રાશિફળ ૩૧ ઓક્ટોબર ૨૦૨૨, આ રાશિ માટે બેસ્ટ રહેશે આજનો દિવસ, મળશે નવા પ્રસ્તાવ

Posted by

મેષ રાશિ

આજે પ્રવાસ, રોકાણ અને નોકરી માં તમારી ધારણા મુજબ કામ થઈ શકશે. ભાગીદારીના કાર્યોમાં નવો પ્રસ્તાવ મળી શકશે. મહિલા અધિકારીઓના સાથથી તમને સફળતા મળશે. મિત્રો અને સંબંધીઓ સાથે વધારે સમય પસાર કરી શકશો. કોઈ નવા કાર્યો ચાલુ કરવાના હોય તો તેમાં સફળતા મળશે. પરિવારના કોઈ સદસ્ય થી તમને ચિંતા રહેશે. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી જરૂરી છે.  મેજિક જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશો. આવકના સાધનોમાં વધારો થઈ શકશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિ ના લોકો આજ કાર્યશીલ રહેશે. કોઈ મોટો નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચારી લેવું. આજ તમને શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ ફાયદો રહેશે. વેપાર – ધંધા માં લાભ મળી શકશે. પ્રવાસ થી થાક અને ચિંતા રહે પરંતુ આર્થિક રીતે ફાયદાકારક રહેશે. જમીન – મકાન ખરીદવા માગતા હોય તો એના માટે આ સમય ખૂબ જ સારો છે. આજ તમે તમારા મન ની વાત સરળતા થી બીજા ને કહી શકશો નહિ .

મિથુન રાશિ

જો આજ કોઈ જગ્યાએ રોકાણ કરવાનું હોય, તો એ જગ્યા ની બધી માહિતી પેલેથી લઈ લેવી. કોઈ ખરાબ સમાચાર મળી શકે. મિત્રો સાથે હરવા – ફરવા ની મજા લઈ શકશો. તમારી રોજિંદી જિંદગી માં સુધારો લાવવા ના પ્રયત્નો કરવા .પિતા કે ધર્મગુરુ નો સાથ મળી શકશે, પણ તમારા આરોગ્ય ને સાંભળી ને રાખવું. આર્થિક રીતે સદ્ધર બની શકશો. જીવન માં કોઈ મુશ્કેલી આવતી હોય તો તમારે તેનાથી લડવાનું શીખવું પડશે.

કર્ક રાશિ

આજ તમે કામમાં વ્યસ્ત રહેવાને કારણે પરિવાર ને ટાઈમ આપી શકશો નહીં. આજે તમારી નજીકની કોઈ વ્યક્તિ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે. આવી પરિસ્થિતિમાં તમે મને નથી થોડા ચિંતિત રહેશો. વ્યાપાર માટેના પ્રવાસથી તમને ફાયદો થઈ શકશે. તમારા કામ કરવાના સ્થળ ઉપર સામાન્ય સ્થિતિ રહેશે. તમને પોતાની જાત ઉપર કાબુ રાખવાની સલાહ આપવામાં આવે છે. લગ્નજીવનમાં અનુકૂળતા રહેશે. આજ તમારા જીવનમાં કોઈ અજાણ્યા પાર્ટનર આવી શકે છે.

સિંહ રાશિ

આજે આકસ્મિક ખર્ચાઓ આવી શકે છે. ઓફિસમાં કામ વધારે હોવાથી તમારી મુશ્કેલીઓ વધી શકે છે. મિત્ર તરફથી તમારી ઈચ્છા પ્રમાણે સાથ મળી શકશે. કોઈ અટકેલા કાર્ય હશે તો મિત્રોની મદદથી તેમાં સફળતા મળશે. નવું શીખવાની ઇચ્છા મનમાં રહેશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સામાન્ય રહેશે. તમે થોડા ગુસ્સામાં રહી શકો છો.  જુના દુશ્મનો તમને હેરાન કરી શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકોને તેની મધુર વાણી નો ફાયદો થશે. આ વિચારને તમે તમારી મહેનતથી હકીકતમાં બદલી શકશો. રચનાત્મક કામમાં સફળતા મળશે. જીવનસાથી સાથે ના સંબંધમાં સુધારો આવી શકે છે. જૂની વાતો ભૂલીને આગળ વધવા નો પ્રયાસ કરવો. વિશ્વાસ અને અંધવિશ્વાસમાં ફર્ક હોય છે એ તમારે સમજવું પડશે. આર્થિક રીતે તમે મજબૂત બનશો. ઘરમાં ઉપયોગી વસ્તુઓમાં વધારો થઈ શકશે. આજે પતિ-પત્નીની વચ્ચે સારું બનશે.

તુલા રાશિ

આજ તમે તમારા આરોગ્ય તરફ બેદરકારી રાખો છો. તમારે તમારા કામ માટે વધારે સમય જોઈશે, અને તમારા પરિવારમાં પણ તમારી જરૂરિયાત રહેશે. આજના દિવસે તમને આર્થિક રીતે ફાયદો મળી શકશે. વેપાર-ધંધામાં સારો ફાયદો અને નોકરીમાં પ્રમોશન મળવાના યોગ છે. આજે તમારે નકારાત્મક કામો થી દૂર રહેવું, કારણકે આજે તમારા વિચારો મજબૂત નહીં હોય. અટકેલા કાર્યો આગળ વધશે.

વૃશ્ચિક રાશિ

આજે તમારા કાર્યો માટે તમે જે સમર્પણ અને નિષ્ઠા રાખી છે તેના માટે તમારી પ્રશંસા થશે. બધા કામમાં જીવનસાથીનો પૂરેપૂરો સહયોગ મળશે. આર્થિક તંગી થી બચવા માટે તમે વિચારી રાખેલા તમારા આર્થિક પ્લાનિંગથી દૂર ન જવું. વાહન ચલાવતી વખતે વધારે સચેત રહેવું. રોકાણથી ફાયદો થઈ શકે છે. તમારા જીવનમાં આવાના બધા દુઃખોનો અંત થશે. ધાર્મિક યાત્રા માટે નો પ્રોગ્રામ બની શકે છે.

ધન રાશિ

નોકરીના સ્થળે તમારા ઉપરી અધિકારીઓથી લાભ મળશે. નવું વાહન ખરીદવાની ઈચ્છા થઈ શકે છે. પ્રેમ કરનારાઓ માટે આજનો દિવસ ખૂબ જ પ્રેમ ભર્યો રહી શકે છે. લગ્ન જીવનમાં સુખ અને શાંતિ બની  રહેશે, અને તમે બંને એકબીજાની સાથે ખૂબ જ ખુશીથી રહી શકશો. તમે ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની પૂરી કોશિશ કરશો. લાભ થાય એવા સમાચાર મળશે જેથી તમે ખુશ રહી શકો છો.

મકર રાશિ

આજે તમારે વધારે કામ રહી શકે તેથી તમે વધારે વ્યસ્ત રહેશો. અટવાયેલા કાર્યોનો આજે ફરીથી થઈ શકશે. ભાગીદારીના ધંધામાં ફાયદો થઈ શકે છે. કામ અને મનોરંજન બંને ભેગા ન કરવા. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહેશે. તમારી અંગત વાતો બીજાની સામે ન કરવી. રોમેન્ટિક રીતે જોવા જઈએ તો આજે જીવન ખૂબ જ વ્યસ્ત રહેશે. કંઈક રસપ્રદ એવું વાંચી અને મગજને કસરત આપવી.

કુંભ રાશિ

આજે તમારી આર્થિક પરિસ્થિતિ માં મોટા સુધારા થાશે એ જોવા મળશે. લગ્ન જીવનમાં પ્રેમ અને શાંતિ રહેશે. જીવનસાથી નો પુરો સહકાર મળી શકે છે. આવેલા મહેમાનો સાથે ખરાબ વર્તન ન કરવું. પ્રેમ સંબંધ માટે આજનો દિવસ ખાસ છે. જો તમે કોઈની સામે પ્રેમ પ્રસ્તાવ રાખવાના હોય તો એના માટે આજનો દિવસ ખૂબ શુભ છે. પરિવારના લોકો નો સાથ મળશે.

મીન રાશિ

આજે સમાજમાં તમારા માન સન્માનમાં વધારો થઈ શકે છે. વેપાર-ધંધામાં કોઈ સારું કામ થઈ શકે છે. લગ્ન જીવન ખુશ રહેશે. તમારો ચહેરો હસતો રહેશે, અને અજાણ્યા લોકો પણ તમને જાણીતા લાગશે. મનોરંજન ઉપર જરૂર કરતાં વધારે ખર્ચો ન કરવો. રાજનીતિ સાથે જોડાયેલા લોકો તમને ફાયદો અપાવી શકે છે. મિત્રો સાથે કોઈ સામાજિક કાર્યમાં જઈ શકો છો. વેપાર-ધંધામાં તમારો રસ વધશે.