રાશિફળ ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૨, આ રાશિ માટે દિવસ રહેશે ઉર્જાથી ભરપુર, બની જશે અટકેલા કામ

Posted by

મેષ રાશિ

આજે કાર્યની અધિકતાને કારણે વ્યર્થ ચિંતા રહી શકે છે. યાત્રા કરવાનું આયોજન થઇ શકે છે. પુરસ્કાર અથવા ભેંટ મળવાથી ખુશી થશે. દિવસ અનુકૂળ રહેશે. નિશ્ચિતરૂપે લાભ થશે. સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. અનાવશ્યક ભાગદોડ રહી શકે છે. જે તક મળે તેનો ફાયદો ઉઠાવવો અને આગળ વધવું. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. વિવાહિત લોકો કૌટુંબિક જવાબદારીઓમાં વ્યસ્ત રહેશે.

વૃષભ રાશી

ઘણા દિવસોથી ચાલી રહેલી પરેશાનીનું સમાધાન મળશે. કોઈ વિશેષ વ્યક્તિ દ્વારા સહયોગ પ્રાપ્ત થશે. ઉગ્ર સ્વભાવના કારણે પરેશાન રહેવું પડી શકે છે. કોઈ ખાસ કામને લઈને પરિવારના લોકોને તમારા પાસે આશા રહેશે. પરિશ્રમ પ્રમાણે સફળતા ન મળવાના કારણે અસંતોષ રહેશે. સંતાન પક્ષ તરફથી ચિંતા થઈ શકે છે. યાત્રા સુખદ રહેશે અને પ્રગતિના સંકેત મળશે. શારીરિક સ્વાસ્થ્ય સુધારવા માટે સંતુલિત આહાર લેવો.

મિથુન રાશિ

આજે તમે તમારા વ્યાપારમાં વૃદ્ધિ કરી શકશો. કાર્ય પર વધારે ધ્યાન આપવું. દિવસના અંત સુધીમાં બધું ઠીક થઈ જશે. પ્રેમી પંખીડાઓ માટે દિવસ સારો રહેશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય ચિંતાનો વિષય બની શકે છે. ધન ખર્ચ કરતા પહેલા આર્થિક પરિસ્થિતિનું અવલોકન કરી લેવું. ખર્ચ પર લગામ રાખવી. કઠીન પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે.

કર્ક રાશિ

કૌટુંબિક બાબતોને લઈને માતા પાસેથી મળેલી સલાહ મદદગાર સાબિત થશે. શત્રુ પરેશાન કરી શકે છે માટે સાવધાન રહેવું. બધા કાર્ય સહજતાથી આગળ વધશે. વગર કારણે ખોટી દલીલોમાં ના ઉતરવું. દિવસની શરૂઆતમાં થોડી સમસ્યાઓ આવી શકે છે પરંતુ સાંજ સુધીમાં બધું સરખું થઈ જશે. બજેટ પર પૂરતું ધ્યાન આપવાની આવશ્યકતા રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું. સ્વાસ્થ્યમાં ચડાવ-ઉતાર જોવા મળી શકે છે.

સિંહ રાશી

પોતાના ક્ષેત્રમાં શુભ સમાચારની પ્રાપ્તિ થઇ શકે છે. સગા સંબંધીઓ સાથે વિવાદ વધી શકે છે. ઘરમાં નવા કાર્યનો આરંભ થઇ શકે છે. ઠેલાયેલા કાર્યો પૂરા કરવામાં સફળ રહેશો. સરકાર સંબંધિત પરિયોજનાના કારણે લાભ પ્રાપ્ત થઇ શકે છે. મિત્રોનો સાથ મળશે. બિઝનેસમાં લાભના યોગ છે. મહેમાનનું અચાનક આગમન તમને આશ્ચર્યચકિત કરી શકે છે. સમૃદ્ધિ માટે માતા લક્ષ્મીની પૂજા કરવી.

કન્યા રાશિ

અચાનક ધનલાભ થવાની સંભાવના છે. તમે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. ધાર્મિક કાર્યમાં ઊંડા ઊતરવાથી નવી ઊર્જા મળશે અને જીવનને આગળ વધારવાની નવી તક મળશે. આર્થિક પરિસ્થિતિઓમાં સુધારો આવશે. પ્રેમ જીવનમાં સફળતા પ્રાપ્ત થશે. માતા-પિતાના સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપવું.

તુલા રાશિ

વિવાદાસ્પદ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવાથી બચવું. કોઈ શત્રુ દ્વારા તમારા પ્રિયજનને હાનિ પહોંચી શકે છે. આવકના નવા સ્ત્રોત મળવાની સંભાવના છે. કૌટુંબિક અને વિવાહિત જીવન સુખ પૂર્ણ રહેશે. વ્યવહાર કુશળતા તમને સફળતા અપાવશે. પ્રગતિના નવા અવસર પ્રાપ્ત થશે. જીવનસાથીનો સહયોગ અને પ્રિય વ્યક્તિનો સાથ મળશે. શેઅરમાં રોકાણ કરી શકો છો.

વૃષીક રાશિ

કેટલાક લોકોને વ્યર્થ ભાગદોડ કરવી પડી શકે છે. વિદ્યાર્થીઓ પોતાના રુચિના વિષયમાં આગળ વધી શકશે. નવા મહેમાન આવવાની સંભાવના છે. જેના કારણે પરિવારનું વાતાવરણ આનંદિત થશે. ટેકનિકલ વિષયને સંબંધિત કોઇ ઉપાધિ મળી શકે છે. શેરબજારથી દૂર રહેવાનો પ્રયાસ કરવો. જીવનસાથી સાથે ટકરાવની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.

ધન રાશિ

કોઈ નવું વિહિકલ અથવા મોબાઈલ ખરીદવાનું થઈ શકે છે. માનસિક રૂપે તણાવ રહેશે. આજના દિવસે ખૂબ જ ઠંડા મગજથી વિચારવું અને આગળ વધવું. પરિસ્થિતિઓ પર કાબુ મેળવી શકશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તળેલી વસ્તુઓથી દૂર રહેવું. જીવનમાં ખૂબ જ મોટી પ્રગતિની શરૂઆત થશે. યાત્રા પર જવા માટે દિવસ અનુકૂળ રહેશે નહીં.

મકર રાશિ

કોઈ સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાનું થઈ શકે છે. સમાજમાં તમારુ વર્ચસ્વ વધશે. બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. આર્થિક દશા લાભકારી સાબિત થશે. ક્રોધ પર સંયમ રાખવો. લોભ કરવાથી નુકસાન થઈ શકે છે. ગુરુનું માર્ગદર્શન અને સ્નેહ પ્રાપ્ત થશે.

કુંભ રાશિ

પૈસાની બાબતને લઈને કોઈ પાસેથી સલાહ લઇ શકો છો. પિતા તરફથી આર્થિક લાભ મળવાની સંભાવના છે. સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે. સંતાન પાછળ ખર્ચ થઈ શકે છે. સરકારી નોકરી કરતા લોકોએ બેદરકારી રાખવી નહીં. પરિવારના લોકો સાથેના વર્તનમાં કાળજી રાખવી અન્યથા નકારાત્મક પરિસ્થિતિઓ ઉદભવી શકે છે. વિદ્યાર્થી વર્ગને ભણતરમાં રસ જળવાઈ રહેશે.

મીન રાશિ

અચાનક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. સંતાન તરફથી સંતોષ અને પ્રેમ મળશે. કાર્યના સંબંધમાં સારા પરિણામ મળશે. ઘર પરિવારને લઈને ચિંતા થઈ શકે છે પરંતુ બદલતો સમય તમારી ચિંતાઓ દૂર કરશે. પ્રિય પાત્રનો સાથ મળશે. ભાઈચારામાં વધારો થશે.