રાશિફળ ૬ ઓક્ટોબર ૨૦૨૨, આ રાશીને વેપાર વ્યવસાયમાં મળશે મોટા લાભ, નસીબનો મળશે પુરતો સાથ

Posted by

મેષ રાશિ

નવા વસ્ત્ર અને આભૂષણની ખરીદી પર વ્યય થશે. વ્યાપાર વ્યવસાયમાં લાભ મળી શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલું રોકાણ શુભ ફળ આપશે. નસીબનો પૂરતો સાથ મળી રહેશે. નોકરીમાં પ્રગતિ થવાની સંભાવના છે. બીજાના કાર્યમાં દખલગીરી કરવાથી બચવું અન્યથા તમને નુકસાન થઈ શકે છે. આજના દિવસે આળસ અને પ્રમાદથી દૂર રહેવાથી સારા પરિણામની પ્રાપ્તિ થશે. બેરોજગારી દૂર કરવાના બધા પ્રયાસો સફળ થશે.

વૃષભ રાશી

જૂના સાથી મિત્રો તથા સંબંધીઓ સાથે મુલાકાત થઈ શકે છે. ઉત્સાહ વધારનારી સૂચનાઓની પ્રાપ્તિ થશે. આત્મવિશ્વાસમાં વધારો થઇ શકે છે. કોઇ લાંબી યાત્રા પર જવાનું આયોજન થઇ શકે છે. આજના દિવસે ક્રોધ અને ઉત્તેજના પર વિશેષ રૂપે નિયંત્રણ રાખવું અન્યથા કેટલીક પરેશાનીઓનો ઉદ્ભવ થઈ શકે છે. તમારા કાર્યમાં તમારી બુદ્ધિશક્તિના કારણે અણધાર્યા પરિણામની પ્રાપ્તિ થશે. ધંધા રોજગારમાં વૃદ્ધિ થશે અને સમસ્યાઓ દૂર થશે. જીવનસાથી સાથે ખૂબ સારો સમય રહેશે. માતા-પિતા તમારાથી ખુશ રહેશે.

મિથુન રાશિ

પ્રગતિ માટે કરવામાં આવેલા પ્રયાસો સફળ રહેશે. ખૂબ જ લાંબા સમયથી રોકાયેલા કાર્યો પૂર્ણ થવાની સંભાવના છે. કૌટુંબિક દ્રષ્ટિએ જોતા ઘરના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે. જેના કારણે તમે આત્મવિશ્વાસનો અનુભવ કરશો. જોખમના કાર્યો કરવા માટે સાહસ કરી શકશો. સામાજિક કાર્ય કરવાની પ્રેરણા મળશે. વરિષ્ઠ વ્યક્તિઓના આશીર્વાદ અને માર્ગદર્શન મળશે. વ્યવસાયની દ્રષ્ટિએ ખૂબ જ સારો દિવસ છે. આવકમાં સારો એવો વધારો મળશે. આજના દિવસે રોકાણ કરવાથી શુભ ફળ મળી શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે.

કર્ક રાશિ

કીમતી વસ્તુ સંભાળીને રાખવી. વગર કારણે તણાવ અને ચિંતા રહી શકે છે. કોઈ નજીવી વાત પર મોટો વિવાદ ઉભો થઈ શકે છે. માટે વાણી પર કંટ્રોલ રાખવો. ધંધામાં લાભ મળવાના યોગ બની રહ્યા છે. મનમાં સંવેદનશીલતા રહેશે. તમને કોઈ દુઃખદ સમાચાર મળી શકે છે માટે ધીરજ અને હિંમત રાખવી. નોકરીમાં વર્કલોડ વધારે રહેશે. સાથી કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ શકે છે. કોઈ જૂની ચિંતા પરેશાનીનું કારણ બની શકે છે.

સિંહ રાશી

આ રાશિના જાતકોને આજના દિવસે કોઈ આનંદ ઉત્સવમાં ભાગ લેવાની તક મળશે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ મેળવી શકશો. વિદ્યાર્થી વર્ગ પોતાના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકશે. કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન પ્રાપ્ત થવાથી ખૂબ જ સારો લાભ થશે. બધા ક્ષેત્રોમાં પ્રગતિ થઈ શકશે. ધન પ્રાપ્તિ માટે નવા સ્ત્રોત મળશે અને આવકનો વધારો સરળ બનશે. ઘરની બહાર અને અંદર બંને જગ્યાએ પ્રસન્નતા રહેશે.

કન્યા રાશિ

જમીન અને સંપત્તિના ખરીદ-વેચાણની યોજનાઓ બનાવી શકશો અને આ યોજનાઓ તમને ખૂબ જ સારો લાભ અપાવશે. ધંધામાં કોઈ મોટો લાભ થઈ શકે છે. પરીક્ષામાં ખૂબ સારી સફળતા મેળવી શકશો. નોકરીમાં વરિષ્ઠ અધિકારીઓની પ્રસન્નતા પ્રાપ્ત થશે અને પ્રશંસા પણ મળશે. કોઈપણ કાર્યમાં ઉતાવળ અથવા વધારે ઉત્સાહ કરવા જવાથી કાર્ય બગડી શકે છે. ધન અર્જનના ખૂબ જ સારા અવસર પ્રાપ્ત થશે. આજના દિવસે તમારા મનમાં અત્યંત પ્રસન્નતા બની રહેશે.

તુલા રાશિ

કોર્ટ-કચેરી અને સરકારી કાર્યાલયોમાં રોકાયેલાં કામોમાં અનુકૂળતા રહેશે. લાભ પ્રાપ્ત થશે. જીવનમાં આનંદ મળશે. માતાપિતા તરફથી સહયોગ પ્રાપ્ત થશે. કોઈપણ પ્રકારના વિવાદમાં ન પડવું. રોકાણથી ખૂબ મોટો લાભ થઈ શકે છે. વ્યાપાર વ્યવસાયમાં ગતિ આવશે. પ્રેમ જીવનમાં કેટલાક નવા વળાંક આવી શકે છે. પ્રેમ વિવાહ માટે અનુમતિ મળી શકે છે. ધાર્મિક કાર્યોમાં રસ લેવાથી મન શાંત રહેશે.

વૃષીક રાશિ

આ રાશિના જાતકોએ આજના દિવસ સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું પડશે. જૂના રોગ પરેશાનીનું કારણ બની શકે છે. વાહનોના ઉપયોગમાં બેદરકારી ન કરવી. ખરાબ માણસોથી યોગ્ય અંતર બનાવીને રાખવું. સમય થોડો ખરાબ રહી શકે છે. બોલતી વખતે તમારા શબ્દો પર ખાસ નિયંત્રણ રાખવું. ધંધામાં મોટો લાભ થઈ શકે છે. આવકની સ્થિતિ જળવાઈ રહેશે. રોકાણના કાર્યોમાં ઉતાવળ ન કરવાની સલાહ આપવામાં આવે છે.

ધન રાશિ

આજના દિવસે તમારી આસ્થા ધર્મ-કર્મમાં વધારે રહેશે. આર્થિક પ્રગતિ માટે કાર્યપ્રણાલીમાં સુધારો કરવાની નવી યોજનાઓ બનાવી શકશો. તત્કાળ લાભ મળવાની સંભાવના ઓછી છે. સામાજિક સેવા કાર્ય કરવા માટે નવી પ્રેરણા પ્રાપ્ત થશે. સામાજિક ક્ષેત્રે તમારા માન સન્માનમાં વધારો થશે. સસરાપક્ષ તરફથી કોઈ સારા સમાચારની પ્રાપ્તિ થઇ શકે છે. ભાઈઓનો સહયોગ પ્રાપ્ત થશે જેના કારણે પ્રગતિના નવા માર્ગ ખૂલશે. શત્રુ સક્રિય રહી શકે છે માટે સાવધાન રહેવું.

મકર રાશિ

કોઈ જાણકાર અને અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન પ્રાપ્ત થવાથી તમને તમારા ધંધામાં કેટલાક નવા પ્રોજેક્ટ મળી શકે છે. કોર્ટ-કચેરીના કાર્યોમાં ગતિ આવશે. વ્યાપાર કરતા લોકો લાભનો આનંદ લઇ શકશે. વ્યસ્તતાના કારણે સ્વાસ્થ્ય અને કૌટુંબિક જીવનને પ્રભાવિત થઈ શકે છે. પર્સનલ લાઇફમાં કેટલીક પરેશાનીઓ આવી શકે છે માટે સાવધાની રાખવી. ધર્મના કાર્યોમાં રૂચી જળવાઈ રહેશે. માનસિક શાંતિ જાળવવા માટે વ્યાયામ અને યોગ પર ધ્યાન આપવું.

કુંભ રાશિ

જો તમે કોઇને ઉધાર પૈસા આપેલા હોય તો તે પાછા ફરી શકે છે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓની પ્રસન્નતા પ્રાપ્ત થશે. વ્યવસાયની દ્રષ્ટિએ કોઈ યાત્રા થઈ શકે છે જે લાભ આપનારી સાબિત થશે. તમે કોઈ સારું રોકાણ કરી શકો છો પરંતુ આ રોકાણ દરમ્યાન ભૂતકાળની ભૂલોને યાદ રાખવી. ભાઈઓનો સહયોગ પ્રાપ્ત થશે. અચાનક અતિથિનું આગમન થવાથી આનંદીત થશો. નસીબ તમને પૂરતો સાથ આપશે. સમય તમારી અનુકૂળ હોવાથી તેનો યોગ્ય લાભ લેવો. આળસ કરવાથી બચીને રહેવું.

મીન રાશિ

આજના દિવસે તમે થોડા કન્ફ્યુઝ રહી શકો છો. આશા અને નિરાશાની વચ્ચે સમય પસાર થશે. આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. બિનજરૂરી ખર્ચમાં વધારો થવાથી તમારું બજેટ બગડી શકે છે. બીજાઓ સાથે સરખામણી અને અપેક્ષા કરવાથી બચીને રહેવું. તમારા કામ સમય પર પૂર્ણ ન થવાના કારણે તણાવ રહી શકે છે. મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં તમારી ઉતાવળ તમને નુકસાન કરાવી શકે છે. માતા-પિતાની સેવા કરવાની તક મળશે. ધર્મના કાર્યમાં તમારું મન લાગેલું રહેશે. સંતાનો પ્રત્યેની જવાબદારી સારી રીતે પુરી કરી શકશો. કુટુંબના સભ્યો તમારાથી ખૂબ જ ખુશ રહેશે.