રાશિફળ ૬ ઓગસ્ટ ૨૦૨૨, આ રાશિ માટે નિર્માણ પામશે ગ્રહોના વિશેષ સંયોગ, નસીબ રહેશે જોરમાં

Posted by

મેષ રાશિ

શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકોને વધારે મહેનતની જરૂર પડશે. જીવનસાથી સાથે સમય વિતાવીને સારું ફીલ થશે. પરિવારના કોઈ સભ્યને પોતાની જીદ પૂરી કરવા માટે મનાવી શકશો. ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા લોકોએ ભણતર પર ધ્યાન આપવું. ઉતાવળમાં કરેલો નિર્ણય તમારી માટે પરેશાની ઉભી કરી શકે છે. તેના માટે તમારે બાદમાં પસ્તાવું પડી શકે છે. આજના દિવસે યાત્રા પર જવાથી બચવું. કોઈપણ પ્રકારની પ્રતિયોગિતા અથવા સ્પર્ધામાં તમને સફળતા મળશે.

વૃષભ રાશી

સરકારી નોકરી મળવાની સંભાવના છે. એટલા માટે વધારે મહેનત કરવી. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને કાર્ય સ્થળ પર સાથી કર્મચારીઓનો સહયોગ મળશે. કાર્યસ્થળ પર શત્રુઓને પરાજય આપી શકશો. જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાની કોશિશ કરવી. દાંપત્ય જીવનમાં મતભેદ દૂર થશે. આજે કરવામાં આવેલું ઇન્વેસ્ટમેન્ટ ભવિષ્યમાં કામ આવશે. કેટલાક ખાસ લોકોનો સહયોગ મળી શકે છે.

મિથુન રાશિ

આજે તમારા સારા કામ માટે સન્માન મળશે. પરિવારના મુદ્દાઓને લઇને વ્યસ્ત રહી શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાના યોગ છે. સમાજમાં તમને માન સન્માન મળી શકે છે. કોઈ તરફ આકર્ષિત થઇ શકો છો. આજે સ્વાસ્થ્યને લઇને થોડું સાવચેત રહેવાની આવશ્યકતા રહેશે. કરિયરને દિશા આપવાની કોશિશ કરશો. જો પિતાનું સ્વાસ્થ્ય સારું ના હોય તો આજે તેનું વિશેષ ધ્યાન રાખવું. યાત્રા કરતી વખતે વાહન સાવધાનીપૂર્વક ચલાવવા.

કર્ક રાશિ

અપરિચિત લોકો પર વધારે ભરોસો ન કરવો. સ્વાસ્થ્યને નજર અંદાજ કરવાથી તણાવ વધી શકે છે. એટલા માટે ડોક્ટરની સલાહ કારગત સિદ્ધ થશે. કાર્યક્ષેત્ર પર કોઈ પરિસ્થિતિને પહોંચી વળવામાં સફળ રહેશો. મિત્રો સાથે બહાર ફરવા જવાનું થઈ શકે છે. કોઈ સાથે પ્રેમ સંબંધોની શરૂઆત થઈ શકે છે. કરીઅરને લઈને ખુશ-ખબરી મળી શકે છે. ધંધામાં સાવધાન રહેવાની જરૂર રહેશે. માનસિક સ્થિતિમાં સંતુલન રહેશે.

સિંહ રાશી

આજે તમને જીવનમાં આવનારી પરેશાનીઓથી છુટકારો મળશે. જીવનસાથી ઘરના કામમાં તમારી મદદની આશા કરશે. કોઈ મહત્વપૂર્ણ જગ્યા પર જવાનું વિચારી રહ્યા છો, તો પબ્લિક ટ્રાન્સપોર્ટ થી બચવું. કોઈ યાત્રામાં જવું આરામ દાયક રહેશે નહીં. ભણતરમાં પ્રદર્શન સારું રહેશે. તમે ખૂબ ઝડપથી પ્રગતિ કરી શકશો અને સફળતાના નવા દ્વાર ખુલશે. પ્રેમ સંબંધોને લઈને પ્રામાણિક રહેવું. સમાજ-સેવા કરવાની તક મળશે.

કન્યા રાશિ

નવા કાર્યોની શરૂઆત માટે દિવસ અનુકુળ છે. લગ્ન-જીવનને સુખી બનાવી રાખવા માટે તમારા સ્વભાવમાં પરિવર્તન લાવવું પડશે. એક નાનકડું પરિવર્તન પણ તમારા સંબંધને પ્રગાઢ બનાવશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. વ્યક્તિગત અને વ્યાવસાયિક દૃષ્ટિએ વિચારતાં દિવસ ઉત્તમ રહેશે. નિર્ણય સમજી વિચારીને લેવા. પોતાનો જનસંપર્ક વધારીને નેટવર્કને વધારે મજબુત કરવું પડશે.

તુલા રાશિ

ધંધા-રોજગાર સાથે સંકળાયેલા લોકો માટે દિવસ સારો છે. કામકાજને લઈને મનમાં ઘણી બધી દુવિધા રહેશે. જેના કારણે મહેનતમાં ઘટાડો થઈ શકે છે. સંપત્તિ સંબંધીત સોદામાં ફાયદો મળશે. કૌટુંબિક જીવન સારું રહેશે પરંતુ સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવાની જરૂર છે. સામાજીક માન-સન્માન વધશે. નાની-નાની વાતોને લઈને પરેશાની થઈ શકે છે. એટલા માટે હનુમાન ચાલીસાના પાઠ કરવા. જો હનુમાન ચાલીસાના પાઠ કરશો તો માનસિક શાંતિ પ્રાપ્ત થશે.

વૃષીક રાશિ

આજે આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે. તમારી રચનાત્મકતા જોઈને ઉપરી અધિકારીઓ ખૂબ જ પ્રભાવિત થશે. તમે જે ક્ષેત્રમાં જોડાયેલા છુઓ તે ક્ષેત્રમાં આજે તમારી પ્રગતિ નિશ્ચિત છે. આર્થિક રીતે જોવા જઈએ તો આજનો દિવસ રાહત-પૂર્ણ રહેશે. નાના ભાઈ સાથે વિવાદ થઈ શકે છે. જેનાથી કૌટુંબિક વાતાવરણ તણાવપૂર્ણ રહેવાની સંભાવના છે. જીવનસાથી સાથે સમય વિતાવી શકશો. તેમજ બંને વચ્ચે ચાલી રહેલી ગલતફેમી દૂર થશે.

ધન રાશિ

આજે પોતાની અંદર રહેલી પ્રતિભાનો પૂર્ણ લાભ લેવાનો સમય છે. એ વાતમાં સાવધાની રાખવી કે તમે કોની સાથે આર્થિક લેવડ-દેવડ કરી રહ્યા છો. ઘર વપરાશની વસ્તુઓમાં વૃદ્ધિ થશે. કૌટુંબિક જવાબદારીઓ પૂર્ણ કરી શકશો. આર્થિક પક્ષ મજબૂત થશે. રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. જીવનમાં ખુશીઓનો આવિર્ભાવ થશે. કોઈ સાથે અહંકારમાં આવીને વિવાદ ના કરવો, અન્યથા તણાવ થઈ શકે છે. વેપાર-ધંધો સારો ચાલશે.

મકર રાશિ

આર્થિક રીતે વિચારતા આ દિવસ મિશ્રિત રહેશે, કારણકે પરિસ્થિતિઓ સંતુલનમાં રહેશે. પૈસાની દૃષ્ટિએ વિચારતાં આજે નસીબ ખુલશે. તમને યોગ્ય આર્થિક યોજનાઓનુ ઉચિત પરિણામ મળી શકે છે. જો તમે સંતાન માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો આજના દિવસે પ્લાન બનાવવા ઉત્તમ રહેશે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી પરેશાનીઓમાં રાહત મળશે. પોતાના અને બીજા સાથે પ્રામાણિક રહેવું તમારી માટે સારું રહેશે. બિઝનેસમાં મોટો નફો મળી શકે છે.

કુંભ રાશિ

આજે લાંબી યાત્રા કરવાનો અવસર મળશે. જીવનસાથી તમારા વિચારોથી સહમત થશે. ભણતરમાં કોઈની મદદ મળશે. જે આગળ જતા કામ આવશે. જીવનસાથીની સલાહ કામ આવી શકે છે. કુટુંબ સાથે ફરવા જવાનું થઈ શકે છે. જીવનસાથી સાથે સમય વિતાવવાનું પસંદ કરશો. વિચારોને પોતાના પર હાવી ન થવા દેવા. અન્યથા સંબંધો બગડી શકે છે. એવા લોકોથી બચીને રહેવું જે તમારી પ્રતિષ્ઠાને આઘાત પહોંચાડી શકે છે.

મીન રાશિ

તમારા પ્રિય-પાત્રની ગેરહાજરીથી તમે ઉદાસ થઈ શકો છો. કોઈ નવા પ્રોજેક્ટ માટે ટ્રેનિંગનો અવસર મળી શકે છે. શાસન-સત્તાનો સહયોગ રહેશે. વ્યવસાયિક યોજના ફળીભૂત થશે. ઘરગથ્થુ સ્તર પર બદલાવ લાવી શકો છો. કોઈ સપનાને પૂરું કરવાની કોશિશ કરશો. પરિવાર સાથે સમય વિતાવીને સારું ફીલ થશે. બીજાઓ પાસેથી સહયોગ મેળવવામાં સફળ રહેશો. પાડોશી સાથે વિવાદ થઈ શકે છે. જેનાથી તણાવ થઈ શકે છે.