રાશિફળ ૩૧ ઓગસ્ટથી ૫ સપ્ટેમ્બર, આ રાશિના જાતકો માટે સમય રહેશે અનુકુળ, ગ્રહો પણ રહેશે પક્ષમાં

Posted by

મકર રાશિ

આજના દિવસે નાની મોટી ભૂલને અવગણવાથી તણાવ રહી શકે છે. ભવિષ્યના પ્લાનિંગ બનાવવા માટે દિવસ સારો છે. નોકરી હોય કે કારોબાર તેમાં સફળતા મળવાની સંભાવના પ્રબળ રહેશે. ઓફિસ તરફથી શહેરથી બહાર જઇ રહ્યા હોય તો સુરક્ષાની વ્યવસ્થાને મજબૂત બનાવી રાખવી. તેલનો વેપાર કરતા લોકોએ સાવધાન રહેવું. ગુણવત્તા બગડવા ન દેવી નહિતર ગ્રાહકો સાથે વિવાદ અથવા તો સરકારી કાર્યવાહીની ઝપેટમાં આવી શકો છો. આરોગ્યને લઇને થોડું સાવધાન રહેવું પડશે.

કર્ક રાશિ

મેડિકલ ઉપકરણ અથવા તો લોખંડનું કામ કરતા લોકોને લાભ મળશે. આરોગ્યને લઇને બેદરકારી ન કરવી. આરોગ્યમાં નસો ખેંચાય જવી અથવા તો દુખાવો થવાની આશંકા છે. ખાવા-પીવામા ધ્યાન રાખવું. પરિવારના વડિલ સભ્યોને ધન લાભ મળી શકે છે. પરિવારમાં કોઈ પહેલાથી બીમાર હોય તો તેની ખાસ સારસંભાળ કરવી પડશે. મહિલાઓને હોર્મોનલ સમસ્યા રહેવાથી ડોક્ટરની સલાહ લેવી પડશે. પરિવારમાં કોઈ જગ્યાએથી ધન મળવાની સંભાવના છે.

કુંભ રાશિ

આજના દિવસે બધા સ્થળો ઉપર તમને કેટલીક ચુનોતીઓ મળી શકે છે. પોતાની જાતને સર્વોત્તમ સાબિત કરવા માટે સંઘર્ષ કરવો પડશે. નોકરી સાથે જોડાયેલા લોકોએ પોતાના બોસને સલાહ ન આપવી અથવા તો કઠોર વાણી નો ઉપયોગ ન કરવો. નવો પ્રોજેક્ટ હાથમાં આવેલો હોય તો સતર્કતા અને સમર્પણનો અભાવ ન રહેવા દેવો. થોડી પણ બેદરકારીથી મોટું નુકસાન થઈ શકે છે. કપડાં અને દૂધનો વેપાર કરતા લોકોને લાભ મળશે.

વૃષભ રાશિ

દવા, સર્જીકલ આઈટમ અથવા તો ખાવા-પીવાની વસ્તુઓનો કારોબાર કરતા લોકોને તેની ઈચ્છા મુજબના લાભ મળશે. આરોગ્યમાં કિડની સાથે જોડાયેલા રોગ થઈ શકે છે. પરિવારના કોઈ સભ્યને આરોગ્ય ખરાબ હોય તો તે તમારી ચિંતાનું કારણ બની શકે છે. મકાન અથવા તો જમીનનું પ્લાનિંગ કરી રહેલા હોય તો મોટા કર્જ લેવાથી બચવું. પરિવારમાં તમારી સલાહને મહત્વ મળશે.

મીન રાશિ

આજના દિવસે કામકાજ અથવા તો પરિવાર સાથે જોડાયેલ નિર્ણય લેતા સમયે અસમંજસની સ્થિતિમાં ન રહેવું. જો કોઇ મૂંઝવણ હોય તો વડીલોની સલાહ લેવી સાર્થક રહેશે. નકારાત્મકતા ફેલાવતા લોકોથી દૂર રહેવું. માર્કેટિંગ શેરબજાર વગેરેના કામ કરવાવાળા લોકોને સારો ફાયદો મળશે. આરોગ્ય માથાનો દુખાવો અથવા તો કરોડરજ્જુમાં દુખાવો થઇ શકે છે. શ્વાસની સમસ્યા હોય તો જલ્દી જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ઘરમાં અનુશાસન માટે તમારે પહેલ કરવી અને બીજાને પ્રેરણા આપવી. નાના સભ્યો ઉપર બિનજરૂરી હુકમ ચલાવવો સારું નથી.