રાશિફળ ૫ ઓક્ટોબર ૨૦૨૨, આ રાશિના જાતકોને કાર્યની અડચણ થશે દુર, નોકરી વેપારમાં મળશે નવા અવસર

Posted by

મેષ રાશિ

પારિવારિક કાર્યક્રમમાં ભાગ લેવાથી ખુશ થશો. સામાજિક કાર્યોમાં રૂચિ વધશે. ધાર્મિક આયોજન સાથે જોડાવાનો મોકો મળી શકે છે. કાર્યસ્થળ પર થોડું સંભાળીને રહેવાની જરૂરિયાત રહેશે. પાર્ટનર સાથે સારો તાલમેળ રહેશે. કોઈ વ્યક્તિ તમારા કામમાં અડચણ લાવી શકે છે. પ્રિય પાત્ર સાથેના સંબંધોમાં મીઠાશ આવશે

વૃષભ રાશી

ઘર પરિવારમાં કોઈ સાથે વાદ-વિવાદ થઈ શકે છે. તમારું સ્વાસ્થ્ય નબળું પડી શકે છે. ખૂબ જ ગંભીરતાથી સાવધાની રાખવાનો સમય છે. અભિમાનના કારણે દિવસ ખરાબ થઈ શકે છે. વિદ્યાર્થીઓએ ભણતર પર ધ્યાન આપવું મુશ્કેલ રહેશે. ભાઈ બહેન તમારી પાસેથી કોઈ વસ્તુની આશા કરી શકે છે. વ્યવસાયિક યાત્રા પર જવાનું થઈ શકે છે.

મિથુન રાશિ

પ્રિય પાત્ર તરફથી ખુશીના સમાચાર મળી શકે છે. આજે તમે વગર કારણે બેચેનીનો અનુભવ કરશો. પાર્ટનર સાથે શોપિંગ પર જવાનું થઈ શકે છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે પોતાનું ફોકસ વધારવું પડશે. પરિવારમાં બધાનું સ્વાસ્થ્ય સારું રહેશે. નવી જવાબદારીના કારણે આવનારો સમય થોડો કઠિન રહી શકે છે.

કર્ક રાશિ

આજે તમે આખો દિવસ તણાવમાં રહી શકો છો. મનને શાંત બનાવી રાખવાની કોશિશ કરવી કારણ કે ઘણી બાધાઓનો સામનો કરવો પડી શકે છે. અણધાર્યા સ્ત્રોત દ્વારા ધન પ્રાપ્ત થવાની સંભાવના છે. ધંધા સાથે જોડાયેલા લોકો માટે આજે શુભ દિવસ છે. જો તમે કૌટુંબિક સમસ્યાઓથી લડી રહ્યા છો તો તેનું આજે સમાધાન મળી શકે છે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી માનસિક શાંતિ મળશે.

સિંહ રાશી

સંતાનનો સહયોગ સહયોગ પ્રાપ્ત થશે જેનાથી પ્રસન્નતા જળવાઈ રહેશે. તમારી પરેશાની ખૂબ જલ્દી પૂરી થશે. બીજાના હિત માટે સદાય તત્પર રહેવાથી લોકો તમારી પ્રત્યે આકર્ષણ પામશે. વ્યાપારમાં લાભ થશે. યશ, માન, પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાના યોગ છે. સરકારી કામોમાં સફળતા મળશે. કઠિન કામ પણ સરળતાથી થઈ શકે તેવી સંભાવના છે.

કન્યા રાશિ

ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદીમાં ઉતાવળ ન કરવી. આજે તમે આત્મવિશ્વાસથી પરિપૂર્ણ રહેશો. તમારી સૂઝબૂઝના કારણે વ્યાપારમાં લાભ થશે. મિત્રોનો સહયોગ અને સમર્થન મળશે. શાંત રહીને કાર્ય પર ફોકસ કરવું. હાડકાં સંબંધિત પરેશાનીઓ થઈ શકે છે. રાજનીતિમાં નવા સંબંધ લાભદાયક સાબિત થશે. થઈ શકે તો દિવસની શરૂઆત પૂજા સ્થળની યાત્રાથી કરવી.

તુલા રાશિ

આત્મવિશ્વાસ અને પરાક્રમમાં વૃદ્ધિ થવાને કારણે સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. કૌટુંબિક જીવનમાં આનંદ રહેશે અને ઘરના બધા સભ્યો સાથે ધાર્મિક યાત્રા પર જવાનું થઈ શકે છે. આજે બીજાઓની સમસ્યાઓનું સમાધાન કરવું પડી શકે છે. મહેનતના અનુપાતમાં લાભ અવશ્ય પ્રાપ્ત થશે. રોકાણ માટે શુભ યોગ બની રહ્યા છે. જેનાથી ભવિષ્યમાં લાભ થવાની આશા છે. જરૂરિયાત પ્રમાણે ખર્ચ કરવો.

વૃષીક રાશિ

ભાઈ બહેન સાથે સમય પ્રતિકૂળ રહી શકે છે. પૈસાની બરબાદી થવાની સંભાવના છે. કોઈ પ્રોફેશનમાં આગળ વધવાની કોશિશ કરશો. માતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ કાળજી રાખવી. વ્યવસાયિક લોકો પોતાની દિનચર્યા અને ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશે. બધા કાર્યો ટાઇમટેબલ પ્રમાણે પૂરા કરવા.

ધન રાશિ

આજે મિત્રો સાથે કોઈ મોટો ઝઘડો થઈ શકે છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવાથી લાભના સંકેત મળશે. વાહન સંભાળીને ચલાવવા. વાદ-વિવાદથી દૂર રહેવું. ક્રોધ વધારે રહેશે. જીવનસાથીના ખરાબ મૂડને કારણે પરિવારનું વાતાવરણ શાંત રહી શકે છે. કોઈ બહારની વ્યક્તિની વાતોમાં ન આવવું અને કોઈ પર વધારે ભરોસો ન કરવો. ખર્ચ અને મનોરંજનનો અતિરેક ન થાય તેનું ધ્યાન રાખવું.

મકર રાશિ

મંદિરે અથવા કોઈ ધાર્મિક કાર્યક્રમના આયોજનમાં જવાનું થઈ શકે છે. પરિવારમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. કોઈ સબંધીનું આગમન થઇ શકે છે. વિચારેલા પ્રોજેક્ટમાં સારી શરૂઆત કરી શકશો. રોકાણ કરતાં પહેલાં જાણકારોની સલાહ જરૂરથી લેવી. વેપાર-વ્યવસાય પર ધ્યાન આપી શકશો નહીં. વ્યક્તિગત જીવન માટે સમય અનુકૂળ રહેશે.

કુંભ રાશિ

સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓથી છુટકારો મળશે. મનોરંજનના કાર્યોમાં વધારે સમય જશે. પરિવારને પૂરતો સમય આપી શકશો. મનમાં શાંતિ અને સંતોષનો ભાવ બની રહેશે. પ્રતિયોગી પરીક્ષાના પરિણામ સારા મળશે. સ્વાદિષ્ટ ભોજન મળવાની શક્યતા છે. અતિથિના આગમનથી મનમાં પ્રસન્નતા રહેશે. શત્રુઓ સક્રિય રહી શકે છે. માટે સાવચેત રહેવું. તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય સાચા સાબિત થશે.

મીન રાશિ

આજે ભાગદોડમાં વધારો થઈ શકે છે. જીવનસાથી સાથે ખુશીઓ વહેંચવાનો અવસર મળશે. કોઈ જરૂરી કામ આજે સરળતાથી અને સમય પર પૂરું થઈ શકશે. જેનાથી તમે ખૂબ જ ખુશ રહેશો. પરિવારના લોકોની અપેક્ષ પૂરી કરવાની કોશિશ કરી શકશો. તમારો બેદરકાર સ્વભાવ તમારી માટે જોખમી સાબિત થઇ શકે છે. આવનારા સમયમાં તમને કેટલીક સરપ્રાઈઝ મળી શકે છે.