રાશિફળ ૩ સપ્ટેમ્બરથી ૭ સપ્ટેમ્બર, આ રાશિની જૂની સમસ્યાના મળશે ઉકેલ, મુસીબત થશે દુર

Posted by

મેષ રાશિ

આજે આરોગ્ય પ્રત્યે સજાગ રહેવાથી આરોગ્યને લગતી સમસ્યાઓ દૂર થશે. પરિવારમાં કેટલાક લોકો સાથે તમે તમારૂ કામકાજ બાબતનું પ્લાનિંગ શેઅર કરી શકો છો. બેરોજગાર લોકોને રોજગાર મળવાના યોગ છે. પૈસા સાથે જોડાયેલી બાબતો ઉકેલાઇ શકે છે. તમારી મહેનત પર પરિવારના લોકોને ગર્વ થશે. પરિવારના લોકો સાથે સારો સમય પસાર કરી શકશો. વિદ્યાર્થીઓને તેના વાલીઓનો સહયોગ મળશે. દેખાવા જેવી પ્રવૃત્તિથી દૂર રહેવું.

મિથુન રાશિ

તમે જે કામમાં હાથ નાખશો તે કામમાં તમને જરૂરી મદદ મળી જશે. તમારી વ્યસ્તતા વાળી દિનચર્યા માથી તમે થોડો સમય જીવનસાથી માટે જરૂર કાઢશો. તમારું મન સ્થિર રહેવાથી તમે તમારા લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. કોઈપણ મહત્વપૂર્ણ કામમાં તમારા સહ કર્મચારીનો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ સારી રહેવાથી તમે પરિવારના બધા લોકોની જરૂરિયાતો પૂરી કરી શકશો.

સિંહ રાશિ

આજે તમને તમારી મહેનતનું ફળ મળશે. આજે તમારે ધીરજ બનાવી રાખવી જરૂરી છે. તમે બધાની સાથેના તમારા સારા વ્યવહારને કારણે પ્રશંસા મેળવશો. કોઈ મોટા કરાર થઈ શકે છે જેનાથી તમે તમારા ભવિષ્ય માટે પૈસાની બચત કરી શકશો. રોજગાર પ્રાપ્તિના પ્રયત્નોમાં સફળતા મળશે. વ્યવસાયમા સંતુષ્ટિ રહેશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. તમારા ભાગીદાર સાથેના તમારા સંબંધો સારા બનવાથી તમે તમારા વેપારને એક નવી ઊંચાઈ પર લઈ જઈ શકો છો.

કન્યા રાશિ

આજનો દિવસ સારો રહેવાનો છે. કોઇ પણ કામમા ઉતાવળ ન કરવી. આજે તણાવ અને ચિંતા દૂર થવાથી તમે રાહત અનુભવશો. સખત મહેનત અને પુરતા પ્રયત્નો કરવાથી તમને સારું ફળ મળશે. જે કામ માટેની તમે યોજના બનાવી રહ્યા છો તેમાં ગતિ આવશે. રોકાણ માટે કેટલાક સારા અવસર મળી શકે છે. જૂની સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. નોકરીમાં અટકેલા કામ પૂરા થઈ શકે છે. બપોર પછી તમે પ્રવૃત્તિઓમાં પરિવર્તન લાવશો અને મનોરંજન તરફ આગળ વધશો.

તુલા રાશિ

તુલા રાશિ વાળા લોકો તેના ઉચ્ચ અધિકારીઓને પ્રસન્ન રાખશે. પોતાના સહકર્મચારી ઓનો સહયોગ મળવાથી બધા કામ સમયસર પૂરા થતા જશે. તમારા વિરોધીઓ તમને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કરશે પરંતુ એ લોકો તમારૂ કંઈ બગાડી નહીં શકે. વિદેશમાં જવાના યોગ બની રહ્યા છે. નકારાત્મક વિચારોથી દૂર રહેવું. મિત્રો સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ બનશે. તમારી સાથે બધું સારું થશે. કારકિર્દી ક્ષેત્રે દિવસ યાદગાર રહેશે. જે પણ પ્રસ્તાવ છે તેના ઉપર વાતચીત કરવામાં તમે સફળ રહેશો. નોકરીમાં નવી જવાબદારીને લઈને તમે ઉત્સાહિત રહેશો.

વૃશ્ચિક રાશિ

આજનો દિવસ પારિવારિક જીવન માટે સારો રહેશે. આજનો દિવસ તમારા માટે લાભદાયક છે. આજે તમે તમારા પરિવારના હિત માટે કામ કરશો. કોર્ટ કચેરીની કોઈ બાબત ચાલી રહેલી હોય તો તેનો ઉકેલ આવશે અને નિર્ણય તમારા પક્ષમાં આવશે. વિદેશમાં નોકરી અથવા તો વિદેશી નાગરીકના માટે અરજી કરેલી હોય તો તેમાં સફળતા મળશે. પૈસાની લેવડદેવડ માટે આજનો દિવસ ફાયદાકારક રહેશે. કામના સ્થળે અધિકારીઓ સાથેના સંબંધો સારા રહેવાથી તમે તમારા કામ સમયસર પૂરા કરી શકશો તેમજ તમારા સારા કામને કારણે તમારી પ્રશંસા પણ થશે. આજે સાંજના સમયે તમે તમારા માતા-પિતાને દેવદર્શન માટે યાત્રા પર લઈ જઈ શકો છો.

ધન રાશિ

પારિવારિક બાબતોમાં વિવાદનો ઉકેલ આવવાથી તમે રાહત અનુભવશો. કાર્યક્ષેત્રમાં તમે કંઈક નવું કરી શકો છો. જમીન અને મકાન સાથે જોડાયેલા કામકાજમાં ધન લાભ મળશે. આજે તમારા અધુરા કામ સરળતાથી પૂરા થતા જશે. વેપારમાં ભાગીદારીથી લાભ મળશે. પ્રેમીનો પુરો સહયોગ મળશે. સામાજિક કામમાં તમે આગળ પડતા રહીને ભાગ લેશો. પૈસા સાથે જોડાયેલી મુશ્કેલીઓ માંથી છૂટ કારો મળશે. એક જાણકાર વ્યક્તિ પાસેથી સલાહ લેવી તમારા માટે ફાયદાકારક રહેશે. પતિ-પત્નીએ એકબીજાની ભાવનાઓને સમજવી.