રાશિફળ ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૨, આ રાશિ માટે નવા સમયની થશે શરૂઆત, સમસ્યા થવા લાગશે દુર

Posted by

મેષ રાશિ

આજે તમને આર્થિક દ્રષ્ટિએ કોઇ મોટો ઝટકો લાગી શકે છે. તમારા માતા-પિતા દ્વારા કોઇ મહત્વપૂર્ણ મદદ મળી શકે છે. તમારો વ્યવહાર લોકો પર પ્રભાવ છોડવામાં કારગત સાબિત થશે. આજે તમે દિવસ ભર કામમાં વ્યસ્ત રહી શકો છો. વ્યાપારીઓ માટે આ એક મહેનત માંગી લેવા વાળો દિવસ રહેશે. વિવાહિત જીવન સારું રહેશે તથા જીવનસાથીનો સહયોગ મળશે. તમારૂ સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ રાશી

આજે તમને કાર્ય ક્ષેત્રમાં પ્રગતિના અવસર મળશે. તમે કોઈ વિદેશી વસ્તુ ખરીદી શકો છો, જે ખૂબ મોંઘી હોઈ શકે છે. કાર્યક્ષેત્રમાં ઉપલબ્ધિઓની પ્રાપ્તિ થશે. આજે મિત્રોની મદદથી ધનલાભ થઈ શકે છે. તમારા વરિષ્ઠ અધિકારી આજે સાચા દિલથી તમારા વખાણ કરશે. નોકરી-ધંધા અને બિઝનેસ વાળા લોકો માટે ખૂબ જ સારો દિવસ છે. તમે તમારા કામ માટે પ્રશંસા મેળવી શકશો. વિદ્યાર્થીઓને ખૂબ જ મહેનત પછી સફળતા મળશે. ઉતાવળમાં કોઇ ઉપર વિશ્વાસ ન કરવો.

મિથુન રાશિ

કાર્યક્ષેત્રમાં નસીબનો સાથ મળી રહેશે. રોડ દુર્ઘટનાથી બચવા માટે વાહન સંભાળીને ચલાવવા. પરિવારમાં કેટલાક તણાવ અને મન દુખ થઇ શકે છે. કોઈ સંબંધીનો વ્યવહાર તમને દુઃખ પહોંચાડી શકે છે. એવું કોઈ કામ કરી શકો છો જેના કારણે તમારા પાર્ટનરના હૃદયમાં તમારું માન વધશે. વિદ્યાર્થીઓ ભણતરમાં અસાધારણ રૂપથી પ્રોત્સાહન મેળવી શકશે. સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓના કારણે મન વિચલિત થઈ શકે છે અને પરેશાનીઓ થઈ શકે છે.

કર્ક રાશિ

આજે કોઈ નવું કાર્ય શરૂ થવાના યોગ છે. કેટલાક કાર્યને લઇને મન ચિંતાગ્રસ્ત રહી શકે છે. આજે તમે કેટલાક નવા મિત્રો બનાવી શકો છો. તમને કેટલાક નવા બિઝનેસ પ્રપોઝલ પણ મળી શકે છે. આજીવિકા માટે નવા સ્ત્રોત સ્થાપિત થશે. જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. આજે તમારી વિચારધારા સકારાત્મક રહેશે. જે તમારી માટે ઘણાં લાભને આમંત્રણ આપશે. નવી જવાબદારીઓનો કાર્યભાર સોંપવામાં આવી શકે છે. મહેનતનું ફળ તમારી ફેવરમાં રહેશે.

સિંહ રાશી

આજે તમારે સતર્ક રહેવું અને ઇજા થઇ શકે છે માટે બચીને રહેવું. મનમાં આકસ્મિક બદલાવ આવી શકે છે. જે તમારી માટે લાભકારી સાબિત થશે. જીવનશૈલીમાં આવેલા પરિવર્તનને કારણે ખુશ થશો. કોઈ મોટી ડીલ કરતા પહેલા ખૂબ જ વિચાર વિમર્શ કરીને જ આગળ વધવું. તમારી કાર્યક્ષમતામાં વધારો થશે. બિઝનેસમાં નવા લોકો સાથે ઓળખાણ કરવાની તક મળશે. પરિવારના વ્યક્તિઓ સાથે કોઇ વાતને લઇને થોડું મનદુઃખ રહી શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં અનુકૂળતા રહેશે.

કન્યા રાશિ

સામાજિક કાર્યોમાં માન-પ્રતિષ્ઠાથી લાભ થશે. પરંતુ અંદરો-અંદરના વિવાદથી બચીને રહેવું. કેટલાક લોકો તમારું કામ બગાડવાની કોશિશ કરી શકે છે. આજે કોઈ પણ કામ કરતા પહેલા વડીલોની સલાહ લેવી સારી રહેશે. તમારી જીવનશૈલીમાં કેટલાક બદલાવ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. બિઝનેસમાં વિરોધીઓથી બચીને રહેવું. વ્યાપારમાં ધનલાભના યોગ બની રહ્યા છે. પરિવારમાં સંપૂર્ણ શાંતિનું વાતાવરણ બની રહેશે.

તુલા રાશિ

યાત્રા માટે દિવસ નબળો રહેશે. આ દિવસે તમને તમારા કરિયર માટે ઘણી તક મળી શકે છે. જુના વિવાદોનું રીઝલ્ટ તમારા પક્ષમાં આવશે. કામકાજના સંબંધમાં આજે તમે સ્વાસ્થ્યની દૃષ્ટિએ થોડા નબળા પડી શકો છો. કાર્યસ્થળ પર તમારી અલગ ઓળખાણ બનાવી શકશો. કામ કરવાની એક અલગ જ શક્તિનો સંચાર તમારા શરીરમાં થશે. તમે ખૂબ જ ઊર્જા અને તાજગીનો અનુભવ કરશો. આજે તમે જોબ બદલાવવાનો વિચાર કરી શકો છો. આવનારા દિવસોમાં તમને લોટરી પણ લાગી શકે છે.

વૃષીક રાશિ

આજે મિત્રો તરફથી સુખ તથા લાભની પ્રાપ્તિ થવાની સંભાવના છે. સરકારી કાર્ય નિર્વિધ્ને પૂરા થશે. પરિવારજનો સાથે આનંદપૂર્વક સમય વિતાવી શકશો. વ્યવસાયમાં પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત થશે. વિચારેલા કાર્યો સમયસર પૂર્ણ થવાથી મનમાં પ્રસન્નતા રહેશે. કાર્યાલયમાં સાથે કામ કરવાવાળા લોકોનો સહયોગ મળશે. કાર્યમાં યશ મળશે. પ્રેમ પ્રસંગમાં મન ઉદાસ થઈ શકે છે. સાંજના સમયે કોઇ નજીકના સંબંધી સાથે મુલાકાત થઈ શકે છે. બિઝનેસ કરતા લોકો માટે દિવસ અત્યંત વ્યસ્ત રહેશે.

ધન રાશિ

આજે તમારી પારિવારિક સમસ્યાઓ પૂર્ણ થશે. જીવનસાથી તામારી પાસે બહાર ફરવા જવાની માંગ કરી શકે છે અને તમારે આ ઈચ્છા પૂરી કરવી પડશે. આજે કોઈ પણ વિવાદમાં પડવાથી બચવું. પિતાના વ્યવહારથી મનદુઃખ થઈ શકે છે. દાંપત્ય જીવનમાં દિવસ સારો રહેશે અને જીવનસાથી સાથે પ્રેમ વધશે. પ્રેમ જીવનની વાત કરીએ તો તમારા પ્રિય પાત્ર સાથે આજે તમે કોઇ ધાર્મિક દ્રષ્ટિકોણને લઈને વિચાર વિમર્શ કરી શકો છો.

મકર રાશિ

આજે ધીમી શરૂઆત કરવા છતાં વ્યાપારમાં ખૂબ જ સારો લાભ થશે. અજાણ્યા વ્યક્તિઓથી સતર્ક રહેવું અને ભરોસો ન કરવો. ખરીદ વેચાણમાં સતર્ક રહેવું પડશે. જીવનશૈલીમાં પરિવર્તન થવાના યોગ છે. આર્થિક દ્રષ્ટિકોણથી વિચારીએ તો આજે આવક કરતાં જાવકમાં વધારો થશે. જૂની શત્રુતાના કારણે વિવાદ થઈ શકે છે. આંખમાં તકલીફ થઈ શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. પરંતુ તેના માટે તમારે તમારા કામને સાબિત કરવું પડશે.

કુંભ રાશિ

આજે તમારા કાર્યમાં ખૂબ જ સારા પરિણામ જોવા મળશે. જીવનમાં અનુકુળ સમયનું આગમન થવા જઈ રહ્યું છે. જીવનસાથીના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી પરેશાની આવી શકે છે. પરંતુ જીવનસાથી સાથેનો સંબંધ ખૂબ જ સારો રહેશે. એકબીજાની જવાબદારીઓ પ્રત્યે સમજદારી વધશે. પર્સનલ લાઇફમાં અન્ય કોઈ વ્યક્તિને પ્રવેશ ન આપવો. જીવનસાથી તરફથી કોઈ ભૂલ થઈ હોય તો આજે તેઓને પોતાની ભૂલનો અહેસાસ થશે. આજે તમે જે કોઈપણ ક્ષેત્રમાં પ્રયાસ કરશો તેમાં સંપૂર્ણ સફળતા મળી શકે છે.

મીન રાશિ

આજે દિવસની શરૂઆતમાં જ તમે કાર્ય સાથે જોડાયેલી સમસ્યાઓનું સમાધાન કરી શકશો. મનોરંજનના કાર્યમાં વધારે સમય વ્યતીત થશે. તમારા પ્રેમ જીવન માટે થોડો ખરાબ સમય આવી શકે છે અને તમારું દિલ તૂટી શકે છે. તમારા કાર્યો તમે સમયસર પૂરા કરી શકશો. મિત્રો અને પરિવારના લોકો સાથે ફરવા જવાનો આનંદ ઉઠાવી શકો છો. તમારા માન-સન્માન અને લોકપ્રિયતામાં વધારો થઇ શકે છે.