રાશિફળ ૫ સપ્ટેમ્બર ૨૦૨૨, આ રાશિ માટે અત્યંત શુભ રહેશે દિવસ, પરિણામ મળશે સારા

Posted by

મેષ રાશિ

આજે રોજની દિનચર્યામાં ફેરફાર આવી શકે છે. નસીબના સિતારા બુલંદ રહેશે, જેના કારણે કામમાં સફળતા મળશે. કામકાજના સમયમાં કરવામાં આવેલા પ્રયાસ કારગત સાબિત થશે. આવક વધારવાના ઘણા પ્રયાસ કરી શકો છો. કોઈ પ્રભાવશાળી વ્યક્તિના સંપર્કથી લાભ થશે. પરિવારના લોકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે. તમે કોઈની ઈર્ષા કરી શકો છો અથવા એવું ઈચ્છી શકો છો કે તમારી પાસે તેના જેવી સુવિધા હોય.

વૃષભ રાશી

આર્થિક રીતે દિવસ ખૂબ જ લાભદાયક રહેશે. ભાગ્ય સાથ આપવા માટે તત્પર રહેશે. નવા અવસર પ્રાપ્ત થશે જેના લાભ ઉઠાવવા અને આગળ વધવું. શેરબજારમાં પૈસાનું રોકાણ સમજી-વિચારીને કરવું. કોઈ વાહનની ખરાબીના કારણે ખર્ચ વધી શકે છે. દાંપત્ય જીવનમાં આનંદ આવશે. જીવન સાથીનો સહયોગ મળશે. પોતાના રોકાયેલા નાણાની પ્રાપ્તિ થશે. યાત્રા માટે સારો દિવસ છે.

મિથુન રાશિ

ખુબ જ પ્રતિભા હોવા છતાં પણ તમે હીનતાના કારણે પ્રતિભાના લાભથી વંચિત રહેશો. ધનનું આગમન થશે અને કર્જથી મુક્તિ મળશે. ખર્ચ પર લગામ રાખવાની કોશિશ કરવી. પાર્ટનરશીપના કામમાં લાભ મળશે. લાભ પ્રાપ્ત કરવાના ઘણા અવસર મળશે. આવકમાં વધારો થશે. પ્રેમ જીવન થોડું નબળું રહેશે. દાંપત્યજીવન સામાન્ય રહેશે. કૌટુંબિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે.

કર્ક રાશિ

દિવસની શરૂઆતમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. સાંજનો સમય સારો રહેશે. કેટલાક લોકોને જીવનમાં નવા અવસર મળશે. જેને નજર અંદાજ ન કરવા અન્યથા આત્મગ્લાની થઈ શકે છે. નોકરીમાં દુશ્મન કામ બગાડવાની કોશિશ કરી શકે છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવવા. આજ કોઈના પર ભરોસો ન કરવો. આવી રહેલી પરેશાનીઓનું ખૂબ જ ધીરજ સમાધાન કરવું. ભવિષ્યમાં લાભ મળવાના સંકેત છે.

સિંહ રાશી

આજે ધંધાકીય મુદ્દાઓનું સમાધાન કરી શકશો. તમે જેટલી મહેનત કરશો એટલે સારા પરિણામ મળશે. ભણતરમાં સફળતાની પ્રાપ્તિ થઈ શકશે. સફળ લોકોના સંપર્કમાં રહેવું. આજે કોઈ સાથે પ્રેમ સંબંધોની શરૂઆત થઈ શકે છે. પોતાની વાત સકારાત્મક રીતે રજૂ કરવી, તો ફાયદો થશે. ગાયને રોટલી અર્પણ કરવી. આવું કરવાથી મહેનતનું ફળ વધારે મળશે. તમારા સંતાન પરિવારમાં મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવશે અને તમે તેનાથી ખુશ થશો.

કન્યા રાશિ

શેરબજારમાં ઈન્વેસ્ટ કરી શકો છો. આવું કરવાથી લાભ થશે. ધનની બાબતમાં સારો લાભ થશે. આજે નાની યાત્રાના યોગ છે. ખર્ચમાં વધારો થશે. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. તમારા પ્રેમીનો સ્નેહ મળી રહેશે. આજે એવા વ્યક્તિ જેના પર તમે ભરોસો કરો છો, તેને બધા રહસ્ય જણાવવા નહીં. અન્યથા તકલીફ પડી શકે છે. બધા તથ્યોની જાણકારી માટે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો. કાર્યોમાં પ્રયાસ કરતા રહેશો તો સફળતા મળશે.

તુલા રાશિ

બપોરના સમય બાદ કોઈ વાતને લઈને ચિંતા થઈ શકે છે. કામ અથવા ધંધાને લઈને ચિંતા બની રહી શકે છે. પરિવારમાં ધ્યાન આપશો અને વાતાવરણ સુધારવાનો પ્રયાસ કરશો. પરિવારમાં વડીલો અને વૃદ્ધોનો સાથ મળશે. સર્જનાત્મક કાર્યમાં મન અને ધન લગાવી શકો છો. પ્રેમ જીવન ખૂબ જ નબળું રહેશે તેમજ સ્વાસ્થ્ય પણ નબળું રહી શકે છે.

વૃષીક રાશિ

આજે કોઈપણ બાબતોમાં જોખમ ન લેવું. આજે તમે તાજગી અને ઉર્જાનો અનુભવ કરશો. સામાજિક પ્રતિષ્ઠા વધવાની સંભાવના છે. કાર્યસ્થળ પર સિનિયર અને સહકર્મીઓ સપોર્ટ કરશે. કોઈ વિશેષ વ્યક્તિ તમારો દિવસ ખુબજ સુંદર બનાવી શકે છે. કોઈની સાથે પ્રેમ સંબંધોની શરૂઆત થઈ શકે છે. માતા-પિતાના આશીર્વાદ મળશે. આજે કોઈ સમસ્યાને હળવાશથી ન લેવી, અન્યથા મોટું નુકસાન થઈ શકે છે.

ધન રાશિ

આજે તમે માનસિક રીતે ખૂબ જ આનંદિત રહેશો. લગ્ન જીવન જીવતા લોકો માટે દિવસ સારો છે. રચનાત્મક કામમાં મન લગાવી શકશો. સ્વાસ્થ્યની રીતે ફિટ રહેશો. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. નજીકના લોકોનો સાથ મળશે. માતા-પિતાના આશીર્વાદથી આજે તમને દરેક બાબતોમાં ફળ મળતું નજર આવશે. કોઈ કામમાં થોડી કોશિશ કરવા છતાં કિસ્મતના સહારે મોટી સફળતા હાથ લાગશે.

મકર રાશિ

પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત થશે. અસામાન્ય રૂપે શારીરિક તાજગીનો અનુભવ થશે અને બધા કાર્યો સારી રીતે કરી શકશો. સમસ્યાઓનું સમાધાન મેળવી શકશો. પ્રયાસ કરતા રહેવાથી ભાગ્ય ખુલી જશે. આજે કોઈ વાદ વિવાદના કારણે ધન વ્યયથી બચવું. આજે કેટલીક વ્યક્તિગત બાધાઓ દૂર કરી શકશો. નાણાકીય રીતે કેટલાક સારા સમાચાર મળી શકે છે. નકારાત્મક વિચારોથી મન વિચલિત થઈ શકે છે.

કુંભ રાશિ

આ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે કારણકે તમે લાંબા સમયથી અટકાયેલા કાર્ય પૂરા કરી શકશો. કેટલાક જૂની બાબતોના સમાધાન મળતા નજર આવશે. કોઈ એક વિષય પર ધ્યાન આપશો તો સારું રહેશે. કોઇની સાથે શોપિંગ પર જઈ શકો છો. પ્રેમમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. બીજાના કામમાં દખલગીરી કરવાથી બચવું. દિવસ-ભર આ આળસનો અનુભવ રહી શકે છે. બીજાને પ્રભાવિત કરવા માટે વધારે ખર્ચ ન કરવો.

મીન રાશિ

આજે ખૂબ જ ઉત્સાહિત થવાથી બચવું. વાતચીતમાં સંતુલન રાખવું. કાર્યભારના કારણે તણાવનો સામનો કરવો પડશે. બીજા લોકોની જવાબદારી માથે લેવી નહિ. પરિવારની બાબતોમાં તુરંત ધ્યાન આપવાની જરૂર રહેશે. આજે તમે એક કુશળ કાર્યકર્તાના રૂપમાં કાર્ય કરશો. ભાઈઓ સાથે વાદ વિવાદની સ્થિતિ બની શકે છે. નવા વ્યાપારમાં રોકાણ કરવાથી બચવું, કારણકે આજનું રોકાણ ભવિષ્યમાં ખોટ અપાવી શકે છે.