રાશિફળ ૩ ઓક્ટોબર ૨૦૨૨, સિંહ સહીત આ રાશિના જાતકોને મળશે મોટા લાભ, સમય રહેશે સારો

Posted by

મેષ રાશિ

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. માત્ર થોડા પ્રયાસ કરવાથી પણ બધા કામ પાર પડશે. તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યની પ્રશંસા થશે. નોકરીના ક્ષેત્રમાં ઉપરી અધિકારીઓ તમારા કામથી પ્રસન્ન રહેશે. ધનલાભ કેટલાક અવસર હાથ આવી શકે છે. સામાજિક ક્ષેત્રે માન-સન્માનની પ્રાપ્તિ થશે. મિત્રો દ્વારા સહયોગ પ્રાપ્ત થશે. ઉત્સાહ અને એકાગ્રતામાં વધારો થશે. વ્યાપાર વ્યવસાય અનુકૂળ રહેશે. શુભ સમય જળવાઈ રહેશે.

વૃષભ રાશી

આજના દિવસે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડી સંભાળ લેવાની લેવાની જરૂર પડશે. જૂના રોગ થોડી પરેશાની આપી શકે છે. વગર કારણે વિવાદની પરિસ્થિતિઓનું નિર્માણ થઈ શકે છે. કેટલાક દુખદ સમાચારની પ્રાપ્તિ થઇ શકે છે. વધારે વિચારવાથી નકારાત્મકતાનું નિર્માણ થઈ શકે છે. આજના દિવસે ભાગદોડમાં પણ વધારો થશે. નિર્ણય શક્તિનો ઘટાડો થવાથી દુવિધાઓ રહેશે. આ રાશિના જાતકોએ આજના દિવસે જોખમના કામથી દૂર રહેવામાં જ ભલાઈ રહેશે. વેપાર-વ્યવસાય ઠીક ચાલશે તેમજ આવક સારી બની રહેશે.

મિથુન રાશિ

વિદ્યાર્થી વર્ગને પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. અધ્યયન સંબંધિત બધી બાધાઓ દૂર થશે. આ રાશિના જાતકોને કોઈ આનંદ ઉત્સવમાં ભાગ લેવાની તક પ્રાપ્ત થઇ શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા મનોરંજક રહેશે. મિત્રોની સાથે ખૂબ જ સારો સમય પસાર કરી શકશો. આવકના સાધનોમાં વધારો થઈ શકે છે. જેના કારણે મનમાં પ્રસન્નતા છવાયેલી રહેશે. ઘર પરિવારનું વાતાવરણ સારુ રહેશે. શત્રુઓથી સંભાળીને રહેવું.

કર્ક રાશિ

પ્રેમ જીવન જીવી રહેલા જાતકોએ પ્રેમ-પ્રસંગમાં ઉતાવળ ન કરવી. આજના દિવસે તમને અજ્ઞાત ભય રહી શકે છે. આ ઉપરાંત શારીરિક કષ્ટની પણ શક્યતા રહેલી છે. કિંમતી વસ્તુઓ સંભાળીને રાખવી. ચિંતા અને તણાવ વધારે રહી શકે છે. ભૂમિ તેમજ સંપત્તિ સંબંધિત ખરીદ-વેચાણની યોજના બની શકે છે. કોઈ મોટો ધંધાકીય લાભ મળી શકે છે. વ્યાપારનો કોઈ સોદો તમને બહુ ખૂબ જ મોટો નફો અપાવી શકે છે. બેરોજગારી દૂર કરવાના પ્રયાસમાં સફળતા મળશે.

સિંહ રાશી

આજના દિવસે તમને નસીબ પૂરતો સાથ આપશે. તમારા શત્રુ નતમસ્તક થશે. આરામ કરવાનો પૂરતો સમય મળી રહેશે. લાંબા સમયથી ચાલ્યો આવતો થાક દૂર થશે અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થશે. લેવડ-દેવડમાં સાવધાની રાખવી અન્યથા નુકસાન થઈ શકે છે. ધન પ્રાપ્તિના નવા માર્ગ ખૂલશે અને તમારા દ્વારા કરવામાં આવેલું રોકાણ તમને ફાયદો અપાવશે. વ્યાપારના વિસ્તાર ક્ષેત્રમાં વૃદ્ધિ થઇ શકે છે. સિંગલ જીવન જીવી રહેલા લોકોને વિવાહનો પ્રસ્તાવ મળી શકે છે.

કન્યા રાશિ

વાહન મશીનરી અને અગ્નિ સાથે જોડાયેલા કામમાં ખૂબ જ સાવધાની રાખવી. કોઈ વ્યક્તિવિશેષ સાથે વગર કારણે વિવાદ થઈ શકે છે. શંકાશીલ મગજને કારણે નિર્ણય લેવાની ક્ષમતા ઘટી શકે છે. મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. ધન પ્રાપ્તિ માટે નવા માર્ગો ખુલશે અને ધનનું અર્જન સુગમ બનશે.

તુલા રાશિ

આ રાશિના જાતકોનો આજનો સમય ધાર્મિક કાર્ય, પૂજાપાઠ વગેરેમાં પસાર થશે. દુષ્ટ માણસોથી બચીને રહેવું. કોર્ટ-કચેરી તથા સરકારી કાર્યાલયોમાં રોકાયેલા કાર્યો ઈચ્છા અનુસાર પાર પડશે. શારીરિક કષ્ટના યોગ બની રહ્યા છે. માટે સાવધાની રાખવી. સસરાપક્ષ તરફથી કોઈ શુભ સમાચારની પ્રાપ્તિ થઇ શકે છે. સંતાન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે.

વૃષીક રાશિ

આજનો તમારો દિવસ વ્યસ્તતાઓથી ભરેલો રહેશે. તમે નવી યોજના પર કામ કરી શકશો અને કાર્યપ્રણાલીમાં સુધારો આવશે. કોઈ નવા કાર્ય અને પ્રોજેક્ટ મળી શકે છે. સામાજિક કાર્ય કરવાનું મન બની રહેશે. માન-સન્માનની પ્રાપ્તિ થશે અને આવકમાં વધારો થશે. નોકરીમાં તમારુ પ્રભાવ ક્ષેત્ર વધશે. નસીબ તમને પૂરતો સાથ આપશે. ઘર પરિવાર સાથે સંકળાયેલી ચિંતા રહી શકે છે.

ધન રાશિ

આજના દિવસે યાત્રાના યોગ બની રહ્યા છે અને આ યાત્રા લાભદાયક સાબિત થશે. ઉધાર આપેલા પૈસા પાછા ફરી શકે છે. લાભના અવસર હાથ આવશે. રોજગારમાં વૃદ્ધિ થઇ શકે છે. તમારા શત્રુ સક્રિય રહેશે માટે સાવચેત રહેવું. વ્યાપાર વ્યવસાયેમાં જબરદસ્ત નફો મળી શકે છે. ધન પ્રાપ્તિ સુગમ બનશે. નસીબનો પૂરતો સાથ મળી રહેવાથી રોકાણ કાર્યમાં સફળતા મળી શકે છે. લેવડ-દેવડમાં ઉતાવળ ન કરવી.

મકર રાશિ

આ રાશિના જાતકોને આજે કોઈ શારીરિક કષ્ટની સંભાવના રહેલી છે. કોઈ દુર્ઘટના થવાની પણ સંભાવના રહેલી છે માટે સાવચેત રહેવું. ઘરમાં અતિથિઓનું આગમન થવાથી વાતાવરણ પ્રફુલ્લિત થશે. દૂરથી કોઈ સંબંધી દ્વારા શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. જોખમ ઉઠાવવાનું સાહસ કરી શકશો. ઘર-પરિવારમાં પ્રસન્નતા અને સંતોષ રહેશે. આવકમાં વધારો થશે.

કુંભ રાશિ

વ્યવસાય સાથે સંકળાયેલ યાત્રા શુભ ફળ આપી શકે છે. અણધાર્યા લાભ મળવાના યોગ બની રહ્યા છે. વ્યાપાર વ્યવસાય ઇચ્છા મુજબ ચાલશે. રોકાણના કાર્યમાં શુભ ફળ પ્રાપ્ત થઇ શકે છે. ભાગ્ય તમને પૂરતો સાથ આપશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અન્યથા ઋતુગત બીમારી થઇ શકે છે. ઉતાવળ કરવાથી બનેલા કામ પણ બગડી શકે છે માટે ધીરજ જાળવી રાખવી.

મીન રાશિ

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળ આપવા વાળો રહેશે. કોઈપણ અપરિચિત વ્યક્તિઓની વાતમાં ન આવવું. આંખ મીચીને કોઈ પર ભરોસો ન કરવો. કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી. લાભના અવસર મળી શકે છે. નોકરી-ધંધામાં વિવેક જાળવી રાખવો અન્યથા નુકસાન થઈ શકે છે. ધન પ્રાપ્તિના માર્ગ ખુલી શકે છે. પ્રેમ જીવન જીવી રહેલા જાતકોને કેટલીક અડચણો આવી શકે છે. સંતાન તરફથી શુભ સમાચારની પ્રાપ્તિ થશે જેના કારણે તમે બીજા બધા દુઃખ ભૂલી જશો.