાવનાઓ પર કાબુ રાખવો. હિતશત્રુઓથી સાવધાની રાખવી આવશ્યક રહેશે. વ્યાપાર વ્યવસાય સારો ચાલશે. આવક ઠીક-ઠીક બની રહેશે. નોકરીમાં કાર્યભાર વધી શકે છે, પરંતુ ધીરજ ગુમાવવી નહીં.