રાશિફળ ૨૦ જાન્યુઆરી : આ ૪ રાશિઓ ના દુ:ખ ના દિવસો થશે દૂર, સુખ-સુવિધાઓમાં થશે વધારો

Posted by

મેષ રાશિ

આજે તમે સ્ફૂર્તિ અનુભવશો. તમારા કામને લઈને ઓફિસ માં તમારી પ્રશંસા થશે. વ્યવસાયિક બાબતો ને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો અત્યારે યોગ્ય રહેશે નહીં. આ સમયે ધીરજ અને સંયમ રાખવાની જરૂર છે. આર્થિકમુશ્કેલી નો સામનો કરવા માટે તમારે નાણાકીય સલાહકારની જરૂર પડશે. પરિવારમાં યોગ્ય વ્યવસ્થા જાળવવા માટે, કેટલાક નિયમો બનાવવામાં આવશે જે દરેક સભ્યો માટે યોગ્ય રહેશે. નકારાત્મક વિચારોથી દૂર રહવું તે મનમાં હતાશા પેદા કરશે.

વૃષભ રાશિ

સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું. તમારી મહેનત અને સમર્પણનું પરિણામ જલ્દી મળી શકે છે. દિવસની શરૂઆત અનુકૂળ રહેશે. વ્યસ્ત હોવા છતાં, તમે તમારી મનપસંદ પ્રવૃત્તિઓ માટે પણ સમય નીકાળી શકશો. કામ કરવામાં શક્તિ નો અભાવ અને નિર્ણયો લેવામાં મુશ્કેલી અનુભવશો. કામકાજમાં જવાબદારીઓ વધશે. આ સમયે કોઈ પ્રવાસ પર ના જવાની સલાહ આપવામાં આવે છે. કોઈ કામમાં મોડું થવાથી મન બેચેન થઈ શકે છે.

મિથુન રાશિ

આજે સરકારી લાભ થવાની સંભાવના છે. તમારા કાર્યો પૂર્ણ થશે, પરંતુ તેમાં થોડો સમય થઈ શકે છે. પ્રોપર્ટી ખરીદવાનું વિચારતા હોવ તો પહેલા પૈસા સંબંધિત નિયમોને સમજવું જરૂરી છે. આજે કોઈ પણ કામ કરતી વખતે તમારે તમારું મન શાંત રાખવું જોઈએ. આજે તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા થઈ શકેછે. વ્યવસાય સંબંધિત રાજકીય બાબતોમાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે.

કર્ક રાશિ

આજે તમે તમારી સમસ્યાઓ ને લઈને દરેક લોકો પાસેથી સલાહ લેવાનો પ્રયાસ કરશો. અધૂરા કાર્યો પૂરા કરવામાં મિત્રોનો સહયોગ મળશે. પ્રોપર્ટીમાંથી આવતા સુસ્ત રિટર્નથી તમે નિરાશ થઈ શકો છો. કામકાજની સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. તમારા કામની પ્રશંસા થશે. પ્રેમ સંબંધો મજબૂત થશે. ગ્રહો પણ કેટલાક શુભ કાર્યના સંકેત આપી રહ્યા છે. ઓફિસમાં અધિકારીઓ સાથે કોઈ ચર્ચા કે વિવાદમાં ન પડવું.

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે સારો છે, જોકે કેટલીક બાબતો માં  થોડી વધારાની સાવધાની રાખવાની જરૂર પડશે. વેપારમાં આર્થિક પ્રગતિ માટે વધુ મહેનત કરવી પડશે. યુવાનોને નવી નોકરી મળવાની સંભાવના છે. ઘરેલું ખર્ચમાં ઘટાડો થઈ શકે છે. આજે ખૂબ ગુસ્સો આવી શકશે. તમારે તેના કંટ્રોલ કરવો પડશે. લાંબા સમયથી સંબંધોમાં ચાલતી મુશ્કેલી હવે દૂર થશે  પરિસ્તિથી બદલાતી જોવા મળી રહી છે.

કન્યા રાશિ

વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શાનદાર રહેવાનો છે. ભેટ અને સન્માન પ્રાપ્ત થવાથી મન પ્રસન્ન રહેશે. ઘરેલું કામમાં વ્યસ્તતા વધશે. નોકરીમાં અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. પત્ની સાથે કોઈ બાબતે મતભેદ થઈ શકે છે. જમીન મકાન ખરીદવાની યોજના બની શકે છે. ભાઈઓ વચ્ચે કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે. તમારે શાંતિ જાળવવી જોઈએ નહીંતર વિવાદ વધી શકે છે. ભાગ્યનો સાથ મળવાથી તમારા બધા કામ પૂરા થશે.

તુલા રાશિ

આજે તમે આગળ વધવાના કેટલાક નવા રસ્તા શોધી શકો છો. આજે કેટલાક લોકોના જીવનમાં પ્રેમ નું આગમન થઈ શકે છે. સંપત્તિ સંબંધિત વિવાદો કોઈની મધ્યસ્થીથી ઉકેલાશે. કોઈપણ નવા કાર્ય માટે તમને પ્રેરણા અને ઉર્જા મળશે. મહેનત માં  વધારો થવાથી તણાવ, થાક ને લીધે સ્વાસ્થ્યમાં ઉતાર ચડાવ  આવી શકે છે. યાત્રા લાભદાયી રહેશે. કંઈક એવું થઈ શકે છે જે તમારા હિતમાં નથી. પારિવારિક સંબંધોમાં કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

આજે તમે અટકેલા કાર્યોને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી શકો છો. મહેમાનોના આગમનને કારણે વધુ પડતો ખર્ચ થશે. ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. જીવનસાથી સાથે વિવાદમાં ન પડો. કોઈપણ કાર્યમાં સંતાનનો સહયોગ મળશે. જો તમારા કામમાં કોઈ સમસ્યા આવી રહી હોય તેને સોલ્વ કરવાની ઉતાવળ ન કરો. પારિવારિક વિવાદોના કારણે ખુશીમાં ઘટાડો થશે, વિવાદનો અંત લાવવાના પ્રયાસો ચાલુ રાખો.

ધનુ રાશિ

આજનો દિવસ તમારા પરિવાર અને તમારા પારિવારિક જીવન માટે ખૂબ જ શાનદાર સાબિત થશે. બિઝનેસમેનને તેમના મોટા સંપર્કોની મદદથી થોડો ફાયદો મળી શકે છે. જો તમે નાનો વેપાર કરો છો તો દિવસના બીજા ભાગમાં સાવધાન રહેવાની સલાહ છે. મન સક્રિય રહેશે. કામ કરવાની ક્ષમતા વધશે. શારીરિક, માનસિક રીતે સ્વસ્થ અને ઉત્સાહી રહેશો. ઓફિસિયલ કાર્યો પૂર્ણ કરવામાં વધુ મહેનત કરવી પડશે.

મકર રાશિ

આજે ગુસ્સામાં કોઈ કામ ન કરવું. અંતરાત્માનો અવાજ સાંભળો. કોઈ પણ કામ સમજી વિચારીને કરવાની જરૂર છે. થોડી બેદરકારી તમારી સમસ્યાઓ વધારી શકે છે. પૈસાની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે નહીં. જો તમે નાની લોન લીધી છે તો આજે લેણદાર તમારા પર દબાણ લાવી શકે છે. તમારે તમારા વઉપરી અધિકારીઓ ની ઉપેક્ષાનો સામનો કરવો પડશે. નકારાત્મક ભાવનાઓને મનથી દૂર રાખો. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજે હળવો ખોરાક લેવો.

કુંભ રાશિ

પરિવારના સભ્યો અને બાળકો સાથે અણબનાવની ઘટના બની શકે છે. ભગવાનમાં શ્રદ્ધા મજબૂત રહેશે. આજે તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે. જો તમે સરકારી નોકરી કરો છો, તો તમને તમારા પ્રમોશનના સારા સમાચાર મળી શકે છે. બીજી તરફ વેપારીઓને આજે સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. પાચન સંબંધી રોગ પરેશાન કરી શકે છે. મિલકત સંબંધિત વિવાદો ટાળવાનો પ્રયાસ કરો. વિજાતીય વ્યક્તિ સાથે નિકટતા વધશે.

મીન રાશિ

આજે આત્મવિશ્વાસ અને હિંમતમાં વધારો થશે. કાર્યમાં સફળતા અને કીર્તિ મળવાથી ઉત્સાહ વધશે. જો તમે કોઈ કામ કરો છો અને તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ છે, તો આજે તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો આજે તમા સફળતા ચોક્કસ પ્રાપ્ત થશે. વ્યાપારીઓ માટે દિવસ લાભદાયી રહેશે. કોઈપણ રોકાણ કરતા પહેલા જાણકાર વ્યક્તિની સલાહ અવશ્ય લો. વિરોધીઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં.