રાશિફળ ૫ ઓગસ્ટથી ૯ ઓગસ્ટ, આ રાશિના જાતકો માટે સારા લાભ જોઈ રહ્યા છે રાહ, ચમકવા લાગશે નસીબ

Posted by

મેષ રાશિ

કામ વધારે રહેશે. કોઈ જૂની વાતનો પણ ઉકેલ મળી શકે છે. દોડભાગ વધારે રહેશે પરંતુ તેનું પરિણામ પણ સારું મળી શકશે. જેથી તમે ફરી સકારાત્મક થઈને તમારા કાર્યોમાં ધ્યાન આપશો. બધા કાર્યોમાં સફળ થવા માટે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. જો ભાગ્યના ભરોસે રહેશો તો સારી તક ગુમાવી શકો છો. તમારા જ લોકો તમારી સાથે ઇર્ષ્યાની ભાવના રાખવાથી તમારી ખરાબ વાતો અને ગેરસમજ ઊભા કરી શકે છે. વેપારમાં તમે જે કામને મુશ્કેલ સમજીને છોડી રહ્યા છો તે કામ ફરીથી શરૂ કરો. ખૂબ જ સારા લાભ મળવાની સંભાવના છે. અટકેલી સરકારી બાબત પૂરી થઈ શકે છે. ઓફીસનું વાતાવરણ તણાવ વગરનું રહેશે. પારિવારિક સભ્યોનો એકબીજા સાથે તાલમેલ સારો જળવાયેલો રહેશે. પ્રેમ સંબંધોમાં એકબીજાની ભાવનાઓનું સન્માન કરવું.

વૃષભ રાશિ

તમારી આંતરિક શક્તિઓનો અનુભવ કરવો. તેનાથી તમારી માનસિક સ્થિતિ ખૂબ જ સકારાત્મક રહેશે. કોઈ પ્રિય વ્યક્તિના ઘરમાં આવવાથી બધા લોકોને ખુશી મળી શકે છે. બાળકોની સમસ્યાઓનો ઉકેલ મેળવવામાં પણ સમય પસાર થઈ શકે છે. ઉતાવળમાં લીધેલો કોઈ નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે. સંપત્તિને લગતી બાબતોમાં કોઈના ઉપર વધારે વિશ્વાસ ન કરવો, પોતાના નિર્ણયને જ સર્વોપરિ રાખશો તો ફાયદો થઈ શકે છે.

અભિમાન અને જીદમાં લાભદાયક પરિસ્થિતિઓને ગુમાવી શકો છો. આ સમયે વ્યવસાયમાં વધારે સાવધાની જાળવી રાખવાની જરૂરિયાત છે. અચાનક આવતા ખર્ચાથી પરેશાન રહેશો. આર્થિક બાબતોમાં કર્મચારી અથવા તો સહયોગી ઉપર ભરોસો ન કરવો. બધા નિર્ણય તમારે જાતે લેવા જ સારા રહેશે. મુશ્કેલ સમયમાં તમારા પરિજનોનો પૂરો સહયોગ રહી શકે છે. પ્રેમ સંબંધોમાં નિરાશા રહી શકે છે.

મિથુન રાશિ

સમજી-વિચારીને નિર્ણય લેવો. તમને સારી સફળતા મળી શકશે. વડીલોનું માર્ગદર્શન પણ તમારા માટે મદદગાર રહી શકે છે. માત્ર કલ્પનાઓની દુનિયામાંથી બહાર આવીને હકીકત વિશે વિચારવાની જરૂર છે. જો ફાયનાન્સને લઇને તમારી પાસે કોઈ યોજના હોય તો તેના વિશે સમજી-વિચારીને કાર્ય કરવા. તમારી સાથે દગાબાજી પણ થઈ શકે છે.

સંયુક્ત પરિવારમાં નાની-મોટી વાતોને લઇને થોડો તણાવ રહી શકે છે. વ્યવસાયિક દૃષ્ટિકોણથી પરિસ્થિતિઓ અનુકૂળ છે માટે તમારું પૂરું ધ્યાન વેપારમાં લગાવવું. શેર બજાર અથવા તો તેજી-મંદી જેવા વ્યવસાયમાં કામ કરતા લોકોએ સાવધાન રહેવું. રોકાણ સાથે જોડાયેલી ગતિવિધિઓ અત્યારે સ્થગિત રાખવી. લગ્નજીવનમા મધુરતા રહી શકે છે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક નજીકતા બની રહેશે.

કર્ક રાશિ

માનસિક સુખ-શાંતિ મળી રહેશે. સમય મુજબ કામ પૂર્ણ થવાથી શાંતિ મળી શકે છે. મનમાં ચાલી રહેલી કોઈ પ્રકારની શંકા દૂર થઈ શકે છે. વિદ્યાર્થીઓ તથા યુવાઓ પોતાના ખાસ મિત્રો તથા ગુરુજનોના સાનિધ્યમાં પણ સમય પસાર થશે. આ વાતનું પણ ધ્યાન રાખવું કે જે કાર્યોને તમે સહજ અને સરળ સમજી રહ્યા હતાં, તેમાં થોડી મુશ્કેલીઓ પણ આવી શકે છે. નકારાત્મક વિચારોના કારણે તમે તમારા લક્ષ્યથી ભટકી પણ શકો છો.

થોડો સમય મનન અને ચિંતનમાં પણ પસાર કરો. ફાયનાન્સ કે નાણાકીય બાબતમાં વધારે સમજી-વિચારીને નિર્ણય લેવાની જરૂરિયાત છે. સરકારી કામ સાથે જોડાયેલી ગતિવિધિઓમાં સફળતા મળશે. વ્યવસાયમાં સારા પરિણામ મળશે. નોકરીમાં અધિકારીઓ તમારા કામથી સંતુષ્ટ રહેશે. કામ વધારે હોવા છતા ઘર-પરિવાર માટે સમય કાઢવો જરૂરી છે. ઘરમાં કોઈ માંગલિક આયોજન થઇ શકે છે.

સિંહ રાશિ

આજે દિનચર્યામાં થોડી નવીનતા લાવવાના પ્રયત્નો કરવા. જેમાં પરિવારના લોકોનો સહયોગ રહેશે. સંપત્તિને લગતો વિવાદ કોઈની મધ્યસ્થતા દ્વારા ઉકેલાઈ શકે છે. ઘરના કોઈ સભ્યના લગ્નનો તૈયારીઓનું પ્લાનિંગ થશે. વાત વગર કોઈ સાથે વિવાદમાં ઉતરશો નહીં. તમારા ગુસ્સા અને વાણી ઉપર કાબૂ રાખો. નહીંતર વિવાદની સ્થિતિ બની શકે છે.

મુલાકાત કરતા સમયે બીજા લોકોની વાતોમાં આવવું નહીં અને પોતાની સમજણ દ્વારા જ પગલાં ભરવા. વ્યવસાયમાં પરિસ્થિતિ અમુક હદે તમારા પક્ષમાં રહી શકે છે. રાજકીય કામમાં સફળતાના યોગ બની રહ્યા છે. યુવાનોને નોકરી સાથે જોડાયેલ સારા સમાચાર મળી શકે છે. પરંતુ આ સમયે વ્યવસાયિક ગતિવિધિઓને ગુપ્ત રાખવી જરૂરી છે. લગ્નજીવનમાં મધુરતા બની રહેશે. પ્રેમ સંબંધોને કારણે તમારી કારકિર્દીને બગડવા ન દેવી.