રાશિફળ ૩૧ જુલાઈ ૨૦૨૨, આ રાશિના જાતકો માટે ફાયદાકારક રહેશે જુલાઈનો અંતિમ દિવસ, મનમાં રહેશે શાંતિ

Posted by

મેષ રાશિ

આજે તમારા કાર્યમાં ગૂંચવણ ઊભી થઈ શકે છે. વિવાહિત લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. ઘણા દિવસોથી મનમાં છુપાવેલી કોઈ વાત આજે જીવનસાથી સાથે શેર કરી શકશો. વ્યવસાયિક યાત્રા સફળ રહેશે. બેરોજગારી દૂર થશે. આજે કોઈ પ્રિય પાત્ર તરફથી ગિફ્ટ મળી શકે છે. મનોરંજન, સૌંદર્ય-પ્રસાધન, અથવા ઘરેણા પર ખર્ચ થઈ શકે છે. કુટુંબના સભ્યો સાથે સારો સમય પસાર થશે. શિક્ષણ-ક્ષેત્રમાં સફળતા મળશે.

વૃષભ રાશી

યાત્રા માટે આજનો દિવસ પ્રતિકૂળ રહેશે. તમારા જીવનમાં બદલાવ થવાની શક્યતાઓ છે. જૂના સાથી મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. આત્મવિશ્વાસ વધશે. જોખમ કરવાનું સાહસ આવશે. વ્યવસાય સારો રહેશે. આજે નાણાકીય બાબતોમાં સમજદારીથી કામ લેવું સારું રહેશે. કાર્યમાં જીવનસાથીની સલાહ ફાયદાકારક રહેશે. પોતાના પર વિશ્વાસ રાખવો અને ધ્યાન તમારા કાર્ય પર કેન્દ્રિત કરવું. આર્થિક પક્ષ મજબૂત થશે.

મિથુન રાશિ

આજે તમારા છુપાયેલા શત્રુ તમારી વિશે અફવા ફેલાવી શકે છે. જીવનશૈલી સરળ રાખવી. બિઝનેસમાં કેટલીક યોજનાઓ લાગુ કરવાથી તમારો ફાયદો થશે. સંબંધોમાં મધુરતા આવશે. આજે કરેલી યાત્રા સુખદ રહેશે. આજે કોઈ કાર્યમાં પાડોશીની મદદ મળી શકે છે. આજ દિનચર્યામાં કેટલાક બદલાવ કરવા પડી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું. રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે.

કર્ક રાશિ

આજે તમે સામાજિક કાર્યમાં રુચિ લેશો. જીવનસાથીની જો કોઈ વાત સારી ન લાગે તો શાંતિથી ચર્ચા કરવી. ઓફિસમાં સાથી કર્મચારીઓ સાથે વિવાદ થઈ શકે છે. એટલા માટે વાણી પર સંયમ રાખવો. યશ, પ્રતિષ્ઠા, કીર્તિમાં વધારો થશે. આજે સંતાનોની નારાજગી સહન કરવી પડી શકે છે. ઘર ઉપયોગી વસ્તુઓમાં વધારો થશે. પરિવારની જવાબદારી પૂર્ણ કરી શકશો. વ્યક્તિગત સુધારાઓ પર ધ્યાન આપવું. અન્યને બદલવાની કોશિશ ન કરવી.

સિંહ રાશી

રોકાયેલું નાણું પાછું ફરશે. આવકના નવા સ્ત્રોત બનશે. શુભ સમાચારની પ્રાપ્તિ થઇ શકે છે. સંતાન પક્ષ તરફથી લાભ થઈ શકે છે. આજે કરેલી યાત્રા સુખદ રહેશે. જીવનસાથી સાથેના સંબંધો સારા રહેશે. આજે નાણાકીય અડચણો આવી શકે છે. કોઈ જોખમ ભરેલું કામ ના કરવું. ભાઇ-બહેનો વચ્ચે કોઈ નાની એવી સમસ્યા આવી શકે છે. કોઈ તીર્થ યાત્રા પર જવાનું થઈ શકે છે.

કન્યા રાશિ

આજે કોઈ બીજાની બાબતોમાં દખલગીરી ન કરવી. ખાસ કરીને પોતાના પાર્ટનરના નિર્ણયમાં દખલગીરી ન કરવી. નસીબજોગે કોઈ લાભ થઈ શકે છે. આજે કરેલા પ્રયત્નો સફળ થશે. પ્રતિષ્ઠાની વૃદ્ધિ થશે. દુષ્ટ-જન હાની પહોંચાડી શકે છે માટે સાવધાની રાખવી. રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. કૌટુંબિક જીવન સુખમય રહેશે. પૂજા-પાઠમાં ચિત લાગશે. તમે ધારેલા કાર્યોમાં સફળતા મળશે. વ્યવસાય સાથે સંકળાયેલી યોજનાઓ ફળીભૂત થશે.

તુલા રાશિ

સંતાન પ્રત્યે જવાબદારીઓ પૂરી કરી શકશો. કાર્યક્ષેત્રે લોકો તમારા ભોળપણનો ફાયદો ઉઠાવી શકે છે. વિદ્યાર્થી વર્ગને સફળતા મળશે. પાર્ટી તેમજ પિકનિકનો આનંદ મળી શકે છે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. કોઈ શુભ કાર્યના સંકેત મળી રહ્યા છે. નવું વાહન ખરીદવાના યોગ છે. આજે મનમાં પ્રસન્નતા રહેશે. ભાગ-દોડની જિંદગીમાં આરામનો સમય મળશે. કોઈ એવી ઘટના થઈ શકે છે જે તમારા હિતમાં ન હોય.

વૃષીક રાશિ

શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલા પ્રયાસ ફળીભૂત થશે. આજે સામે આવેલી યોજનાઓમાં ઇન્વેસ્ટ કરતાં પહેલાં બે વખત વિચારી લેવું. જમીન સંપત્તિની ખરીદી થઇ શકે એવી શક્યતાઓ છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. ખર્ચ વધી શકે છે. વિશેષ પ્રયાસ કરવા પડશે. રોજગારમાં મળી શકે છે. સંતાન પક્ષ તરફથી ચિંતા રહેશે. સંતાનોના ભવિષ્યને લઈને ચિંતા થઈ શકે છે.

ધન રાશિ

આજે વધારે પરિશ્રમ કરવો પડી શકે છે. બિઝનેસ સાથે સંકળાયેલા કેટલાક લોકો સાથે મુલાકાત થશે. વિવાદ થઈ શકે છે. જોખમના કાર્ય ટાળવા. જૂના રોગ ઉથલો મારી શકે છે. તમારા ગુપ્ત વિરોધી દ્વારા આજે તમને તણાવ મળી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું. નજીકના મિત્રો સાથે રહસ્યોની વહેચણી કરવાથી બચવું કારણ કે તેનાથી તમને નુકસાન થઈ શકે છે. ખર્ચ વધારે રહેશે. રાજકીય સહયોગ મળી શકે છે.

મકર રાશિ

સંતાન પક્ષ તરફથી ખુશ-ખબર મળી શકે છે અને જીવનમાં સુખ શાંતિ બની રહેશે. જીવનમાં સ્થિરતા લાવવા માટે તમે પ્રયત્નશીલ રહેશો. પ્રોફેશનલ ક્ષેત્રે ભવિષ્ય સુનિશ્ચિત કરવાના પ્રયાસ શરૂ કરશો. કોઈ લોટરી અથવા વીમાના માધ્યમથી ધન આવવાના યોગ છે. સરકારી અધિકારીઓ સાથે મતભેદ ટાળવા. ઓફિસમાં કોઈ સમસ્યા બાબતે આજે સમાધાન મળી શકશે. કેટલીક વ્યવસાયિક પરેશાનીઓ રહેશે.

કુંભ રાશિ

શિક્ષણ ક્ષેત્રે સારા પરિણામ મળશે. ઘરમાં કોઈ બદલાવ લાવતા પહેલા તેની અસરમાં આવતા સભ્યો સાથે ચર્ચા કરવી. તમારી સર્જનાત્મકતા તમને અન્ય કરતાં આગળ લઈ જશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આજે કોઈ કામમાં સફળતાને કારણે માતા-પિતા ખુશ થશે. ધન પ્રાપ્તિના માર્ગ ખુલશે. આજનો દિવસ સુખદ અને ઉર્જાવાન રહેશે.

મીન રાશિ

આજના દિવસે વિચારેલા કામ સમય પર પૂરા કરી શકશો. શારીરિક અને માનસિક લાભ માટે યોગ કરવા જરૂરી છે. ફરવા જવાના પ્લાન થઈ શકે છે. તમારા પરિશ્રમને ઉચીત સન્માન મળશે. તમારા ખભા પર જવાબદારીનો ભાર આવી શકે છે. આજે કોઈ અજાણી વ્યક્તિ સાથે ઓળખાણ થઈ શકે છે જેનાથી તમને ધંધાકીય લાભ મળશે. કાનૂની બાબતો સાથે જોડાયેલા લોકો માટે દિવસ થોડો મુશ્કેલ રહેશે.