રાશિફળ ૧૭ ઓક્ટોબરથી ૨૧ ઓક્ટોબર, આ રાશીનું ઘોડાવેગે દોડશે નસીબ, દરેક કાર્યમાં મળશે સિદ્ધી

Posted by

મેષ રાશિ

આજે સામાજિક કામની અપેક્ષાએ વ્યક્તિગત ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત રાખવું, તમને કેટલીક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ મળવાની છે. પરિવાર સાથે જોડાયેલ કોઇ બાબતનો ઉકેલ આવવાથી ઘરનું વાતાવરણ શાંતિ વાળુ રહેશે. સંતાનોના એડમિશનને લઈને ચિંતા રહેશે. કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મુલાકાત કરતા સમયે તમારી કોઈ ગુપ્ત વાત બહાર ન આવવા દેવી કારણકે તેનાથી તમને દગો મળી શકે છે. વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે પરંતુ તમારું પેમેન્ટ સમયસર મળી રહેશે. નોકરી કરતા લોકોને અધિકારીઓ તરફથી કાર્યપ્રણાલીમાં બદલાવ કરવા માટેનો ઓર્ડર મળી શકે છે. જીવનસાથી તમારા કામમાં તમને પૂરો સહયોગ આપશે. મનોરંજન અને મોજ મસ્તીમાં સમય પસાર થશે.

વૃષભ રાશિ

વ્યવસાય સાથે જોડાયેલ કોઇ મહત્વપૂર્ણ કામ થવાની પૂરી સંભાવના છે. તમારા વ્યવતિત્વ અને વ્યવહાર કુશળતાની સમાજમાં પ્રશંસા થશે અને તમારા માન સન્માનમાં વધારો થશે. વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસમાં એકાગ્રચિત રહેશે. આજે બિનજરૂરી હરવા-ફરવામાં સમય બરબાદ ન કરવો કારણ કે આળસ અને મોજમસ્તીને કારણે કેટલાક મહત્વના કામ અધુરા રહી શકે છે. યુવાનોને પોતાની કારકિર્દીને લઈને ચિંતા રહેશે. કાર્યક્ષેત્રમાં કોઈપણ નિર્ણય ખૂબ જ સમજી-વિચારીને લેવો. વધારે સારું રહેશે કે તમે તમારા કર્મચારીઓની સલાહ પર વિચાર કરો. દિવસનો વધારે પડતો સમય બહારની ગતિવિધિઓમાં પસાર થશે. લગ્નજીવન સુખમય રહેશે. પ્રેમસંબંધોમાં મર્યાદા રાખવી.

મિથુન રાશિ

આજે ગ્રહની સ્થિતિઓ તમારા પક્ષમાં સારું વાતાવરણ બનાવી રહી છે. સમયનું ભરપૂર સન્માન કરવું. તમારા વ્યવસાય અને પરિવાર બંને વચ્ચે સામંજસ્ય બનાવી રાખવું. આર્થિક બાબતોને લઈને ચિંતા રહી શકે છે. ઘરની સારસંભાળ સાથે જોડાયેલા કામમાં બજેટ બગડી શકે છે. સાથે જ એ વાતનું ધ્યાન રાખવું કે નજીકના વ્યક્તિ સાથે નાનકડી વાતને લઈને વાદ વિવાદ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં વર્તમાન પરિસ્થિતિને લીધે બદલાવ લાવવા માટે તમે જે યોજનાઓ બનાવેલી છે તેના ઉપર પૂરી રીતે ધ્યાન કેન્દ્રિત રાખો કારણ કે તેનાથી તમને જલ્દી ફાયદાકારક પરિણામો જોવા મળશે. જીવનસાથીના આરોગ્યનું ધ્યાન રાખવું એ તમારી જવાબદારી છે. તમારો સહયોગ સંબંધોને વધારે મજબૂત બનાવશે.

કર્ક રાશિ

આજે વધારે પડતો સમય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલી ગતિવિધિઓમાં પસાર થશે. બાળકો સાથે જોડાયેલ શુભ સૂચના મળવાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તેમજ કોઈ ધાર્મિક આયોજન થઇ શકે છે. અચાનક કોઈ સંબંધીના આરોગ્યને લઇને કોઇ મોટો ખર્ચો સામે આવી શકે છે જેને કારણે તણાવ રહેશે. તમે તમારા મહત્ત્વપૂર્ણ કામોમા અડચણ આવી શકે છે. આજે કાર્યક્ષેત્રમાં કોઈ ઓર્ડર પૂરો કરવામાં તમારે સાવધાની રાખવી. થોડી પણ બેદરકારી તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે અને કોઈ પૂછપરછ થઈ શકે છે. નોકરી કરતા લોકોને આજે કામ વધારે રહેવાની શક્યતા છે. તમારા તણાવની અસર તમારા લગ્ન જીવન ઉપર પડશે. વધારે તણાવ લેવાની અપેક્ષાએ પરિસ્થિતિનો ઉકેલ શોધવો જરૂરી છે.

સિંહ રાશિ

ઘરમાં સંબંધીઓનું આગમન થશે. તમારા સંબંધીઓને મળવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા અને સુખદ બની રહેશે. કોઈ નજીકના વ્યક્તિની સગાઈ સાથે જોડાયેલ કોઈ વાતચીત થઇ શકે છે. મોજ મસ્તી સાથે ઘરની સમસ્યાઓ તેમજ મુશ્કેલીઓ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. બાળકોની મુશ્કેલીઓના સમાધાનમા તેની મદદ કરવી. જમીન-મકાનના સાથે જોડાયેલ કોઇ પણ પ્રકારના કામો આજે સ્થગિત રાખવા. કાર્યક્ષેત્રમાં કોઈ મોટી મુશ્કેલીનો અનુભવ કરી શકો છો. ભાઈઓ અથવા તો નજીકના મિત્રની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે અને યોગ્ય સમાધાન પણ મળશે પરંતુ કર્મચારીઓને ગતિવિધિઓને અવગણવી નહીં. દાંપત્યજીવન મધુર રહેશે. તમારી મુશ્કેલીઓમાં ઘરના સભ્યોનો પુરો સહયોગ મળશે.

કન્યા રાશિ

કોઈ નજીકના સંબંધીના ઘરે ધાર્મિક કામમાં સાથે જોડાયેલ કાર્યક્રમમાં જવાના અવસર મળશે. જેમાં ઘણા લાંબા સમય પછી બધા સંબંધીને મળવાથી ખુશી અને ઊર્જા મળશે. તમારે તમારા કામમાં એક નવા જોશ સાથે ધ્યાન આપવું. ક્યારેક ક્યારેક તમારા સ્વભાવમાં શંકા અને વહેમની સ્થિતિ ઊભી થવાને લીધે મુશ્કેલી થઈ શકે છે. આજે કોઇપણ નજીકના વ્યક્તિ સાથે બોલાચાલી થવાની આશંકા છે એટલા માટે તમારા સ્વભાવમાં લચીલાપણું બનાવી રાખવું જરૂરી છે. વ્યવસાયિક ક્ષેત્રમાં મહેનતના પ્રમાણે તમને યોગ્ય પરિણામ મળશે. તમારા કામની ક્વોલિટીને વધારે સારી બનાવવાથી તમને કોઈ ઓર્ડર મળી શકે છે, આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. સરકારી સેવા કરતા લોકોએ ઉચ્ચ અધિકારી સાથેના સંબંધો સારા બનાવી રાખવા. ઘરનું વાતાવરણ ખુશનુમા બનાવી રાખવું ખૂબ જ જરૂરી છે. ઘરની બાબતોમાં વધારે દખલગીરી ન કરવી. પ્રેમ સંબંધો મધુર રહેશે.

તુલા રાશિ

રોજ બરોજની ગતિવિધિઓ માંથી તમે બહાર આવીને મનોરંજનના તેમજ આરામમાં સમય પસાર કરશો. સામાજિક અને ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી તમને ખુશી અને નવી ઊર્જા મળશે. વિદ્યાર્થીઓને પોતાની મહેનત મુજબ યોગ્ય પરિણામ મળશે. કોઈ પારિવારિક સદસ્યના લગ્ન જીવનમાં મુશ્કેલીની પરિસ્થિતિઓ આવી શકે છે, જેને કારણે પરિવારમાં તણાવ રહેશે. પરંતુ તમે તમારા સહયોગથી પરિસ્થિતિને સુધારી શકશો. આજે કાર્યક્ષેત્રમાં વધારે સમય નહીં આપી શકો. તમારે ફોન કૉલને અવગણવા નહીં તેનાથી તમને મહત્વપૂર્ણ ઓર્ડર મળવાની સંભાવના છે. પૈસાની લેવડદેવડ સાથે જોડાયેલા કામ સાવધાનીથી કરવા. ઘરનું વાતાવરણ સુખદ રહેશે. ઘરના બધા સભ્યોની જવાબદારી ને સમજવી.

વૃષીક રાશિ

આજે ગ્રહનું પરીભ્રમણ તમારા ભાગ્યને વધારે બળ આપી રહ્યું છે તેનું ભરપૂર સન્માન અને સદુપયોગ કરવો. તમારી સૂઝ બૂઝથી છે તમારા ઘર અને વ્યવસાય બંને જગ્યાએ સામંજસ્ય બનાવી રાખશો. કોઈ મહત્વપૂર્ણ યાત્રા થઈ શકે છે. જૂની નકારાત્મક વાતોને છોડીને તમારે વર્તમાન ઉપર ધ્યાન કેન્દ્રિત રાખવું કારણ કે તેને કારણે કોઈ પ્રિય મિત્ર સાથેના સંબંધો ખરાબ થઈ શકે છે. ગુસ્સા અને કડવી વાણી ઉપર કાબૂ રાખવો જરૂરી છે. લોકો સાથે ડીલ કરવા સાથે જોડાયેલા વેપારમાં વધારે ફાયદો મળશે. કેટલીક નવી વ્યાપારીક પાર્ટીઓ બનશે એટલા માટે તમારે એ લોકોના સંપર્કમાં વધારે રહેવું. સરકારી સેવા કરતા લોકોને કોઈ કામ માટે દૂર જવું પડશે. વૈવાહિક સંબંધો ખુશનુમા રહેશે. પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા આવશે.

ધન રાશિ

આજે કોઈ પણ કામ કરતા પહેલા મગજની અપેક્ષા એ તમારા દિલની વાતો સાંભળી લેવી. તમારી આત્મા તમને સારી સૂઝ બુઝ અને વિચારવાની ક્ષમતા આપશે. ઘરમાં કોઈ માંગલિક કામ માટેની યોજનાઓ બનશે. ક્યારેક ક્યારેક તમારી બેદરકારીને લીધે મુશ્કેલી ઉભી થઈ શકે છે. ઘરના વડીલ સભ્યોની સલાહને અવગણવી નહીં. તેના સહયોગ અને આશીર્વાદ તમારા માટે સંજીવનીનું કામ કરશે. મશીનરી સાથે જોડાયેલ વેપાર-ધંધો આજે ગતિ પકડશે. માત્ર તમારે કામ કરવાની રીતમાં બદલાવ કરવાની જરૂર છે. આવું કરવાથી તમને વધારે સારા પરિણામ મળશે. નોકરીમાં રોજ-બરોજની દિનચર્યાથી તમે કંટાળો અનુભવશો. પતી-પત્ની વચ્ચેના સબંધોમાં સામંજસ્ય બની રહેશે. લગ્ન બહારના પ્રેમસંબંધો ઊભા થવાની સંભાવના દેખાઈ રહી છે એટલા માટે સાવધાન રહેવું.

મકર રાશિ

કોઈપણ કામ કરતા પહેલા તેના વિશે પૂરી યોજના બનાવી લેવી તેમજ તમારી વિચારધારા અને સકારાત્મક રાખવી. તેનાથી તમને નવી દિશા મળશે. ઘરમાં કોઈ પરિવર્તન સાથે જોડાયેલી યોજના બની રહી હોય તો વાસ્તુના નિયમોનુ અનુસરણ કરવું. પરંતુ આ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે કે વધારે સમજવા વિચારવામાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાથમાંથી નીકળી શકે છે. તમારૂ ખૂબ જ અનુશાસિત થવું પરિવાર માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. વ્યવસાયમાં તમારી કાર્યક્ષમતાને વધારવાની જરૂર છે કારણ કે આ સમયે ગ્રહોની સ્થિતિ તમને વધારે ઓર્ડર અને ઉપલબ્ધિઓ અપાવશે. નોકરી કરતા લોકોને તેની ઇચ્છા મુજબનું સ્થાન મળી શકે છે. લગ્ન જીવન સામાન્ય રહેશે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક દૂરી આવી શકે છે. એટલા માટે આ સમયે એક બીજાની ભાવનાઓની કદર કરવી.

કુંભ રાશિ

સંતાનો તરફની કોઈ ચિંતા દૂર થવાથી ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. આજે તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહ્યા હોય તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. રોકાણ સાથે જોડાયેલા કામ માટે આજનો દિવસ ઉત્તમ છે. શેર બજાર વગેરે સાથે જોડાયેલા કામથી દૂર રહેવું સાથે જ કોઈ પ્રકારના ગેરકાનૂની કામ તમારા માટે માન હાનીનું કારણ બની શકે છે. નકારાત્મક પ્રક્રૃતિના લોકોથી દૂર રહેવું. ઘરેલુ વ્યસ્તતાને કારણે તમારી કાર્યક્ષેત્ર ઉપર તમે વધારે ધ્યાન નહીં આપી શકો, પરંતુ તમારી ચિંતા ન કરવી. ઘરે રહીને તમે ફોનથી બધા કામ પૂરા કરી લેશો. નોકરીમાં કોઈ મહત્વપૂર્ણ ટાર્ગેટ મળી શકે છે. ઘરના સભ્યો એકબીજા પ્રત્યે સમર્પણ અને પ્રેમ ભાવ રાખવો તેનાથી ઘરનું વાતાવરણ સુખમય બની રહેશે. પ્રેમ સંબંધોમાં નજીકતા આવશે.

મીન રાશિ

આજે મિત્રો સાથે પારિવારિક ગેટ ટુ ગેધરની યોજના બનશે. સમય મનોરંજન તેમજ આનંદપૂર્વક પસાર થશે. તમારા દરેક કામમાં પરિવારના લોકોનો સહયોગ તથા સલાહ તમારા માટે ભાગ્યકારક રહેશે. ભાઈઓ સાથેના સંબંધો મધુર બનાવી રાખવા. સંતાનોની ગતિવિધિ તેમજ મિત્રો ઉપર નજર રાખવી જરૂરી છે. તેને યોગ્ય માર્ગદર્શન આપવું એ તમારી જવાબદારી છે. સંઘર્ષ કરતા યુવાનોને ખુશ ખબર મળી શકે છે. જીવનસાથીનો વ્યાપારીક દ્રષ્ટિકોણ તમારા કામમાં તમને ખૂબ જ મદદ કરશે એટલા માટે તેની સલાહ અને સન્માન કરવું તેમજ અમલ પણ કરવો. નોકરી કરતા લોકોને સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે. પતિ-પત્ની વચ્ચે સહયોગાત્મક વ્યવહારો સંબંધોને વધારે નજીક લાવશે. પ્રેમ સંબંધોમાં દૂરી બનાવી રાખવી.