રાશિફળ 10 ડિસેમ્બરઃ આજે છ રાશિના જાતકોને કરિયરમાં મળશે નવી તકો, ખુશ રહેશે

Posted by

મેષ રાશિ

આજે કોઈ બીજાના મામલામાં પડવું નહીં, નહિતર મુસીબત ઊભી થઈ શકે છે. વાતોને વધારવાથી વિવાદ ઊભો થઈ શકે છે. કામકાજમાં મહેનતનું ફળ અવશ્ય મળશે. કોઈ લગ્ન અથવા માંગલિક કાર્યમાં હાજરી આપશો. મનમાં પ્રસન્નતા રહેશે. વાણી ઉપર સંયમ નહીં રાખો તો પારિવારિક સદસ્યો સાથે મતભેદ થવાની સંભાવના છે. અનાવશક કાર્ય પર ખર્ચ વધવાની સંભાવના છે. ગરીબોમાં વસ્ત્રનું વિતરણ કરો.

 

વૃષભ રાશિ

આજે તમારું ઘર પરિવારમાં ખુબ જ માન સન્માન વધશે. વેપાર અને નોકરી સાથે જોડાયેલી પરેશાની ખતમ થશે. પારિવારિક કલેશ દુર થશે. તમે પોતાના શત્રુઓને પોતાની ઉપર હાવી થવા દેશો નહીં. પરંતુ તેમને પરાસ્ત કરવામાં સફળ રહેશો. તમને ભાગ્યનો સાથ મળવાનો છે. નકામી ભાગદોડ ખતમ થઈ શકે છે. નકારાત્મક વિચાર મનમાં છવાયેલા રહેશે. તેને દુર કરવા માટે પ્રયત્ન કરવા પડશે. નકારાત્મક વિચારોને દુર કરો. આજે કોઈ સારા સમાચાર મળવાથી મન પ્રફુલિત રહેશે.

 

મિથુન રાશિ

આજે ભાગ્ય તમારી સાથે છે. માંગલિક કાર્યમાં સહભાગી રહેશો. તમારી વાણી મધુર રહેશે, જેના કારણે તમે અન્ય લોકોને પોતાની તરફ આકર્ષિત કરશો. પ્રમોશન અને વેતન વૃદ્ધિના યોગ બની રહ્યા છે. આ દરમિયાન કાર્યક્ષેત્રમાં કોઈ મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. આજે તમારે પોતાની આક્રામકતા ઉપર નિયંત્રણ રાખવાનું રહેશે. નોકરી કરતા લોકો ની સિનિયર દ્વારા પ્રસન્નતા થશે. આજનો દિવસ તમારા માટે યાદગાર રહેશે. ધાર્મિક કાર્યમાં ખર્ચ થઈ શકે છે.

 

કર્ક રાશિ

સખત મહેનતથી તેમને વધારે પ્રોત્સાહન મળશે. આજનો દિવસ તમારા માટે મહત્વપુર્ણ રહેશે. આજે તમે વિચારેલા બધા જ કાર્ય સરળતાથી પુર્ણ થશે. આજે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવશે. આ રાશિના બિલ્ડર માટે દિવસ સારો રહેવાનો છે. આજે તમે પોતાના પરિવારની સાથે કોઈ ધાર્મિક સ્થાનની યાત્રા કરશો. સ્વાસ્થ્ય સંબંધીત પરેશાની ઉભી થઈ શકે છે. કામકાજને લઈને માનસિક સુસ્તી પણ મહેસુસ કરી શકો છો.

 

સિંહ રાશિ

આજે તમારા દિમાગમાં અમુક વાતને લઈને શંકા ઉભી થશે. યોગ્ય રહેશે કે કોઈ પણ વ્યક્તિને આવશ્યકતા વગર પોતાની સલાહ આપવી નહીં. વેપારમાં આજે કોઈપણ પ્રકારની નવી યોજના શરૂ કરતાં પહેલાં વડીલોની સલાહ અવશ્ય લેવી. ચીડીયાપણું અને મુંઝવણને નિયંત્રણમાં રાખવાની કોશિશ કરો. આજે વાહન સુખમાં વૃદ્ધિ થશે. ધનની સ્થિતિમાં સુધારો થશે. બાળકો પોતાના માતા પિતા સાથે કોઈ વાત શેર કરશે. વેપારમાં અચાનક ધન લાભ થવાના યોગ બની રહ્યા છે.

 

કન્યા રાશિ

આજે સમય બરબાદ કરવો નહીં. કાયદા સાથે સંબંધિત મામલામાં નિર્ણય તમારા પક્ષમાં રહેશે. વેપાર માટે હાલના સમયમાં અનુભવ ખુબ જ મહત્વપુર્ણ સાબિત થશે. યુવાનોએ કારકિર્દી પ્રત્યે ફોકસ જાળવી રાખવું. વિદ્યાર્થીઓ અભ્યાસને લઈને મહેનતમાં કોઈ ઘટાડો કરે નહીં. હાલના સમયમાં તમે દુઃખી રહી શકો છો અને પોતાના બાળકોને કારણે ચિંતિત રહી શકો છો. આવકના સાધનોમાં વ્યાપક દ્રષ્ટિકોણ બનશે. ધાર્મિક સ્થળની યાત્રા થઈ શકે છે. ઓફિસમાં કાર્યને પુરા કરવા માટે તમે કોઈ સહકર્મી પાસેથી મદદ લેશો.

 

તુલા રાશિ

પૈસાની બાબતમાં કોઈ નવી શરૂઆત કરવા માટે સમય સારો નથી. માતા ની સેવા કરો તથા પ્રેમથી વાતચીત કરો. પૈસા લગાવતા પહેલા વડીલોની સલાહ અવશ્ય લેવી. વળી રોકાણ કરવા માટે સમય સારો ચાલી રહ્યો છે. માતા પિતા એ બાળકોની સંગત અને તેમના અભ્યાસ ઉપર વિશેષ ધ્યાન આપવું. ઘરમાં માતાના આશીર્વાદ તથા સ્નેહથી મનમાં શાંતિ મળશે. કારકિર્દીના મામલામાં સમય સારો ચાલી રહ્યો છે. કામનો બોજ વધારે હોવાને લીધે બાળકોને ઓછો સમય આપી શકશો.

 

વૃશ્ચિક રાશિ

આજે પરિવારમાં સન્માન વધશે. સ્ત્રી મિત્રો તરફથી વિશેષ લાભ થશે. પોતાના નજીકના લોકો સાથે મતભેદ થઈ શકે છે. ધીરજ રાખવાથી કાર્ય બગડી શકે છે. કોઈને ભાવનાત્મક ઠેસ ન પહોંચે તે વાતનું વિશેષ ધ્યાન રાખવાનું રહેશે. શોધ કાર્યમાં સફળતા મળવાનું નક્કી છે. સગા ભાઈઓ સાથે વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે. દાંપત્ય જીવનમાં મધુરતાનો આનંદ લેશો. આજે બીજા સાથે વાતચીત કરતા સમયે વાણીમાં મીઠાશ રાખવાની કોશિશ કરશો તો ફાયદો જરૂરથી મળશે.

 

ધન રાશિ

કાર્યનો બોજ વધવાને લીધે સ્વાસ્થ્યમાં નરમાઈ રહેશે. પરંતુ બપોર બાદ તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. ભરોસા લાયક વ્યક્તિનો સાથ મળશે. ઓફિસમાં લાંબા સમયથી ચાલી રહેલ પ્રોજેક્ટને પુરો કરવા માટેનો સહયોગ અનિવાર્ય રહેશે. બીજા ઉપર કાણ વગર આક્રોશ બતાવવો નહીં. વ્યક્તિગત રૂપથી તમારી પ્રગતિ થશે. પોતાના ખર્ચ ઉપર નિયંત્રણ નહીં રાખો તો તમારી પરેશાની વધી શકે છે. નિવારિક આજે પોતાના જીવનસાથી ની સાથે સારો સમય પસાર કરશે, તેનાથી સંબંધોમાં મજબુતી આવશે.

 

મકર રાશિ

આજે ખુશીઓ તમારા જીવનમાં આવવાની છે. તમારી સહનશક્તિ પણ વધશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિની સંભાવના છે. વ્યવસાયમાં ઉતાર ચડાવ રહેશે. આજના દિવસે ઉધાર આપેલા પૈસા પરત મળવાના યોગ છે અને તમારા અટવાયેલા પૈસા પણ પરત મળી શકે છે. આઈટી સાથે જોડાયેલા લોકો માટે દિવસ સારો રહેશે. કર્મ ક્ષેત્રમાં ટીમ વર્કની સાથે કામ કરવું એક સારો વિકલ્પ રહેશે. અમુક મામલામાં પૈસા અટવાઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને ટેન્શન વધી શકે છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં લાભ થશે.

 

કુંભ રાશિ

કોઈપણ કામ તમારી મરજીથી થઈ શકશે નહીં, જેના લીધે તમારો મુડ ખરાબ રહેશે. કળા અને સાહિત્યમાં પણ તમારી રુચિ વધશે, જેના લીધે તમારી માન પ્રતિષ્ઠામાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં કોઈ વડીલ વ્યક્તિની સલાહ ને માનવાથી વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ થશે. આર્થિક મામલામાં સમય સતત પ્રતિકુળ રહેલો છે, જેથી વધારે પડતી સાવધાની રાખવી જોઈએ. મિત્રો સાથે રમણીય પર્યટનનું આયોજન થશે. આજે અમુક લોકો તમારી પ્રગતિ ઉપર પણ વિરોધ કરશે.

 

મીન રાશિ

આજે તમે પોતાના જીવનસાથી પ્રત્યે લાગણી મહેસુસ કરશો. આજે તમારી પૈસા સાથે સંબંધિત દરેક સમસ્યાનો ઉકેલ આવશે. રાજકીય ક્ષેત્રમાં વિરોધી સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. કાર્યક્ષેત્રમાં વધારે પરિશ્રમ કર્યા બાદ જ તમારા કાર્ય પુર્ણ થવાની સંભાવના છે. નાની મોટી પરેશાનીઓ માટે પોતાને તૈયાર રાખો. તમારું દાંપત્ય જીવન સારી રીતે પસાર થશે. આજે ઓફિસમાં તમને કોઈ નવું કામ મળશે. જેમાં તમને પોતાની જુની કંપનીનો અનુભવ કામ લાગશે.