રાશિફળ ૨૮ ઓગસ્ટ ૨૦૨૨, આ રાશીને આર્થિક લાભમાં થશે વધારો, મળશે ફાયદાના નવા અવસર

Posted by

મેષ રાશિ

આજનો દિવસ આનંદપૂર્વક રહેશે. નોકરીમાં ઉત્સાહ વધશે. વેપારીઓ માટે દિવસ લાભદાયી રહેશે. કૌટુંબિક જીવનમાં અરસ-પરસ પ્રેમ વધશે. આજે તમે તમારી જાત માટે પર્યાપ્ત સમય કાઢી શકશો. પર્યાપ્ત સમય હોવાના કારણે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું તથા પોતાનું ચિત ધ્યાન અને યોગમાં લગાડવું. આર્થિક લાભ માટે કરવામાં આવેલા પ્રયાસ ફળ આપશે. પૈસાની તંગી દૂર થઈ શકે છે. વ્યાપારમાં લાભ મળશે. માનસિક બેચેની થઈ શકે છે.

વૃષભ રાશી

આજે તમે આત્મવિશ્વાસથી છલોછલ રહેશો. તમારી વાણીના પ્રભાવથી અન્ય લોકોને આકર્ષિત કરી શકશો. કોઈ મોટી યોજનાઓ અને વિચારો તમારું ધ્યાન આકર્ષિત કરી શકે છે. કોઈપણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા સારી રીતે તપાસ કરી લેવી. તમારા દ્વારા કરવામાં આવેલા બદલાવથી પરિવારના સભ્યો નારાજ થઈ શકે છે. કોઈ મિત્ર અથવા સહયોગી દ્વારા નોકરીના અવસર પ્રાપ્ત થઇ શકે છે.

મિથુન રાશિ

આજે કાર્યક્ષેત્રમાં તમારી સામે નવી ચેલેન્જ આવશે. રોકાણ કરતાં પહેલા જાણકારોની સલાહ જરૂરથી લેવી. આજે બાળકો સાથે સમય વિતાવીને તમે શાંતિનો અનુભવ કરી શકો છો. આજે તમારો સામનો નવી-નવી આર્થિક યોજનાઓ સાથે થઇ શકે છે. કોઇ પણ નિર્ણય કરતા પહેલા સારા અને ખરાબ એમ બંને પાસા તપાસી લેવા તથા સાવધાની રાખવી. આજે માથાનો દુખાવો અથવા માઇગ્રેનની ફરિયાદ રહી શકે છે. ધાર્મિક સંગીત પ્રત્યે રસ વધી શકે છે.

કર્ક રાશિ

આ રાશિના જાતકોએ આજે કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવી. આજના દિવસે કાર્યક્ષેત્રમાં તમે તમારું સંતુલન ખોઈ શકો છો. કોઈ આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈ સમૃદ્ધ વ્યક્તિ દ્વારા સહાય મળી શકે છે. કાર્યસ્થળ પર પોતાની આવડતો દેખાડવા માટેના અવસર પ્રાપ્ત થશે. કાર્યભાર આજે વધારે રહી શકે છે. ઉત્સાહ-વર્ધક સૂચનાઓ મળી શકે છે. નવા ગ્રાહકો સાથે વાત કરવા માટે સારો દિવસ છે. જે કોઈ પણ આજે તમને મળે, તેમની સાથે વિનમ્ર અને સુખદ વ્યવહાર કરવો.

સિંહ રાશી

વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે. મહત્વપૂર્ણ લોકો સાથે વાતચીત કરી કરતી વખતે શબ્દો પર ધ્યાન આપવું. આજે તમે ઉર્જાથી ભરપૂર રહેશો અને કંઇક અસાધારણ કરી શકશો. બીજાને પ્રભાવિત કરવા માટે જરૂરથી વધારે ખર્ચ ન કરવા. પરિવારમાં અચાનક આવેલી સમસ્યાઓને કારણે શાંતિ ભંગ થઈ શકે છે. તમારા બિઝનેસ પાર્ટનર દ્વારા મદદ મળી શકે છે. કોઇ વાતને લઇને કન્ફ્યુઝન વધી શકે છે.

કન્યા રાશિ

આ રાશિના જાતકો માટે આજે પ્રેમની બાબતમાં આવવા વાળી સમસ્યાઓ દૂર થશે. કોઈ તમારી ઇમેજ બગાડવાની કોશિશ કરી શકે છે. કોઈ મોટું કામ થવાથી ચિત્ત પ્રસન્ન રહેશે. રોજગારમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. આજના દિવસે કાર્યક્ષેત્રમાં ઘટનાઓ તમારા પક્ષમાં રહેશે. પોતાની જાત પર વધારે ધ્યાન આપવાની જરૂર રહેશે. નોકરી-ધંધા વાળા લોકો માટે દિવસ પડકારરૂપ બની શકે છે. શુભ સૂચનાઓની પ્રાપ્તિ થઇ શકે છે. વાહનનો ઉપયોગ સાવધાનીથી કરવો.

તુલા રાશિ

આજે મિત્રો સાથે સારો સમય વિતાવી શકશો. આર્થિક લેવડ-દેવડ કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી. કૌટુંબિક જીવનમાં પર્યાપ્ત સમય અને ધ્યાન આપી શકશો. જૂના મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. મહેમાનોનું આગમન થઇ શકે છે. ઓફિસમાં વધારે સમય વિતાવવાથી પારિવારિક ક્ષેત્રે સમસ્યાઓ ઊભી થઈ શકે છે. યોગ્ય દિશામાં પ્રમાણિકતાથી ભરવામાં આવેલા પગલા, નિશ્ચિતરૂપે લાભ આપશે. કોઈપણ વાદ-વિવાદમાં ભાગ ન લેવો.

વૃષીક રાશિ

આજે તમારો મૂડ મોજ મસ્તી તરફ નમેલો રહેશે. તમારી લોકપ્રિયતા વધશે. સંતાનના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સફળ રહેશે. તમારી આવકમાં સારો એવો વધારો જોવા મળશે. વ્યવસાય સાથે સંકળાયેલી યાત્રાઓ સફળ રહેશે. વિદ્યાર્થીઓએ આજે મહેનતમાં વધારો કરવો પડશે. મિત્રો અને પરિવારના સભ્યોના કારણે કોઈ મોટા લાભની પ્રાપ્તિ થઇ શકે છે. તમારી યોગ્યતાઓ અને ક્ષમતાઓ દ્વારા ઉચિત લાભ પ્રાપ્ત કરી શકશો.

ધન રાશિ

તમારા ભાઈ બહેનોના સમર્થન દ્વારા કાર્યમાં સફળતા મેળવવામાં સક્ષમ રહેશો. શોક સમાચાર મળી શકવાની સંભાવના છે. અર્થહીન વિચારોનો પ્રવાહ પરેશાન કરી શકે છે. કોઈ નજીકના સ્થાન પર અધિકારીક યાત્રા થઈ શકે છે. આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે તેમજ વાંચન લેખનમાં રુચિ રહેશે. પરંતુ મનમાં નકારાત્મક વિચારોનો પ્રભાવ રહી શકે છે. તમારા પિતા દ્વારા મળેલું સમર્થન તમારી માટે લાભદાયક સાબિત થશે.

મકર રાશિ

જીવનસાથીની બાબતમાં જરૂરિયાતથી વધારે દખલગીરી કરવાથી સમસ્યાઓનું સર્જન થઇ શકે છે. દાંપત્ય જીવનમાં કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે. વ્યાપારીઓએ પોતાની વ્યવસાયિક ગતિવિધિઓમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. આજે મનોરંજનમાં સારો એવો સમય વીતશે. કોઈ પારિવારિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે. પરીવાર સાથે બહાર ફરવા જવાનું થઈ શકે છે.

કુંભ રાશિ

આ રાશિના જાતકોને આજે ભાગીદારીમાં ફાયદો થશે. નાણાકીય લાભ મળશે. કોઈ દ્વારા ભેંટ મળવાની શક્યતા છે. બધા પ્રકારના નકારાત્મક વિચારોથી દૂર રહેવું. એવા મિત્રો સાથે બહાર જવું, જે સકારાત્મક હોય અને જેમનો સ્વભાવ મદદ કરવાનો હોય. તમારી માતાના આશીર્વાદ તમારી સહાયતા કરશે. પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. તમારા પ્રિય દ્વારા સારો પ્રેમ મળશે. બેરોજગારી દૂર થશે. સંપત્તિના કાર્ય પાર પડશે. કોઈ ભારે-ભરખમ લાભની શક્યતા છે. ગણેશજીની કૃપાથી તમારા બધા કષ્ટ દૂર થશે.

મીન રાશિ

આજનો દિવસ વ્યક્તિગત બાબતોમાં ઉત્સાહવર્ધક અને મંગળદાયી રહેશે. પ્રેમ સંબંધોમાં ચઢાવ-ઉતાર આવી શકે છે. તમારે એક બીજાઓની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ. બીજા માટે રાખવામાં આવેલી ખરાબ નીતિઓ, તમારામાં માનસિક તણાવનો અનુભવ કરાવી શકે છે. આ પ્રકારના વિચારોથી બચવુ કારણ કે તેનાથી સમય પણ બરબાદ થઈ શકે છે. વ્યવસાયિક ક્ષેત્રે પરિસ્થિતિઓ સામાન્ય રહેશે. ભૂતકાળમાં કરવામાં આવેલી ભૂલો તમે પાછી કરો તેવી સંભાવનાઓ છે, જેના કારણે પરિવારમાં સંઘર્ષ થઈ શકે છે.