રાશિફળ ૨૩ ઓક્ટોબરથી ૨૯ ઓક્ટોબર, આ રાશિ માટે થઇ રહ્યું છે સોનેરી સમયનું આગમન, પૈસાની સમસ્યા થશે દુર

Posted by

મેષ રાશિ

આજે તમારી રાશિના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારા ખોટા નિર્ણય માનહાનિનું કારણ બની શકે છે. કોઈ પણ કામ વિચાર્યા વગર ન કરવું. નકારાત્મક વિચારોને કારણે તમે કોઈ ખોટો નિર્ણય લઈ શકો છો. નકારાત્મક પ્રભાવથી બચવા માટે સૂર્યદેવની આરાધના કરવાથી લાભ મળશે. ધન સંબંધિત બાબતોમાં સમય સામાન્ય રહેશે.

વૃષભ રાશિ

તમારી રાશિના માર્કેટિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સફળતાની મળશે. બીજાની વાતો પર વધારે વિશ્વાસ કરવો તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. વરિષ્ઠ અધિકારીઓની સાથે વિવાદમાં પડવાથી બચવુ. ધન સંબંધિત બાબતોમાં થોડો સમય ખાસ નથી. તમે આ સમયે ધનની બચત નહીં કરી શકો.

મિથુન રાશિ

આજે તમારો સમય અનુકૂળ નથી. આજે કોઈપણ નવું કામ શરૂ કરવાથી બચવું, તો ફાયદો રહેશે. કોઈપણ મોટો નિર્ણય લેવા માટે સમય સારો નથી. કામમાં મુશ્કેલી આવી શકે છે. ખોટી વાતોથી તમારી બચવાની જરૂરિયાત છે. આર્થિક બાબતોમાં કમાણી તો સારી રહેશે પરંતુ અચાનક આવેલ ખર્ચાઓથી તમારી મુશ્કેલીઓ વધી શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો પર કામને લઈને ખાસ દબાણ રહેશે. કામ સમયસાર પૂરું નહીં થવાને કારણે તમે મુશ્કેલીમાં રહી શકો છો. આજે તમારે કોઇ વ્યાપારિક ડીલ કરવી પડી શકે છે. નવા અનુબંધ કરવા માટે અત્યારે સમય સારો નથી. કોઈપણ નિર્ણય ન લેવો. ધન સંબંધી બાબતોમાટે સમય સામાન્ય છે. પારિવારિક જરૂરિયાતોને પૂરી કરવા માટે ખર્ચ રહેશે અને ભાગ્ય પણ તમારો સાથ આપશે.

સિંહ રાશિ

આજે તમારે કોઇ કારણે ચિંતા રહી શકે છે. કોઈ કામમાં વધારે દબાણ વધી શકે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બાબતોમાં આજે તમને ભાગદોડ કરવી પડી શકે છે. બજેટ બનાવીને પૈસા ખર્ચ કરવા. અચાનક મોટા પ્રમાણમાં ધન ખર્ચ થવાની સંભાવના છે. બિનજરૂરી ખર્ચથી દૂર રહેવું.

કન્યા રાશિ

આજે તમારે ઓફિસ સાથે જોડાયેલી બાબતો ઉકેલવી પડી શકે છે. વાતચીત કરીને બાબતને ઉકેલવાના કરવા પ્રયત્ન કરશો તો સફળતા મળશે. તમારી વાતોથી લોકો પ્રભાવિત થશે અને તમારા વિચારોને સમર્થન મળશે. ધીરજ રાખો અને યોગ્ય સમય આવવાની રાહ જોવી. ધનલાભ થશે અને તમને પ્રશંસા મળશે.

તુલા રાશિ

આજે તમારો દિવસ એટલો અનુકૂળ નથી. કોઈ કામમાં તમને સફળતા મુશ્કેલીથી મળશે. લોકો વચન આપીને  કામ કરવાથી પાછળ હટી શકે છે. આવા લોકોથી સાવધાન રહેવું. જમીન સંબંધી વાતચીત આગળ વધવા માટે સમય સારો નથી. નુકસાન થવાની આશંકા છે. કમાણી માટે સમય સારો છે. સરકારી સ્ત્રોતથી આવક થશે. કાયદાકીય બાબતમાં સફળતા મળશે.

વૃશ્વિક રાશી

આજનો દિવસ તમારા માટે શુભ છે. કાર્ય ક્ષેત્રમાં ખાસ યોગદાન અને સન્માન મળી શકે છે. ભાગ્ય સાથ આપશે અને અટકેલા કાર્યો પૂર્ણ થશે. મુશ્કેલ કામને સફળતાપૂર્વક પૂરા કરી લેશું. અધિકારીઓની સાથે તમારો સંબંધ સારો રહેશે. ધન સંબંધિત બાબતોમાં પણ સમય તમારા અનુકૂળ રહેશે. નિર્ધારિત લક્ષ્ય મેળવવામાં સફળતા મળશે.

ધન રાશિ

આજનો દિવસ તમારા માટે શુભ નથી. આજે તમારા પરિવાર અથવા સંપત્તિની બાબતને કારણે તણાવ બની શકે છે. જલ્દી નિર્ણય લેવાથી બચવું. મનમાં ખોટો ભય તમારા કામમાં અડચણ ઊભી કરી શકે છે. આર્થિક આર્થિક રૂપથી સમય અનુકૂળ છે. અટકેલું ધન મેળવવાના પ્રયત્નો સફળ થશે. આવકના નવા સ્ત્રોત બનશે.

મકર રાશિ

આજના દિવસે તમારે સાવધાનીથી રહેવાની જરૂર છે. કામકાજના દબાણને કારણે તમે પરેશાન રહી શકો છો. આજે તમે બધાના હિતોનું ધ્યાન રાખીને આગળ વધશો તો તમારા કાર્ય પૂર્ણ થશે. બધા કામ આજે સહેલાઈથી પૂરા થતા જશે. ભાગીદારનો પણ સહયોગ મળશે. કમાણીની સારી સંભાવનાઓ છે.

કુંભ રાશિ

આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓ ભરેલ રહી શકે છે. કોઈ પણ મોટો નિર્ણય કરવા માટે સમય યોગ્ય નથી. કામકાજની યથાસ્થિતિને બનાવી રાખવા માટે પ્રયત્નશીલ રહેવું. કોઈપણ પ્રકારના દગાથી બચવા માટે કોઈ પણ ઉપર આંખ બંધ કરીને ભરોસો ન કરવો. અસફળતાને કારણે નકારાત્મકતાને પોતાની ઉપર હાવી થવા ન દેવી. આર્થિક દ્રષ્ટિએ દિવસ સારો છે અને ભાગ્યનો સાથ મળશે. આશા કરતાં વધારે ખર્ચ થઈ શકે છે.

મીન રાશિ

આજે મીન રાશિવાળા લોકો માટે સમય સારો અને અનુકૂળ છે. વેપાર-વ્યવસાયમાં મનગમતી સફળતા મળશે. વિરોધી ઈચ્છીને પણ તમારું કંઈ ખરાબ નહીં કરી શકે. નકારાત્મક વિચારથી બચવું. કોઈ પણ બાબતમાં કોઇ ઢીલ કરવાથી બચવું. કમાણીના સારા અવસર મળશે, જેનો ભરપૂર ફાયદો ઉઠાવી શકશો. બધા ગ્રહ તમારા સહાયક બની રહ્યા છે.