રાશિફળ ૨ સપ્ટેમ્બરથી ૭ સપ્ટેમ્બર, આ રાશિના જાતકોની ઇચ્છાઓ થશે પૂરી, મળશે સારો લાભ

Posted by

તુલા રાશિ

જો તમે જૂની વાતોમાં ગૂંચવાયેલા હોય તો આજે તેમાંથી તમને રાહત મળશે. ટેક્સ અને વીમા સાથે જોડાયેલા વિષયો ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે. ભગવાનની ભક્તિમાં તમારું મન લાગશે. આજે તમારી બધી ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓ પૂરી થશે. પરિવારના લોકો સાથે ધાર્મિક યાત્રા માટેની યોજનાઓ બનશે. વિદેશમાં નોકરી અથવા તો વિદેશી નાગરિકતા માટે અરજી કરેલી હોય તો તેમાં સફળતા મળશે.

વૃષીક રાશિ

વૃષીક રાશિ વાળા લોકોએ સમયની અનુકૂળતાનો લાભ લેવો. પારિવારિક ચિંતા દૂર થશે. કારોબારમાં આજે પૂરી રીતે તમે સફળ રહેશો. નોકરીની બાબતમાં તમને તમારી ઈચ્છા મુજબના પરિણામ મળશે. સહ કર્મચારીઓ સાથેના સંબંધો સારા બનશે. આજે તમારા વિચારો બીજાને પ્રભાવિત કરી શકશે. પિતા તેમજ ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે.

ધન રાશિ

આજે તમે આર્થિક બાબતોનો ખૂબ જ ઝડપથી ઉકેલ લાવવાના પ્રયત્નો કરશો. જે તમને વ્યવસાયના ક્ષેત્રમાં મદદ કરી શકે છે. આજે તમારા જીવનસાથી તરફથી તમને કંઈક ખાસ ભેટ મળી શકે છે. મહત્વપૂર્ણ કામમાં જીવનસાથીની હાજરી રાખવી જરૂરી છે. આજે તમારી આર્થિક દશા વ્યવસ્થિત રહેશે. કોઈ લાંબી બીમારીમાંથી રાહત મળશે. વિદેશી કારોબાર સાથે જોડાયેલા લોકો માટે લાભના યોગ છે.

મકર રાશિ

દિવસની શરૂઆતમાં કરવામાં આવેલ નિર્માણ કાર્ય સંતોષ જનક રીતે પૂરું થશે. કોઈપણ કાર્ય નેતૃત્વ તમારા માટે લાભદાયક રહેશે. બીજા લોકોના સહયોગથી તમે કામ પૂરું કરવામાં સફળ રહેશો. નવી યોજનાઓને ક્રિયાન્વિત કરવા માટે દિવસ ઉત્તમ છે. તમારા કોઈ કામ અટકેલા હોય તો તે આજે પૂરા થઈ શકશે.નવા કામનું આયોજન કરવાની ઈચ્છા રાખવા વાળા લોકો માટે દિવસ અનુકૂળ છે. હિતકારી ગ્રહ ઘણા બધા એવા કારણો ઊભા કરશે જેને લીધે તમે ખુશીનો અનુભવ કરશો.

કુંભ રાશિ

આજે સમાજમાં તમને માન-સન્માન મળશે. પૂજા પાઠમાં વધારે મન લાગવાથી માનસિક શાંતિ મળશે. આજે તમે તમારા પરિવારના બધા સભ્યોની જરૂરિયાતો પૂરી કરી શકશો. તેમજ પરિવારના લોકોના સુખ અને દુઃખમાં તમે તેનો સાથ આપશો જેથી એ લોકો એકલા હોય એવું ન અનુભવે. કામ સાથે જોડાયેલા લાંબા રૂટની યાત્રા પર જઈ શકો છો. તમારૂ આરોગ્ય સારું રહેવાથી તમે કામ ઉપર વધારે ધ્યાન આપી શકશો અને બધા કામ સમયસર પૂરા કરી શકશો. પરિવારમાં સુખ-શાંતિ રહેશે.

મીન રાશિ

આજે તમારા પાર્ટનર સાથેના તમારા સંબંધો સારા બનશે. જે લોકો આજે નવો સંબંધ બનાવશે એ લોકોનો આ સંબંધ લાંબા સમય સુધી ચાલશે અને સંબંધોમાં મધુરતા પણ રહેશે. કારોબારમાં આજે ઉત્સાહજનક સ્થિતિ બની શકે છે. નોકરીમાં કામકાજમાં તમારું મન લાગશે. તમારી આજુબાજુના લોકો તમારા કામની પ્રશંસા કરશે. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. પ્રેમી પ્રેમિકાએ એકબીજાની ભાવનાઓને સમજવી.

વૃષભ રાશિ

ભૌતિક સુખ-સુવિધાઓમાં તરફ તમારો રસ વધશે. પૈતૃક સંપત્તિમાં ભાગ મળી શકે છે. જૂની બીમારી દૂર થવાથી આરામ મળશે. જીવનમાં આવનારા બધા કષ્ટોનો દૂર થશે. સંતાનોના ભવિષ્યની ચિંતા ઓછી થશે. જુના વાદ વિવાદ ઉકેલવાના પુરા પ્રયત્નો કરવા અને તેનાથી પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે. આજે સાંજના સમયે તમે પરિવારના સભ્યો સાથે કોઈ જગ્યાએ બહાર ફરવા જઈ શકો છો.

કર્ક રાશિ

દરેક કામમાં જીવનસાથીનો સહયોગ અને પ્રેમ મળશે. સમાજમાં તમારા કામની ચર્ચા થશે. વેપારના ક્ષેત્રમાં બીજા લોકો સાથે સંપર્ક કરવો તમારા માટે ફાયદાકારક રહેશે. તમારા વ્યવહારથી લોકો ખુશ રહેશે. તમારા મનમાં કોઈપણ પ્રકારની શંકા રહેલી હોય તો આજે તે દૂર થશે. તમારા નજીકના લોકોને તમારી કેટલી જરૂર છે તેના વિશે આજે તમને ખબર પડી જશે. તમે મહેનતથી તમારા કામ પૂરા કરી કરશો અને તેનાથી તમને ફાયદો પણ મળશે. મિત્રો તેમજ ભાઈઓનો સહયોગ મળી શકે છે.