રાશિફળ 13 જાન્યુઆરીઃ દેવી લક્ષ્મીની કૃપાથી આ 7 રાશિના લોકો નવી પ્રગતિ તરફ આગળ વધશે.

Posted by

મેષ રાશિ

આજે સામાજિક રૂપથી તમે સક્રિય રહેશો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આજે સરકારી કાર્ય પૂર્ણ થઈ શકે છે. પિતા પાસેથી સલાહ લઈને કામ કરવાનું રહેશે, જેનાથી તમને લાભ મળશે. પોતાની કાર્યશેલીમાં અમુક બદલાવ કરવાની કોશિશ કરશો. સાહિત્ય, કળા, લેખન, સંગીત, ફિલ્મ અથવા રમતગમત જેવા રચનાત્મક ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને પોતાની પ્રતિભા નું પ્રદર્શન કરવાનો અવસર મળશે અને આકર્ષક સોદા પ્રાપ્ત થઈ શકે છે. સંબંધોને લઈને મનમાં કોઈ પણ પ્રકારની શંકા રાખવી નહીં.

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા જીવનનો યાદગાર દિવસ રહેવાનો છે. તમારા અટવાયેલા બધા જ કાર્ય પૂર્ણ થશે. આજનો દિવસ તમારા માટે અનુકૂળ છે. અંગત અને વ્યવસાય બંને જગ્યા પર તમારા દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવશે. વેપારમાં કોઈ અટવાયેલા પૈસા પરત મળવાની સંભાવના છે. પરિવારની સાથે વિતાવવામાં આવેલો સમય અપેક્ષા કરતાં વધારે આનંદદાયક રહેશે. નોકરીના કાર્ય ક્ષેત્રમાં પદ પ્રતિષ્ઠાની સાથે આવકમાં પણ વૃદ્ધિ થશે. જો તમે વિવાહિત છો તો આજે તમારા ઘરમાં વિવાહની પણ ચર્ચા થઈ શકે છે.

 

મિથુન રાશિ

તમારી ઓફિસમાં અથવા તો તમારી આસપાસ રહેલા ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાનું રહેશે. સકારાત્મક વર્તન આજે તમને દરેક પ્રકારની પરેશાની માંથી બહાર નીકળવામાં મદદ કરશે. પોતાના અંગત અને પ્રોફેશનલ જીવન ઉપર નિયંત્રણ રહેશે. આજે થોડી સાવધાની રાખવાની જરૂરિયાત છે. કારણ કે કંઈ પણ નવું કામ શરૂ કરવા માટે સમય યોગ્ય નથી. પ્રેમજીવન એક સુંદર વળાંક લઈ શકે છે. સિંગલ જાતકોના જીવનમાં પ્રેમની શરૂઆત થશે. તમને હૃદય સાથે સંબંધિત કોઈ બીમારી પણ થઈ શકે છે, તો કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં.

 

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે લાભદાયક રહેશે. કાર્યક્ષેત્ર પર કરવામાં આવેલા પ્રયાસ આવનારા દિવસોમાં તમારી સફળતા અને પ્રગતિમાં યોગદાન કરશે. પોતાની ક્ષમતાને ઓળખીને પોતાના આત્મવિશ્વાસને મજબૂત કરવાના અવસરનો લાભ લેશો. રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ ભાગ્યશાળી બની શકે છે. ધાર્મિક કાર્યમાં પણ રુચિ બતાવી શકો છો. શારીરિક રૂપથી થોડો થાક પણ મહેસુસ કરી શકો છો. ભાઈ બહેનો સાથે કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે.

 

સિંહ રાશિ

સ્થાયી સંપત્તિના સારા યોગ બની રહ્યા છે. પેટ સંબંધી વિકાર થઈ શકે છે. આર્થિક વિષય ઉપર તમે વધારે ધ્યાન આપી શકશો. તમે કોઈપણ કામને દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસની સાથે પૂરું કરી શકશો. પિતા તરફથી લાભ થવાની પણ સંભાવના છે. આજે લોકો તમારી તે બાબત ઉપર પ્રસંશા કરશે, જેને તમે હંમેશા સાંભળવા ઈચ્છતા હતા. પૈસાની લેવડ દેવડ કરવાથી તમારે બચવું જોઈએ. તમારા વૈવાહિક જીવનમાં એક સુંદર વળાંક આવી શકે છે. સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો તમારે વધારે તણાવ લેવાથી બચવું જોઈએ.

 

કન્યા રાશિ

આજે પરાક્રમ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. રાજકારણમાં લાભ મળી શકે છે. પરિવારના સદસ્યોની સાથે કોઈ ગેરસમજણ ઘરના વાતાવરણને બગાડી શકે છે. આજે તમે પોતાના બધા જ કામને આત્મવિશ્વાસની સાથે પૂરા કરી શકશો. સરકારની સાથે આર્થિક વ્યવહારમાં પણ તમને સફળતા મળશે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. અધિકારીઓ તરફથી લાભ મળી શકે છે. તમે નવા અને રચનાત્મક વિચારોથી ભરપૂર રહેશો. આજે ઘરની સજાવટ માટે અમુક જરૂરી ચીજોની ખરીદી પણ કરી શકો છો.

 

તુલા રાશિ

તમારી મહત્વકાંક્ષા અને ઈચ્છાઓની પુર્તિ થશે. કોઈ લાભદાયક સોદો થવાથી તમને આર્થિક લાભ થશે. તમારી બુદ્ધિ અને કાર્ય પ્રત્યે એની નિષ્ઠા થી અધિકારીઓ ખુશ રહેશે. ઓફિસમાં મહિલા કર્મચારીઓનું સન્માન કરો. પ્રેમ કરવાવાળા લોકો માટે આ સમય સારો રહેવાનો છે. મહિલાઓને પોતાના કામ માટે કોઈ સંસ્થા તરફથી સહયોગ મળી શકે છે. નકામો ખર્ચ કરવાથી બચવું જોઈએ. નોકરી કરતા લોકોએ ઓફિસમાં સખત પરિશ્રમ કરવો પડશે.

 

વૃશ્ચિક રાશિ

સૌથી પહેલા આર્થિક સ્થિતિની વાત કરવામાં આવે તો આજે ભવિષ્ય માટે બચત કરી શકશો. તમારા પ્રતિસ્પર્ધીઓને ગતિવિધિ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. તમારે પોતાના ગુપ્ત શત્રુઓ દ્વારા બનાવવામાં આવેલી અમુક નાની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અધિકારીઓની સાથે વ્યવહાર કરતા સમયે તમારે સાવધાન રહેવું જોઈએ અને તેમનો વિરોધ કરવાથી બચવું. નસીબનો સાથ મળવાથી અટવાયેલા કાર્ય પૂર્ણ થશે અને ધનની આવકમાં વધારો થશે. ભાઈ બહેનો સાથે કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે.

 

ધન રાશિ

આજે તમારા કાર્ય માટે તમારી પ્રશંસા થશે. તમે આખો દિવસ પોતાને ખુશનુમાં મહેસૂસ કરશો. નોકરી કરતા લોકો પોતાની ઓફિસ પર પોતાના કાર્ય અને કર્તવ્ય નિષ્ઠા માટે પ્રશંસા અને સન્માન પ્રાપ્ત કરી શકે છે. ભાગ્યમાં વધારો થવાથી પ્રગતિના માર્ગ મોકળા બનશે. તમારી પાસે અમુક નવી જવાબદારી પણ આવશે, જેને પૂરી કરવામાં તમે સફળ રહેશો. જીવનસાથી સાથે હળવો વિવાદ થઈ શકે છે. અટવાયેલા કાર્ય પૂર્ણ થશે.

 

મકર રાશિ

આજે તમને વેપારમાં સફળતા અને ફાયદો મળશે. ભાઈ બહેનોની સાથે નાની મોટી તકરાર થઈ શકે છે. દાંપત્ય સાથે જોડાયેલા લોકોએ તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જીવનસાથી સાથે વધારે ક્રોધમાં આવીને વાત કરવી નહીં. પરિવારમાં સુમેળ જળવાઈ રહેશે. સંતાન પક્ષ તરફથી પરેશાની આવી શકે છે. તમને ત્વચા સંબંધી રોગ થઈ શકે છે. પ્રેમ પ્રસંગમાં સફળતા મળશે. મિત્રો મદદગાર સાબિત થશે. કોઈ પાર્ટીમાં ભવિષ્ય માટે સારા મિત્ર બની શકે છે.

 

કુંભ રાશિ

પ્રેમી અથવા જીવનસાથી તરફથી તમને અમુક હદ સુધી મદદ મળી શકે છે. બોસની વાતોને પ્રાથમિકતા આપવી. વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરતા સમયે પોતાની વાણીને કાબુમાં રાખવી, નહીંતર તેમની નારાજગીને લીધે પરેશાની ઉભી થઈ શકે છે. સંબંધો અને કામની વચ્ચે તાલમેળ જળવાઈ રહેશે. તમને મુશ્કેલ વિષયને સમજવામાં કોઈની મદદ લેવી પડશે. પૈસા કમાવા માટે યોગ્ય યોજના જરૂરી છે, જે તમે એકલા બનાવી શકો છો. આજે તમારી યાદશક્તિ તમને મોટો લાભ અપાવી શકે છે.

 

મીન રાશિ

આજે તમારી મહેનતમાં વધારો થશે. મહિલા અધિકારીઓ તરફથી સહયોગ મળશે. દામ્પત્ય જીવન સુખમય રહેશે. વેપારીએ મોટો નફો જોઈને રોકાણ કરવું જોઈએ, નહીં નહિતર ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત બેદરકારીથી બચવાનું રહેશે, નહીંતર તમારે ભવિષ્યમાં પરેશાની સહન કરવી પડશે. તમારી આર્થિક સ્થિતિ માટે આજનો દિવસ સારો રહેશે. કારણ કે આજે તમારી માટે આવકના ઘણા સ્ત્રોત ખુલશે. કોઈ પણ પ્રકારની ભાવનાત્મક ભાગીદારી અને લાંબી યાત્રા કરવાથી બચવું.