રાશિફળ 6 ડીસેમ્બર : બજરંગબલી આજથી આ રાશિવાળા લોકોનું કલ્યાણ કરવાની શરૂઆત કરશે, જાણો બાકીની રાશિઓનો આજ નો દિવસ કેવો રહેશે

Posted by

મેષ રાશિ

સંતાનનાં સંબંધમાં સુખદ સમાચાર મળશે. આજે પ્રોપર્ટી અથવા રોકાણની બાબતમાં સાવધાની રાખો. આજનો દિવસ મિત્રોની સાથે પાર્ટી કરવામાં પસાર થશે. પારિવારિક કાર્યોને લઈને થોડા પરેશાન રહેશો. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. રચનાત્મક પ્રયાસ ફળીભુત થશે. લોકો તમારા કામની ખુબ જ પ્રશંસા કરશે. વિચારીને લેવામાં આવેલ નિર્ણય ભવિષ્યમાં લાભ આપશે. ધર્મના કાર્યમાં વધારે રુચી રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓમાંથી છુટકારો મળી શકે છે.

 

વૃષભ રાશિ

આજે તમારી માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ભૌતિક સુખ સુવિધાઓ તરફ તમારી રુચિ વધશે. અમુક જ્ઞાનવર્ધક અને રોચક સાહિત્યના વાંચનમાં પણ સમય પસાર થશે. વ્યક્તિગત સમસ્યાઓ ઉકેલી શકાશે. નાના ભાઈ બહેનોની સાથે તાલમેળ રહેશે. ભાવુકતા ઉપર નિયંત્રણ રાખો. પારિવારિક સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે. આ રાશિના લોકો પોતાના સંતાનને શિક્ષાને લઈને થોડા ચિંતિત રહેશે. જીવનસાથી નો પુરો સહયોગ મળશે.

 

મિથુન રાશિ

આત્મશક્તિને એકઠી કરીને અંદરની સકારાત્મક ઊર્જામાં વૃદ્ધિ કરવા માટે સમય ઉત્તમ છે. આ રાશિના રાજકારણના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સફળતા મળશે. પરિવારમાં કોઈ ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરવાનો પ્લાન બનાવશો. સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તણાવ પણ ઉભો થઈ શકે છે. તમને કોઈ તરફથી ઉપહાર મળી શકે છે. જો તમે શાંતિપુર્ણ વ્યવહારિક જીવન ઇચ્છો છો તો તમારે પોતાના દ્રષ્ટિકોણ અને વ્યક્તિત્વમાં બદલાવ લાવવો પડશે.

 

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. જો તમે વધારે સમય આળસ અને સુસ્તીમાં ખર્ચ કરશો તો નુકસાન થઈ શકે છે. જીવનસાથી ને સમય આપો સંબંધોમાં ચાલી રહેલી સમસ્યાઓ સમાપ્ત થશે. ઓફિસમાં તમને પોતાનું મંતવ્ય આપવાનો અવસર મળશે. વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દીને વધારે શ્રેષ્ઠ બનાવવાના અવસર મળશે. ટાઈમ ટેબલ બનાવીને અભ્યાસ કરો. આજે તમે પોતાના વડીલોના આશીર્વાદ લઈને નવો વેપાર શરૂ કરશો તો ફાયદો થવાનું નક્કી છે.

 

સિંહ રાશિ

આજના દિવસે વિલંબ અને વધારે પડતા કામના બોજને લીધે માનસિક અશાંતિનો અનુભવ કરશો. રોજિંદા કામમાં વધારો થઈ શકે છે, પરંતુ તેનો ફાયદો તમને આવનારા દિવસોમાં જોવા મળશે. નાની નાની વાતો ઉપર ગુસ્સો કરવાથી અમુક લોકો તમારો વિરોધ કરશે. રોકાણના મામલામાં તમને કોઈ નવી સલાહ મળશે. વેપારને વધારવા માટે અમુક નવા અવસર મળશે. વહીવાહિત જીવનમાં કઠોરતા અને અપ્રિયતા નો સામનો કરવો પડશે. પરિવારમાં કોઈ વાતને લઈને થોડો તણાવ ઊભો થઈ શકે છે.

 

કન્યા રાશિ

કામને લઈને તમારી ઘણી યોજનાઓ આજના સમયમાં પુરી થશે. કોર્ટ કચેરીના મામલામાં પડવું નહીં. શુભચિંતકો અને મિત્રોનું સમર્થન તમારા આત્મવિશ્વાસને વધારશે. સાંજના સમયે પરિવારની સાથે ઘરે પાર્ટીનું આયોજન કરશો. તમને કોઈ મોટી સફળતા મળશે. માતાનાં સ્વાસ્થ્યમાં સુધારો આવશે. કોઈ પારિવારિક સમારોહને કારણે તમે જુના દિવસોની યાદોમાં ખોવાયેલા રહેશો. કોઈપણ પ્રકારનું પ્રમોશન અથવા વેતન વૃદ્ધિ થઈ શકે છે.

 

તુલા રાશિ

આજનો દિવસ સારો રહેશે. પોતાના કામમાં રોકટોક સહન કરી શકશો નહીં. જેના લીધે કોઈની સાથે તકરાર પણ થઈ શકે છે. પત્નીના સ્વાસ્થ્યને લઈને ચિંતા ઊભી થઈ શકે છે. ધર્મ કર્મ પર ધ્યાન આપીને પુજાપાઠ કરો. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ જોશમાં નહીં પરંતુ હોશમાં રહીને કરવો જોઈએ. બોસ તથા ઉચ્ચ અધિકારી તમારા કાર્યની પ્રશંસા કરશે. ભાગ્યનો સાથ મળશે તથા શુભ સમાચાર પ્રાપ્ત થશે. લેખન તથા બૌદ્ધિક કાર્યમાં વ્યસ્તતા વધી શકે છે.

 

વૃશ્ચિક રાશિ

આજે તમને અચાનક કોઈ ખુશખબરી મળવાની સંભાવના રહેલી છે. પુસ્તકો વાંચવાથી નકારાત્મક વિચારોમાં મુક્તિ મળશે. કાર્ય કરતાં પહેલા લિસ્ટ બનાવીને તૈયારી કરી લેવી જોઈએ. બની શકે છે કે કોઈ કારણોને લીધે મહત્વપુર્ણ કાર્ય બાકી રહી જાય. ટેકનોલોજી સાથે સંબંધિત ક્ષેત્રમાં જોડાયેલા જાતકો ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે. નકારાત્મક વિચારોથી મન વિચલિત થઈ શકે છે. નોકરીમાં નવા અવસરોની પ્રાપ્તિ થશે.

 

ધન રાશિ

આજે ધનની લેવડદેવડ પ્રત્યે સતત રહો. વ્યવસાયીક સ્થળ ઉપર કોઈનું દિલ દુભાવાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. ઉચ્ચ અધિકારી તમારા કામથી સંતુષ્ટ રહેશે. ઓફિસિયલ પોલિટિક્સ થી બચીને રહેવું. જો વેપારનો વિસ્તાર કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો પ્રસાર-પ્રચાર ઉપર ધ્યાન આપો. તમારે પોતાની રહેણીકરણીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પોતાના કામના બળ ઉપર આજે તમે પોતાની સાથે રહેલા લોકોને ઈમ્પ્રેસ કરી શકો છો.

 

મકર રાશિ

આજે તમારે પોતાનો ઉત્સાહક જાળવી રાખવો જોઈએ. કારણ કે તેનાથી તમારી તકલીફો અને દુઃખ ખતમ થઇ જશે. કાર્યક્ષેત્રમાં તમારી હાજર જવાબી લોકોને પ્રભાવિત કરશે, પરંતુ ખુબ જ વધારે વાત કરવાથી બચવું. કારણ કે તેનાથી તમારી છબી ઉપર નકારાત્મક અસર જોવા મળી શકે છે. ઘરની અડચણને લીધે તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નોકરી કરતી મહિલાઓએ પોતાના સંબંધીઓ સાથે કોઈ વિવાદ કરવો નહીં.

 

કુંભ રાશિ

આજે નકામી વાતોમાં સમય ખરાબ થઈ શકે છે. તમારી પાસે પૈસા કમાવાની ક્ષમતાને વધારવા માટેની તાકાત અને સમજ બંને રહેશે. જીવનસાથી તરફથી કોઈ સરપ્રાઈઝ ગિફ્ટ મળી શકે છે. વેપારીઓને લાભ મળવાની સંભાવના છે. સામાજિક સ્તર ઉપર તમારી ખ્યાતિ વધશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને આવકના એક કરતાં વધારે સ્ત્રોત પણ ઉત્પન્ન થઈ શકે છે. પરિવારના સદસ્યોનો પ્રેમ અને સહયોગ મળશે.

 

મીન રાશિ

આજે ધન આગમનના ઘણા માર્ગ ખુલી શકે છે. વાણી ઉપર નિયંત્રણ રાખો. કોઈ ધાર્મિક પુસ્તકનું અધ્યયન આ રાશિના અમુક જાતકો કરી શકે છે. આ રાશિના અમુક વિદ્યાર્થીઓ આજના દિવસે એકાગ્રતાની કમી મહેસુસ કરી શકે છે. યોગ તથા ધ્યાનથી લાભ થશે. કોઈ નાની વાત ઉપર તમે ઉદાસ થઈ શકો છો અથવા જુના સમયને યાદ કરવા લાગશો. દુશ્મનો પરેશાન કરી શકે છે. અંગત જીવનમાં અમુક સારા બદલાવ જોવા મળશે.