રાશિફળ ૧૩ ઓક્ટોબરથી ૧૮ ઓક્ટોબર, આ રાશિ માટે ઉગશે એક નવી સવાર, દરેક દિશામાંથી મળશે લાભ

Posted by

મેષ રાશિ

આજે નવી આશા સાથે દિવસની શરૂઆત થશે. કોઈપણ વિપરીત પરિસ્થિતિનો સામનો કરવામાં તમે સક્ષમ રહેશો. ઘરમાં કોઈ ધાર્મિક આયોજનને લગતી યોજના પણ બની શકે છે. તમારી અંદર ભરપૂર આત્મવિશ્વાસ બની રહેશે. બીજા લોકોની બાબતમાં વધારે દખલ કરવાથી બચવું. આ સમયે કોઈ પ્રકારના વિવાદ અને લડાઈ ઝઘડા થવાની શક્યતા છે. બાબતોને ગુસ્સાની જગ્યાએ શાંતિથી ઉકેલવી. વ્યવસાયમાં વિસ્તારને લગતી જે યોજના બનાવી છે, તેને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. આ સમયે કાર્યક્ષેત્રમાં લીધેલો કોઈપણ નિર્ણય યોગ્ય સાબિત થશે. લોટરી જેવા કામમાં પૈસા ન લગાવવા. પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે. યુવાનોએ પ્રેમ પ્રસંગોમાં પડીને અભ્યાસ અને કારકિર્દી સાથે બાંધછોડ ન કરવી.

વૃષભ રાશિ

આજે કોઈ નજીકના સંબંધીની મદદ કરવી તથા તેની સમસ્યાઓનું સમાધાન કરવામાં મોટાભાગનો સમય પસાર થશે. સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. કોઈ સમારોહમાં પણ જવાની તક મળી શકે છે. તમારા કાર્યોને પ્રાથમિકતા આપવી. કેમ કે વ્યસ્ત રહેવાના કારણે તમારા પોતાના કાર્યોમાં અડચણો આવી શકે છે. ઘરની વ્યવસ્થા બનાવી રાખવામાં પણ ધ્યાન આપવું જરૂરી છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કોઈપણ પ્રકારની અડચણો આવી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા અટવાયેલાં કામ કોઈ અનુભવી અને વડીલ વ્યક્તિની મદદથી પૂરા થઈ જશે. વિરોધીઓની ગતિવિધિઓને અવગણવી નહીં. વધારે સારું રહેશે કે તમે કોઈ બહારના વ્યક્તિની દખલ તમારા કામના સ્થળ ઉપર ન થવા દો. જીવનસાથીનો સહયોગ તમને તણાવમુક્ત રાખશે. સંબંધોમાં સુધારો આવશે.

મિથુન રાશિ

આ સમયે તમે પોતાને વધારે ઊર્જાવાન અનુભવ કરશો. કોઈપણ પરિસ્થિતિમાં તમારી સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સફળ રહેશો. યુવાઓને તેમની પહેલી આવક મળવાથી તેઓ ખુશ રહેશે. બીજા લોકોની બાબતમાં વધારે દખલ ન દેવી. તેનાથી તમારા જ માન-સન્માનમાં ઘટાડો થઈ શકે છે. વારસાગત સંપત્તિને લગતી બાબત સામે આવી શકે છે. આ સમયે ધૈર્ય રાખવું સારું રહેશે. કાર્યક્ષેત્રમાં થોડા ઉતાર-ચઢાવ આવી શકે છે. આ સમયે તમને અનુભવી વ્યક્તિની સલાહ મળી શકે છે. તમારા વિરોધીઓ તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. માટે વધારે સારું રહેશે કે કોઈપણ યોજનાને કામનું રૂપ ન આપો. જીવનસાથીની સલાહ તમારા માટે ભાગ્યોદય કારક સાબિત થઈ શકે છે. કોઈ પ્રિય વ્યક્તિની સાથેની મુલાકાતો તમને તણાવમુક્ત રાખશે.

કર્ક રાશિ

આજે લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા અને તણાવ માંથી તમને રાહત મળી શકે છે. વીમા, રોકાણ વગેરે જેવી આર્થિક ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. સંપત્તિનો વિવાદ ઉકેલવામાં ઘરના કોઈ વડીલ વ્યક્તિની સલાહ લેવી. અત્યારે આવકની સાથે-સાથે ખર્ચ પણ વધારે રહેશે. બિનજરૂરી ખર્ચ તમને પરેશાન કરી શકે છે. વિરોધીઓની ગતિવિધિઓને અવગણવી નહિ. કોઈ અશુભ સમાચાર મળવાથી મન ઉદાસ રહી શકે છે. વ્યવસાયિક સ્પર્ધાનો પ્રભાવ તમારા કાર્યો ઉપર પડી શકે છે. આ સમયે તમારા કામમાં અડચણો ઊભી થઈ શકે છે. કોઈ રાજનીતિ સાથે જોડાયેલા અથવા તો પ્રભાવશાળી વ્યક્તિ ની મદદથી તમારી મુશ્કેલીઓ દૂર થશે. નોકરી કરતા લોકોને કામ વધારે રહેશે. પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે. પ્રેમ સંબંધોને પરિવારના લોકો દ્વારા લગ્નની મંજૂરી મળી શકે છે.

સિંહ રાશિ

કોઈ ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિના સાનિધ્યમાં તમારી વિચારધારામાં સકારાત્મક પરિવર્તન આવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવામાં સારી દૃષ્ટિ મળશે. આર્થિક સ્થિતિ પણ ખુબજ સારી જોવા મળી શકે છે. તમારી મહત્વપૂર્ણ વસ્તુઓ તથા દસ્તાવેજ સાચવીને રાખવા. ખોવાઈ જશે તો તેનો ખોટો ઉપયોગ થઈ શકે છે. જેની નકારાત્મક અસર તમારા સ્વાભિમાન ઉપર પણ પડશે. બાળકો સાથે થોડો સમય પસાર કરવો. તેનાથી બાળકોમાં સુરક્ષાની ભાવના આવશે. દૈનિક આવકમાં વધારો થઈ શકે છે. આયાત અને નિકાસ સાથે જોડાયેલા કામમાં વધારે ધ્યાન આપવું. આ સમયે ફાયદાકારક સ્થિતિ બનેલી છે. નવા વેપાર ધંધા સાથે જોડાયેલી યોજનાઓ બનશે. જેમાં પરિવારના સભ્યોના મહત્વપૂર્ણ સહયોગ રહેશે. લગ્નજીવન સુખમય પસાર થશે. કોઈ વિપરીત લિંગના મિત્ર સાથેની મુલાકાતથી જૂની યાદો તાજી થશે.

કન્યા રાશિ

આજે ઘરના કોઈ વડીલ વ્યક્તિની સલાહ તમારા માટે ખૂબ જ ભાગ્યોદય કારક રહેશે. એટલે તેમની વાતોને અવગણવી નહિ. મહિલાઓ માટે દિવસ ઉત્તમ ફળદાયક છે. દરેક પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત અને સાહસ રાખવા. ક્યારેક થોડા સંબંધીઓ પ્રત્યે નકારાત્મક વિચાર આવી શકે છે. તમારી મનઃસ્થિતિ ઉપર કાબૂ રાખવો. સંબંધને ખરાબ થવાથી બચાવવા. સાથે જ તમારી ક્ષમતાથી વધારે કામ કરવાની અસર સ્વાસ્થ્ય ઉપર પણ પડી શકે છે. વ્યવસાયને લગતી સ્પર્ધામાં તમારે વધારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ સમયે દરેક ગતિવિધી ઉપર નજર રાખવી જરૂરી છે. તમારી સૂઝ બુઝ અને યોગ્ય નિર્ણય લેવાથી તમને મુશ્કેલીઓમાંથી છુટકારો મળી શકે છે. પતિ-પત્નીનો એકબીજા પ્રત્યે સહયોગાત્મક વ્યવહાર એકબીજા સાથેના સંબંધોને વધારે મજબૂત બનાવશે. પરંતુ પ્રેમ સંબંધો મધુર બનાવી રાખવા માટે એકબીજા ઉપર ભરોસો રાખવો જરૂરી છે.

તુલા રાશિ

છેલ્લાં થોડા સમયથી નજીકના લોકો સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. એકબીજા સાથે સંબંધ સારા થઈ જશે. કોઈ પ્રિય મિત્રની સલાહથી નવી આશા જાગશે. જો સંપત્તિના ભાગલાને લગતો કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો કોઈની મધ્યસ્થતા દ્વારા તેનો ઉકેલ મળી શકે છે. આ સમયે તમારી માનસિક સ્થિતિને સકારાત્મક બનાવી રાખવાના પ્રયત્નો કરો. સમજ્યા વિના કોઈ કામ ન કરો. યુવાઓ પ્રેમ પ્રસંગમાં પડીને પોતાના અભ્યાસમાં કે કરિયર સાથે કોઈપણ પ્રકારની બાંધ છોડ ન કરવી, કારણ કે ભવિષ્યમાં તે નકારાત્મક પરિણામ મળી શકે છે. તેજી મંદી અને શેરબજારમાં ભૂલથી પણ રૂપિયાનું રોકાણ ન કરવું. સમય યોગ્ય નથી. તમારા વિરોધીઓને ગતિવિધિઓ ઉપર સખત નજર રાખવી જરૂરી છે. વધારે સારું રહેશે કે બધા નિર્ણય તમે જાતે જ લો. તમારી મુશ્કેલીઓને પરિવારના લોકો સમજી શકશે અને એ લોકો યોગ્ય સહયોગ પણ આપશે. અચાનક જ કોઇ નજીકના સંબંધી આવવાથી વાતાવરણ ખુશનુમા બની રહેશે.

વૃશ્ચિક રાશિ

સામાજિક સીમા વધી શકે છે. પરિવારની ગતિવિધિઓમા પણ આજે તમે થોડા વ્યસ્ત રહી શકો છો. ઘરના સભ્યોની સુખ-સુવિધાઓનું ધ્યાન રાખવું તેમને સુરક્ષાની ભાવના આપશે. જરૂરિયાત વાળા લોકોની મદદ કરવી તમને આત્મિક સુખ આપશે. રોકાણને લગતા કોઈપણ કાર્યને કરતા પહેલાં યોગ્ય તપાસ કરી લો. કેમ કે આ સમયે આર્થિક દૃષ્ટિએ સમય વધારે અનુકૂળ નથી. જો લોન લેવાનો પ્લાન બની રહ્યો છે તો પહેલાં તેની લિમિટનું ધ્યાન રાખવું. કાર્યક્ષેત્રમાં તમારા કર્મચારીઓની સલાહ ઉપર પણ ધ્યાન આપવું. તેનું યોગદાન આ તમારા વ્યવસાયિક કામ પૂરા કરવામાં મદદગાર રહેશે. પૈસાની લેવડદેવડમાં સાવધાની રાખવી. કોઈ કર્મચારી પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે તમને દગો આપી શકે છે. કાર્યની સાથે-સાથે પારિવારિક સંબંધોને પણ મજબૂત બનાવી રાખવામાં તમારી પ્રાથમિકતા રહેશે. લગ્ન યોગ્ય લોકો માટે લગ્નનો સારો પ્રસ્તાવ આવવાની સંભાવના છે.

ધન રાશિ

તમારા આત્મવિશ્વાસની સામે તમારા દુશ્મનો પરાજિત થશે. બાળકોને સ્પર્ધાને લગતા કાર્યોમાં સફળતા મળી શકે છે. કોઈ રાજકારણ સાથે જોડાયેલ વ્યક્તિની મદદ તમારા માટે ફાયદાકારક રહેશે. આળસ અને સુસ્તી હાવી થવાના કારણે મહત્વપૂર્ણ કાર્યોને અવગણવા નહિ. કેમ કે તેના કારણે તમારું આર્થિક નુકસાન પણ થઈ શકે છે. ઘરના વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે તેની સમસ્યા વધી શકે છે.  કોઈ મોટી કંપની સાથે વ્યવસાયિક રીતે જોડાવાની નીતિ સફળ રહેશે. તમારો ટાર્ગેટ પૂરો કરવાથી જલ્દી તમારી આર્થિક સ્થિતિ સારી બનતી જશે. જીવનસાથીનો સહયોગ તમારા ભાગ્યને વધારે મજબૂત બનાવશે. પરંતુ આ સમયે તમારા સ્વભાવમાં વધારે સકારાત્મકતા લાવવી જરૂરી છે.

મકર રાશિ

આજનો દિવસ ઘણો સંતોષજનક છે. જે લોકો તમારા વિરૂદ્ધ હતા આજે તે તમારા પક્ષમાં આવશે. સંબંધોમાં પણ અનેક રીતે સુધારો આવી શકે છે. આ સમયે દરેક કાર્ય શાંતિથી પૂરા થતા જશે. જો કોઈ વ્યક્તિને કોઈ વચન આપ્યું છે તો તેને પૂરું કરવી. સમાજમાં તમારી છાપ ખરાબ થઈ શકે છે. થોડા લાભદાયક અવસર પણ હાથમાંથી નીકળી શકે છે. દેખાડા વાળી પ્રવૃત્તિથી દૂર રહેવું. વર્તમાન સમયના કારણે તમારા કામ કરવાની રીતમાં થોડા ફેરફાર લાવવાની જરૂર છે. સંપર્ક સૂત્રો તેમજ માર્કેટિંગ સાથે જોડાયેલા કામ ને મજબૂત કરવામાં વધારે ઊર્જા લગાવવી. આ સમયે કોઈપણ નવા કામમાં રિસ્ક ન લેવું. પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે. બાળકો તરફથી સંતોષજનક સ્થિતિ રહેવાથી તમારા મનને શાંતિ રહેશે.

કુંભ રાશિ

થોડો સમય વડીલો સાથે પણ પસાર કરવો. તેમના અનુભવોને આત્મસાત કરવા તમને જીવનના થોડા મહત્વપૂર્ણ પસાઓથી અવગત કરાવશે. આ સમયે બાળકો તરફથી પણ સંતોષજનક સમાચાર મળી શકે છે. નાની મોટી પરેશાનીઓ આવવા છતાં તમે તમારા અધૂરા કામ પૂર્ણ કરી શકો છો. માત્ર તણાવને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. પારિવારિક વ્યક્તિઓનો યોગ્ય સહયોગ તમને ચિંતા મુક્ત રાખશે. આર્થિક સ્થિતિ સામાન્ય જ રહેશે. અચાનક કોઈ મોટો ખર્ચ સામે આવી શકે છે જેને લીધે તમારા વેપાર ધંધાના કામમાં અડચણો આવશે. આ સમયે કર્જ લેવાની સ્થિતિ બની રહી છે, પરંતુ તમારી ક્ષમતા મુજબ પૈસા ઉધાર લેવા યોગ્ય રહેશે. પારિવારિક જીવન સામાન્ય રહી શકે છે. જૂના મિત્રો સાથે વધારે મેળ-મિલાપ રાખવાથી તમારા વ્યક્તિગત જીવનમાં મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે માટે સાવધાન રહેવું.

મીન રાશિ

આજે મિલકતને લગતું કોઈપણ કાર્ય કરવા માટે દિવસ ઉત્તમ છે. કોઈ મહત્વપૂર્ણ યાત્રા માટેનો યોગ પણ બની રહ્યો છે. યાત્રા કરતા સમયે સુરક્ષાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. કોઈ બાળકોની સ્પર્ધાને લગતી પરીક્ષામાં સફળતા મળવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે. કોઈ બીજા વ્યક્તિના કારણે તમારા ઘરની શાંતિ ભંગ થઈ શકે છે. એટલે ઘરના સભ્ય એકબીજા સાથે મળીને ઘરની વ્યવસ્થાને યોગ્ય બનાવી રાખશે. પાડોસીઓ સાથે કોઈ મતભેદથી બચવા માટે ઔપચારિક વ્યવહાર જ રાખવો જરૂરી છે. આ સમયે મહિલાઓની વસ્તુઓને લગતો વ્યવસાય ફાયદો આપી શકે છે. મહત્વપૂર્ણ ઓર્ડર મળવાની અથવા તો ડીલ થવાની સંભાવના છે. પૈસાની લેવડદેવડમાં સાવધાની રાખવી. આ સમયે તમારા વેપાર ધંધાના પ્રચારથી તમને ફાયદો મળશે. પ્રેમ સંબંધો વધારે ગાઢ બની શકે છે. પરંતુ લગ્ન બહારના અફેરથી દૂર રહેવું નહીંતર તમારા માન સન્માનને નુકસાન થઈ શકે છે.