રાશિફળ 28 ડિસેમ્બરઃ આજે આ 3 રાશિઓ મજા પડી જવાની છે અને આ 4 રહેશે પરેશાન, વાંચો રાશિફળ

Posted by

મેષ રાશિ

આજે તમને કોઈ શુભ સમાચાર મળશે, જેનાથી તમારું મન આખો દિવસ પ્રસન્ન રહેશે. વેપાર નોકરી અને શિક્ષાના ક્ષેત્રમાં તમને નવી સફળતા મળશે. વેપારમાં વિશ્વાસઘાત થઈ શકે છે. પોતાના ક્રોધ તથા આવેશ ઉપર કાબુ રાખો. સંતાનને સમય આપવો જરૂરી છે. પ્રેમ સંબંધોનાં ઉજાગર થવાથી ઘરમાં કલેશ થઈ શકે છે. મિત્રો તરફથી સહયોગ મળશે. પૈસા કમાવા માટે નવી સ્કીલ શીખશો. કાર્યક્ષેત્રમાં તમારું કામ સારું રહેશે. બાળકોની સાથે સમય પસાર થશે.

 

વૃષભ રાશિ

કામકાજનો બોજ ઓછો થઈ શકે છે. તમારે પોતાના કામના લીધે પોતાના ઘરેથી દુર રહેવું પડી શકે છે. આજના દિવસે સંપુર્ણ સતર્કતાની સાથે નવું કામ હાથમાં લેવું જોઈએ, નહીંતર વિચારેલા કાર્ય પુર્ણ થઈ શકશે નહીં. ઓફિસિયલ કાર્યની જવાબદારી તમારા ખભા ઉપર આવી શકે છે. પ્રેમ પ્રસંગ માટે દિવસ ખુબ જ અનુકુળ રહેવાનો છે. શારીરિક રૂપથી મજબુત રહેશો. દિનચર્યામાં યોગ અને વ્યાયામને પણ સામેલ કરવાથી સારા પરિણામ મળશે.

 

મિથુન રાશિ

આજે તમારે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડશે, એટલા માટે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. કાર્યક્ષેત્રમાં તમારા સાથી તમને કોઈ ગિફ્ટ આપી શકે છે, જેના કારણે તમે પ્રસન્ન રહેશો. પોતાના ક્રોધ ઉપર નિયંત્રણ રાખો. વ્યવસાયનાં ક્ષેત્રમાં તમને લાભ મન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. જો તમે પોતાના કોઈ સહયોગી પાસેથી ઉધાર લેવાનો વિચારી રહ્યા છો, તો થોડા સમય માટે રોકાઈ જવું જોઈએ. કારણ કે ઉધાર ચુકવવું તમારા માટે મુશ્કેલ બનશે.

 

કર્ક રાશિ

આજે તમે પૈસાના મામલા ઉકેલી શકો છો. સ્થિતિને સુધારવા વિશે વિચાર જરૂરથી કરો. અધિકારીઓ સાથે ખાસ ઓળખ બનશે. આજે બીજાને આપવામાં આવેલા ઉધાર પૈસા તમને પ્રાપ્ત થઈ શકે છે. અનાવશ્યક ખર્ચમાં ઘટાડો થશે. કાર્યક્ષેત્રમાં તમારા પક્ષમાં ઘણા પરિવર્તન જોવા મળશે. કોઈ મોટા કાર્યક્રમમાં મિત્રોનો સહયોગ પણ પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે વિવાદ થવાના સંકેત મળી રહ્યા છે. નાના ભાઈ બહેનો નો પુરો સહયોગ પ્રાપ્ત થશે.

 

સિંહ રાશિ

ઓફિસમાં તમને નવી જવાબદારી વાળું કામ મળશે, જેને પુરું કરવાથી તમને ફાયદો થશે. કોઈ ખાસ વ્યક્તિ તમારી વાત સાંભળશે. કામની શરૂઆતના સમય તમે જે પ્રકારથી ઉત્સાહ બતાવો છો, એવો જ ઉત્સાહ અંત સુધી જાળવી રાખો. તમારા માટે જરૂરી રહેશે. હાલના સમયમાં વધારે જવાબદારી લેવાથી બચવું. જો તમે પરિવારમાં સૌથી નાના છો તો તમને પોતાના મોટાભાઈ અને બહેનો તરફથી પુરો સહયોગ મળશે. નોકરી કરનાર લોકોને પ્રમોશન અથવા પગારમાં વધારો થઈ શકે છે.

 

કન્યા રાશિ

ભાગ્યપુર્ણ રૂપથી સહયોગ આપશે. ધનની સ્થિતિ મજબુત બનશે. કંજુસીનો ભાવ પણ મનમાં રહેશે. પાર્ટનરનો વધતો વિશ્વાસ અને અહંકાર તમારા માટે તકલીફનું કારણ બની શકે છે. નકામા કામમાં તમારું મન મુંઝવાયેલું રહેશે. અટવાયેલા કામમાં તમને પોતાના ભાઈ બહેનોનો સહયોગ મળશે. તમારી પાસે અમુક નવી જવાબદારી પણ આવશે, જેને પુરી કરવામાં તમે સફળ રહેશો. ભુતકાળમાં કરવામાં આવેલા સારા કામનો ફાયદો આજના સમયમાં તમને મળશે.

 

તુલા રાશિ

આજે પૈસાની કમી રહેશે નહીં. નવી કાર્ય યોજનામાં મનોવંશિત લાભની સંભાવના છે. આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેવાનો છે. પહેલાથી ચાલી રહેલી સમસ્યાઓનું સમાધાન મળી શકે છે, જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. તમારો આખો દિવસ ઉત્સાહથી ભરપુર રહેવાનો છે. પરિવારજનોની સાથે તમે સારો સમય પસાર કરશો. કામકાજમાં તમને સારો ધન લાભ પણ મળશે. બધાની નજરમાં તમારી છબીમાં સુધારો થશે. પરિવારમાં ધાર્મિક કાર્યની યોજના નું આયોજન પણ થઈ શકે છે.

 

વૃશ્ચિક રાશિ

આજે તમારી કિસ્મત બદલવાની છે. ક્રોધ કરવો તમારા માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. સાંજના સમયે તમે પોતાના કોઈ જુના મિત્ર સાથે મળીને તમે પ્રસન્ન રહેશો. લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી શકે છે. પરિવારની સાથે કરવામાં આવેલી યાત્રા ખુશીનુમા રહેશે. તમારો આર્થિક પક્ષ મજબુત રહેશે. આજે વેપારમાં પ્રગતિ કરશો. ઘર પરિવારની ચિંતા ની સાથે ખર્ચના મામલામાં પણ આજે વધારો થશે. પોતાની યોગ્યતા અને પ્રતિભાને સમજો અને તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરો.

 

ધન રાશિ

દિવસનો પ્રારંભ સ્ફુર્તિ અને તાજગીની સાથે થશે. પૈસાની લેવડદેવડમાં નજીકના લોકો સાથે ગેરસમજણ થઈ શકે છે. કોઈ શુભ સમાચાર પણ મળી શકે છે. સાંજના સમયે ખુશી ભરેલું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. તમારે પોતાને એવી ગતિવિધિઓમાં વ્યસ્ત રાખવા જોઈએ, જે તમારા દિમાગને શાંત રાખવામાં તમારી મદદ કરે. થોડાક વધારે પૈસા કમાવવા માટે પોતાના અનુભવનો ઉપયોગ કરો. સામાજિક મોરચા ઉપર નેટવર્કિંગ ફાયદાકારક સાબિત થશે.

 

મકર રાશિ

વેપાર સાથે સંબંધિત નવા અવસરની પ્રાપ્તિ થઈ શકે છે, જેના લીધે તમને આકસ્મિક ધન લાભ થવાના યોગ છે. પોતાના કાર્યક્ષેત્ર ઉપર પોતાની પ્રતિભા બતાવવાનો અવસર મળશે. આવક વધારવાના અમુક સારા અવસર પણ તમને મળી શકે છે. પરિવારમાં તમારો પોઝિટિવ વ્યવહાર લોકોને પ્રભાવિત કરશે. પોતાની અંદર છુપાયેલી ક્ષમતાને બહાર લાવવા માટે આ ઉત્તમ સમય છે. વિવાદોથી બચીને રહેવું. કારણ કે બાદમાં સમસ્યા ઊભી થઈ શકે છે.

 

કુંભ રાશિ

વ્યક્તિગત સંબંધોમાં સુધારો થઈ શકે છે. પાર્ટનરશીપના વેપારમાં તમને થોડી ચિંતા રહેશે. આજના દિવસે તમે પોતાના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપો. પ્રેમી તથા પરિવારજનો તરફથી પુરો સાથ મળશે. સંતાન તરફથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. આજના દિવસે કોઇપણ પ્રકારનું રોકાણ કરવું નહીં. પિયર પક્ષ તરફથી લાભ થઈ શકે છે તથા સારા સમાચાર પણ મળી શકે છે. આર્થિક લાભની સંભાવના રહેલી છે. કામકાજના મોરચા ઉપર આજનો દિવસ સામાન્ય રહેશે. નોકરી કરતા લોકો ઉપર કામનું દબાણ થોડું વધારે રહેશે.

 

મીન રાશિ

તમે ક્રોધમાં લીધેલા નિર્ણયને લીધે આજે તમને પસ્તાવો થશે. આજે તમે ઘણા પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલા રહેશો. ઘરમાં સ્થિતિ પ્રતિકુળ રહેશે. પરિવારજનોની વચ્ચે વાદવિવાદ થઈ શકે છે. પૈસાની વાત કરવામાં આવે તો આજે ખર્ચ વધતો નજર આવી રહ્યો છે. તમારી આવકથી વધારે ખર્ચ થઈ શકે છે. અમુક અણગમતી અને સારી ઘટનાઓ પણ થવાના યોગ બની રહ્યા છે, તેની ઉપર તમારે બારીકાઈથી ધ્યાન આપવું જોઈએ.