રાશિફળ ૨૯ ઓગસ્ટથી ૩ સપ્ટેમ્બર, આ રાશિના જાતકો માટે નવા અવસરોનું થશે નિર્માણ, મળશે સારા લાભ

Posted by

મેષ રાશિ

આજના દિવસ તમારા માટે ઉત્તમ રૂપે ફળદાયક રહેશે. રોજગારની દિશામાં કામ કરતા લોકોને આજે કોઈ સૂચના મળી શકે છે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. નોકરીમાં તેમજ વેપારમાં આજે વધારે લાભ મળવાથી તમે ખુશ દેખાશો. જો તમે ભવિષ્યમાં પહેલાથી જ કોઈ જગ્યાએ રોકાણ કરેલું હોય તો આજે તેનાથી સારા લાભ મળી શકે છે. આજે તમારા જાણીતા વ્યક્તિઓ સાથે જરૂરી મુદ્દાઓ પર વાતચીત થઈ શકે છે જેમાં તમારે તમારા પિતાજીની સલાહની જરૂર પડશે.

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે શાંતિવાળો રહેશે. વેપારમાં ઘણા સમયથી જે યોજનાઓ બનાવી રહ્યા હતા તેની ક્રિયાન્વિત કરવા માટેનો સમય આવી ગયો છે. જો ઘણા સમયથી તમારા પૈસા કોઈ જગ્યાએ ફસાયેલા હોય તો તે પાછા મળી શકે છે. આજે તમારા મિત્ર તેમજ સંબંધીઓ તમારી પાસે મદદ માગવા માટે આવી શકે છે. વિદ્યાર્થી ઓએ પોતાના અભ્યાસમાં વધારે ધ્યાન આપવું જેથી તમારી ઈચ્છા મુજબની સફળતા મળે. સાંજના સમયે તમારા માતા-પિતા સાથે જરૂરી મુદ્દાઓ પર વાતચીત કરી શકશો. ધાર્મિક અને આધ્યાત્મિક કામમાં તમારું મન લાગશે.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. આજે કાર્યક્ષેત્રમાં તમને થોડા બદલાવ જોવા મળશે તેનાથી તમને લાભ પણ મળશે. જો તમે સ્થાન પરિવર્તન કરવાનું વિચારી રહ્યા હોય તો તેના માટે દિવસ ઉતમ રહેશે. જો તમે કોઈને પૈસા વધારે આપેલા હશે તો તે પાછા મળી શકશે. પરિવારના સભ્યો સાથે વધારેમાં વધારે સમય પસાર કરવાથી સંબંધોમાં મધુરતા વધશે.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ ફળદાયક રહેશે. પરિવારના સભ્યો વચ્ચે કોઈ વાદવિવાદ ચાલી રહેલો હોય તો આજે કોઈ વડીલ વ્યક્તિની મદદ થઈ તેનો ઉકેલ આવશે અને પરિવારના બધા સભ્યો હળીમળીને સાથે રહેશે. જો તમે નોકરી કરી રહ્યા હોય તો આજે તમારા ઉપરી અધિકારી તમારા કામની પ્રશંસા કરશે અને તમને પદ ઉન્નતિ મળવાની સંભાવના પણ દેખાઈ રહી છે. સાંજના સમયે તમે તમારા માતા-પિતાને દેવદર્શન માટે લઈ જઈ શકો છો.

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે ખાસ રહેવાનો છે. આજે પરિવારના લોકો સાથે તમે થોડો સમય પસાર કરશો જેનાથી તમને ખુશી મળશે. માતા-પિતાના આશીર્વાદથી કરવામાં આવેલા કામમાં તમને સફળતા મળશે. જો તમે પૈસા કોઈ જગ્યાએ લાંબા સમયથી ફસાયેલા હોય તો તે આજે તમને પાછા મળશે. સંતાન પક્ષ તરફથી ખુશીના સમાચાર સાંભળવા મળશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. આજે તમારું આરોગ્ય સારું રહેવાથી તમે તમારા બધા કામ સમયસર પૂરા કરી શકશો.