રાશિફળ 5 ડીસેમ્બર : મહાદેવ સોમવારે આ 6 રાશિઓની સમસ્યાઓ દૂર કરશે, આવકમાં વધારો થશે

Posted by

મેષ રાશિ

મેષ રાશિ વાળા લોકોએ પોતાની અંદર કોઈ ઉતાવળાપણું ન લાવવું, જેના કારણે તમારું જ નુકસાન થઈ શકે છે. તમારા માટે સમય સકારાત્મક નજર આવશે. જે વાતોમાં પરિવર્તન નજર આવી રહ્યું છે તેના લીધે અમુક માનસિક તકલીફ મહેસુસ થઈ શકે છે. શંકાસ્પદ આર્થિક લેવડદેવડમાં ફસાઈ જવાથી સાવધાન રહેવું. બીજાના ભરોસે ન રહીને પોતાના સિદ્ધાંતો તથા પોતાની શરતો ઉપર કામ કરો. સફળતા અવશ્ય મળશે. મકાન સુખમાં વૃદ્ધિ થશે.

 

વૃષભ રાશિ

આજે સમાજમાં તમારું સન્માન વધશે. પરિવારની સાથે હરવા ફરવા જઈ શકો છો. પરિવાર તરફથી પ્રાપ્ત થઈ રહેલ સહયોગને લીધે કોઈ મોટું કામ પુર્ણ થઈ શકે છે. વેપારીઓએ થોડું નુકસાન સહન કરવું પડી શકે છે. સારી ભાવનાત્મક અભિવ્યક્તિથી સંબંધોમાં મધુરતા વધશે. યોગ્ય સમય પર તમારા મોટા કાર્યો આગળ વધવા લાગશે. વેપારમાં આત્મનિર્ભરતા રહેશે. નવા લોકો સાથે કોન્ટેક્ટ થશે. ઉચ્ચ અધિકારીઓ તરફથી સહયોગ પ્રાપ્ત થવાથી તમે પ્રોત્સાહિત રહેશો.

 

મિથુન રાશિ

વિદેશમાં કાર્ય કરી રહેલા લોકોને ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થશે. બીજાની બાબતમાં નકામી દખલઅંદાજી કરવાથી બચવું. સ્વાસ્થ્યનાં દ્રષ્ટિકોણથી આજનો દિવસ સારો રહેવાનો છે. અવિવાહિત જાતકોને વિવાહના સારા પ્રસ્તાવ મળશે. લવમેટ ફરવા જવાનો પ્લાન બનાવશે. તમારી ઉપર કામનો બોજ વધી શકે છે. કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિને ભોજન કરાવવાથી ઘરના સુખ સૌભાગ્યમાં વધારો થશે. સામાજિક ગતિવિધિઓમાં તમારી ક્રિયાશીલતા વધશે.

 

કર્ક રાશિ

આજે નોકરીમાં પદ પ્રતિષ્ઠા માન-સન્માન તથા પ્રમોશન બધું તમને મળી શકે છે. આજે તમે બધા કાર્યમાં અમુક હદ સુધી સફળ રહેશો. આ રાશિની મહિલાઓ માટે આજનો દિવસ કોઈ ખુશખબરી લઈને આવશે. તમારો આર્થિક પક્ષ પહેલાની સરખામણીમાં સારો રહેશે. તમારા માંથી અમુક લોકો બદનામી અને અપમાનનો શિકાર બની શકે છે. હાલનો સમય ભાવનાત્મક રૂપથી પરેશાન રહી શકો છો. ભગવાનની ભક્તિ અને ધ્યાનથી મનને શાંતિ મળશે.

 

સિંહ રાશિ

આજે જો તમે પોતાની ચીજોનું ધ્યાન નહીં રાખો તો ચોરી થવાની અથવા ખોવાઈ જવાની સંભાવના છે. આજે તમે મંદિરમાં દર્શન કરવા માટે જશો. તમારા વ્યવહારથી અમુક લોકો પ્રભાવિત થશે. લોકો તરફથી તમને શુભ કામમાં મદદ મળશે. પરસ્પર વિશ્વાસની મદદથી તમારા સંબંધોમાં મજબુતી આવશે. તમે મોટા સ્તર ઉપર ધાર્મિક કાર્યમાં યોગદાન આપી શકો છો. જે લોકો રાજકારણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમના માન સન્માનમાં વૃદ્ધિ થશે.

 

કન્યા રાશિ

આજે વડીલોનો આદર કરવામાં તમે આગળ રહેશો. તમને કોઈ વરિષ્ઠ પદ ઉપર પ્રમોશન મળી શકે છે. જે લોકો વિદેશની નોકરી માટે પ્રયાસ કરી રહ્યા હતા, તેમને સારી સુચના મળી શકે છે. જે લોકો એ નવો બિઝનેસ સેટ કરેલ છે, તેઓ સરકારી દસ્તાવેજોને નિયમ અનુસાર પુરા કરી લે. પારિવારિક પરિવેશમાં તણાવપુર્ણ સ્થિતિઓને લીધે પારિવારિક સદસ્ય તમારી સફળતાનો પુરો આનંદ લઈ શકશે નહીં. મિત્રોની સાથે બહાર જવાનો કાર્યક્રમ બનશે.

 

તુલા રાશિ

આજે તમને પોતાના માતા પિતા તરફથી પુર્ણ પ્રેમ અને સમર્થન મળશે. નવી પ્રોપર્ટી ખરીદવાના પણ યોગ બની રહ્યા છે. વેપારીઓને જુના રોકાણમાંથી હવે સારા પરિણામ જોવા મળશે. ભવિષ્યની પ્લાનિંગમાં પણ આ બાબતને ધ્યાનમાં લઈને સતતતાથી સારા રિટર્ન મળશે. કાયદાકીય મામલામાં અડચણ આવશે. કોઈ કામ કરતા સમયે તમારે ઉતાવળ કરવાથી બચવું જોઈએ. સારી ખાણીપીણી અને સારા વસ્ત્ર ખરીદવામાં રુચિ રહેશે.

 

વૃશ્ચિક રાશિ

આજે તમારું વૈવાહિક જીવન મધુરતા ભરેલું રહેશે. પ્રેમ વ્યક્ત કરવામાં મુંઝવણ અનુભવી શકો છો. કર્મ ક્ષેત્રમાં પોતાના કામને ગંભીરતાથી લેવા ને લીધે તમે કામને ઓછા સમયમાં પુર્ણ કરી શકશો. ઉચ્ચ અધિકારી તમારા કામથી અસંતુષ્ટ રહેશે. કોઈ જુના ઉછીના આપવામાં આવેલા પૈસા તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરશે. પારિવારિક જીવન મધુરતા ભરેલું રહેશે. યોજના અનુસાર કામ કરવાથી આર્થિક લાભ પણ મળશે.

 

ધન રાશિ

વ્યવસાયના ક્ષેત્રમાં અડચણ ઊભી થઈ શકે છે. અધિકારીઓ સાથે વાદવિવાદને ટાળો અને તેમના કહ્યા અનુસાર આજે કામ કરો. તમે ઈચ્છો તો પરેશાનીઓને હસીને નજરઅંદાજ કરી શકો છો અથવા તો તેમાં ફસાઈને પરેશાન બની શકો છો. ભાઈ બહેનોની સાથે પારિવારિક વિવાદોમાં સમાધાન મળશે. ઘર હોય કે બહાર બધાને સમાન દ્રષ્ટિથી જુઓ. નાના હોય કે મોટા બધાનું સન્માન કરો. નકામા કામમાં સમય બરબાદ થવાથી ચીડીયાપણું મહેસુસ થઈ શકે છે.

 

મકર રાશિ

આજે તમે નિર્ધારિત કરેલા કાર્યને કરવાની પ્રેરણા મળશે, પરંતુ પ્રયાસ કરવા પર એવો અનુભવ થશે કે જેટલા પણ તમે પ્રયાસ કરી રહ્યા છો તે ઉલટી દિશામાં જઈ રહ્યા છે. માતા પિતાની કોઈ સલાહ સામાજિક સ્તર ઉપર તમને સુખદ અનુભવ કરાવી શકે છે. પૈતૃક સંપત્તિમાં આજના દિવસે વધારો થઈ શકે છે. કોઈ જુના મિત્ર તરફથી આજના દિવસે મુલાકાત થઈ શકે છે. જીવનસાથી સાથે સાથે પણ વિવાદ થવાના યોગ બની રહ્યા છે.

 

કુંભ રાશિ

દિવસની શરૂઆત થોડી સુસ્તીની સાથે થશે, પરંતુ બાદમાં તમારો અનુભવ કામમાં સહાયક રહીને સફળતાનો પાયો રાખશે. ઘરની સજાવટ ઉપર આ રાશિના અમુક જાતકો ના પૈસા ખર્ચ થઈ શકે છે. પોતાના જીવનસાથી સાથે મળીને ભવિષ્યને લઈને યોજનાઓ આ રાશિના અમુક જાતકો બનાવી શકે છે. તમને પ્રોત્સાહન અને સહાનુભુતિ મળી શકે છે. મનમાં આવી રહેલા વિચારોને લીધે તકલીફ થશે. ઇચ્છિત નોકરી પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન વધારવાની જરૂરિયાત છે.

 

મીન રાશિ

લોકો સાથે સંબંધ વધારવાના દ્રષ્ટિકોણથી દિવસ સારો છે. વિદ્યાર્થીઓને શિક્ષામાં સુખદ અનુભવ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓની સાથે તમારો વ્યવહાર સારો રહેશે. ઘરેલુ મોરચાનો ઉકેલ લાવવા માટે આજે તમારે આગળ આવવું જોઈએ. સાસરિયામાં કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. આજે એક મહત્વપુર્ણ કાર્યપુર્ણ થઈ શકે છે. દરેક સમસ્યાનો એકથી વધારે રીતે ઉકેલ લાવી શકાય છે, એટલા માટે જે ઉપાય તમને સરળ લાગે તેની ઉપર ધ્યાન રાખો.