રાશિફળ ૨૯ જુલાઈથી ૨ ઓગસ્ટ, આ રાશિ માટે હવે મંગળ જ મંગળ, ચમકવા લાગશે નસીબના સિતારા

Posted by

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે. લાંબા સમયથી તમારી કોઈ ડીલ અટકેલી હોય તો તે આજે ફાઇનલ થઇ શકે છે, જેને કારણે તમારી આવકમાં વધારો થશે. તમારી ખુશીમાં વધારો થવાથી તમે મિત્રો તેમજ પરિવારના સભ્યો સાથે પાર્ટીનું આયોજન કરી શકો છો. રાત્રિના સમયે તમે કોઇ માંગલિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. સમાજ માટે ખર્ચા કરવાથી તમારી કીર્તિમાં વધારો થશે અને તમારા માન સન્માનમાં વધારો થશે. કામના ક્ષેત્રે તમને ખાસ સન્માન મળી શકે છે. જો કોઈ સરકારી કામ લાંબા સમયથી અટકેલા હોય તો તે આજે પૂરા થઈ શકે છે.

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ લાભ આપનારો રહેશે. આજે તમારું મન યોજનાઓ બનાવવામાં લાગેલું રહેશે તેમજ તમે તમારા વેપાર માટે કેટલીક નવી યોજનાઓ બનાવશો, જેનાથી તમને લાભ મળશે. આજે તમે તમારા પરિવારના સભ્યોને કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર લઈ જઈ શકો છો. પરંતુ યાત્રા દરમિયાન તમારે સાવધાની રાખવાની જરૂર છે નહીં તો તમારો સામાન ચોરી થઇ શકે છે. કાર્યાલયમાં આજે તમને અનુકૂળ વાતાવરણ બની રહેશે, જેનાથી તમને લાભ મળશે. વેપારમાં આજે તમારા કેટલા નવા શત્રુ ઉત્પન્ન થઈ શકે છે પરંતુ તેનાથી તમારે બચીને રહેવું પડશે. સાંજના સમયે આજે તમે તમારા પરિવારના નાના બાળકો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે ખુબ જ રચનાત્મક રહેવાનો છે. આજે વેપાર માટે તમે મનમાં જે વિચારો લાવશો તેને તરત જ આગળ વધારવા નહીંતર તમારા વેપારની પ્રગતિ અટકી શકે છે. આજે તમારે તમારા કોઇ સહયોગીને તમારા મનની વાત ન જણાવવી નહીંતર તે તેનો ફાયદો ઉઠાવી શકે છે. આજે તમને નવા રોગો પરેશાન કરી શકે છે, જેમાં તમારા પૈસા ખર્ચ થશે. સાંજના સમયે તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે, જેનાથી પરિવારના સભ્યોમાં ખુશી રહેશે તેમજ બધા વ્યસ્ત રહેશે.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે મુશ્કેલી વાળો રહી શકે છે. આજે તમે જે કોઈપણ કામ કરશો તેમાં તમને નિરાશા મળશે જેને કારણે તમારું મન ચિંતિત રહેશે. ઓફિસમાં આજે તમારા અધિકારીઓ તમને કેટલાક કામનું ભારણ સોંપી શકે છે. જેને કારણે તમને મુશ્કેલી રહેશે પરંતુ તમે તમારી મહેનતથીએ કામ પૂરા કરવામાં સફળ રહેશો. આજે ઘર પરિવારના કોઈ સભ્ય સાથે તમારી બોલાચાલી થઈ શકે છે, તેમાં તમારે તમારા ગુસ્સાને કાબૂમાં રાખવો નહિંતર સંબંધોમાં તિરાડ પડી શકે છે.

સિંહ રાશિ

આજના દિવસે તમે થોડા વ્યસ્ત રહેશો. આજે કેટલાક શત્રુઓ તમારા કામમાં અડચણો ઊભી કરવાના પ્રયત્નો કરશે પરંતુ તમારી સામે તે લોકો ટકી શકશે નહીં અને તેનાથી તમને લાભ પણ મળશે. વેપાર કરી રહેલા લોકો જો આજે કોઈ પાસેથી પૈસા ઉધાર લેવાનું વિચારી રહ્યા હોય તો ન લેવા કારણ કે તે પાછા આપવામાં તમને મુશ્કેલી રહેશે. ધાર્મિક કામમાં આજે તમારો રસ વધી શકે છે. રાત્રિના સમયે તમે પરિવારના સભ્યો સાથે મોજ મસ્તી કરી શકશો. સંતાનોની કારકિર્દીને લઈને તમને નિરાશાજનક સમાચાર સાંભળવા મળશે.