રાશિફળ ૨૯ જુલાઈ ૨૦૨૨, આ રાશિ માટે જોરદાર રહેશે શુક્રવાર, મળશે ખુશીના સમાચાર

Posted by

મેષ રાશિ

આજે કામમાં મન ન લાગવાના કારણે પરેશાન થઇ શકો છો. આજે ખર્ચમાં ખૂબ જ વધારો થઇ શકે છે. સાંજ પછી સ્થિતિ સુધરી શકે છે. નોકરી કરતા લોકો માટે સકારાત્મક દિવસ રહેશે. દાંપત્યજીવનમાં પ્રેમ વધશે અને એકબીજાને સારી રીતે સમજી શકશો. વ્યાપાર ધંધા સાથે સંકળાયેલા લોકોને થોડી પરેશાની આવી શકે છે. રોમેન્ટિક મુલાકાત ખૂબ જ રોમાંચક રહેશે. આજે ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે ખુબ જ ધ્યાન રાખવુ.

વૃષભ રાશી

આજના દિવસે યોજનાઓમાં કરવામાં આવેલું ઇન્વેસ્ટમેન્ટ લાભ આપશે. પોતાનું બધું ધ્યાન બિઝનેસ પર કેન્દ્રિત કરવું. પ્રેમ જીવનમાં કેટલીક તકલીફ પડી શકે છે તેમ છતાં સારા સમાચારની પ્રાપ્તિ થશે. તમને નાનુ પુરસ્કાર મળવાની સંભાવના છે. માર્ગદર્શન માટે ઘણા બધા લોકો તમારી પાસે આવશે. તમે સ્વસ્થ અને ખુશ રહેશો. આવકમાં વધારો થશે જેનાથી મનમાં પ્રસન્નતા રહેશે. પરિવારનું વાતાવરણ તમારા પક્ષમાં રહેશે. ઉપરી અધિકારીઓનો વ્યવહાર નકારાત્મક રહી શકે છે.

મિથુન રાશિ

એવા કામોમાં સહભાગી બનવું જેમાં યુવાન માણસો જોડાયેલા હોય. ભાગ્ય આંશિક રૂપે સફળતા અપાવશે. મહેનતનું સારું ફળ મળશે. પગાર મેળવતા લોકોને આજે કંઈક સારા સમાચાર મળવાની સંભાવના છે. તમે તમારા વિશે લોકો પાસે આજે કંઈક સકારાત્મક વાતો સાંભળી શકશો. દાંપત્ય જીવનમાં થોડો તણાવ રહેશે. કુટુંબના સપોર્ટથી તમારા ધંધામાં સારું પ્રદર્શન કરી શકશો. જીવનસાથી સાથે થોડો વિવાદ થઈ શકે છે. વડીલો અને વૃદ્ધોએ પોતાના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો.

કર્ક રાશિ

અવિવાહિત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. જૂની સમસ્યાઓ દૂર થઇ શકે છે. વિવાહિત લોકોને જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે. આજનો દિવસ સારો રહેશે પરંતુ કામનું દબાણ વધી શકે છે. તમે દિવસ-ભર વ્યસ્ત રહેશો. પ્રેમી પંખીડાઓ માટે સારો દિવસ છે. સ્વાસ્થ્ય નબળું પડશે પરંતુ નસીબ મજબૂત રહેશે. આવકમાં વધારો થવાના યોગની સંભાવના છે. આજે કોઈ એવા વ્યક્તિ સાથે ઓળખાણ થઈ શકે છે જે બિઝનેસમાં તમારી ખૂબ જ મદદ કરશે.

સિંહ રાશી

આજે તમે જીવનમાં સાચા પ્રેમના અભાવનો અનુભવ કરશો. કાર્યક્ષેત્રમાં સારા સંબંધો બનશે. સારા પરિણામ મળશે અને ભાગ્ય પ્રબળ રહેશે. સ્વાસ્થ્ય નબળું પડી શકે છે. અચાનક કોઈ ખર્ચ તમારી સામે આવી શકે છે. ઉતાવળમાં લેવામાં આવેલો નિર્ણય નુકસાનકારક સાબિત થશે. આવશ્યક કાર્યોના દબાણ હેઠળ દબાયેલા રહેશો. વ્યાપારીઓ માટે આ ખૂબ સારો દિવસ છે અને મોટું ધન ઉપાર્જન કરી શકશો.

કન્યા રાશિ

આજે પૈસાની લેવડ-દેવડમાં સતર્કતા રાખવી. કોઈપણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા વિચારવું. કુટુંબના કેટલાક લોકો તમારો વિરોધ કરી શકે છે. કાર્યસ્થળ પર લોકો તમારી પાસે માર્ગદર્શન લેશે. દાંપત્યજીવન માટે અનુકૂળ દિવસ રહેશે અને પ્રેમ વધશે. કામ સાથે સંકળાયેલા ઉતાર-ચઢાવ જોવા મળશે. તમારો ખોવાયેલો પ્રેમ તમને પાછો મળી શકે છે. દાંપત્ય સુખમાં વધારો થશે. ઓફિસમાં કામને લઈને બોસ તમારી પ્રશંસા કરશે.

તુલા રાશિ

આજે તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. કુટુંબના સભ્યોની સાથે આનંદપૂર્વક સમય વિતાવી શકશો. રોકાયેલા કામ પૂરા થઈ શકવાની સંભાવના છે. કામમાં મન લાગશે. આજે સંયમ જાળવવો જરૂરી છે. તમારી ઈચ્છા અનુસાર કોઈ મોટો પ્રોજેકટ શરૂ થઈ શકે છે. આજે તમે જે કંઈ પણ પ્રયાસ કરશો તેમાં સફળતા મળશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારા પરિણામ મળશે. વ્યવસાયમાં વિરોધીઓ પર વિજય પ્રાપ્ત થશે. શહેરની બહાર યાત્રા થઈ શકે છે.

વૃષીક રાશિ

આજે તમે પ્રતિસ્પર્ધીઓને પરાજય આપશો. આધ્યાત્મિકતા પ્રત્યે રૂચિ વધશે. આજે તમારી વાણી અને વ્યવહાર વિવાદનું કારણ બની શકે છે. પોતાની લાગણીઓ અને ભાવનાઓ પર કંટ્રોલ કરવો. ઓફિસમાં વિજાતીય જાતિના લોકો સાથે વાતચીત વધી શકે છે. પરિવારના સભ્યો સાથે કોઈ બાબતે મતભેદ થઈ શકે છે. મીડિયા સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે.

ધન રાશિ

આજે શક્ય હોય તો અન્ય લોકોની વાતોથી દૂર રહેવું. સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. સંતાન તરફથી સારા સમાચારની પ્રાપ્તિ થઇ શકે છે. એક્સ્ટ્રા કામમાં કોઈની મદદ મળી શકે છે. વ્યક્તિગત જીવનની કેટલીક બાબતો સાથે સંકળાયેલી અડચણ દૂર થશે. બીજાનો મત સમજવાની કોશિશ કરવી. કોઈને ઉધાર ન આપવું કારણકે આજના દિવસે આપવામાં આવેલું ધન પાછું ફરવાની શક્યતા ઓછી છે. પાર્ટનર સાથે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.

મકર રાશિ

આજે તમને કંઈક નવું શીખવા મળશે. સરકારી ક્ષેત્રે લાભ મળશે. કાર્યક્ષેત્રમાં સહકાર અને સહયોગ મળશે. વ્યાપારમાં નવા લાભદાયક સંપર્કો થશે. તમારા વિચારવાની રીતમાં બદલાવ આવી શકે છે. તમે બીજાની રચનાત્મક પ્રવૃત્તિઓથી અને મનોરંજનથી આનંદ લેશો. પોતાની જવાબદારીઓને ધ્યાનમાં રાખવી. આવડત, સમય અને ધીરજનો પૂરો ઉપયોગ કરવો. શેર-માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તેનાથી લાભ થઈ શકે છે. ખોટી વાતો અને અફવાઓથી દૂર રહેવું.

કુંભ રાશિ

આજે કોઈ યોગ્ય વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. નિર્ણય લેવામાં વિલંબ થઇ શકે છે. કોઇ સાથે વાદ-વિવાદમાં ન પડવું અને ક્રોધ પર નિયંત્રણ રાખવું. કામમાં આવતી અડચણો દૂર થઈ શકે છે. પરિસ્થિતિઓ તમારા પક્ષમાં થઈ શકે છે. મિત્રોની મદદ મળી શકે છે. આજે ખરીદ-વેચાણમાં સતર્ક રહેવું. આર્થિક દ્રષ્ટિએ આજના દિવસે ખર્ચ વધારે થઈ શકે છે. ગળ્યા પદાર્થોના ખાન-પાનમાં રુચિ વધી શકે છે. મહેનત અને કોશિશ કરતી રહેવી.

મીન રાશિ

આજે કેટલીક બાબતોને લઈને મન ચિંતાગ્રસ્ત રહી શકે છે. મનોરંજનના કાર્ય પર ખર્ચ થઈ શકે છે. નવી યોજનાઓ લાભ આપશે. સગા સંબંધીઓ સાથે મતભેદ થઈ શકે છે. મહેનતથી સફળતા મળવાના યોગ છે. કોઈ મોટો ફાયદો પણ થઈ શકે છે. અટકાયેલા કામ પૂરા કરવા માટે થોડી રાહ જોવી પડશે. આજે તમને તમારી પ્રતિભાનો લાભ મળશે અને નવી ઓળખાણ થશે. કિસ્મતનો સાથ મળશે અને સફળતા જરૂરથી મળશે.