રાશિફળ ૧૦ ઓક્ટોબરથી ૧૬ ઓક્ટોબર, આ રાશિના જલસાના દિવસો થશે શરુ, ચારે બાજુ બસ લાભ જ લાભ

Posted by

મેષ રાશિ

આજે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળ ઉપર યાત્રા માટેનો પ્રોગ્રામ બની શકે છે. તેમજ આનંદ-પ્રમોદ સાથે જોડાયેલા કાર્યક્રમોમાં સમય પસાર થશે. સંતાનોને કોઈ ઉપલબ્ધિ મળવાથી ઘરમાં સારું વાતાવરણ રહેશે. આળસને લીધે તમારા કામ અધુરા રહી શકે છે. તમારી ઉર્જા અને કાર્યક્ષમતાને બનાવી રાખવી જરૂરી છે. આર્થિક બાબતોમાં ધ્યાનથી નિર્ણય લેવો નહીતર કોઈપણ પ્રકારની ભૂલ થવાની આશંકા છે. ગુસ્સા ઉપર કાબૂ રાખવાની જરૂર છે. વ્યાપારિક બાબતોમાં કોઈ નવો નિર્ણય લેવામાં મુશ્કેલી રહેશે. વધારે સારું રહેશે કે જેવું ચાલી રહ્યું છે તેના ઉપર જ ધ્યાન કેન્દ્રિત રાખો. નોકરી કરતા લોકોને પોતાના કામ પ્રત્યે સમર્પિત રહેવું જરૂરી છે. જલ્દી જ તમને કેટલીક ઉપલબ્ધિઓ મળવાની સંભાવના રહેલી છે. પ્રેમ પ્રસંગોમાં ભાવનાત્મક નજીકતા આવશે. પતિ પત્નીના સંબંધો મધુર રહેશે.

વૃષભ રાશિ

આજે તમે તમારી અંદર ભરપૂર ઊર્જા અને આત્મબળનો અનુભવ કરી શકો છો. આજે બીજાના નિર્ણય લેવાની અપેક્ષાએ તમારા નિર્ણયને પ્રાથમિકતા આપવી જેથી તમને જરૂર સફળતા મળશે. પૈતૃક સંપત્તિ બાબતે કોઈ વાદવિવાદ ચાલી રહેલો હોય તો તેને ઉકેલવા માટે આ સમય ઉચિત છે. તમારા અભિમાન અને ગુસ્સા વાળા વર્ણનને લીધે તમારા કામમાં અડચણો ઊભી થઈ શકે છે. એટલા માટે તમારા આક્રમક સ્વભાવ અને ગુસ્સાને કાબૂમાં રાખવો જરૂરી છે. ભાઈઓ સાથે નાનકડી વાતને લઈને મતભેદો રહી શકે છે. વ્યવસાયિક પરિસ્થિતિ ઓમાં નવીનતામાં આવવાની સંભાવના નથી. એટલા માટે જેવું ચાલી રહ્યું છે તેમાજ સંતોષ માનવો સારો રહેશે. તમારું પેમેન્ટ કોઈ જગ્યાએ અટકેલું હોય તો તે પાછું મળવાથી તમારી આર્થિક સ્થિતિ સારી બનશે. નોકરીમાં ઓફિસિયલ યાત્રા કરવી પડશે. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં કોઈ નકારાત્મક વાતથી અલગાવ ઉત્તપન્ન થઇ શકે છે.

મિથુન રાશિ

આજે વધારે પડતો સમય રચનાત્મક કામમાં પસાર થશે. ઘરના નવિનીકરણના તેમજ સજાવટ સાથે જોડાયેલા કામની રૂપરેખા બનશે. સાથે જ બાળકો તરફથી કારકિર્દી સાથે જોડાયેલ શુભ સમાચાર સાંભળવા મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે. બિનજરૂરી કામમાં સમય પસાર કરવાથી તમારા મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. જેને કારણે તણાવ હાવી થઈ શકે છે. તમારા સ્વભાવમાં ઠહેરાવ લાવવો જરૂરી છે, કારણ કે ગુસ્સાને લીધે સંબંધો ખરાબ થઈ શકે છે. વ્યવસાયિક ગતિવિધિ ઓમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. થોડી બેદરકારીને લીધે મોટું નુકસાન થઈ શકે છે. સહયોગીઓ તેમજ કર્મચારીઓની ગતિવિધી ઉપર સખત નજર રાખવી જરૂરી છે. પતિ-પત્નીના સંબંધો સૌહાર્દ પૂર્ણ બની રહેશે. પ્રેમ સંબંધોને પરિવારની સ્વીકૃતિ મળવાથી લગ્નનો અવસર આવી શકે છે.

કર્ક રાશિ

આજે ઓનલાઈન ખરીદીમાં સમય પસાર થશે. રચનાત્મક કામમાં તમારો રસ રહેશે. યુવાનોને કારકિર્દી સાથે જોડાયેલ શુભ સૂચના મળી શકે છે. તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવી જરૂરી છે. બેદરકારીને કારણે કોઈ કામ અટકી શકે છે. બાળકોની ગતિવિધિઓ તેમજ તેના મિત્રો ઉપર સખત નજર રાખવાની જરૂર છે. મીડિયા, શેરબજાર, કોમ્પ્યુટર વગેરે સાથે જોડાયેલા વ્યવસાયમાં તમે સફળ રહેશે. આર્થિક સ્થિતિ વધારે સારી બનશે. કોઈપણ નવું કામ શરૂ કરવા માટે સમય ઉત્તમ નથી એટલા માટે વર્તમાન કામ ઉપર જ ધ્યાન કેન્દ્રિત રાખવું. પતિ પત્ની વચ્ચેના સંબંધો મધુર રહેશે. પ્રેમસંબંધોમાં પારદર્શિતા રાખવી ખૂબ જ જરૂરી છે નહિંતર કોઈ ગેરસમજણ ઉભી થઇ શકે છે.

સિંહ રાશિ

મિલકતની લેવડદેવડ માટેની યોજનાઓ બની શકે છે. તમારા ઘરે નજીકના સંબંધીઓનું આગમન થઇ શકે છે. મેલ મુલાકાતથી ખુશીનું વાતાવરણ રહેશે. તમારી કોઈ ખાસ પ્રતિભા લોકો સામે આવશે જેનાથી સમાજમાં તમારા માન સન્માનમાં વધારો થશે. ધ્યાન રાખવું કે પૈતૃક સંપત્તિ સાથે જોડાયેલ બાબતોમાં ભાઈઓ સાથે વાદ વિવાદ થવાની આશંકા છે. થોડી પણ સાવધાની અને સૂઝબૂઝથી પરિસ્થિતિઓ સારી બનતી જશે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં એકાગ્રતા બનાવી રાખવી જરૂરી છે. આજના દિવસે માર્કેટિંગ સાથે જોડાયેલા કામ તેમજ પેમેન્ટ વગેરે ભેગું કરવામાં પસાર થશે. વ્યવસાયિક પાર્ટી સાથેના સંબંધોને વધારે મજબૂત બનાવવા કારણ કે તેનાથી તમને સારી ઉપલબ્ધિઓ મળી શકે છે. બહારના વ્યક્તિની દખલગીરીને લીધે તમારા ઘરમાં તણાવ રહી શકે છે, માટે વધારે સારું રહેશે કે પરિવારના વ્યક્તિ સાથે બેસીને સમસ્યાઓનું સમાધાન શોધો.

કન્યા રાશિ

અચાનક કોઈ શુભ સમાચાર સાંભળવા મળવાથી તમે ખુશીનો અનુભવ કરશો. ઘરમાં શુભ માંગલિક કામ સાથે જોડાયેલ યોજના બની શકે છે. યાત્રા તમારા માટે લાભદાયક બની રહેશે, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થવાના અવસરો મળશે. ઘરનું વાતાવરણ અનુશાસિત બનાવી રાખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે બાળકોના અભ્યાસ સાથે જોડાયેલી કોઇ મુશ્કેલી ઉભી થઈ શકે છે. પૈસા સંબંધી લેવડદેવડ ન કરવી. વેપારમાં તમારી કાર્ય પ્રણાલી સાથે જોડાયેલી ગતિવિધિઓને કોઈ સાથે શેઅર ન કરવી. કોઈ તેનો ખોટો ઉપયોગ કરીને તમને નુકસાન પહોંચાડી શકે છે. નોકરીમાં લોકોને પ્રગતિ માટેના અવસર મળી શકે છે. પતિ-પત્નીની વ્યસ્તતાને કારણે એ લોકો એકબીજાને સમય નહીં આપી શકે પરંતુ ઘરના વાતાવરણને યોગ્ય બનાવી રાખવા માટે સમય કાઢવો ખુબ જ જરૂરી છે.

તુલા રાશિ

ગ્રહનું પરિભ્રમણ તેમજ ભાગ્ય બંને તમારા પક્ષમાં છે. તેનો ઉપયોગ કરવોએ તમારી કાર્યક્ષમતા ઉપર આધાર રાખે છે. પૈતૃક સંપત્તિ સાથે જોડાયેલ લાભ થઈ શકે છે. લાભદાયક યાત્રાઓ થઈ શકે છે તેમજ આવકના નવા રસ્તાઓ ખુલશે. બિનજરૂરી કામમાં પૈસા બરબાદ કરવાથી ઘરનું બજેટ બગડી શકે છે. કોઈપણ પ્રકારની લેવડદેવડ ન કરવી. વડીલોનું માન સન્માન બનાવી રાખવું જરૂરી છે. વ્યવસાયન સ્થળ ઉપર કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવો. વર્તમાનમાં કામ ઉપર ધ્યાન આપવું જરૂરી છે. આ સમયે કામની ક્વોલિટી ઉપર ધ્યાન આપવું જરૂરી છે. બેદરકારીને લીધે કેટલાક ઓર્ડર કેન્સલ થઈ શકે છે. પારિવારિક વાતાવરણ ખુશનુમા બની રહેશે. ઘરમાં કોઈ માંગલિક કાર્યક્રમ માટેની યોજનાઓ બની શકે છે.

વૃષીક રાશિ

મિલકતના ખરીદ વેચાણ સાથે જોડાયેલા કામ કરવા માટે ઉત્તમ સમય છે. ધાર્મિક તથા સામાજિક ક્રિયા કલાપોમાં સમય પસાર થશે. આ સમયે રોકાણ સાથે જોડાયેલી યોજનાઓ બનાવવી જરૂરી છે. તેનાથી ભવિષ્યમા લાભ મળી શકે છે. મનમાં કોઈ કારણ વગર અશાંતિ અને તણાવનો અનુભવ કરી શકો છો. થોડો સમય પ્રકૃતિના સાનિધ્યમાં પસાર કરવો જરૂરી છે, સાથે જ મેડીટેશન ઉપર ધ્યાન આપવું જરૂરી છે તેનાથી તમને રાહત મળશે. યુવાનોને પોતાની કારકિર્દી સાથે જોડાયેલા કામમા વધારે ધ્યાન આપવાની જરૂર છે. મિલકત અને વીમા કંપની સાથે જોડાયેલા વ્યવસાયમાં મહત્વપૂર્ણ ડીલ થઈ શકે છે. એટલા માટે તમારે પૂરી રીતે એકાગ્ર રહેવું જરૂરી છે. માર્કેટિંગ સાથે જોડાયેલા કામને આજે ટાળવા નહીં કારણ કે નુકસાન થવાની આશંકા છે. નોકરી કરતા લોકોને કામ વધારે રહેવાને લીધે મુશ્કેલી રહી શકે છે. કામ વધારે હોવાથી છતાં તમે તમારા પરિવાર માટે સમય મેળવી શકશો. તેનાથી ઘરનું વાતાવરણ ખુશનુમા અને શાંતિપૂર્ણ બની રહેશે.

ધન રાશિ

આજે કોઈ પ્રભાવશાળી અથવા તો રાજનૈતિક વ્યક્તિ સાથેની મુલાકાત તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. પ્રગતિના અવસર મળશે. કામ વધારે રહેવાને લીધે તમે વ્યસ્ત રહેશો. બિનજરૂરી ગતિવિધિઓમાં સમય બરબાદ ન કરવો. આળસને કારણે તમારા કામને ટાળવાના પ્રયત્ન કરી શકો છો જે તમારા માટે નકારાત્મક સાબિત થશે. તમારી આ નબળાઈને દૂર કરવાના પ્રયત્ન કરવા તેમજ કામમાં એકાગ્રચિત રહેવું જરૂરી છે. મિત્રોની સલાહ ઉપર ભરોસો ન કરીને તમારા નિર્ણયને સર્વોપરી રાખવો. તમારા સહયોગીઓ તેમજ કર્મચારીઓ સાથે સારા સંબંધો બનાવી રાખવા જરૂરી છે, તેનાથી તમારી કાર્યક્ષમતા વધશે તેમજ કામમાં સારી રીતે મદદ કરી શકશે. નોકરી કરતા લોકોએ પોતાની ફાઈલો અને કાગળિયા સાથે જોડાયેલા દસ્તાવેજોને સંભાળીને રાખવા જરૂરી છે. કામકાજની સાથે સાથે પારિવારિક જરૂરિયાતોનું ધ્યાન રાખવું એ પણ તમારી જવાબદારી છે. તમારા મનમોજી સ્વભાવને લીધે પરિવારના લોકો સાથે ટકરાવ થઈ શકે છે.

મકર રાશિ

આજે અટકેલા કામ પૂરા થઈ શકે છે એટલા માટે સકારાત્મક બનીને તમારા કામ પ્રત્યે એકાગ્ર રહેવું જરૂરી છે. ઘણા સમયથી તમારું કોઇ પેમેન્ટ અટકેલું હોય તો તે મળવાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. જેમાં સુધારો થવાથી તમે રાહત અનુભવશો. આજે ઉધાર સાથે જોડાયેલા કોઈ પણ કામ ન કરવા તેનાથી તમને નુકશાન થઇ શકે છે. ધ્યાન રાખવું કે પાડોશીઓ સાથે વાદ-વિવાદ ન થાય. જો કોઈ ભાગીદારી માટેની યોજના બની રહી હોય તો ગંભીરતાથી તેનો અમલ કરવો જરૂરી છે કારણ કે ભાગીદારી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. નોકરી કરતા લોકોને આજે કોઈ ઉપલબ્ધિ મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે. પરિવાર સાથે મનોરંજન તેમજ ખરીદી માટેની યોજનાઓ બનશે. ઘરમાં પ્રસન્નતા વાળું વાતાવરણ રહી શકે છે.

કુંભ રાશિ

વાહન અથવા તો મિલકત ખરીદવા માટેની યોજના બની રહી હોય તો તેના ઉપર ગંભીરતાથી વિચાર કરવો કારણ કે ગ્રહની સ્થિતિ ખૂબ જ અનુકૂળ છે. સાથે જો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. તમારા સ્વભાવ ઉપર કાબૂ રાખવો જરૂરી છે કારણ કે ક્યારેક ક્યારેક તમારી ઈચ્છા મુજબ કામ ન બનવાથી તમે ગુસ્સે થઈ શકો છો. ગુસ્સાને લીધે તમારા બધા કામ બગડી શકે છે. ખર્ચા કરતાં સમયે બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે. વ્યવસાયિક બાબતે ઇચ્છા મુજબનો કોન્ટ્રાક મળવાની સંભાવના છે, પૂરી રીતે પ્રયત્ન કરતા રહેવું. નોકરી કરતા લોકોને બોનસ અથવા તો પ્રગતિ મળવાના યોગ બની રહ્યા છે. કોઈપણ કામને શરૂ કરવા માટેની યોજના બની શકે છે. કોઈ પણ કામ કરતાં પહેલાં ઘરના અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે તેનાથી તમારા કામ સારી રીતે પૂરા થતા જશે. ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે.

મીન રાશિ

આજે તમારા માટે લીધેલા બધા નિર્ણય ફાયદાકારક સાબિત થશે. બીજાની વાતોમાં ધ્યાન ન આપીને તમારી કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખવો જરૂરી છે. જો કોઈ સંબંધી સાથે વાદવિવાદ ચાલી રહેલો હોય તો તેને ઉકેલવા માટે યોગ્ય સમય છે. આ સમયે ગ્રહોની સ્થિતિ તેમજ ભાગ્ય બંને તમારા પક્ષમાં કામ કરી રહ્યા છે. ક્યારેક ક્યારેક તમારા અધિકારો તમારા કામમાં અડચણ ઉભી કરી શકે છે. એટલા માટે તમારા સ્વભાવને સહજ અને સંયમિત રાખવો ખૂબ જ જરૂરી છે. ભાઈઓ સાથેના સંબંધો મધુર બનાવી રાખવામાં તમારું યોગદાન જરૂરી છે. વેપારમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થઈ શકે છે એટલા માટે બધી ગતિવિધિ ઓમા સાવધાન રહેવું જરૂરી છે. નોકરી કરતા લોકો માટે કોઈ લાભદાયક યાત્રાના યોગ બની રહ્યા છે. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. સંબંધોમાં કોઈ નકારાત્મક વાતોમાં અલગાવ ઉત્પન્ન થઈ શકે છે એટલા માટે વ્યવહાર કરતા સમયે સ્વભાવમાં મધુરતા બનાવી રાખવી જરૂરી છે.