રાશિફળ ૧૩ ઓક્ટોબર ૨૦૨૨, આ રાશિની દરેક વ્યગ્રતા થશે દુર, મનમાં રહેશે પરમ શાંતિ

Posted by

મેષ રાશિ

આજે મનમાં વ્યગ્રતા રહેશે. બિઝનેસમાં નુકસાન થઈ શકે છે. રોકાણ કરવા માટે સારો દિવસ નથી. નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી. પરિવારના લોકો સાથે વિવાદ થઈ શકે છે. ધનની લેવડદેવડ અને રોકાણ કરવામાં ધ્યાન રાખવું. ખર્ચમાં વધારો થઇ શકે છે. નોકરીમાં થોડો વર્કલોડ રહી શકે છે. જેના કારણે તમે ખુશ રહી શકશો નહીં.

વૃષભ રાશી

આ રાશિના જાતકોએ આજે કોઈ મહત્વનો નિર્ણય ન લેવો. પાર્ટનરને પૂરો સમય આપવો. બેરોજગાર લોકોએ ભાગદોડ કરવી પડી શકે છે. લાઈફ પાર્ટનર સાથેના સંબંધો મધુર થશે. તમારો મિજાજ રોમેન્ટિક રહેશે. ઘરમાં ખુશીઓનું વાતાવરણ જોવા મળશે. મહેમાનોના આવવાથી વ્યસ્તતાનું વાતાવરણ રહી શકે છે. વ્યક્તિગત કાર્ય અધૂરા રહેશે. શારીરિક અને માનસિક અસ્વસ્થતા રહી શકે છે.

મિથુન રાશિ

આજે પરિણામની ચિંતા કર્યા વગર મહેનત કરવી. કામયાબી જરૂર મળશે. સ્વાસ્થ્યને લઈને ઉતાર-ચઢાવ જોવા મળશે. સ્ટોક માર્કેટમાં પૈસા લગાવવાથી બચવું. આવક અને ખર્ચ વચ્ચે તાલમેળ બનાવી રાખવો. માતાના સ્વાસ્થ્ય માં ખરાબી આવી શકે છે. તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. જમીન સાથે સંકળાયેલા સોદા સારો લાભ આપી શકે છે. સંતાન ના વિષયમાં સારા સમાચાર મળી શકે છે. આવક સારી રહેશે.

કર્ક રાશિ

આજે ઓછા સમયમાં કાર્ય પૂરો કરવાનો પ્રયાસ કરવામાં સફળ રહેશો. વ્યાપારમાં નવી સંભાવનાઓ મળી શકે છે. આકસ્મિક ધન લાભની સંભાવના વધારે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થવાની શક્યતા છે. આજે કોઈ લાંબી યાત્રા પર જવાનું થઈ શકે છે. અસહાય માણસોની સહાયતા જરૂરથી કરવી. અન્ય લોકોના ઝઘડામાં પડવાથી બચવું.

સિંહ રાશી

આ રાશિના જાતકોને મિત્ર વર્ગ અને ખાસ કરીને સ્ત્રી મિત્રો તરફથી લાભ મળશે. વિદ્યાર્થીઓને ભણતરમાં સમસ્યા આવી શકે છે. કૌટુંબિક જીવનમાં ખુશીઓ રહેશે. ઘરના વડીલો વૃદ્ધો સાથે કોઈ વિષય પર વિવાદ થઈ શકે છે. વિવાદ ટાળવા માટે વાણી પર સંયમ રાખવો. સ્વાસ્થ્યની બાબતમાં ધ્યાન રાખવું. વ્યાપારમાં લાભ થશે.

કન્યા રાશિ

આજે તમારો સાંસારિક વસ્તુઓ પ્રત્યે લગાવ વધે છે. કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માટે વધારે પરિશ્રમ કરવો પડી શકે છે. અવિવાહિત લોકોને નવા સબંધ મળી શકે છે. કાર્યસ્થળ પર પ્રમોશન અથવા પ્રશંસા મળી શકે છે. કાનૂની અડચણ દૂર થશે અને સ્થિતિ અનુકૂળ બનશે. કોઈ વિશેષ કામને લઈને ચિંતા થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સામાન્ય રહેશે. ધાર્મિક ક્રિયામાં રુચિ વધશે.

તુલા રાશિ

આજે દિવસની શરૂઆતથી જ તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરશો. નિર્ણય લેવામાં સમર્થ રહેશો. નવી ખરીદી થઈ શકે છે. વાહન ખરીદીના યોગ બની રહ્યા છે. બાળકોનું શિક્ષણ સારું રહેશે. કોઈપણ કાર્યમાં મહેનત અને ભાગ્ય બંને સાથે મળવાથી પરિણામ મળશે. વિવાહિત જીવનમાં નીરસતા આવી શકે છે. પરિવાર અને મિત્ર સાથે વિવાદ થવાના સંકેત છે.

વૃષીક રાશિ

જરૂરિયાતથી વધારે ખર્ચ કરવાથી બચવું. કઠીન પરિસ્થિતિઓ છતાં તમારી બૌદ્ધિક ક્ષમતાના કારણે નિર્ણય લઈ શકશો. સમસ્યાઓનું સમાધાન મેળવવામાં સફળ રહેશો. આર્થિક લેવડ દેવડની બાબતોમાં દિવસ સારો રહેશે. સિંગલ લોકો નવી રિલેશનશિપમાં જોડાઈ શકે છે. અધિકારીઓ સાથે સંબંધ સારો રહેશે. જેના કારણે વિચારમાં સ્થિરતા રહેશે. વિવાહિત જીવન સારું રહેશે.

ધન રાશિ

ધન રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે. વિદ્યાર્થીઓને ભણતરમાં સફળતા મળી શકે છે. પ્રેમ સંબંધોમાં વિવાહના યોગ બની રહ્યા છે. નાની-નાની વાતો પર વિવાદ થઈ શકે છે. શેર માર્કેટમાં રોકાણ શુભ સાબિત થઇ શકે છે. વિવાહિત જીવન જીવી રહેલા લોકોને કેટલીક તકલીફ પડી શકે છે. ઘરની અંદર કોઈ સારી વસ્તુઓની ખરીદી થઇ શકે છે.

મકર રાશિ

સંતાન પ્રત્યે અતિ સંવેદનશીલતા રહેશે. ભાગ્ય સહયોગ આપી શકશે નહીં. માટે ભાગ્યના ભરોસે કાર્ય કરવામાં હાનિના યોગ પ્રબળ રહેશે. વિવાહિત સુખ પ્રાપ્ત થશે. જે જાતકો નોકરીની શોધમાં છે તેમની શોધ પૂરી થઇ શકે છે. ઉચ્ચપદની પ્રાપ્તિ થવાના યોગ છે. મહિલાઓ માનસિક સમસ્યાઓનો શિકાર થઇ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. વિદ્યાર્થીઓનું મન ભણતરમાં ઓછું લાગશે.

કુંભ રાશિ

કૌટુંબિક જીવનમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થશે. ઉપરી અધિકારી સાથે મતભેદ થઈ શકે છે. નોકરી કરનારા લોકો માટે કઠિન દિવસ રહેશે. પ્રતિયોગી પરીક્ષામાં સફળતાની પ્રબળ સંભાવના છે. સમય અનુકૂળ રહેશે. યોજના બનાવવા માટે અને નિર્ણય લેવા માટે સારો દિવસ છે. મિત્રો સાથે મતભેદ થવાની સંભાવના બની રહેલી છે.

મીન રાશિ

વેપાર-ધંધામાં અચાનક લાભ થવાની સંભાવના છે. તમારી વિચારધારા વિશેષ વ્યક્તિથી પ્રભાવિત થશે. આધ્યાત્મિકતામાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. આજના દિવસે પરાક્રમ વધારે રહેશે. કામ કરવાનું સામર્થ્ય તથા તુરંત નિર્ણય લેવાની ક્ષમતા બની રહેશે. માનસિક દબાણ તમને પરેશાનીમાં મૂકી શકે છે. કૌટુંબિક જીવનની ખુશીઓમાં વધારો થશે. સમાજમાં તમારી ખ્યાતિ, માન-સન્માન અને વર્ચસ્વ વધશે.