રાશિફળ ૫ ઓગસ્ટ ૨૦૨૨, આ રાશિના જાતકોને મળશે તાજા ખુશીના સમાચાર, મનમાં રહેશે ઉમંગ

Posted by

મેષ રાશિ

આજે બધું તમારી ઈચ્છા અનુસાર થશે. કિંમતી વસ્તુઓ સંભાળીને રાખવી. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ખર્ચમાં વધારો થઇ શકે છે. ચિંતા અને તણાવ રહેશે. આવકમાં પણ સારો એવો વધારો થશે. મનમાં કોઈ વાતને લઈને ગૂંચવણ રહી શકે છે. કામ પર ફોકસ કરવામાં પરેશાની આવશે. કુટુંબનું વાતાવરણ સારું રહેશે. તમને અનુભવ થશે કે જે થઈ રહ્યું છે તે મહેનતને બદલે નસીબના કારણે થઈ રહ્યું છે. નિયમિત સુખ-સુવિધામાં વધારો થશે.

વૃષભ રાશી

આ દિવસ તમને અને તમારા પરિવારને ખુશી અને શાંતિ આપશે. ઉધાર આપેલાં નાણાં પાછા ફરશે. વ્યવસાયિક યાત્રા સફળ રહેશે. આવકમાં વધારો થશે. કોઈ જૂની સમસ્યાનું સમાધાન મળી શકે છે. કામકાજ સાથે સંકળાયેલા પરિણામ સારા મળશે. કોઈ દૂરની યાત્રા પર જવાનું થઈ શકે છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. ઋતુગત બીમારી થઇ શકે છે. વાણી પર સંયમ રાખવો. પ્રેમ પ્રસંગ માટે સારો સમય છે.

મિથુન રાશિ

આજનો દિવસ તમારી માટે પડકારરૂપ રહેશે. નકારાત્મક વિચારોના વાદળો છવાયેલા રહેશે. નવી યોજનાઓ બનાવી શકશો. નવા સંબંધ બનશે. આવકમાં વધારો થશે. કુટુંબના સભ્યોનો સહકાર મળશે. ખર્ચમાં વધારો થશે. તમે બહાર જઈ શકો છો. દાંપત્યજીવન માટે સારો દિવસ રહેશે. નાની નાની વાત પર ખોટું લગાડવાથી બચવું. આજે વિવાદથી બચવું. સ્વાભિમાનને ઠેસ પહોંચી શકે છે. કાનૂની કામકાજ માટે સારો દિવસ રહેશે.

કર્ક રાશિ

આ રાશિના જાતકો માટે આજના દિવસે સંતોષ રહેશે. પૂજા-પાઠમાં મન લાગેલું રહેશે. કોર્ટ-કચેરીના કામ પુરા થશે. આજના દિવસે આત્મવિશ્વાસ ખૂબ જ વધારે રહેશે. માટે તેનો ભરપૂર ઉપયોગ કરવો. વ્યવસાય સારો ચાલશે. દાંપત્ય જીવનમાં આજે સારી સ્થિતિ રહેશે. સાંજના સમય પછી ખર્ચ વધી શકે છે. પ્રેમ જીવન જીવતા લોકો માટે સારો દિવસ રહેશે. કેટલાક લોકો નવો પ્રોજેક્ટ શરૂ કરી શકે છે, જે નાણાકીય લાભ આપશે.

સિંહ રાશી

આજે ઇજા, ચોરી અને વિવાદ વગેરે સંભવ છે. જોખમના કાર્યથી બચવું. તમારા પાછલા અનુભવથી દૂર રહેવું કારણ કે તે સફળતામાં બાધા બની શકે છે. યાત્રા કરવાથી બચવું. પરિવારમાં આજે ઝઘડા થઈ શકે છે. પરિવારમાં રહેલા નાના ભાઈ-બહેન દ્વારા ફાયદો મળશે. બિઝનેસમાં કોઈ રણનીતિ બનાવી શકો છો. બીજાઓ પર કરવામાં આવેલો વધારે પડતો વિશ્વાસ તકલીફ આપશે. પાર્ટનરશીપમાં લાભ થઈ શકે છે.

કન્યા રાશિ

ઘરથી દૂર કામ કરી રહેલા લોકોએ વધારે મહેનત કરવાની જરૂર રહેશે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. સરકારી કાર્યોમાં બાધાઓ દૂર થશે. નાણાકીય સ્થિતિ લાભદાયક રહેશે. યાત્રા અનુકૂળ રહેશે. સંપત્તિના કાર્ય લાભ આપશે. દાંપત્ય જીવનમાં તમારું ધ્યાન રહેશે અને જીવનસાથી સાથે સ્નેહ જળવાઈ રહેશે. પ્રેમ જીવન જીવી રહેલા લોકોને આજે થોડી નિરાશા મળી શકે છે. આજે તમે વધારે સંવેદનશીલતાનો અનુભવ કરશો.

તુલા રાશિ

આર્થિક સમસ્યાઓથી બચવા માટે બજેટ બનાવી રાખવું. બજેટની બહાર ખર્ચ ન કરવા. તમારા મનપસંદ વિષયમાં સફળતા મળી શકે છે. કોઈ પર વધારે પડતો ભરોસો નુકસાન કરી શકે છે. પોતાના કાર્યો માટે બીજા પર આધાર રાખવાને બદલે સ્વયં પૂરા કરવા. ઉતેજના અને ક્રોધમાં કોઈ નિર્ણય ન લેવો. વ્યક્તિગત સંબંધો સારા રહેશે. પ્રેમ જીવન માટે સારો સમય છે. મોજ-મસ્તી અને મનપસંદ કામ કરવા માટેનો દિવસ છે.

વૃષીક રાશિ

આજે સ્નેહ બંધન બનાવી રાખવા માટે પરસ્પર સન્માન અને વિશ્વાસનું નિર્માણ કરવું પડશે. યોગ અને પ્રકૃતિની યાત્રાથી તાજગીનો અનુભવ થશે. કેટલાક ગુપ્ત શત્રુઓ નુકસાન પહોંચાડી શકે છે. માટે સાવધાન રહેવું. સંયમથી કામ લેવું. પ્રેમ-પ્રસંગની બાબતોમાં સફળતા મળશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. કોઈ કાર્ય સંપન્ન થવાથી મન પ્રસન્ન રહેશે. દાંપત્ય જીવન મધુર રહેશે.

ધન રાશિ

આજે તમે વ્યવસ્થિત રૂપે આર્થિક યોજના બનાવી શકો છો. સુખ-સાધનોમાં વૃદ્ધિ થશે. વ્યાપાર વધશે. મન આધ્યાત્મિક કાર્યોમાં લાગેલું રહેશે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. આજે એકાગ્ર થવામાં સરળતા રહેશે. તાજગીનો અનુભવ કરશો. મિત્રો અને સંબંધીઓની મદદ મળશે. ધન સંપત્તિમાં વધારો થશે. જટિલ અને જૂની પરિયોજનાઓને પૂરી કરી શકશો. આજે લીધેલા નિર્ણયો ફાયદાકારક સાબિત થશે.

મકર રાશિ

આજે તમારા બધા કાર્ય સરળતાથી પૂરા થશે. કૌટુંબિક બાબતોમાં વિપરીત પરિણામ મળશે. ઘણા દિવસોથી રોકાયેલા કામ પુરા થશે. એટલા માટે મનમાં પ્રસન્નતા અને ખુશીનો અનુભવ થશે. લાભના યોગ છે. આજે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને કંઈક મોટું કરવાના અવસર મળશે. પરેશાન થવાને બદલે કામ પર ફોકસ કરવું. એવા લોકોથી બચીને રહેવું જે જવાબદારીઓની બાબતમાં પ્રમાણિક નથી. શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થઈ શકે છે.

કુંભ રાશિ

આજે આખો દિવસ તમારા મનમાં આનંદનો અનુભવ રહેશે. પિતા અને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. વડીલો સાથેના સંબંધ મધુર રહેશે. સાથી કર્મચારીઓ સાથે વાદ-વિવાદ થઈ શકે છે. કોઈપણ કાર્ય વ્યવહાર સમજી-વિચારીને કરવા. જાણકારો પાસેથી સૂચનાઓ મળી શકે છે. નકારાત્મક વિચારોથી દૂર રહેવું. કામમાં ધ્યાન લગાડેલું રાખવું. જો કામકાજમાં પરેશાની આવી રહી હોય તો રાહતનો અનુભવ થશે.

મીન રાશિ

આજના દિવસે ભાગીદાર તમારી યોજનાઓ અને વ્યવસાયિક દ્રષ્ટિકોણ પર ઉત્સાહ બતાવશે. આજે વાણી પર સંયમ રાખવો જરૂરી છે. વગર કારણે કોઈ સાથે વિવાદમાં પડવાથી નુકસાન પહોંચી શકે છે. ધાર્મિક સ્થળ પર યાત્રા કરવાની તક મળશે. મનોરંજનના કાર્યક્રમો થશે. સાંજના સમયે અતિથિનું આગમન થઈ શકે છે. માટે કુટુંબમાં પ્રસન્ન