રાશિફળ ૨ સપ્ટેમ્બર ૨૦૨૨, આ રાશિ માટે પૈસાનો થશે વરસાદ, આર્થિક સમસ્યાઓ થશે પૂરી

Posted by

મેષ રાશિ

આજે તમને કોઇ જૂના રોગમાંથી રાહત મળી શકે છે. જરૂરિયાત વાળા મિત્ર તરફ તમે મદદનો હાથ લંબાવશો. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. આ રાશિના વિદ્યાર્થીઓને વધારે મહેનત કરવાની જરૂર રહેશે. બિનજરૂરી વિવાદોથી દૂર રહેશો તો સારું રહેશે. સંબંધોને સાચવી રાખવા માટે જતું કરવું પડશે તથા વિનમ્ર રહેવું પડશે. બધા કામ ઈચ્છા અનુસાર પુરા થવામાં પરેશાની આવશે. પરિવાર અને મિત્રોની સાથે આનંદનો સમય વિતાવી શકશો. આરોગ્યની બાબતમાં ખાસ કાળજી રાખવી.

વૃષભ રાશી

આજે કૌટુંબિક જીવનમાં ખુશીઓ બની રહેશે. આજે તમે ખૂબ જ ઊર્જા અને ઉત્સાહનો અનુભવ કરશો. જોબ કરતા લોકો માટે દિવસ સકારાત્મક રહેશે. ધંધાર્થીઓ માટે પણ દિવસ સારો રહેશે. કોઈ મોટા નુકશાનથી બચવું. નવા પ્રોજેક્ટ મળી શકશે. તેમજ લાભમાં વધારો કરવા માટે ભાગદોડ કરવી પડશે. આજે ઘણી બધી બાબતો તમારી ફેવરમાં થઈ શકે છે. દાંપત્ય જીવનમાં સંબંધો ઘનિષ્ઠ બનશે. વાહન અને મશીનરીના પ્રયોગમા ઈજાથી બચવું.

મિથુન રાશિ

આજે તમે ધૈર્ય અને સંયમથી કામ લેશો નહિ તો તમારું વૈવાહિક જીવન અશાંત થઈ શકે છે. પરંતુ તમે ધીરજથી તેને શાંત કરી શકશો. આજે કાર્યક્ષેત્રમાં થોડી વધારે મહેનત કરવી પડી શકે છે. સાથી કર્મચારીઓ સાથેના સંબંધો વધી શકે છે. કરિયર ઉત્તમ માર્ગે આગળ વધશે અને લાભના યોગ બનશે. કલા અને ખેલ જગત તરફ આકર્ષણ રહેશે. બાળકો સાથે ચંચળ ગતિવિધિઓનો આનંદ લઇ શકશો.

કર્ક રાશિ

ધનની સમસ્યાઓ દૂર થશે. આ સમયે નોકરી કરતા લોકોની સેલરી વધી શકે છે. કોઈ જરૂરી કામમાં જીવનસાથીની સલાહ ફાયદાકારક સાબિત થશે. પ્રાઇવેટ જોબ કરવા વાળા લોકો માટે આજનો દિવસ ફાયદાકારક છે. સંતાન સુખમાં વધારો થશે. દાંપત્યજીવન અને ધંધામાં ધ્યાન રાખવાની જરૂર રહેશે. અધિકારીઓ સાથે કોઈ ખાસ બાબતે વાતચીત થઈ શકે છે. કોઈપણ વ્યક્તિ ઉપર પોતાના વિચાર થોપવાની કોશિશ ન કરવી.

સિંહ રાશી

આ દિવસ લવ લાઈફમાં કેટલાક ખાટામીઠા અનુભવો આપવા વાળો રહેશે. વ્યવસાય ઠીક-ઠીક ચાલશે. પાછલા કેટલાક દિવસોની તુલનામાં આજે તમારા જીવનમાં થોડી ગતિ જોવા મળશે. આજે તમે ઘરગથ્થુ વાતાવરણથી થોડું દૂર રહેવાના મૂડમાં રહેશો. તમારા મનમાં ઘણી બધી કન્ફ્યુઝન આવી શકે છે. પ્રેમી તરફથી કેટલીક પરેશાનીઓ મળી શકે છે. તમારી અંદર રહેલી રચનાત્મક ઉર્જા આજે તમને સતત પ્રેરણા આપતી રહેશે.

કન્યા રાશિ

આજના દિવસે વ્યવહારમાં શાંતિ જાળવવી. ઘર પરિવારનું વાતાવરણ શાંતિમય રહેશે. આધ્યાત્મિકતા તરફ રસ વધશે. સંતાન તરફથી ખુશખબરી મળી શકે છે. વસ્ત્રો વગેરે પ્રત્યે રસ વધી શકે છે. સંબંધોની બાબતમાં લાભ મળશે. ઘર પરિવારની ખુશીઓ બની રહેશે. પ્રેમના સંબંધને આગળ વધારવામાં સમય લાગી શકે છે. જરૂરિયાત વાળા લોકોને વસ્ત્રનું દાન કરવું. ધન લાભના અવસર પ્રાપ્ત થશે.

તુલા રાશિ

આજે શારીરિક થાકનો અનુભવ રહેશે. તમારા પ્રિય વ્યક્તિની વાત ખુલીને તમારી સામે આવશે અને તમારો સંબંધ વધારે મજબૂત થશે. જમીન, મકાન અને વાહનની ખરીદી સંભવ છે. ઘરમાં કોઈ ઉત્સવ થઈ શકે છે. દાંપત્ય જીવન આજે સારું રહેશે. કોર્ટ-કચેરીના પ્રશ્નોમાં સાવધાનીથી પગલું ભરવું. શત્રુઓ સામે જીત થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે.

વૃષીક રાશિ

આજે તમારે તમારા બજેટ પ્રત્યે સતર્ક રહેવાની જરૂર રહેશે. કારણ કે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. વાદવિવાદમાં ન પડવું, અન્યથા વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. ધીરજથી કામ લેવું. શત્રુ થોડો ઉત્પાત કરવાની કોશિશ કરશે. વાંચન-લેખનમાં સમય પસાર કરવો. સંપત્તિ વિશે કોઈ નિર્ણય લેતા પહેલા અનુભવીની સલાહ લેવી અને નજીકના લોકો સાથે વિચાર-વિમર્શ જરૂરથી કરવા. આર્થિક લાભ અને સામાજિક માન પ્રતિષ્ઠા મળશે.

ધન રાશિ

આજે અનાવશ્યક ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. જો તમે વિનમ્ર વાણીનો ઉપયોગ કરશો તો મોટો લાભ મળી શકે છે. દાંપત્યજીવનમાં સુખ મળશે પરંતુ સસરા પક્ષના કોઈ વ્યક્તિની જીવનસાથી સામે બૂરાઈ ન કરવી. કામકાજ સાથે સંકળાયેલા પરિણામો ખૂબ જ સારા મળશે. તમારા પરિવારના સભ્યો તમારાથી થોડા અપ્રસન્ન રહેશે કારણ કે તમારો સ્વભાવ તેમને પરેશાન કરી શકે છે. શત્રુ ખૂબ જ પ્રયાસ કરશે છતાં પણ તમારું કંઈ બગાડી શકશે નહીં.

મકર રાશિ

આજે તમારા બાળકોનું કરિયર પરિવાર માટે ચિંતાનો વિષય રહેશે. મનોરંજનના કાર્યમાં સમય વધારે પસાર થશે. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. તે વ્યક્તિનો સહયોગ પણ પ્રાપ્ત થશે. કોઈ પણ રોકાણ કરતાં પહેલાં સારી રીતે વિચાર કરી લેવા. રોકાણ સંબંધિત સલાહ લેશો તો લાભ મળશે. મિત્રો સાથે ફરવા જઈ શકો છો. નવા વસ્ત્ર અને આભૂષણની પ્રાપ્તિ થશે. તમારો બેદરકાર સ્વભાવ તમારા માતા-પિતાને દુઃખી કરી શકે છે.

કુંભ રાશિ

આજે માતા-પિતા દ્વારા કોઈ મહત્વપૂર્ણ નિર્ણય પર સલાહ મળી શકે છે. માનસિક ચિંતાઓ રહેશે અને ખર્ચમાં વૃદ્ધિ થશે. જીવનસાથી સાથે પ્રેમ ભરી વાતો થઈ શકશે. કોઈ જૂનું રોકાણ આજે લાભ અપાવી શકે છે. કર્જથી મુક્તિ મળવાના આસાર છે. વ્યાપારમાં લાભ મળશે. લાંબી યાત્રાઓથી મોટો લાભ મળી શકે છે. તમને ખુશીઓથી ભરેલા દાંપત્યજીવનના ઈમ્પોર્ટન્સનો અનુભવ થશે.

મીન રાશિ

આજે અચાનક કોઈ શુભ સમાચાર અથવા રોકાયેલું ધન પ્રાપ્ત થશે. એવા લોકોથી બચીને રહેવું જે તમને ગલત રસ્તા પર જવા માટે સલાહ આપે છે. કોઈ એવી જાણકારી મળી શકે છે જેનાથી તમને મોટો ફાયદો મળી શકે છે. નવી નોકરીની શોધ કરી રહેલા જાતકોને સફળતા મળતી નજર આવશે. ધનની બાબતમાં પણ આજે સારો એવો લાભ થઈ શકે છે. નોકરી ધંધા સાથે જોડાયેલા લોકો કોઈ મહત્વનો નિર્ણય લઇ શકશે. નોકરી કરતા લોકોને ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે.