રાશિફળ ૪ ઓક્ટોબર ૨૦૨૨, આ રાશિના જાતકોને પ્રાપ્ત થશે ઈચ્છા મુજબ લાભ, સપના થશે પુરા

Posted by

મેષ રાશિ

મેષ રાશિવાળા જાતકોને આજે નોકરીમાં શુભ અવસરની પ્રાપ્તિ થશે. નોકરીના ક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું યોગ્ય ફળ મળી રહેશે. બધા કાર્યો તમે સમયસર પૂરા કરી શકશો. જૂના મિત્રો સાથે મુલાકાત થશે અને તેમનો સહયોગ પ્રાપ્ત થશે. ભૌતિક સુખના સાધનોમાં વધારો થશે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ધંધાકીય લાભ મળી શકે છે. રોકાણ માટે સમય અનુકૂળ નથી માટે શક્ય હોય તો રોકાણ ટાળવું.

વૃષભ રાશી

આજના દિવસે વડીલો દ્વારા પ્રાપ્ત થયેલી સલાહ તમને ખૂબ જ મોટો લાભ અપાવી શકે છે. તમારા આત્મસન્માનમાં વધારો થશે. દૂરથી કોઈ સારા સમાચારની પ્રાપ્તિ થઇ શકે છે. કોઈ મોટું કામ કરવામાં મન લાગેલું રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મીઠાશ આવશે. વેપાર-વ્યવસાય સારો ચાલશે. ધનપ્રાપ્તિના નવા રસ્તાઓ ખૂલી શકે છે. નોકરી કરતા લોકોને આજે કાર્યક્ષેત્રમાં ખૂબ જ પ્રસન્નતાનું વાતાવરણ મળશે.

મિથુન રાશિ

આજે નજીકના લોકો સાથે વગર કારણે ઝઘડો થઈ શકે છે. માટે વાણી પર કાબૂ રાખવો. લોકોની તમારા તરફથી અપેક્ષાઓ વધશે. તમે હતાશાનો અનુભવ કરી શકો છો. મનમાં રહેલી વાત કોઈને જણાવવાથી બચવું. આજે તમે ખૂબ જ સંવેદનશીલ અને લાગણીશીલ રહેશો. ધન સાથે સંકળાયેલી લેવડ-દેવડમાં જરા પણ ઉતાવળ ન કરવી. અપરિચિત વ્યક્તિઓ પર આંધળો ભરોસો ન કરવો અન્યથા મુશ્કેલી સર્જાઇ શકે છે.

કર્ક રાશિ

મનોરંજનના સાધનો પર ખર્ચ થઈ શકે છે. જમીન અને સંપત્તિ વગેરે સાથે સંકળાયેલા કાર્ય ઇચ્છા મુજબ પાર પડશે. આ રાશિના જાતકોને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે. પ્રગતિના માર્ગે ખુલશે અને નવી તક મળી શકે છે. નોકરી કરતા જાતકોને આજે સંતોષની પ્રાપ્તિ થશે. શત્રુઓ સક્રિય રહેશે પરંતુ તમારું કંઈ બગાડી શકશે નહીં. જોખમના કાર્યોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. તમારા બધા કાર્ય ઈચ્છા અનુસાર પૂર્ણ થઈ શકશે.

સિંહ રાશી

આજે પરિવારના લોકો સાથે કોઈ મોટી યાત્રા પર જવાનું થઈ શકે છે. આ યાત્રા ખૂબ જ આનંદ પૂર્ણ રહેશે. શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે ખૂબ જ સારો દિવસ છે. કોઈ પ્રબુદ્ધ વ્યક્તિનું માર્ગદર્શન પ્રાપ્ત થઇ શકે છે. ઉત્સાહ અને પ્રસન્નતામાં વધારો થશે. વ્યવસાયમાં કેટલીક નવી સમજૂતીઓ થઈ શકે છે. જેના કારણે ભવિષ્યમાં ફાયદો થશે. નોકરી કરતા લોકોને તેના બોસનું સમર્થન મળશે.

કન્યા રાશિ

આ રાશિના જાતકોને દાંપત્ય જીવનમાં કેટલીક તકલીફ ઉભી થઇ શકે છે. માટે સંભાળીને રહેવું. વ્યાપાર વ્યવસાયમાં ભારેભરખમ લાભ મળવાની સંભાવનાઓ રહેલી છે. શેર માર્કેટ સાથે જોડાયેલા લોકોને પણ લાભ મળી શકે છે. નોકરીમાં સાથી કર્મચારીઓ તમારા પ્રત્યે વફાદાર રહેશે. રાજકીય ક્ષેત્રે બાધાઓ દૂર થશે. તણાવ અને ચિંતામાં ઘટાડો થઈ શકે છે. આજના દિવસે સ્વાસ્થ્ય થોડું નબળું પડી શકે છે. માટે બેદરકાર ન રહેવું. સમય અને વાતાવરણ તમારી માટે અનુકૂળ રહેશે અને પ્રસન્નતામાં વધારો થશે.

તુલા રાશિ

રાજકીય સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. કોઇ રોકાયેલું કામ પાર પાડી શકે છે. ઘરના વડીલો સાથે તીર્થયાત્રાની યોજના બની શકે છે. ધર્મના કામમાં તમારો રસ વધશે. સત્સંગના લાભ પ્રાપ્ત થશે. ધંધાકીય લાભ મળી શકે છે. નોકરી કરતા જાતકોનો પ્રભાવ વધશે. પ્રતિદ્વંદ્વીઓ શાંત રહેશે. આજના દિવસે કિંમતી વસ્તુઓ ખાસ સંભાળીને રાખવી.

વૃષીક રાશિ

આ રાશિના જાતકોને આજના દિવસે શારીરિક હાનિ થવાની સંભાવના છે. માટે સાવચેત રહેવું. દુષ્ટ માણસોથી યોગ્ય અંતર બનાવી રાખવું. વગર કારણે કોઈ બોલાચાલીમાં ભાગ ન લેવો. આજના દિવસે તમારા ચિંતા અને તણાવમાં વધારો થઈ શકે છે. યોગ અને વ્યાયામનો આધાર લેવાથી રાહત મળશે. જોખમના કાર્યોથી દૂર રહેવું. જો શક્ય હોય તો કોઈ મોટી યાત્રા પર જવાથી પણ બચવું. વ્યાપાર વ્યવસાય લાભદાયક રહેશે. તમારી ધીરજ અને મનોબળ તમને કોઈ પણ અઘરી પરિસ્થિતિમાંથી પાર પાડશે.

ધન રાશિ

આ રાશિના જાતકોને પોતાની યોજનાઓ પરિપૂર્ણ થતી જણાશે. મનની ઇચ્છા અનુસાર સ્થાનાંતર અથવા પ્રમોશન મળી શકે છે. કાર્યસ્થળ પર ઘણા ફેરફાર જોવા મળશે જે મોટો લાભ અપાવશે. સામાજિક કાર્ય કરવાની ઈચ્છા બની રહેશે. સમાજમાં અને કુટુંબમાં માન સન્માનમાં વધારો થશે. ઘર પરિવારની ચિંતા દૂર થશે અને તમારા ભાઈઓનો સપોર્ટ મળશે. લાભના કેટલાક અવસર હાથ લાગી શકે છે. સસરાપક્ષ તરફથી કોઈ સારા સમાચારની પ્રાપ્તિ થઇ શકે છે.

મકર રાશિ

જો તમારા પૈસા કોઈ જગ્યાએ રોકાયેલા હોય તો તે પાછા ફરવાની શક્યતાઓ બની રહેલી છે. આજના દિવસે કરવામાં આવેલ યાત્રા લાભદાયક રહેશે. ધંધા સાથે સંકળાયેલા લોકોની આવકમાં વધારો જોવા મળશે. વ્યાપાર વ્યવસાય અનુકૂળ રીતે આગળ વધશે. આજના દિવસે તમે રોકાણ કરી શકો છો. પરંતુ તે પહેલા જાણકારોની સલાહ અવશ્ય લેવી. નોકરીમાં માનસિક શાંતિ જળવાઈ રહેશે. કોઈ ખરાબ સમાચાર મળી શકે છે. ધનની લેવડ-દેવડમાં ઉતાવળ ન કરવી. તમારું હિત ઇચ્છનારા લોકો તમને પૂરતો સહકાર આપશે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોને આજે અચાનક કોઈ દ્વારા ગિફ્ટ મળી શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલ યાત્રા લાભદાયક રહેશે. રોજગારમાં વધારો થશે. કોઈ મોટું કામ પાર પડવાથી પ્રસન્નતા જળવાઈ રહેશે. આજનો દિવસ અનુકૂળ હોવાથી સમયનો પૂરતો લાભ લેવો. ધંધાકીય લાભમાં વધારો થઇ શકે છે. નોકરીમાં બોસ તમારા કામથી પ્રસન્ન થશે. ભાઈઓનો વિશેષ સહયોગ પ્રાપ્ત થશે. નિર્ણય લેતી વખતે ઉતાવળ ન કરવી.

મીન રાશિ

બિન-જરૂરી ખર્ચમાં વધારો આવી શકે છે. જેના કારણે બજેટ બગડી શકે છે. સ્વાસ્થ્યનો પાયો પણ નબળો રહી શકે છે. ધનની તંગી ઉભી થઇ શકે છે. બેકાર વાતો પર ધ્યાન આપવાથી બચવું. તમારા વિચારો સ્પષ્ટ ન હોવાના કારણે તમે કન્ફ્યુઝ રહી શકો છો. જોખમના કાર્યોથી દૂર રહેવું. નોકરીમાં સ્થાનાંતરણ અથવા પરિવર્તનના યોગ બની રહેલા છે. થોડી ચિંતા અને તણાવ રહી શકે છે. ધર્મના કામમાં રુચિ રાખવાથી મન શાંત રહેશે.