રાશિફળ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨, આ રાશિના જાતકોને થશે નવી ઉર્જાનો અનુભવ, કાર્યમાં રહેશે સરળતા

Posted by

મેષ રાશિ

વિવાહિત જીવનમાં જીવનસાથી સાથે મધુરતા બની રહેશે. પ્રિય પાત્ર સાથે કેટલીક ગંભીર બાબત પર વાતચીત થઇ શકે છે. વ્યાયામ અને યોગમાં રસ લેશો તો નવી ઉર્જાનો અનુભવ થશે. બપોર પછીનો દિવસ મનોરંજક રહેવાની સંભાવનાઓ છે. પૈસાની સ્થિતિ સારી રહેશે. સુખ સુવિધાઓ પર વધારે ખર્ચ કરવાથી બચવું. મનમાં એકદમ પ્રસન્નતા રહેશે.

વૃષભ રાશી

આજે તમારે તમારા ક્ષેત્રમાં લોકો સાથે સંબંધ બનાવી રાખવાની કોશિશ કરવી. મનમાં અસંતોષનો ભાવ રહેશે. નિર્ણય ક્ષમતામાં ઘટાડો થશે. સંબંધને લઇને કોઇપણ નિર્ણયમાં ઉતાવળ ન કરવી. શાંત મગજથી કોઈ પણ વિષય પર વિચાર કરીને પછી પગલું ભરવું. વિદેશી એજન્સીઓ અને કંપનીઓ તમારા બિઝનેસ નેટવર્ક સાથે જોડાઈ શકે છે. સારા સમાચાર મળી શકે છે. ધનલાભની સંભાવનાઓ છે.

મિથુન રાશિ

મનોબળમાં વધારો થશે. જૂના મિત્રો સાથે યાદો તાજી થશે. તેઓને મળીને ખુશી થશે. પરિવાર સાથેના સંબંધો જીવંત કરવાનો સમય છે. કાર્યક્ષેત્રમાં અનુભવી માણસોનો સહયોગ મળશે. તમારી સકારાત્મક વિચારધારા ખૂબ જ મદદરૂપ સાબિત થશે. પ્રિય પાત્ર તરફથી ગિફ્ટ મળી શકે છે. કાર્યસ્થળ પર ભવિષ્યનું વિચારીને કામ કરવું.

કર્ક રાશિ

આજે બિઝનેસમાં ખૂબ જ મોટો ફાયદો થશે. નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે સારો દિવસ છે. એકાગ્રતાની સાથે-સાથે વિનમ્રતા જળવાઈ રહેશે. લોકો તમારા ખૂબ જ વખાણ કરશે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. બીજા લોકો આજે તમારા કાર્યોને નોટિસ કરશે. સંપત્તિ સંબંધિત કાર્યો પાર પડશે.

સિંહ રાશી

આ રાશિના જાતકોએ પોતાના સંબંધોને સુધારવાની કોશિશ કરવી. લાંબા સમય માટે રોકાણ કરી શકો છો. આવું કરવાથી સારો એવો ફાયદો મળી શકે છે. શત્રુઓ પર વિજયની સંભાવના રહેશે. આઈ.ટી ક્ષેત્ર અને બેંક સાથે સંકળાયેલા જાતકોને સંઘર્ષ કરવો પડશે. પરિવારને પર્યાપ્ત સમય આપવો. માતાપિતા તરફથી આર્થિક સહાય મળી શકે છે. વાહનમાં ખરાબી આવી શકે છે.

કન્યા રાશિ

આજે પોતાના પૈસાને એવા કોઈ જોખમમા ન નાખવા કે જેની ભરપાઈ કરવી મુશ્કેલ હોય. વડીલોનું સન્માન કરવું. બુઝુર્ગોની સલાહ લેવી. તમે તમારા સફળતાના સાચા રસ્તા પર જઈ શકશો. એકદમ ઉત્સાહનો અનુભવ કરશો પરંતુ કામ પ્રત્યે પ્રતિબદ્ધતા ઓછી થશે. તમારા સિનિયર તમારાથી નારાજ થઈ શકે છે. કોઈ સારા વ્યક્તિની સલાહ પ્રાપ્ત થશે. સ્નેહીજનો સાથે સંબંધોમાં મીઠાસ આવશે.

તુલા રાશિ

આજનો દિવસ તમારી માટે થોડો મુશ્કેલ રહી શકે છે. પરંતુ ધીરજ રાખવી. જીવનસાથી સાથે ખૂબ સારો સમય વિતાવવાની તક મળશે. પ્રિય પાત્ર સાથે ફરવા જવાનું થઈ શકે છે. ઉચ્ચ પદાધિકારી તમારાથી ખુશ રહેશે. પૈસા બાબતે થોડી હાનિ થઇ શકે છે. થાકનો અનુભવ રહી શકે છે. કાર્યમાં બાધા આવી શકે છે.

વૃષીક રાશિ

આ રાશિના જાતકોનો આજનો દિવસ સામાન્ય રહેશે. મહત્વાકાંક્ષાઓ પૂરી કરવાની તક મળશે. વાણી પર નિયંત્રણ રાખવું. રાજકીય બાધા દૂર થશે અને લાભની સ્થિતિનું નિર્માણ થશે. આવકમાં વધારો થશે. પૈસાની સ્થિતિમાં બદલાવ આવી શકે છે. અનુભવી લોકોનું માર્ગદર્શન મળશે. જમીન સંપત્તિને લગતી બાધાઓ દૂર થશે. આજના દિવસે તણાવમાં ઘટાડો જોવા મળશે.

ધન રાશિ

આજે તમે તમારી વાતો પ્રભાવશાળી રીતે રાખી શકશો. જેના કારણે તમારું વર્ચસ્વ વધશે. અણધાર્યા ખર્ચના કારણે આર્થિક ભાર વધી શકે છે. સ્વાસ્થ્ય નબળું રહેશે. સંતાનો સાથે વિવાદ થઈ શકે છે. જેના કારણે માનસિક દબાણ વધી શકે છે. કોર્ટ-કચેરીની બાબતોમાં સફળતા મળશે. સ્વાસ્થ્યમાં ઉતાર ચડાવ જોવા મળશે.

મકર રાશિ

સામાજિક અને ધાર્મિક કાર્યો માટે ખૂબ જ સારો દિવસ છે. વાહન અને મશીનરીના પ્રયોગમાં સાવધાની રાખવી. ક્રોધ પર નિયંત્રણ રાખવું. તમારી નિર્ણયશક્તિના કારણે નુકસાનથી બચી શકશો. કોઈ એવી યાત્રા થઈ શકે છે જેના કારણે મોટો લાભ મળશે. વિવેકથી કાર્ય કરવું. જોખમના કાર્ય ટાળવા. વધારે ક્રોધના કારણે વિવાહિત જીવનમાં કડવાહટ આવી શકે છે.

કુંભ રાશિ

વ્યાપારમાં પ્રગતિ થઈ શકે છે. ક્રોધ પર સંયમ રાખવો. દલીલબાજીથી દૂર રહેવું. કેટલાક લોકો માનસિક રીતે પરેશાન થઈ શકે છે. આજનો દિવસ વ્યવસાયિક લાભ આપવા વાળો રહેશે. આજનો દિવસ નીરસ પણ રહી શકે છે. નીરસતા દૂર કરવા રચનાત્મક કામ કરી શકો છો. મિત્ર તરફથી ઉપહાર મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કામકાજ સંબંધિત યાત્રા રાહત આપશે. પિતા સાથે ઝઘડો ન થાય તેનું ધ્યાન રાખવું.

મીન રાશિ

આજે તમારી પ્રાથમિકતાઓ અને તમારી એકાગ્રતા તમારા કાર્યો પર રહેશે. રોકાયેલા કાર્યોમાં ગતિ આવશે. વ્યાપારમાં લાભ મળશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. વિવાહ નક્કી થવાના યોગ છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. ધન પ્રાપ્તિ સુગમ થશે. ઘર પરિવારની ચિંતા રહેશે. ઉતાવળ ન કરવી. ચોરી અને વિવાદ દ્વારા હાની સંભવ છે. વ્યાપારમાં મોટો નફો થવાની સંભાવના રહેલી છે.