રાશિફળ ૩ નવેમ્બરથી ૯ નવેમ્બર, આ રાશિના જાતકોની યશ, કીર્તિ અને ધનમાં થશે વધારો

Posted by

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે અનુકૂળ પરિણામ લઇને આવશે. આજે વેપારમાં તમારી ઈચ્છા મુજબના લાભ મળવાથી મન સંતુષ્ટ રહેશે. સામાજિક ક્ષેત્રમાં તમને માન સન્માન મળી શકે છે. સાંજના સમયે તમે તમારા મિત્રો સાથે માંગલિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. સમાજમાં શુભ ખર્ચા કરવાથી તમારા યશ અને કીર્તિમાં વધારો થશે. આજે તમને જીવનસાથીનો સાથ ભરપૂર પ્રમાણમાં મળતો દેખાઈ રહ્યો છે, જેને કારણે પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા રહેશે. આજે તમારા પિતાજીનું આરોગ્ય સારું રહેવાથી તમારી ચિંતા દૂર થશે.

વૃષભ રાશિ

આજના દિવસ તમારા માટે કંઈક નવીનતા લઈને આવશે. આજે તમારે વ્યવસાય માટેની યોજનાઓ ઉપર ધ્યાન આપવું પડશે. જો આજે તમારા કામ બાબતે તમારા ઉપરી અધિકારીએ તમારી પ્રસંશા કરશે. આજે તમે પરિવારના સભ્યો સાથે દેવદર્શન માટે યાત્રા પર જઈ શકો છો જેને કારણે તમારું મન પ્રસન્ન રહેશે. જો તમે કોઈ જગ્યાએ પૈસાની લેવડદેવડ કરવાનું વિચારી રહ્યા હોય તો આજનો દિવસ તેના માટે ઉત્તમ રહેશે. આજે કેટલાક નવા કરાર થઈ શકે છે, જે તમારા માટે ફાયદાકારક રહેશે. આજે પરિવારમાં શુભ માંગલિક કાર્યક્રમો પર ચર્ચા થઇ શકે છે.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે રચનાત્મક રહેવાનો છે. આજે તમે જે કોઈપણ કામ કરશો તેમાં તમને જરૂર સફળતા મળશે એટલા માટે તમારે એ જ કામ કરવા જે તમને વધારે પ્રિય હોય. તમારા વ્યાપારમાં કંઈક નવું કરવાનો ચાન્સ મળી શકે છે. વિદ્યાર્થીઓને આજે તેના સિનિયરનો ભરપૂર સહયોગ મળશે. નોકરી કરતા જાતકોએ પોતાના કામ સમયસર પૂરા કરવાથી ઉપરી અધિકારીઓ ખુશ રહેશે. આજે પદ ઉન્નતિના રસ્તામાં આવી રહેલી અડચણો દૂર થશે.

કર્ક રાશિ

આજનો દિવસ પરોપકારના કામમા પસાર થશે. દાન કરવા માટે તમે પૈસા ખર્ચ કરશો. ઓફિસમાં તમારા વિચારો મુજબ વાતાવરણ બની રહેશે, જેને જોઈને તમને પ્રસન્નતા રહેશે. તમારી સલાહનો અમલ કરવામા આવશે. રાત્રિના સમયે આજે તમે કોઇ પાર્ટીમાં જઇ શકો છો. ત્યાં તમારા શત્રુઓથી તમારે સાવધાન રહેવું પડશે. જો તમારા કોઈ કામ લાંબા સમયથી અધૂરા હોય તો તે પૂરા કરવા માટે યોજનાઓ બનાવવી તેનાથી તમને ભવિષ્યમાં લાભ મળશે. સંતાન પક્ષ તરફથી સુખદ સમાચાર સાંભળવા મળશે.

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે શાંતિવાળો રહેશે. આજે ધાર્મિક અને આધ્યાત્મિક બાબતો તરફ તમારો રસ દેખાઈ રહ્યો છે, જેને કારણે તમારા મનને શાંતિ મળશે. આજે તમને બીજાને મદદ કરવાનો ચાન્સ મળશે. આજે સાંજના સમયે તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે અને જેને લીધે પરિવારના બધા સભ્યો ખુશ દેખાશે. કામના ક્ષેત્રે ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરતા દેખાશે.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે શુભ ફળદાયક રહેશે. આજે તમે કોઈપણ કામ કરશો તેમાં તમને જરૂર સફળતા મળશે. આજે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ જરૂરી મુદ્દાઓ પર વાતચીત કરી શકો છો. આજે તમારે તમારી વાણીમાં મધુરતા બનાવી રાખવી જેથી સંબંધોમાં મીઠાસ વધે. સાંજના સમયે તમે તમારા પરિવારના બાળકો સાથે વાતચીત કરવામાં સમય પસાર કરશો જેને કારણે તમારું મન પ્રસન્ન રહેશે. લગ્ન યોગ્ય જાતકોને લગ્ન માટે સારો પ્રસ્તાવ આવશે.

તુલા રાશિ

આજનો દિવસ તમારા માટે ભાગ્યના દ્રષ્ટિકોણથી ઉત્તમ રહેવાનો છે. આજે તમે કોઈ નવા કામની શરૂઆત કરશો તો તેમા તમને ધન લાભ મળશે. આજે તમારી સંપત્તિ સાથે જોડાયેલ વાદ વિવાદનો ઉકેલ આવશે અને નિર્ણય તમારા પક્ષમાં હશે. જેને લીધે પરિવારના સભ્યો તમારા માટે કોઈ પાર્ટીનું આયોજન કરી શકે છે. આજે સાંજના સમયે તમે તમારા મિત્રો સાથે બહાર ફરવા જશો અને જૂની યાદો તાજી કરશો.

વૃષીક રાશિ

આજનો દિવસ તમારા માટે ખૂબ જ મજબૂતી ભરેલો રહેશે. આજે તમે ધીમી ગતિથી ચાલી રહેલા વેપારધંધાને કોઈ વ્યક્તિ અથવા તો બેંક લોનની મદદથી વધારે આગળ વધારવાના પ્રયત્નો કરશો. આજે તમારા પરિવારમાં કોઈ કલેશ ચાલી રહેલો હોય તો તે દૂર થશે અને તમે ખુશ દેખાશો. આજે તમારા સંતાનોના અભ્યાસો સાથે જોડાયેલ કોઈ યાત્રા પર જવું પડશે. સાંજના સમયે તમે નાના બાળકો સાથે રમત ગમતમાં સમય પસાર કરશો.