રાશિફળ ૨૫ ઓગસ્ટ ૨૦૨૨, આ રાશિ માટે થશે નવા લાભનું નિર્માણ, મન રહેશે ખુશ

Posted by

મેષ રાશિ

આજે આર્થિક લાભ થવાની સાથે-સાથે ભાગ્યમાં પણ લાભ થશે. તમારી બુદ્ધિ તીવ્ર થશે અને તમે તમારા વ્યાપારને નવી દિશા આપી શકશો. તમારા મનમાં જલ્દી પૈસા કમાવવાની ઇચ્છા જાગશે. પારિવારિક જવાબદારીઓને ભૂલવી નહીં. સ્વાસ્થ્ય નબળું પડી શકે છે. કોઈ ઈજા થઈ શકે છે એટલા માટે ધ્યાન રાખવું. સ્નેહીજનો સાથેના સંબંધમાં માધુર્ય જળવાઈ રહેશે. તમારા કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થવાની સંભાવના છે. ભાઇ-બહેન તરફથી સુખ મળશે.

વૃષભ રાશી

આજના દિવસે ઇન્વેસ્ટ કરવાથી બચીને રહેવું. ભાગીદારી વાળા વ્યવસાયમાં અને ચાલાકી વળી આર્થિક યોજનાઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું. જે લોકો લાંબા સમયથી કોઈ બીમારી સામે લડી રહ્યા છે તેઓને તેમાંથી છુટકારો મળી શકશે. તમારી મીઠી વાણીથી ધન કમાઈ શકશો. કોઈ નવું કામ હાથમાં લેતાં પહેલાં સારી રીતે વિચાર વિમર્શ કરી લેવા. તમારી મહત્વકાંક્ષાઓ પૂર્ણ થઈ શકશે. આજે તમે જે કોઇ પણ યોજના બનાવશો તેમાં મોટાપાયે સફળતા મળશે.

મિથુન રાશિ

આજે તમે કોઈ એવા વ્યક્તિ સાથે જોડાઈ શકો છો જે ભવિષ્યમાં તમને ખૂબ જ મદદ કરશે. કૌટુંબિક વાતાવરણ સુખદ રહેશે. ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. તમારા છુપાયેલા દુશ્મન તમારા વિશે અફવા ફેલાવી શકે છે. અન્ય લોકોની દખલગીરીથી વિવાહિત જીવનમાં પરેશાનીઓ ઉભી થઇ શકે છે. આજે તમે ધર્મના કાર્યોમાં અને પુણ્યના કાર્યોમાં રસ લઈ શકશો. પ્રેમ જીવન ખૂબ જ સારું રહેશે. તમારા આત્મવિશ્વાસને કારણે તમે બીજાઓ માટે પણ પ્રોત્સાહન અને ઉદાહરણ બની રહેશો.

કર્ક રાશિ

આજે તમારે થોડું સમજી વિચારીને રહેવાની જરૂર રહેશે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું અને ઓવર કોન્ફિડન્સથી કામ બગડી શકે છે. વાણી અને વ્યવહારમાં સંયમ રાખવા. ધનની બાબતમાં ખૂબ જ સમજી-વિચારીને નિર્ણય લેવો. ઉતાવળે લેવામાં આવેલો નિર્ણય હાનિ કરી શકે છે. લાંબા સમય બાદ તમે તમારા જીવનસાથી સાથે આત્મીયતાનો અનુભવ કરશો. પરિવારમાં કોઈના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે.

સિંહ રાશી

આજે તમારું મન પ્રસન્ન રહેશે. કોઇને પ્રભાવિત કરવા માટે જોખમ વાળા કામ ન કરવા. તમને તમારા દાંપત્ય જીવનમાં સારા પરિણામ મળશે. એકબીજા તરફ પ્રેમ જતાવવાનો મોકો મળશે. પરિવાર સાથે ખરીદી પર જવાનું થઈ શકે છે. સંબંધોમાં પ્રેમ વધશે. વ્યાપાર માટે દિવસ ખૂબ જ સારો રહેશે. કોઈ ધાર્મિક સ્થળ અથવા કોઈ સંબંધીને ત્યાં યાત્રા પર જવાનું થઈ શકે છે. પગનો દુખાવો તમને પરેશાન કરી શકે છે.

કન્યા રાશિ

કોઈ એવા સંબંધી જે ખૂબ જ દૂર રહે છે તેની સાથે સંપર્ક થઇ શકે છે. મજાક-મજાકમાં કહેવાયેલી વાતોને લઈને કોઈ પણ શંકા કરવાથી બચવું. મિત્રો સાથે બહાર ફરવા જવાનું થઈ શકે છે. પોતાની સમસ્યાઓની જીવનસાથી સાથે ચર્ચા કરવી. તમને તેના તરફથી કોઈ મહત્વપૂર્ણ સલાહ મળી શકે છે. આર્થિક રીતે એક સામાન્ય દિવસ રહેશે અને તમે વધારે બચત કરી શકશો નહીં.

તુલા રાશિ

આજે ધનના વ્યવસાયમાં વધારો થઈ શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે. મનોરંજન અને એશો-આરામના સાધનો પર બિનજરૂરી ખર્ચ ન કરવા. કોઇ ચિઠ્ઠી અથવા ઈ-મેઈલ  દ્વારા આખા કુટુંબ માટે સારા સમાચાર મળી શકે છે. પોતાના કામ અને શબ્દો પર ખાસ ધ્યાન રાખવું. આજે તમે દરેક પળોને મન ભરીને માણી શકશો. ઘણા સમયથી ચાલી રહેલા તણાવ દૂર થશે. કૃષિ યોગ્ય જમીનની ખરીદી થઇ શકે છે. આજના દિવસે દુર્ઘટનાથી ખાસ બચીને રહેવું.

વૃષીક રાશિ

આ રાશિના જાતકો પોતાની વ્યસ્ત જીવનશૈલીને કારણે કુટુંબ પર ઓછું ધ્યાન આપી શકશે. તમારી આવકમાં ભારે-ભરખમ વધારો થશે. કુટુંબીક વાતાવરણ થોડું તણાવપૂર્ણ રહી શકે છે. જો તમને એવું લાગી રહ્યું હોય કે તમે બીજાઓને મદદ વગર મહત્વપૂર્ણ કામ કરી શકો છો, તો તમારી એ વિચાર-ધારણા ખોટી સાબિત થશે. પ્રેમ જીવનમાં નિરાશા આવી શકે છે. પેટ સાથે સંકળાયેલા રોગ અને પેટના દુખાવાની સંભાવના રહી શકે છે. વાદ-વિવાદમાં ઊંડા ન ઉતરવું. ન્યાયાલયમાં જો કોઈ વિવાદ ચાલી રહેલો હોય તો વિજય મળશે.

ધન રાશિ

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રતિકૂળતાઓથી ભરેલો રહેશે. મન ચિંતિત અને પરેશાન રહેશે. ભવિષ્યની ચિંતાને કારણે ડિપ્રેશનની પરિસ્થિતિ આવી શકે છે. આજે ચિંતા કરતા ચિંતન પર વધારે ધ્યાન આપવું. બિનજરૂરી વિચારો કરવા કરતાં રચનાત્મક યોજનાઓ પર ફોકસ કરવું. પોતાના અધૂરા કાર્યો પૂરા કરીને તમે આવનારા સમય માટે નિશ્ચિંત થઇ શકો છો. તમે કોઈ જોખમ ભરેલું કાર્ય હાથમાં લેવાનું સાહસ કરી શકશો. બિઝનેસમાં જે પૈસાનું રોકાણ કરો તેમાં કોઈ અનુભવીની સલાહ લેવી તથા વડીલો સાથે વિચાર-વિમર્શ કરવા.

મકર રાશિ

વ્યાપાર ધંધા સાથે સંકળાયેલા જાતકો માટે આજનો દિવસ વ્યસ્ત રહેશે. આજે તમે કોઇ ખાસ વ્યક્તિ સાથે પોતાની વાતો શેઅર કરી શકો છો. અચાનક આવેલા ખર્ચને કારણે આર્થિક ભાર વધી શકે છે. સંતાનોના કારણે કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. આજના દિવસે તમને આપવામાં આવેલું કાર્ય મનપસંદ ના હોય તો પણ ઓફર હાથમાંથી જવા ન દેવી. તેમાંથી તમને કોઈ નવા માર્ગ મળી શકે છે. પોતાના જીવનસાથીને કોઈપણ બાબત વિશે ફરિયાદ ન કરવી, કારણ કે તેનો મૂડ આજે પહેલેથી જ ખરાબ રહી શકે છે.

કુંભ રાશિ     

આજે તમારો આત્મવિશ્વાસ ખૂબ જ વધારે રહેશે. તમારું મગજ કામકાજની સમસ્યાઓમાં પરોવાયેલું રહેશે. જેના કારણે તમે પરિવાર અને મિત્રો માટે સમય આપી શકશો નહીં. આજે શુભ સમાચાર મળવાની સંભાવના છે. વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું, કારણ કે, ઇજા થવાની આશંકા છે. સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસે નસીબ તમને પૂરતો સાથ આપશે. આજે તમે જે કંઈ પણ પ્રયાસ કરશો તેમાં સફળતા મળશે. પત્નીનું સ્વાસ્થ્ય સારું રહેશે.

મીન રાશિ

આજે તણાવગ્રસ્ત રહેવાને કારણે તમારો ગુસ્સો તમારા જીવનસાથી પર ઉતરી શકે છે. એકધારી ઉત્સુકતાથી કામ કરતા રહેવું અને ઉત્સાહમાં ઘટાડો ન થવા દેવો. આજે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત રંગ લાવશે. પોતાની લાગણીઓ ઉપર કાબૂ રાખી અને કોઈપણ બેદરકારી વાળું કામ ન કરવું. આજે વિચાર્યા વગર કોઇ કામ ન કરવું. અન્યથા પાછળથી પસ્તાવું પડી શકે છે. આજે કોઈ પણ પ્રકારની આળસ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે.