રાશિફળ ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૨, આ રાશિના જાતકોને મળી શકે છે કોઈ ખાસ સિદ્ધી, તમન્ના થશે પૂરી

Posted by

મેષ રાશિ

આજના દિવસે તમે પ્રચંડ ઉર્જાનો અનુભવ કરશો. વ્યાપારમાં મોટી સફળતાઓ મળશે. યશ તથા માન-સન્માનમાં વૃદ્ધિ આવશે. પરિવારના લોકોનો સહયોગ પ્રાપ્ત થશે. ધંધા સાથે સંકળાયેલી યાત્રાઓ કરવી પડી શકે છે. જેનાથી ધન લાભ પણ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. નકારાત્મક વિચારોથી દૂર રહેવું. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે. સંબંધી તરફથી કોઈ મોટી ગિફ્ટ મળી શકે છે.

વૃષભ રાશી

તમારી વાણીના કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જોખમ વાળા કાર્યોમાં રૂચિ વધશે. કૌટુંબિક બાબતોમાં ખર્ચ થશે. પાર્ટનરશીપ વાળા કાર્યમાં આર્થિક પ્રગતિની સંભાવના છે. કોઈ વિશેષ પ્રકારની ધનપ્રાપ્તિ થવાથી ધનલાભ થશે. મહિલાવર્ગના સહયોગથી લાભ થશે. કાર્યમાં સફળતા અને યશ મળવાથી ઉત્સાહ વધશે. માતાના સ્વાસ્થ્યને લઈને સતર્ક રહેવું.

મિથુન રાશિ

મિત્રો તરફથી ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે. નવા સંપર્કોથી લાભ થશે. પરિવારમાં અસંતોષ રહેશે. સામાજિક સ્તર પર તમે લોકોની મદદ કરવા આગળ વધશો. જૂની સમસ્યાઓનો અંત આવશે અને નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળવાથી કાર્ય કરવાનો ઉત્સાહ વધશે. સંબંધોમાં આવી રહેલી અડચણો દૂર થશે. કોઈ પણ કાર્ય કરતાં પહેલાં સકારાત્મક રહેવું અન્યથા કાર્ય અટકી શકે છે.

કર્ક રાશિ

તમે આજે સરકારી લાભની આશા રાખી શકો છો. નોકરી કરતા લોકો માટે ઉત્તમ દિવસ છે. કામ સાથે જોડાયેલી કોઇ ખુશખબરી મળશે. નાના ભાઈ બહેનો સાથેના સંબંધ સુધરશે. સારો સમય વિતાવી શકશો. જૂના મિત્રો સાથે મુલાકાત થવાની તકનું નિર્માણ થશે. સંબંધી અથવા જૂના મિત્રની સહાયતાથી ધંધા-રોજગારમાં પ્રગતિ થશે.

સિંહ રાશી

ભૂતકાળના કાર્યોમાં આવી રહેલી અડચણો વર્તમાનમાં દૂર થશે. આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તમારું ધ્યાન કાર્યક્ષેત્ર પર રહેશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રા પર જવાનું થઈ શકે છે. સ્વાસ્થ્ય પહેલાની સાપેક્ષે અત્યારે સારું રહેશે. વ્યાપારમાં નફો વધવાની શક્યતાઓ છે. મિત્ર તથા કુટુંબના સભ્ય સાથે ભોજનનો આનંદ ઉઠાવી શકો છો. ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બનેલું રહેશે.

કન્યા રાશિ

આજે આર્થિક પક્ષ મજબૂત થશે. નોકરી કરતા જાતકો માટે દિવસ ખૂબ જ લાભકારી છે. દાંપત્ય જીવનમાં આવી રહેલા તણાવથી મુક્તિ મળશે. કોઈ વિશેષ કામમાં મિત્રોની સલાહ મળશે. જેનાથી કામ સરળ થશે. કાર્યમાં સફળતા મળશે. સંતાનસુખની પ્રાપ્તિ થશે જેનાથી તમે સંતુષ્ટ રહેશો. શિક્ષણની બાબતમાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે અને પ્રતિસ્પર્ધીઓ ઉપર વિજય મળશે. વ્યાયામ કરવાથી શારીરિક સ્ફૂર્તિ રહેશે.

તુલા રાશિ

આજના દિવસની શરૂઆત ક્રોધથી થઈ શકે છે. કોઈ નવા પ્રોજેક્ટમાં રોકાણ ન કરવું. નોકરીની શોધ કરી રહેલા લોકોને સારા સમાચાર મળશે. વિદ્યાર્થીઓએ પોતાના ભણતર પર ફોકસ કરવું અને નબળા વિષયમાં માર્ગદર્શન લેવું. ઘરની સમસ્યાઓથી ભાગવાને બદલે દૂર કરવાનો પ્રયાસ કરવો. ચાલાકી વાળી આર્થિક યોજનાઓથી બચવું. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહી શકે છે.

વૃષીક રાશિ

આજે બહારનું કોઈ સભ્ય ઘરમાં ચાલી રહેલા વિવાદનું સમાધાન લાવવામાં તમારી મદદ કરશે. કામકાજના વધારે લોડને કારણે તમે તમારા સાથી કર્મચારીઓ સાથે ખરાબ વર્તન કરી શકો છો. જેના પરિણામ નકારાત્મક સાબિત થઈ શકે છે. બિઝનેસ કરતા લોકો આજે પોતાના ભાગીદારોના હાથે પીડિત થઈ શકે છે. માટે સાવધાન રહેવાની આવશ્યકતા રહેશે. ઘરમાં કોઈ પવિત્ર કાર્ય થઈ શકે છે. પાડોશીઓ સાથેના સબંધોમાં સમજણ પૂર્વક આગળ વધવું.

ધન રાશિ

દિનચર્યામાં ફેરફાર કરવો જરૂરી રહેશે. આજના દિવસને શ્રેષ્ઠ બનાવવા માટે કોઈ કસર બાકી ન રાખવી. સમાજમાં પ્રતિષ્ઠા મળશે. પરિવારના બુઝુર્ગ દ્વારા આર્થિક લાભના સંકેત છે. તમારી વાણી કોઈને ઠેસ પહોંચાડી શકે છે. કૌટુંબિક જીવનમાં મધુરતા રહેશે. સરકારી કામકાજ પૂરા થશે. રોકાણ સાથે સંકળાયેલી યોજનાઓ તમને આકર્ષિત કરી શકે છે. પરંતુ રોકાણ કરતા પહેલા ઊંડાણપૂર્વક જાણકારી પ્રાપ્ત કરી લેવી. પ્રેમ સંબંધોમાં નવી તાજગી આવશે.

મકર રાશિ

આજે તમારા વધારે પડતા આત્મવિશ્વાસનો જીવનની કેટલીક બાબતો પર નકારાત્મક પ્રભાવ પડશે. શારીરિક અને માનસિક રૂપે પરેશાન થઈ શકો છો. જો તમે કોઈને પૈસા ઉધાર આપેલાં હોય તો પાછા ફરવાની સંભાવના છે. વ્યાપારમાં કોઈ ઝંઝટનો સામનો કરવો પડી શકે છે. નોકરીમાં અધિકારીઓનો સાથ મળશે. યાત્રાના યોગ છે. બૌદ્ધિક રૂપે તમે વધારે રચનાત્મક કહેશો.

કુંભ રાશિ

આ રાશિના જાતકોએ આજે ખાણીપીણીની આદતો પર વિશેષ ધ્યાન આપવું. ધીરજથી કામ લેવું અને કઠિન પરિસ્થિતિનો સામનો કરતી વખતે ઈરાદાઓ મજબૂત રાખવા. નાણાકીય સ્થિતિમાં સુધારાનો અનુભવ કરશો. સંતાનોના કારણે થોડા ચિંતિત રહી શકો છો. નજીકના લોકો દુઃખ પહોંચાડી શકે છે. વાતચીત દરમ્યાન અને પૈસાની લેવડ-દેવડ દરમ્યાન સાવધાની રાખવી.

મીન રાશિ

કોઈ નવી સફળતાને કારણે આજે વિદ્યાર્થીઓના મનમાં ઉત્સાહ રહેશે. આર્થિક દશા સારી રહેશે. કાર્ય સંબંધિત લાંબી યાત્રા પર જવાનું થઈ શકે છે. લાંબા સમયથી ચાલી આવતી ચિંતાઓ દૂર થશે. કાર્ય અને કરિયરમાં સફળતા મેળવવા માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. સફળતા મેળવવા માટેના શોર્ટ કટથી દૂર રહેવું. અધ્યયન કરી રહેલા લોકોને મહેનતનું ફળ જરૂરથી પ્રાપ્ત થશે.