રાશિફળ ૩૦ જુલાઈ ૨૦૨૨, આ રાશિના જાતકો માટે બનશે વેપારમાં લાભના યોગ, આવકમાં થશે જંગી વધારો

Posted by

મેષ રાશિ

આ રાશિના જાતકોને આજના દિવસે કોઇ શુભ સમાચારની પ્રાપ્તિ થઇ શકે છે. ઘરમાં કોઈ મંગળ કાર્યનું આયોજન થઇ શકે છે. અતિથિઓનું આગમન થશે. જોખમ ઉઠાવવાનું સાહસ કરી શકશો. તમારી પ્રસિદ્ધિ વધશે. યશમાં વધારો થશે. વ્યાપારમાં લાભના યોગ છે.

વૃષભ રાશી

કોઈ દુર્ઘટનાના કારણે ઇજા થવાની સંભાવના છે. કોઈ અન્ય વ્યક્તિની વાતોમાં ન આવવું. આજે તમને દુખદ સમાચાર મળી શકે છે. નવા સંબંધ બનાવતી પહેલા વિચાર કરી લેવો. મનમાં કાર્ય પ્રત્યે દુવિધા રહેશે. કોઈ ગલતફેમી ના કારણે વિવાદ થઈ શકે છે. આવકમાં નિશ્ચિતતા જળવાઈ રહેશે. આજના દિવસે જોખમના કાર્ય ટાળવા.

મિથુન રાશિ

આજના દિવસે દાંપત્ય જીવન સારું રહેશે. કોઈ આનંદ ઉત્સવમાં ભાગ લેવાની તક મળશે. આજના દિવસે કોઈ મોટી યાત્રા પર જવાની સંભાવના છે, જે મનોરંજક રહેશે. મનપસંદ ભોજનનો આનંદ મળશે. વિદ્યાર્થી વર્ગને સફળતા મળશે. લેખન કાર્ય સાથે જોડાયેલા લોકોને પણ સફળતા મળશે. ધન પ્રાપ્તિ માટેના પ્રયત્ન સફળ થતા દેખાશે.

કર્ક રાશિ

આજે તમારો શત્રુઓ પર વિજય નિશ્ચિત છે. ભૌતિક સાધનોનું સુખ મળશે. સ્થાયી સંપત્તિમાં વધારો થઈ શકે છે. કોઈ ધંધાકીય સોદો પાર પડી શકે છે. જેનાથી મોટો લાભ થશે. રોજગાર પ્રાપ્તિના પ્રયાસ સફળ રહેશે. નોકરીમાં પ્રગતિ થશે. લાભમાં વધારો થશે. આ રાશિના જાતકોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કોઇપણ કાર્ય કરતી વખતે અથવા કોઈપણ નિર્ણય લેતી વખતે ઉતાવળ ન કરવી.

સિંહ રાશી

કોઈ પ્રભાવશાળી વ્યક્તિ પાસેથી માર્ગદર્શન મળી શકે છે. અથવા કોઈ સદગુરુનું પણ માર્ગદર્શન મળી શકે છે. ધનલાભ ના ઘણા બધા અવસર પ્રાપ્ત થઇ શકે છે. શારીરિક થાક અને નબળાઈ રહેશે. કીમતી વસ્તુ સંભાળીને રાખવી. પ્રેમ-પ્રસંગમાં અનુકૂળતા રહેશે. નોકરીમાં જાણકારોનો સહયોગ પ્રાપ્ત થશે. વ્યાપાર ઠીક-ઠીક રહેશે.

કન્યા રાશિ

કોઈપણ નિર્ણય કરવામાં ઉતાવળ ન કરવી. આજે વિવાદની શક્યતા છે. નોકરીમાં નવી જવાબદારી પ્રાપ્ત થઇ શકે છે. આજના દિવસે કરવામાં આવેલા પ્રયાસ સફળ રહેશે. આજે તમને સામાજિક કાર્ય કરવાની પ્રેરણા મળશે. ઘરની અંદર અને બહાર માન સન્માનમાં વધારો થશે. એશ્વર્યના સાધનોની પ્રાપ્તિ શક્ય છે. વ્યાપાર વ્યવસાય તમારી ઇચ્છા મુજબ ચાલશે.

તુલા રાશિ

આ રાશિના જાતકોએ આજે શાંતિ બનાવી રાખવી. કુટુંબની ચિંતા રહી શકે છે. વ્યાપાર વ્યવસાય ઠીક-ઠીક રહેશે. આવક જળવાઇ રહેશે. કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય કરતી વખતે ઉતાવળ ન કરવી. ખરાબ સંગતથી હાનિ થઈ શકે છે. વાહન અથવા મશીનરીના પ્રયોગમાં સાવધાની રાખવી. કોઈ વ્યક્તિ સાથે કારણ વગર અને બિનજરૂરી વિવાદ થઈ શકે છે. આજના દિવસે ક્રોધ બિલકુલ ન કરવો અન્યથા મોટું નુકસાન થશે.

વૃષીક રાશિ

આજે શત્રુઓ તમારા પર હાવી થઈ શકે છે. લાભના ઘણા બધા અવસર મળશે. કોર્ટ-કચેરી સાથે સંકળાયેલા કાર્ય પાર પડશે. સરકારી કાર્યો પાર પડશે. મન પ્રસન્ન અને સંતુષ્ટ રહેશે. સ્વાસ્થ્ય થોડું નબળું પડી શકે છે. ઋતુગત બીમારીઓથી બચીને રહેવું. પૈસાની લેવડ-દેવડમાં ઉતાવળ ન કરવી. આજે આધ્યાત્મિક રૂચિ વધશે. સાધુ સંતના આશીર્વાદ મળશે. વ્યાપાર ઠીક-ઠીક રહેશે.

ધન રાશિ

જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. આજે જીવનસાથીને શારીરિક કષ્ટ થઇ શકે છે. આજે તમને શત્રુઓનો ભય સતાવતો રહશે. સુખનાં સાધન મેળવી શકશો. સારા સમાચારની પ્રાપ્તિ થઇ શકે છે. આજે તમે કોઈ નવી યોજના બનાવી શકો છો પરંતુ તમારો ભય તમને યોજના પાર પાડવામાં અડચણ ઊભી કરશે. કાર્યપ્રણાલીમાં સુધારો કરી શકો છો. મિત્રો અને સંબંધીઓની સહાયતા કરવાની તક મળશે. આવકમાં વધારો થશે.

મકર રાશિ

આ રાશિના જાતકોને આજે અપ્રત્યક્ષ લાભ થઈ શકે છે. સટ્ટા અને લોટરીના ચક્કરમાં ન પડવું. વ્યવસાયિક યાત્રા લાભદાયક રહેશે. પરીક્ષામાં સફળતા મળશે. પાર્ટનર સાથે ચાલી રહેલા મતભેદ દૂર થશે. જીવનસાથીનો પૂરતો સહયોગ મળશે. કોઈ મોટી સમસ્યાથી છુટકારો મળશે. નસીબનો સાથ મળશે. આજે તમારું મન પ્રસન્ન રહેશે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે.

કુંભ રાશિ

આજે તમારી ધીરજમાં ઘટાડો આવશે. કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. ધન પ્રાપ્તિના સ્ત્રોતમાં વધારો થશે. જૂના રોગ ઊથલો મારી શકે છે. આજે રોજની સાપેક્ષે ખર્ચમાં વધારો થશે. આર્થિક સ્થિતિ બગડી શકે છે. પરિણામ સ્વરૂપે બજેટ પણ બગડી શકે છે. ખરાબ સંગતથી હાનિ થઈ શકે છે. આજે કોઈ પર ભરોસો ન કરવો. પોતાના નિર્ણયો પોતે જ લેવા. ભાવનાઓના આવેગનેથી બચવું.

મીન રાશિ

આજે તમારું સ્વાસ્થ્ય નબળું પડી શકે છે. કીમતી વસ્તુઓ સાચવીને રાખવી. કોઈ ખરાબ સમાચાર મળી શકે છે. આજે પ્રસન્નતામાં ઘટાડો થશે. તમારા શત્રુ વધી શકે છે. આજે કોઈ વ્યવસાયિક યાત્રા થશે અને તે સફળ રહેશે. ઉધાર આપવામાં આવેલું ધન આજે પાછું ફરી શકે છે. ધંધાકીય લાભમાં વૃદ્ધિ થશે. વ્યાપાર ક્ષેત્રમાં વિસ્તાર થશે. આજના દિવસે આળસથી દૂર રહેવું. આજના દિવસે બનાવેલી યોજનાઓ આગળ જતાં મોટા લાભ અપાવી શકે છે.