રાશિફળ ૧૫ ઓક્ટોબરથી ૨૦ ઓક્ટોબર, આ રાશીનું મનનું ધારેલું લાવશે રંગ, દરેક બાજુથી નસીબ કરશે સહયોગ

Posted by

મેષ રાશિ

આજના દિવસની શરૂઆત સારી થશે. સમાન વિચારધારા વાળા લોકો સાથે મેલ મુલાકાતથી નવી ઊર્જા મળશે. લક્ષ્ય મેળવવામાં નજીકના સંબંધીઓનો સહયોગ મળી શકે છે. જ્ઞાન વિજ્ઞાનના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનો રસ બની રહેશે. દિવસના બીજા પક્ષમાં તમને એવો અનુભવ થશે કે જેવી રીતે પરિસ્થિતિઓ તમારા હાથમાંથી નીકળી રહી છે. આર્થિક સ્થિતિમાં થોડી મુશ્કેલી રહી શકે છે. આ સમયે ધીરજ અને સંયમથી કામ કરવું જરૂરી છે. પરિવારના કામમાં વધારે વ્યસ્ત રહેવાને કારણે કામ ઉપર વધારે ધ્યાન નહીં આપી શકો. વ્યવસાયમાં ભાગ્ય અને ગ્રહ બંનેનું પરિભ્રમણ બન્ને તમારા પક્ષમાં છે. આ સમયે કામ સાથે જોડાયેલી બાબતોમાં સકારાત્મક પરિણામો સામે આવી શકે છે. તમારી મહત્વપૂર્ણ યોજનાઓ પર કામ કરવાથી તમે લક્ષ્યની નજીક જઈ શકો છો. નોકરી કરતા લોકોના કાર્યાલયનું વાતાવરણ સારું રહેશે. પારિવારિક જીવનમાં કોઈપણ પ્રકારની ગેરસમજણને લીધે વાદ વિવાદ થઈ શકે છે. વાતાવરણ અને સારું બનાવી રાખવા માટે મનોરંજન તેમજ રાત્રે ભોજનનો પ્રોગ્રામ બનાવી શકો છો.

વૃષભ રાશિ

ધનની અપેક્ષા એ તમારા માન-સન્માન અને આદર્શ ઉપર વિશ્વાસ રાખવો જેથી તમે સફળ રહેશો. તમારું કર્મ પ્રધાન હોવાથી તમારા ભાગ્યનું નિર્માણ થઇ રહ્યું છે. કોઇપણ ધાર્મિક અથવા તો સામાજિક આયોજનમાં જવાબદારી તમારી ઉપર રહી શકે છે. વ્યક્તિગત ગામમાં વધારે પડતી વ્યસ્તતાને લીધે ઘર-પરિવાર ઉપર ધ્યાન નહીં આપી શકો. જેને કારણે પરિવારના લોકોની નારાજગી સહન કરવી પડશે. થોડો સમય બાળકોની સમસ્યાઓને ઉકેલવામાં પસાર કરવો જરૂરી છે. ભાગીદારી સાથે જોડાયેલા વ્યવસાય સફળ રહેશે. કાર્યમાં પારદર્શિતા બનાવી રાખવી જરૂરી છે. આજે તમારા કામ ધીમી ગતિથી ચાલતા રહેશે અને ધીરે ધીરે પરિસ્થિતિમાં સુધારો આવશે. કાર્યક્ષેત્રમાં સ્ત્રીવર્ગને ખાસ સફળતા મળશે. પતિ-પત્નીના સંબંધો મધુર રહેશે. મિત્રો સાથે બહાર હરવા-ફરવામાં બિનજરૂરી સમય બરબાદ ન કરવો.

મિથુન રાશિ

આધ્યાત્મ તેમજ કેટલાક રહસ્યને જાણવા પ્રત્યે તમારો રસ વધશે અને તમે ઉત્તમ જાણકારી મેળવી શકો છો. આર્થિક સ્થિતિને મજબૂત બનાવવાના પ્રયત્નોમાં સફળતા મળશે. મિલકતના ખરીદ વેચાણ સાથે જોડાયેલા કામમાં લાભ મળવાની સંભાવનાઓ છે. તમારા બધા કામ તારી રીતે પૂરા થતા જશે. તમારા વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવાની જરૂર છે. ક્યારેક-ક્યારેક સંતાનો નકારાત્મક વ્યવહાર તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. આજે વધારે પડતો સમય માર્કેટિંગ તેમજ બહારની ગતિવિધિઓ અને પૂરી કરવામાં પસાર થશે. પરંતુ આર્થિક રૂપે તમને સારા પરિણામ મળી શકે છે. સરકારી સેવા કરતા લોકો કોઈ પ્રકારની સમસ્યામાં ફસાઇ શકે છે માટે સાવધાન રહેવું. કોઈ બીજા વ્યક્તિને કારણે તમારા લગ્નજીવનમાં તણાવ ઊભો થઈ શકે છે અને સામાજિક માનહાનિ થઈ શકે છે.

કર્ક રાશિ

આજે બિનજરૂરી ગતિવિધિઓ પરથી ધ્યાન હટાવીને આત્મ અવલોકન કરવાના પ્રયત્ન કરવા, જેનાથી તમને શાંતિ મળશે અને તણાવમાંથી મુક્તિ મળશે. પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરવા થી સામાજિક સક્રિયતા વધશે અને તમને સારી ઉપલબ્ધિઓ મળી શકે છે. યુવાનોને કારકિર્દીમા સારી સફળતા મળી શકે છે. વેપાર ધંધાને આગળ વધારવા માટે કોઈ નવા કામની શરૂઆત કરવા માટે સમય ઉત્તમ છે. ભાગીદારીમાં વ્યવસાય કરી રહેલા હોય તો તેમાં ગતિવિધિઓ સારી રીતે ચાલતી રહેશે. આ સમયે તમને ભાગ્યનો ભરપૂર સહયોગ મળી શકે છે તેનું સન્માન કરવું. દામ્પત્યજીવન મધુર રહેશે અને મિત્રો સાથેની મુલાકાતથી સંબંધોમાં નજીકતા આવશે.

સિંહ રાશિ

બીજાની ભૂલોને માફ કરવી તેમજ આ સંબંધોને સહજ બનાવી રાખવા એ સિંહ રાશિવાળા લોકોની વિશેષતા છે. તમારા પરિવાર તેમજ આ સમાજમાં તમારો વર્ચસ્વ બની રહેશે. કોઈપણ કામ કરતા પહેલા તેની રૂપરેખા બનાવી લેવી જરૂરી છે જેથી તમને સફળતા મળશે. બહારની ગતિવિધિઓમાં સમય પસાર કરવાને લીધે વ્યક્તિગત કામ અટકી શકે છે. બાળકો ઉપર વધારે રોકટોક ન લગાવવી કારણ કે તેને લીધે ઘરની વ્યવસ્થા બગડી શકે છે. ક્યારેક ક્યારેક કારણ વગરના ગુસ્સાને લીધે નુકશાન થઇ શકે છે. જૂની મિલકતના ખરીદ-વેચાણના સાથે જોડાયેલા વ્યવસાયમાં મહત્વની ડીલ થઈ શકે છે. કોઈ સાથે ભાગીદારી માટેની યોજના બનાવતા પહેલા સારી રીતે વિચાર વિમર્શ કરી લેવો જરૂરી છે. નોકરી કરતા લોકો માટે ઓફીસનું વાતાવરણ ખુશનુમા અને તણાવમુક્ત રહેશે. પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક વાતાવરણ રહેશે. ધ્યાન રાખો કે લગ્ન બહારના સંબંધોને લીધે તમારી સામાજિક છાપ ખરાબ થઈ શકે છે.

કન્યા રાશિ

આજે તમારા કામમાં ઉતાવળ કરવાને બદલે સમજી વિચારીને બધા કામ પૂરાં કરવાના પ્રયત્નો કરવા, જેને લીધે કામ સારી રીતે પૂરા થતા જશે. કોઈ અટકેલા પૈસા પાછા મળી શકે છે એટલા માટે પ્રયત્ન કરતા રહેવું. ઘરની સારસંભાળ સાથે જોડાયેલા કામની યોજનાઓ બનશે. આ સમયે ઉતાવળ કરવાથી તમારા કામ અધુરા રહી શકે છે. ઘરની વ્યવસ્થાને ઉચિત બનાવી રાખવા માટે મુશ્કેલ નિર્ણય ન લેવો પરંતુ ધીરજથી સમસ્યાઓને ઉકેલવાના પ્રયત્નો કરવા. વિદ્યાર્થીઓએ અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે. આ સમયે વર્તમાન ગતિવિધિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત રાખવું. ભવિષ્ય સાથે જોડાયેલી કોઇપણ યોજનાઓ ઉપર અત્યારે ધ્યાન ન આપવું. પેમેન્ટને સમયસર ભેગું કરવું જરૂરી છે. કામકાજ કરતી મહિલાઓને પોતાના કામને લઈને તણાવ રહેશે એટલા માટે કોઈ પણ નિર્ણય સમજી-વિચારીને લેવો. પતિ-પત્ની વચ્ચે કોઇ વાતને લઇને વાદ વિવાદ થઈ શકે છે. યુવાનોએ પ્રેમ પ્રસંગો પ્રત્યે ગંભીર અને ઈમાનદાર રહેવુ.

તુલા રાશિ

જો કોઈ રાજકીય કામ અટકેલા હોય તો કે આજે તેને પૂરા કરવા માટે યોગ્ય સમય છે. પાછલા કેટલાક સમયથી ચાલી આવી રહેલા પ્રયત્નોમાં તમને સફળતા મળશે. ઘરેલુ તથા કામકાજ કરતી મહિલાઓ તેના ઘરની જવાબદારીઓને સારી રીતે પૂરી કરવામાં સક્ષમ રહેશે. નકારાત્મક પ્રક્રૃતિના લોકો તમારી નિંદા કરશે પરંતુ તમારે ચિંતા ન કરવી તેનાથી તમારો કંઈ બગડશે નહીં. આર્થિક સ્થિતિમાં કોઇપણ પ્રકારની બેદરકારી ન રાખવી. આ સમયે બિનજરૂરી ખર્ચા ને કાબુમાં રાખવાની જરૂર છે. પાડોશીઓ સાથેના સંબંધો ખરાબ ન થવા દેવા. વેપાર-ધંધાના કોઈ કામમાં અટકેલા હોય તો તેને પૂરા કરવા માટે યોગ્ય સમય છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આ સમયે કર્મચારીઓને સહયોગ આપવો જરૂરી છે. ઓફિસના વાતાવરણમાં કોઈપણ પ્રકારની રાજનીતિ ચાલી શકે છે માટે તમારે સાવધાન રહેવાની જરૂર છે. પતિ-પત્ની વચ્ચે વૈચારિક મતભેદ થઈ શકે છે. માટે વધારે સારું રહેશે કે ઘરની વાત બહાર ન જવા દેવી. સાથે બેસીને વાતચીત કરવાથી સમસ્યાનો ઉકેલ આવશે.

વૃશ્ચિક રાશિ

આજનો વધારે પડતો સમય પરિવારની જવાબદારીઓ પૂરી કરવામાં પસાર થશે. આધ્યાત્મિક ગતિ વિધિઓ તરફ તમારો રસ વધશે અને તેનાથી તમને માનસિક શાંતિ મળશે. તમે તમારા કામને પૂરા કરવા માટે બનતા પ્રયત્ન કરશો. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહેવું જરૂરી છે. બેન્કિંગના કામમાં કોઈ વાતને લઈને અડચણો આવી શકે છે તેને લીધે મન ચિંતિત રહેશે. આર્થિક બાબતોમાં તમારો હાથ તંગ રહેશે પરંતુ કોઈ પાસેથી પૈસા ઉધાર ન લેવા. આ સમયે ધીરજ અને વિવેકથી પરિસ્થિતિઓની અવલોકન કરવું. વ્યવસાયિક વ્યવસ્થામાં સુધારો આવશે. વધારે પડતા કામ સમયસર પૂરા થતા જશે. નાની મોટી મુશ્કેલીઓ વધી રહેશે પરંતુ તમે તમારી પ્રતિભા દ્વારા તેને ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. ઓફિસમાં ચાપલુસ લોકોના પ્રભાવમાં ન આવીને તમારે તમારા કામ ઉપર ધ્યાન આપવું. ઘરનું વાતાવરણ સકારાત્મક રહેશે. પરિવારની જવાબદારીઓ માંથી તમને રાહત મળશે.

ધન રાશિ

ઘરમાં નજીકના લોકો આવવાથી મનોરંજન અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. કોઈ ધાર્મિક આયોજનનો પ્રોગ્રામ બની શકે છે. આ સમયે મિલકત સાથે જોડાયેલ કોઈ પણ પ્રકાર ના ખરીદ-વેચાણની યોજના બની રહી હોય તો તેના ઉપર અમલ કરવા માટે યોગ્ય સમય છે. અજાણ્યા લોકો ઉપર વધારે ભરોસો ન કરવો. કારણ કે તમારી સાથે દગો થઈ શકે છે. તમારી યોજનાઓ અને ગતિવિધિઓ અને કોઇની સાથે શેર ન કરવી. સાથે જ એ વાતનું ધ્યાન રાખવું કે આળસ અને વધારે સમજવા વિચાર સારા માં સારા ચાન્સ હાથમાંથી નીકળી શકે છે. ઉપલબ્ધિઓ વાળો સમય છે. આ સમયે પૂરી મહેનતથી કામ કરવું. આવકના સ્ત્રોતમાં વધારો થશે. યોજનાબદ્ધ રીતે કામો પૂરા કરવા જેથી બધા કામ વ્યવસ્થિત રીતે પૂરા થતાં જાય. ઓફિસમાં કોઈ કામને લઈને મુશ્કેલી રહી શકે છે. કોઈપણ કામમાં જીવન સાથે તેમજ પરિવારના લોકોની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. પ્રેમસંબંધોમાં ભાવુકતા રહેશે.

મકર રાશિ

આજે ગ્રહની સ્થિતિ સંતોષજનક છે. પાછલા કેટલાક સમયથી જે લોકો તમારી વિરુદ્ધમાં હતા એ આજે તમારા પક્ષમાં આવશે. સંતાનોના કામ સારી રીતે પૂરા થતા જશે. આ સમયે તમારી પ્રતિભાને ઓળખીને તેમજ પૂરી ઉર્જા સાથે તમારે દિનચર્યા અને કાર્યપ્રણાલી ઉપર ધ્યાન કેન્દ્રિત રાખવું. આ સમયે ધ્યાન રાખો કે તમારા સરળ સ્વભાવનો કેટલાક લોકો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. બીજાની બાબતને ઉકેલવામા લાભદાયક કરાર તમારા હાથમાંથી નીકળી શકે છે. દેખાવ જેવી પ્રવૃત્તિથી દૂર રહેવું. આજે કાર્યસ્થળ પર કોઈપણ પ્રકારના લડાઈ ઝઘડા વાળી સ્થિતિ બની શકે છે. આ સમયે તમારા ગુસ્સાને કાબૂમાં રાખવો જરૂરી છે. નોકરી કરતા લોકો માટે સ્થાન પરિવર્તન આના યોગ બની રહ્યા છે. તો કોઈપણ પ્રકારના રાજનૈતિક પ્રભાવમાં ન આવવું. તમારી સમસ્યાઓને ઉકેલવામાં જીવનસાથી તેમજ પરિવારના સભ્યોનો પૂરો સહયોગ રહેશે. તેમજ સંબંધો સૌહાર્દ પૂર્ણ બની રહેશે.

કુંભ રાશિ

અચાનક કોઈ વ્યક્તિ સાથેની મુલાકાતથી તમારી પ્રગતિના અવસર બનશે તેમજ લાભ દાયક મુદ્દા પર વિચાર વિમર્શ થશે. કોઇપણ ધાર્મિક સંસ્થા સાથે તેની ગતિવિધિઓમાં સહયોગ કરવાથી તમારા માન સન્માનમાં વધારો થશે. તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક બદલાવ આવશે. તમારા વ્યક્તિગત કામમાં કોઈ બહારના વ્યક્તિને હાજર ન રાખવા. કોઈ યોજના બનાવતા પહેલા તેના ઉપર ફરીથી વિચાર વિમર્શ કરી લેવો જરૂરી છે. આ સમયે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. ભાગીદારી સાથે જોડાયેલા વેપાર-ધંધામાં નીતિઓ ઉપર બદલાવ માટેની યોજનાઓ બનશે. જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. ઓફિસમાં તમારા જરૂરી દસ્તાવેજ સંભાળીને રાખવા. બેદરકારીને લીધે કોઈ કામ બગડી શકે છે. પતિ-પત્નીના સંબંધો સારા બની રહેશે. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે.

મીન રાશિ

આ સમયે મિલકત અથવા તો બીજા કોઈ કામ અટકેલા હોય તો કોઈ રાજનૈતિક વ્યક્તિની મદદથી તેનો ઉકેલ આવશે. સામાજિક વિસ્તારમાં વધારો થશે. તમારી ફિટનેસને લઈને તમે ગંભીર રહેશો. સોસાયટીના કોઈ કામમાં વિવાદિત બાબતોમાં તમારો પ્રસ્તાવ નિર્ણાયક રહેશે. તમારા બનતા કામમાં અડચણો આવવાને કારણે તમે આળસ અને બેદરકારી અનુભવી શકો છો. તમારા આ અવગુણને કાબુમાં રાખવાની જરૂર છે. કોઈપણ પ્રકારના કાગળિયાને લગતા કામ કરતા સમયે વધારે ધ્યાન રાખવાની જરૂર છે. બિન જરૂરી વાત વિવાદથી દૂર રહેવું. કાર્યક્ષેત્રમાં તમારી હાજરી અને એકાગ્રતા જરૂરી છે. કોઈ પણ ઘરમાં જ્યારે નકારાત્મક વલણ વાતાવરણ ખરાબ કરી શકે છે. કામને કાલ ઉપર ટાળવા એ સારા નથી યોગ્ય સમયે કામ શરૂ કરવાથી સફળતા મળી શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે તેમજ જૂની યાદો તાજી થશે. ઘરનું વાતાવરણ મંગલમય બની રહેશે.