રાશિફળ ૨૭ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર, આ રાશિના જાતકો માટે જબરદસ્ત રહેશે સપ્ટેમ્બરનો અંત, મળી શકે મોટી સફળતા

Posted by

મેષ રાશિ

આજના દિવસ પરિવાર તેમજ મિત્રો સાથે મોજ મસ્તીમાં પસાર થશે. લાભદાયક સંપર્ક બનશે. ઘરના રખરખાવ સાથે જોડાયેલી યોજનાઓ ઉપર વિચાર વિમર્શ થઈ શકે છે અને યોજનાઓથી ખૂબ જ સારા લાભ મળશે. ખૂબ જ વધારે મહેનત અને થાકને કારણે સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે, તેને કારણે બિનજરૂરી ગુસ્સો પણ આવી શકે છે. બિનજરૂરી ગતિવિધિઓમાં ખર્ચાની સ્થિતિ રહેશે. તમારા સામર્થ્યથી તમે લોન લેવાથી બચી શકશો. વ્યવસાયમાં સખત મહેનત કરવાની જરૂર છે, જોકે વધારે પડતી ગતિવિધિઓ સારી રીતે પૂરી થતી જશે. બદલી કરવા ઈચ્છતા હોય એ લોકોને શુભ સમાચાર મળી શકે છે. ઓફિસમાં કામનું ભારણ વધારે રહેશે. ઘરમાં ખુશનુમાં અને સકારાત્મક વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં સમય બરબાદ ન કરવો.

વૃષભ રાશિ

આજનો વધારે પડતો સમય તમે પોતાના માટે પસાર કરશો અને તમારા સકારાત્મક વ્યવહારથી બીજા ઉપર તમારી છાપ છોડશો. આ સમયે બનાવવામાં આવેલી યોજનાઓ ઘર અને વ્યવસાય બંને માટે ખૂબ જ સારી સાબિત થશે. ભાઈઓ સાથે કોઇ વાતને લઇને બોલાચાલી થઈ શકે છે, પરંતુ વડીલોની મધ્યસ્થતાથી સમસ્યાનો ઉકેલ આવી શકશે. કોઈ પણ ખાસ કામમાં પૈસા ખર્ચા થવાથી આત્મવિશ્વાસ નબળો પડી શકે છે. કામના સ્થળે સુધારા સાથે જોડાયેલા નિર્માણના કામમાં વધારે ખર્ચાઓ થશે, જેને કારણે તમારી આર્થિક પરિસ્થિતિ નબળી પડી શકે છે. યુવાનોએ પોતાની કારકિર્દીને લઇને સજાગ રહેવું. નોકરીમાં કોઈ પ્રોજેક્ટ પૂરો કરવા માટે ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. પતિ-પત્ની વચ્ચે કોઇ વાતને લઇને બોલાચાલી થઈ શકે છે. બિનજરૂરી વાતોમાં સમય બરબાદ ન કરવો અને સંબંધોમાં મધુરતા લાવવી.

મિથુન રાશિ

દિલની અપેક્ષાએ મગજથી કામ લેવા તેનાથી તમને સારા પરિણામ મળશે. ધાર્મિક અને આધ્યાત્મિક ગતિ વિધિઓમાં રસ લેવો, તેનાથી તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક નિખાર આવશે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં એકાગ્રતા બનાવી રાખવી. સરકારી કામમાં બેદરકારી રાખવાથી કામ અધુરા રહી શકે છે, પરંતુ તેને સમયસર પૂરા કરી લેવા નહીંતર તમારે પેનલ્ટી ભરવી પડશે. બીજાના કામમા દાખલ કરવાને બદલે તમારે તમારી કાર્યપ્રણાલી ઉપર ધ્યાન આપવું. કોઈ જરૂરી કાગળિયા તથા ફાઈલોને સારી રીતે સંભાળીને રાખવા. કોર્ટ સાથે જોડાયેલ બાબત અટકેલી હોય તો તે આગળ વધશે અને નિર્ણય તમારા પક્ષમાં આવશે. નોકરી કરતા લોકો માટે કોઈ ઓફિશિયલ યાત્રાનો ઓર્ડર મળશે. પતિ-પત્ની વચ્ચે પારિવારિક સમસ્યાને લઈને વૈચારિક મતભેદ રહી શકે છે. પ્રેમ સંબંધોમાં તણાવ આવી શકે છે.

કર્ક રાશિ

આજે તમે સકારાત્મક દ્રષ્ટિકોણથી તમારી દિનચર્યાને વ્યવસ્થિત કરશો અને તમને સારી ઉપલબ્ધિઓ પણ મળશે. ઘરમાં અનુશાસન અને વ્યવસ્થા બનાવી રાખવામા તમારું મહત્વપૂર્ણ યોગદાન રહેશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધારે સારી બની જશે. ક્યારેક ક્યારેક નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે. એવામાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી જોઈએ. સ્થાન પરિવર્તનની યોજના બની રહી હોય તો આ સમયે તેને સ્થગિત રાખી દેવી. પૈસાની લેવડદેવડમાં કોઈ ભૂલ થઈ શકે છે. સરકારી ગતિવિધિઓ સાથે જોડાયેલા વેપાર-ધંધામાં અચાનક ફાયદો મળવાની સંભાવના છે. રાજનૈતિક લોકો અને સંપર્ક સૂત્રોથી ફાયદો મળશે. કામ કરતી મહિલાઓ માટે સમય અનુકૂળ છે. એટલા માટે સમયનો યોગ્ય સદુપયોગ કરવો. તમારી કોઈ સમસ્યામાં જીવનસાથીની સલાહ ખૂબ જ મદદગાર સાબિત થશે. પરંતુ વિપરિત લિંગના વ્યક્તિઓ સાથે મુલાકાત કરવાથી તમારી છાપ ખરાબ થઈ શકે છે.

સિંહ રાશિ

બીજાની ભૂલ ઉપર ધ્યાન દેવાને બદલે તમારે તમારા કામમાં વધારે ધ્યાન આપવું. ગ્રહની સ્થિતિ અનુકૂળ બનેલી છે. સમયના ભરપૂર સદુપયોગ કરવો. કોઈપણ કામ કરતા પહેલા તેની રૂપરેખા બનાવી લેવી અને એ પછી જ તેને ક્રિયાન્વિત કરવા, તેનાથી તમને સફળતા મળશે. બહારની ગતિવિધિઓમાં વધારે સમય પસાર કરવાને લીધે તમારા વ્યક્તિગત કામ અટકી શકે છે. બિનજરૂરી આવન જાવનમાં સમય બરબાદ ન કરવો. થોડો સમય બાળકોની સમસ્યાઓને ઉકેલવામાં લગાવવો જરૂરી છે. વ્યવસાયિક ગતિવિધિઓ સારી રીતે ચાલતી રહેશે. જૂની મિલકતના ખરીદ વેચાણ સાથે જોડાયેલા વેપાર-ધંધામાં મહત્વપૂર્ણ ડીલ થઈ શકે છે. નોકરી કરતા લોકોને ઓફિસમા ખુશનુમાં વાતાવરણ રહેશે. પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધો રહેશે. પ્રેમ સંબંધોમાં નજીકતા વધશે.

કન્યા રાશિ

આ સમયે ગ્રહનું પરિભ્રમણ તમારા પક્ષમાં છે. તમે તમારી બધી ચિંતાઓ છોડીને હળવા મૂડમાં રહેશો. સંબંધીઓ તથા મિત્રો સાથે મનોરંજન અને મેલ મિલાપમાં સમય પસાર થશે યુવાનોએ પોતાની કારકિર્દીને લઈને ગંભીર રહેવાની જરૂર છે. કોઈ શુભ સૂચના મળી શકે છે. ઘરના કોઇ સભ્યના આરોગ્યની ચિંતા રહેશે, જેને કારણે તમારા મહત્વના કામ અટકી શકે છે. સંયુક્ત પરિવારમાં વ્યવસ્થાને લઈને તણાવ રહેશે. વ્યવસાયમાં ફાયદો મળવાની સ્થિતિ બની રહી છે. સહયોગીઓ અને કર્મચારીની સલાહ તમારા માટે સારી સાબિત થશે. નોકરી કરતા લોકોને અચાનક પ્રમોશન સાથે જોડાયેલી શુભ સૂચના મળશે. વ્યક્તિગત સમસ્યાઓની અસર તમારા લગ્ન જીવન ઉપર ન પડવા દેવી. સંયમ અને શાંતિથી સમય પસાર કરવો.

તુલા રાશિ

આજના દિવસે વધારે પડતો સમય મિત્રો સાથે હરવા ફરવામાં અને મનોરંજનમાં પસાર થશે. તેનાથી શારીરિક અને માનસિક ઉર્જા બની રહેશે. યુવાનોએ પોતાના ભવિષ્યને લઇને થોડું ગંભીર અને એકાગ્રચિત રહેવાની જરૂર છે. પરંતુ તમારા ગુસ્સા અને આવેશને કાબુમાં રાખવા જરૂરી છે. ક્યારેક ક્યારેક તમારી વધારે દખલગીરીથી તમારા ઘરના સભ્યો પરેશાન થઈ શકે છે. ખર્ચા વધારે રહેવાને લીધે તમારી આર્થિક સ્થિતિ નબળી રહી શકે છે. બિનજરૂરી ખર્ચાને કાબુમાં રાખવા જરૂરી છે. ઉચ્ચ અધિકારીઓ તેમજ સન્માનિત લોકો સાથે સારા સંબંધો બનાવીને રાખવા, જે તમારા વ્યવસાય માટે લાભદાયક સાબિત થશે. તેના સહયોગથી કોઈ મોટો ઓર્ડર મળી શકે છે. નોકરી કરતા લોકોએ ફાઇનાન્સ સાથે જોડાયેલા કામમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. પતિ-પત્નીએ સામંજસ્યથી ઘરની વ્યવસ્થાને સારી બનાવી રાખવી. પ્રેમ સંબંધોમાં સમય બરબાદ ન કરવો.

વૃશ્ચિક રાશિ

પાછલા કેટલાક સમયથી ચાલી આવી રહેલી તમારી કાર્યશૈલીમાં પરિવર્તન લાવવા સાથે જોડાયેલી યોજનાઓ બની રહી છે. તો આજે તેના પર અમલ કરવો સારો રહેશે. રાજનૈતિક ક્ષેત્રમાં તમારા સંપર્ક કેટલાક મહત્વના લોકો સાથે થશે અને કોઈ ખાસ મિત્ર સાથે મેલ-મિલાપના અવસર મળશે. નજીકના સંબંધી સાથે નાનકડી વાતને લઈને બોલાચાલી થઈ શકે છે. પરંતુ થોડી સમજદારીથી સંબંધો સારા બનશે. વ્યક્તિગત કામની સાથે સાથે થોડો સમય પરિવારના સભ્યો સાથે પસાર કરવો પણ જરૂરી છે. કામના ક્ષેત્રે પાછલા કેટલાક સમયથી ચાલી આવી રહેલા તણાવ દૂર થશે. બદલાવ સાથે જોડાયેલી યોજનાઓ બનશે. નવા કામકાજની રૂપરેખા બનશે પરંતુ તેને ક્રિયા કરતાં પહેલાં તેના વિશે પૂરી જાણકારી મેળવી લેવી જરૂરી છે. પતિ-પત્ની વચ્ચે વૈચારિક મતભેદ રહી શકે છે. બહારના વ્યક્તિઓની દખલગીરી તમારા દાંપત્ય જીવનમાં ન થવા દેવી.