રાશિફળ ૪ સપ્ટેમ્બર ૨૦૨૨, આ રાશીને મળશે ભાગ્યનો સાથ, દિવસ રહેશે ખુશીથી ભરપુર

Posted by

મેષ રાશિ

કાર્યક્ષેત્રમાં કાર્ય પર જબરદસ્ત પ્રભુત્વ રહેશે. સંતાન સુખ મળશે. વધારે પડતો ખર્ચ આજ તમારી ચિંતાનું કારણ બની શકે છે. એટલા માટે સમજી વિચારીને કાર્ય કરવાં. અનાવશ્યક ખર્ચથી બચવું. આજ વિદ્યાર્થીઓ શિક્ષણના સંદર્ભમાં વધારે ધ્યાન આપી શકશે. ફાલતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું. વ્યાપારીઓ માટે ખૂબ જ સારો દિવસ રહેશે. બિઝનેસ પાર્ટનરની મદદથી આર્થિક લાભ મળી શકે છે. આવકના નવા સોર્સ મળવાના યોગ છે.

વૃષભ રાશી

કાર્યની  દ્રષ્ટિ આજનો દિવસ ખૂબ જ શાનદાર સાબિત થશે. એવા વ્યક્તિઓ સાથે જ રહેવાનું પસંદ કરવું જે હકીકત એ તમારી રિસ્પેક્ટ કરતાં હોય. આવું કરવાથી તમને ખૂબ ખુશીઓ મળશે. કેટલીક મોંઘી વસ્તુઓ ખરીદવા માટે પૈસાનો ખર્ચ કરવી પણ કરવો પડી શકે છે. ઓફિસમાં કોઈ સાથે વાત કરતી વખતે વાણી પર સંયમ રાખવાની જરૂરિયાત રહેશે. તમારું બાળક તમારા ખુશી માટેનું કારણ બનશે. પૈસા સાથે જોડાયેલી સમસ્યા દુર કરવામાં સફળતા મળશે.

મિથુન રાશિ

આજે તમને વ્યાપાર અને બિઝનેસમાં ખૂબ જ મોટો ધનલાભ થઈ શકે છે. જૂની સમસ્યાઓનો અંત આવશે અને નોકરીમાં અધિકારી વર્ગનો સપોર્ટ મળશે. જેના કારણે ઉત્સાહમાં જબરદસ્ત વધારો થશે. લાંબા સમયથી લીધેલા કરજની આજે તમે ચુકવણી કરી શકો છો. ઇન્વેસ્ટમેન્ટ માટે ખૂબ જ સારો દિવસ રહેશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. મગજને નકારાત્મક વિચારોથી દૂર રાખવું. કોઈ દુર્ઘટના કારણે ઇજા થઇ શકે છે. એટલા માટે ખાસ ધ્યાન રાખવું.

કર્ક રાશિ

આજે કોઈ કામમાં મુશ્કેલી થવા પર કોઈ અનુભવી અને જાણકાર વ્યક્તિની સલાહ લેવી. વિદ્યાર્થીઓને પ્રયાસોનું સારું પરિણામ પ્રાપ્ત થશે. સારી નોકરીની શોધ પૂરી થશે. ભાઈ-બહેનો સાથે સંબંધમાં વધારો થશે. સમજદારીપૂર્વક સંબંધોને જાળવવા. કોઈ જૂનું ઇન્વેસ્ટમેન્ટ અત્યારે લાભ આપી શકે છે. વ્યવ્શય સાથે જોડાયેલા લોકો આજે ખૂબ જ પૈસા કમાઈ શકશે. આજે તમારી ઉર્જાનું સ્તર ખૂબ જ ઊંચું રહેશે. તમારા જીવનમાં પ્રેમ વિવાહ કરવાના યોગ બની રહ્યા છે.

સિંહ રાશી

કારોબારમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે. જેનાથી તમને ખૂબ જ ધન લાભ થશે. પૂજાપાઠમાં મન પ્રસન્ન રહેશે. મિત્રો સાથે સારો સમય વ્યતીત કરી શકશો. ભણતરમાં તમારી આશાઓ પુરી કરવાની કોશિશો કરશો. આજે કોઈની તરફ આકર્ષિત થઈ શકો છો. તમારા કામ પર ધ્યાન આપવું અન્યથા ફોકસ બીજે જઈ શકે છે. જેના કારણે કાર્યના પરિણામ પર ખરાબ પ્રભાવ પડી શકે છે. જો મહેનત કરતા રહેશો તો ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થશે. મનને એકાગ્ર કરી અને વિચારોને દૂર કરવાની કોશિશ કરવી.

કન્યા રાશિ

આજે મિત્રો સાથે વ્યવહારમાં સંયમ રાખવો. તમારી ઇન્કમ વધવાથી મન ખુશ રહેશે. પ્રેમ જીવનમાં ખુશીઓ આવશે. તમે તમારા પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત પર જઈ શકો છો. મિત્રો સાથે કોઈ યાત્રા પર જવાનું થઈ શકે છે. રહેવા માટે ઉચિત જગ્યાની વ્યવસ્થા થઈ શકે છે. કુટુંબનું વાતાવરણ ખુશિઓથી ભરપૂર રહેશે. બધા સાથે હળી-મળીને રહી શકશો. કૌટુંબિક દ્રષ્ટિએ આજનો દિવસ શુભ રહેશે. અરસ-પરસની સમજુતીના કારણે અસ્થિરતા દૂર થવામાં મદદ મળશે.

તુલા રાશિ

આજે તમારી રુચિઓમાં પરિવર્તન આવી શકે છે અને નવા વિચારો સરળતાથી આવશે. દામ્પત્યજીવન મધુર રહેશે. ગુસ્સા ઉપર કાબૂ રાખવો અન્યથા બનેલા કામ બગડી શકે છે. કોઈ સહયોગી સાથે પ્રેમ સંબંધોની શરૂઆત થઈ શકે છે. નવા કામ માટે કેટલાક આઈડીયા મળશે. કોઈ નવું કામ શરૂ કરવાનું પ્લાનિંગ કરી શકશો. તણાવ દૂર થવાથી કાર્યોમાં ગતિ આવશે. મસ્તી મજાક કરવાની તક મળશે.

વૃષીક રાશિ

આ રાશિના જાતકોનો વ્યવસાય આજે ઠીક-ઠીક ચાલશે. જૂના મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત થઈ શકે છે. ઘરનું વાતાવરણ ખુશીઓ વાળું રહેશે. આજે તમે તમારા મિત્રો સાથે કેટલોક સમય વિતાવી શકશો અને નવી યોજનાઓને લઈને ઉત્સાહિત રહેશો. દાંપત્યજીવનમાં માધુર્ય રહેશે. વ્યાપારમાં લાભ થઈ શકે છે. નવા લોકો સાથે મુલાકાત ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે. આજે કરવામાં આવેલા કાર્ય તમને યશ, કીર્તિ અને સફળતા અપાવશે.

ધન રાશિ

ખૂબ જ પરિશ્રમ કરવા છતાં સફળતા ઓછી મળશે. તમારા પરિવારના કોઇ સભ્યનું સ્વાસ્થ્ય નબળું પડી શકે છે. કોઈ યાત્રાના યોગ બની રહ્યા છે. તમે ઓફિસિયલ યાત્રા પર જઈ શકો છો. કાર્યક્ષેત્ર પર વ્યવસ્થા બનાવી રાખવાની કોશિશ કરશો. ભણતરમાં મહેનત વધારવાની જરૂર પડશે. કાર્યસ્થળ પર ઘટનાઓ સરળ રહેશે. મનોરંજન અને એશો-આરામના સાધનો પર જરૂરિયાતથી વધારે ખર્ચ ન કરવો. અન્યથા બજેટ બગડી શકે છે.

મકર રાશિ

આજે તમે એકલા કામ કરવાની અને સામૂહિક ગતિવિધિઓમાં દાખલ થવાની ઈચ્છા વચ્ચે સંઘર્ષ કરશો. દામ્પત્યજીવનની દ્રષ્ટિએ દિવસ ખૂબ સારો રહેશે. વ્યાપારમાં સફળતા મળશે. પરિવારના કોઈ વડીલ તમારી ઉપર દબાણ કરી શકે છે. પ્રેમ જીવન માટે આજનો દિવસ ખૂબ જ શાનદાર રહેશે. કામકાજની જગ્યા પર સંબંધમાં થોડી સાવધાની રાખવી. કોઈ મિત્રને તમારી વાતનું ખોટું લાગી શકે છે. સ્વભાવમાં સૌમ્યતા જાળવવી.

કુંભ રાશિ

આજે તમે તમારા જીવનમાં ધર્મના મહત્ત્વને સમજવાની કોશિશ કરશો. આ રસ્તા ઉપર ચાલવાથી ખુશી અને શાંતિ મળશે. કોઈ લાંબી યાત્રા પર જઈ શકો છો. સામાજિક સ્તર પર ખૂબ જ વ્યસ્ત રહેશો. પરિવારના કોઈ સભ્યની આર્થીક રૂપથી મદદ મળી શકે છે. કેટલીક બાબતોમાં આત્મવિશ્વાસ ગુમાવી શકો છો. ધૈર્ય અને સંયમ રાખવાથી સફળતા મળશે. પરિવારની સમસ્યાઓનું સમાધાન મળશે. તમે ખાલી સમયનો આનંદ લઇ શકો છો.

મીન રાશિ

આજે તમારો મૂડ રોમેન્ટિક રહેશે. કોઈ યાત્રા પર જવાના સંકેત મળી શકે છે. બિઝનેસ ગતિ પકડશે અને પરિવારના લોકો સાચા દિલથી તમારી માટે દુઆ કરશે. જીવનસાથી તમારો સહયોગ કરશે. વરિષ્ઠ અધિકારીઓ તમારી પાસે ઘણી આશાઓ કરશે. કોઈ પ્રોજેક્ટમાં પૈસા લગાવતા પહેલા પ્લાનિંગ કરી લેવું. ઘરનાં સભ્યોને સમસ્યાઓ આવી શકે છે. તમારી કલાત્મક શક્તિઓમાં વૃદ્ધિ થશે.