રાશિફળ ૫ ઓક્ટોબરથી ૧૦ ઓક્ટોબર, આ રાશીને અચાનક મળી શકે છે કોઈ ચોંકાવનારો લાભ, થઇ જશો રાજી રાજી

Posted by

મેષ રાશિ

આજે દૂરના સંબંધીઓ અને મિત્રો સાથે સારા સંબંધ સ્થાપિત થશે. જૂની યાદો તાજા થવાથી મન પ્રસન્ન રહેશે. કોઇ વિશેષ મુદ્રા અંગે વિચાર થવાથી તમને કોઈ સમસ્યાનો ઉકેલ પણ મળી શકે છે. બાળકોની સમસ્યાનો ઉકેલ મેળવવામાં તમારું યોગદાન જરૂરી છે. પરિસ્થિતિને ગુસ્સા અને ઉતાવળથી સાંભળવાના પ્રયત્નો ન કરવા. આ સમયે ઘર-પરિવાર તથા વ્યવસાયને લગતી ગતિવિધિઓને સારી રીતે જાળવી રાખવી. વ્યવસાયિક દૃષ્ટિકોણથી મોટાભાગનો સમય લાભદાયી રહેશે નહીં. તેમ છતાં ગતિવિધિ ઓમાં થોડો સુધારો આવશે. નોકરી કરતા લોકોએ તેના કામને સારી રીતે પૂરા કરવાથી અધિકારી ઓનો પ્રોત્સાહન મળી શકે છે. લગ્નજીવન સુખમય રહેશે. પારિવારિક મહત્વપૂર્ણ કામમાં તમારું યોગદાન અને માર્ગદર્શન મદદગાર રહેશે.

વૃષભ રાશિ

ગ્રહ પરિભ્રમણ તમારા પક્ષમાં છે. આવક અને ખર્ચમાં સમાનતા બની રહેશે. થોડો સમય આત્મ મનનમા પણ પસાર કરવો, તેનાથી તમે અનેક મુશ્કેલીઓને વ્યવસ્થિત કરવામાં મદદ મળી શકશે. કોઈપણ મહત્વપૂર્ણ કામ ની રૂપરેખા બની શકે છે. ધ્યાન રાખો કે નાની-મોટી બેદરકારીના કારણે ભાઈઓ સાથે વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. દરેક સમસ્યાનું પોતાની વ્યવહાર કુશળતા દ્વારા સમાધાન શોધવું. બીજા ઉપર વધારે અનુશાસન ન રાખીને તમારા વ્યવહારમાં લચીલાપણુ લાવવું જરૂરી છે. વ્યવસાયિક ગતિવિધિઓ સારી રીતે ચાલતી રહી શકે છે. સાથે જ રોકાણ સાથે જોડાયેલી બાબતોમાં સુધારો આવશે. પરંતુ ખૂબ જ વધારે સમજવા વિચારવાની અપેક્ષા એ તમારી યોજનાઓને ક્રિયાન્વિત કરવામાં વધારે ધ્યાન આપવું. આ સમયે કોઇપણ યાત્રાને સ્થગિત રાખવી ઉચિત છે. પતિ-પત્ની વચ્ચે અહંકારને લઇને વિવાદ થઈ શકે છે. જોકે થોડી સમજદારી રાખવાથી સંબંધો મધુર બની જશે.

મિથુન રાશિ

પાછલા થોડા સમયથી ચાલી રહેલી તમારી મહેનત અને લગનનો તમને લાભ મળવાનો છે. એટલે તમારા કાર્યો પ્રત્યે સંપૂર્ણ રીતે એકાગ્રચિત્ત રહેવું. થોડો સમય ધાર્મિક અને સમાજસેવી સંસ્થાઓના સહયોગમાં પણ પસાર કરો. જો જમીનને લગતી કોઈ બાબત ચાલી રહી હોય, તો તેમા મોડું થઈ શકે છે. પરંતુ જલ્દી જ તે શાંતિથી પૂર્ણ થઈ શકે છે. તમારી મહત્વપૂર્ણ વસ્તુઓની દેખરેખ જાતે જ કરવી બીજા ઉપર વધારે વિશ્વાસ રાખવો સારો નથી. પબ્લિક ડીલિંગ અને મીડિયાને લગતા કાર્યો ઉપર વધારે ધ્યાન આપવું. તેમાં સારો નફો મળવાની સંભાવના છે. તમારી કોઈ ગુપ્ત વાતો બહાર આવી શકે છે. એટલા માટે કર્મચારીઓ ઉપર વધારે વિશ્વાસ ન કરી ને બધા નિર્ણય તમારે જાતે જ લેવા. પતિ-પત્નીમાં એકબીજા સાથે સંબંધ સુખમય રહી શકે છે. હરવા-ફરવા તેમજ મસ્તીમાં સમય પસાર થશે.

કર્ક રાશિ

આજે પૂરી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેશો. પાડોસીઓ સાથે પણ કોઈ જૂની બાબત ઉકેલાઇ શકે છે. તેનાથી સંબંધોમાં મધુરતા આવશે. બાળકોની કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળી શકે છે. ક્યારેક એવું લાગશે કે તમારા ભોળા સ્વભાવના કારણે લોકો તમારો ઉપયોગ કરી રહ્યા છે. તેના કારણે તમે તમારા આત્મબળમાં પણ થોડી નબળાઈ અનુભવ કરી શકો છો. પરંતુ ધ્યાન રાખવું કે એ માત્ર તમારો વહેમ છે. વર્તમાન વ્યવસાયિક પ્રણાલીમાં થોડા ફેરફારની જરૂરિયાત છે. સમય મુજબ તમારા વેપાર ધંધાની રીતમાં બદલાવ આવી શકે છે. ભાગીદારી સાથે જોડાયેલા વેપારમાં પારદર્શિતા બનાવી રાખવી. બીજાની વાતોમાં ન આવવું. પતિ-પત્નીના સંબંધો મધુર બની રહેશે. પરંતુ પ્રેમ સંબંધોમાં નજીક તા વધવા થી એકબીજા પ્રત્યેની ઇમાનદારી રાખવી જરૂરી છે.

સિંહ રાશિ

થોડા નજીકના લોકો સાથે હળવા-મળવાનું વાતાવરણ રહેશે. એકબીજા સાથે વાર્તાલાપ દ્વારા તમે સારું પરિણામ મેળવી શકશો. થોડો સમય ઘરની ગતિવિધિઓ અને બાળકોની સમસ્યાઓને ઉકેલવામાં પણ પસાર કરશો. સવાર-સવારમાં કોઈ સાથે વિવાદ થવાની સ્થિતિ બની શકે છે. જેની અસર તમારી સંપૂર્ણ દિનચર્યા ઉપર પણ પડી શકે છે. તમારી સફળતાનો વધારે દેખાડો ન કરો અને શાંતિથી પોતાના કાર્યો ઉપર ધ્યાન આપવું. વ્યવસાયિક સ્થળે કોઈ બહારના વ્યક્તિની દખલ તમારા કર્મચારીઓ વચ્ચે વિવાદ ઊભો કરી શકે છે. માટે વધારે સારું રહેશે કે કાર્ય સ્થળ ઉપર તમારી હાજરી રાખી અને નિર્ણય તમે જાતે જ લો. ઓફિસમાં કોઈ પ્રકારની રાજનીતિ ચાલી શકે છે. જીવનસાથીની અસ્વસ્થતાના કારણે ઘરના કાર્યોમાં સહયોગ આપવો તથા વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવી તેનાથી સંબંધો મધુર બનશે. પ્રેમ સંબંધોમાં પણ નજીકતા બની રહેશે.

કન્યા રાશિ

આજે ઘરમાં ખાસ મહેમાનોના આવવાથી તમે વ્યસ્ત રહી શકો છો. તેનાથી રોજિંદા જીવનમાં થોડો ફેરફાર અને શાંતિ પણ આવી શકે છે. તમે તમારા વ્યક્તિત્વ અને વ્યવહારને નિખારવા માટે થોડા ખાસ નિયમો બનાવશો. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસને અવગણી શકે છે. બહારની ગતિવિધિઓમાં તેમનું વધારે ધ્યાન રહેશે. તમારા વિરોધીઓ તમારા વિરૂદ્ધ થોડી અપમાનજનક સ્થિતિ બનાવી શકે છે. તમારા પર તેનો નકારાત્મક પ્રભાવ નહીં પડે. દિવસની શરૂઆતમા ખૂબ જ દોડભાગ રહી શકે છે. બપોર પછી કોઈના સહયોગથી તમારા કામ બનવાનું શરૂ થઈ જશે. રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોને ફાયદાકારક ડીલ થઈ શકે છે. ઓફિસમાં સહયોગીઓ સાથેના સંબંધોમાં કડવાહટ ન આવવા દેવી. પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે. પારિવારિક વાતાવરણ ખુશનુમા બની રહેશે.

તુલા રાશિ

આખો દિવસ કામ વધારે રહેવાથી થાક રહી શકે છે. થોડી રાહત મેળવવા માટે કોઈ એકાંત કે અધ્યાત્મિક સ્થળે થોડો સમય પસાર કરવો. તેનાથી તમે ફરી નવી ઊર્જા સાથે તમારા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. અને તમારી વિચારધારા પણ સંતુલિત અને સકારાત્મક બની રહેશે. કોઇ મિત્ર કે સંબંધીની ખોટી સલાહ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. આ સમયે તમારા જ નિર્ણયને સર્વોપરિ રાખવા સારું રહેશે. ભાઈઓ સાથે જમીનને લગતા કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો શાંતિથી તેને ઉકેલવાના પ્રયત્નો કરવા. વ્યવસાયિક ગતિવિધિઓ પહેલાની જેમજ ચાલતી રહેશે. આ સમયે ભવિષ્ય સાથે જોડાયેલી યોજનાઓને સ્થગિત રાખીને વર્તમાનની સ્થિતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. જલ્દીથી સમયની ગતિ તમને અનુકૂળ બની જશે. નોકરીમાં કોઈ ઓફિશિયલ યાત્રાનો ઓર્ડર મળી શકે છે. પારિવારિક વાતાવરણ ખૂબ જ સકારાત્મક રહી શકે છે. ઘરના વડીલો સભ્યોની સલાહ અને માર્ગદર્શન નથી ઘરની વ્યવસ્થા ઉચિત બની રહેશે.

વૃષીક રાશિ

સમય ખૂબ જ સંતોષજનક છે. માત્ર ઉતાવળની જગ્યાએ શાંતિથી કાર્યને કરવાના પ્રયત્નો કરવા. થોડા નજીકના લોકો સાથે મુલાકાત થશે જે ખૂબ જ સકારાત્મક રહી શકે છે. ઘરના પરિવર્તનને લગતી યોજના પણ બનશે. ક્યારેક અભિમાન અને વધારે આત્મવિશ્વાસ જેવી સ્થિતિ તમારા માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે, જેના કારણે તમારા બનતા કાર્યોમાં પણ અડચણો આવી શકે છે. કોઇપણ ખાસ કામમાં ઘરના વડીલ સભ્યોની સલાહ લેવી. રૂપિયાની લેવડ-દેવડને લગતા કાર્યોને ખૂબ જ સાવધાની સાથે પૂરા કરવા. થોડી પણ બેદરકારીથી મોટું નુકસાન થઈ શકે છે. નોકરી કરતા લોકોએ ઓફિસમાં સામંજસ્ય બેસાડવામાં થોડી મુશ્કેલીઓ સહન કરવી પડશે. તમારા મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પરિવારના લોકોનો પુરો સહયોગ રહેશે. પ્રેમ સંબંધોમાં એકબીજા પ્રત્યે સમર્પણની ભાવના રહેશે.

ધન રાશિ

આજે અધ્યાત્મિક ગતિવિધિઓ પ્રત્યે તમારી આસ્થા વધવાથી તમારી અંદર સકારાત્મક ફેરફારનો અનુભવ કરશો. કોઈપણ નિર્ણય લેતા પહેલાં સારી રીતે ચર્ચા-વિચારણાં કરી લેવી, પરિસ્થિતિઓ તમારા પક્ષમાં અનુકૂળ છે. ઘરના વડીલ સભ્યોના માન-સન્માનમાં કોઈપણ પ્રકારનો અભાવ ન આવવા દેવો. તેમના આશીર્વાદ તમારા માટે ખૂબ જ સુખદાયી રહેશે. આ સમય નુકસાન થવાની સ્થિતિ બની શકે છે. આજે માર્કેટિંગને લગતા કાર્યો ટાળો તો સારું રહેશે કારણ કે તેમાં જરા પણ ફાયદો નહીં થાય. વેપાર-ધંધામાં બદલાવ સાથે જોડાયેલી યોજનાઓ બની રહી છે આજે તેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. પારિવારિક વાતાવરણ સુખદ બની રહેશે. ઘરનું વાતાવરણ અનુશાસિત અને શાંતિપૂર્ણ રહેશે.

મકર રાશિ

આજે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે અચાનક જ મુલાકાત થઇ શકે છે. જે બંને માટે સકારાત્મક રહી શકે છે. તમે તમારા કાર્યો ઉપર જેટલી મહેનત કરશો તેના પ્રમાણે તમને પરિણામ મળી શકશે. કોઈ મિત્રના કારણે તમારી અંદર શંકા કે વહેમની સ્થિતિ ઊભી થઈ શકે છે. જેના કારણે સંબંધોમાં પણ ખટાશ આવી શકે છે. રોકાણ કરતા પહેલાં તેના દરેક પાસાઓ વિશે સારી રીતે ચર્ચા-વિચારણાં કરી લેવી. કારોબારને આગળ વધારવા માટેની યોજનાઓ તમારા હાથમાં આવી શકે છે. વધારે સમજવા વિચારવામાં સમય બરબાદ ન કરવો અને તરત જ એ યોજનાઓને ક્રિયાન્વિત કરવી. કામ વધારે હોવા છતાં ઘર-પરિવાર માટે પણ સમય કાઢી શકશો. પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા રહેશે.

કુંભ રાશિ

કોઈ ખાસ કામને લગતી યોજના આજે શરૂ થઈ શકે છે. તેના કારણે તમે ખૂબ જ શાંતિનો અનુભવ કરશો. બાળકોની કોઇ સફળતાથી તમને ખુશી મળી શકે છે. પરિવારના લોકો સાથે ખરીદીમાં સુખદ સમય પસાર થશે. બીજા લોકોની દખલના કારણે તમારી ઘરની વ્યવસ્થામાં થોડો તણાવ આવી શકે છે. સાથે જ આર્થિક નુકસાન થવાની શક્યતા છે. તમારે તમારા નિર્ણય જાતે જ લેવા. બિન જરૂરી ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. વ્યાપારિક ગતિવિધિઓમાં થોડું પરિવર્તન લાવવાની જરૂરિયત છે. તમારા લોકો સાથેના સંપર્કોને વધારે મજબૂત બનાવવા. પાછલા કેટલાક સમયથી ફાઇનાન્સ સાથે જોડાયેલી મુશ્કેલીઓને કારણે ઉત્પાદનના આજે કામ પર ટકેલા હતા તે કામ આગળ વધશે. ઘરનું વાતાવરણ સુવ્યવસ્થિત રહી શકે છે. જેના કારણે પરિવારમાં સકારાત્મક ઉર્જા ફેલાયેલી રહેશે.

મીન રાશિ

લોકોની ચિંતા ન કરીને તમે તમારે તમારી ઈચ્છા મુજબના કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. જોકે, તમારા વિશે અફવા ઊઠી શકે છે પરંતુ કોઈ સફળતા મળવાના કારણે આ લોકો જ તમારા વખાણ કરશે. જો કોઈ નિર્ણય લેવામાં મુશ્કેલી આવી રહી છે તો ઘરના વડીલ લોકોની સલાહ તમારા માટે હિતકારી રહેશે. સ્વભાવમાં ઘમંડ અને અભિમાન જેવી સ્થિતિ આવવા દેશો નહીં. નહીંતર તેના કારણે તમે તમારા લક્ષ્ય પરથી ભટકી પણ શકો છો. વ્યવસાયિક સ્તરે પણ બધા કાર્યો લગભગ અડચણો વગર થતા જશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. ટેક્ષ અને લોન સાથે જોડાયેલી બાબતોને ઉકેલવાના પ્રયત્નો કરવા. સરકારી નોકરીમાં વર્તમાન સ્થિતિને કારણે કામનું ભારણ વધારે રહેશે. કોઇ વિપરિત લિંગના વ્યક્તિ કે મિત્ર સાથે મુલાકાત થવાથી મન પ્રફુલ્લિત રહેશે. જૂની યાદો તાજી થશે. ઘરનું વાતાવરણ સૌહાર્દ પૂર્ણ બની રહેશે.