રાશિફળ ૬ ઓક્ટોબરથી ૧૧ ઓક્ટોબર, આ રાશીને ભરાઈ જશે ધન દોલતના ખજાના, તિજોરી થશે છલોછલ

Posted by

મેષ રાશિ

તમે તમારી કાર્ય કુશળતાના બળે અનેક કાર્ય યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. પરંતુ ભાવનાઓને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. કોઈપણ નિર્ણય પ્રેક્ટિકલ થઈને લેવો, તેનાથી ઉત્તમ પરિણામ મળશે. રિસ્કને લગતા કાર્યોમાં તમને ખાસ ફાયદો થવાનો છે. અફવાઓ ઉપર બિલકુલ ધ્યાન ન આપશો. કોઇ વ્યક્તિ દ્વારા ગેરસમજ ઊભી કરવાથી તમારી પરેશાનીઓ વધશે. સાથે જ કોઇ નજીકના મિત્ર સાથે પણ સંબંધ ખરાબ થવા જેવી સ્થિતિ બની રહી છે. તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખવો. વ્યવસાયિક કાર્યોમા બનાવેલી યોજનાઓનું ઉત્તમ ફળ મળી શકે છે. કોઈ કર્મચારીના સહયોગથી ચાલી રહેલ જુના મતભેદ દૂર થશે. નોકરી કરતા લોકોને કોઈ સારા પ્રોજેક્ટ પ્રત્યે ઉચિત યોગદાન આપવા થી પ્રશંસા મળશે. વ્યસ્તતા હોવા છતાં ઘર-પરિવારને પ્રાથમિકતા આપવાથી વાતાવરણ સુખમય બની રહેશે. કોઈ જૂના મિત્રોને મળવાથી યાદો તાજી થશે.

વૃષભ રાશિ

પરિવાર અને ફાયનાન્સને લગતા મહત્વપૂર્ણ નિર્ણય લેવાથી સકારાત્મક પરિણામ મળી શકે છે. સાથે જ, કોઈ યોજનાના શરૂ થવાથી મનમાં સુખ અને શાંતિ મળી શકે છે. થોડો સમય તમારા રસના કાર્યો માટે પણ જરૂર કાઢવો, તેનાથી તમને આત્મિક સુખ મળી શકે છે. પરંતુ નિર્ણય લેવામાં એટલે વધારે સમય ન લગાવો નહિતર સફળતા તમારા હાથમાંથી સરકી જાય. મોસાળ પક્ષ સાથે કોઈ વાતને લઇને ગેરસમજ ઊભી થઈ શકે છે. તમારી વાણી અને જિદ્દી સ્વભાવ ઉપર કાબૂ રાખવો. કાર્યક્ષેત્રમાં વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર રોકાણ કરવા માટે સમય અનુકૂળ નથી. વર્તમાન કાર્યપ્રણાલી ઉપર ધ્યાન આપવું. ઓફિસમાં અધિકારીઓ સાથે વાતચીત કરતા સમયે તમારી માનસિક સ્થિતિને કાબૂમાં રાખવી. બિનજરૂરી પ્રેમ સંબંધ અને મનોરંજનમાં સમય ખરાબ ન કરવો. પતિ-પત્ની વચ્ચે સામંજસ્ય વાળો વ્યવહાર બની રહેશે.

મિથુન રાશિ

થોડા સમયથી ચાલી રહેલી પારિવારિક સમસ્યાઓને તમે અનેક રીતે વ્યવસ્થિત કરી લેશો. આજે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થશે, જેથી તમે તમારી અંદર નવો જોશ અને ઊર્જા અનુભવ કરશો. પરિવારની સુરક્ષા માટે તમે સારા નિયમ બનાવશો. તમારો કોઈ સામાન ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. તમારી વસ્તુઓની જાતે જ દેખરેખ રાખવી. બાળકોને કોઈ પ્રકારનો નિર્ણય લેવામાં તમારો સહયોગ જરૂરી છે. તેથી તેમાં સુરક્ષાની ભાવના આવશે. નોકરી કરતા લોકો ઉપર કામનું ભારણ રહેશે. વ્યવસાયિક ગતિવિધિઓમાં બેદરકારી ન કરવી. આ સમયે કામકાજમાં બદલાવ કરવાની જરૂર છે. સાથે જ કર્મચારીઓની ગતિવિધિઓ ઉપર પણ સતત નજર રાખવી. નોકરી કરતા લોકો ઉપર કામનું ભારણ રહેશે. જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ તમારી કાર્યક્ષમતાને નવી ઊર્જા આપશે. ઘરનું વાતાવરણ સુખદ બની રહેશે.

કર્ક રાશિ

તમારા સપના અને આશાને સાકાર કરવાનો દિવસ છે. પરંતુ બીજા લોકોની સલાહની જગ્યાએ પોતાના મનનો અવાજ સાંભળો અને અમલ કરવો. પ્રકૃતિ તમારા માટે શુભ અવસર બનાવી રહી છે. સાથે જ હોય અટકેલા સરકારી કામનો પણ ઉકેલ આવી શકે છે. પોસા આવવાની સાથે-સાથે ખર્ચ વધારે રહી શકે છે. કોઈ બહારના વ્યક્તિની દખલ પોતાના પરિવાર અને વ્યવસાય ઉપર થવા દેશો નહીં. કર્મચારીઓ સાથે સંબંધ ખરાબ ન થવા દેવા. તેમનો સહયોગ તમારા માટે જરૂરી છે. વ્યવસાયિક સ્થળે કરેલી મહેનતનું યોગ્ય પરિણામ ન મળવાથી મનમાં થોડી ચિંતા રહેશે. પરંતુ મીડિયા અને રચનાત્મક વ્યવસાય સાથે જોડાયેલા લોકો સારા કામ કરવાને કારણે ફાયદો મેળવી શકે છે. પ્રેમ પ્રસંગોથી દૂર રહો તો સારું રહેશે. કારણ કે તેના કારણે તમારા ઘરની વ્યવસ્થા બગડી શકે છે. પતિ-પત્નીમાં સામંજસ્ય બની રહેશે.

સિંહ રાશિ

ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં આસ્થા વધારવાથી તમારા વિચારો પણ સકારાત્મક અને સંતુલિત થઈ જશે. આર્થિક બાબતોમાં પણ સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં રહી શકે છે. ફોન અને મિત્રોમા જ વ્યસ્ત રહીને તમે તમારો સમય ખરાબ ન કરો. ક્યારેક તમારી મરજી અને વધારે પડતો આત્મવિશ્વાસ તમને દગો આપી શકે છે. સસરા પક્ષ સાથે સંબંધ મધુર બનાવી રાખવા. વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધારાની શક્યતાઓ છે, તેમ છતાં જરૂરિયાત મુજબ કામ બનતા જશે. વ્યક્તિગત સંપર્ક તમારા માટે ફાયદાકારક સાબિત થશે. જમીન મિલકત સાથે જોડાયેલી મહત્વની ડીલ થવાની સંભાવના છે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. લગ્નના થયેલા હોય એ લોકો માટે લગ્નનો સારો પ્રસ્તાવ આવી શકે છે.

કન્યા રાશિ

વિદ્યાર્થીઓને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા સાથે જોડાયેલ સારુ પરિણામ મળી શકે છે. આજે તમારા સપના પૂરા થવાના છે માટે ખુબ જ મહેનતથી કામ કરવું. આ સમયે ગ્રહોની સ્થિતિ તમારા માટે શુભ અવસર આપવા વાળી રહેશે. તેને કારણે તમારા કોઈ પણ કામ ટાળવાના પ્રયત્નો ન કરવા. કારણ કે આ કારણે ઘણા બધા કામમાં અડચણો આવી શકે છે. તમારી બોલચાલની રીત નરમ રાખવી. કડવા શબ્દોના ઉપયોગ કરવાથી કેટલાક લોકોમાં નારાજગી ઉત્પન્ન થઇ શકે છે. વ્યવસાયિક સ્થળ ઉપર સહયોગીના કામ પ્રત્યે પૂરું સમર્પણ આપવું. બહારના સ્ત્રોતો સાથે ચાલી રહેલી વાતચીતનું આજે ઉત્તમ પરિણામ મળશે. શુભ અવસર મળવાની સંભાવના છે. નોકરી કરતા લોકો જો કોઈપણ પ્રકારના બદલાવ સાથે જોડાયેલા અવસર મળે તો તરત જ તેનો અમલ કરવો. વ્યસ્તતા હોવા છતાં ઘર પરિવારને તમે પ્રાથમિકતા આપશો. જેનાથી બધા સભ્યો વચ્ચેના સંબંધો મધુર બની રહેશે.

તુલા રાશિ

વડીલોના આશીર્વાદ અને સહયોગ તમારા ઉપર રહેશે. તેમનો આદર સત્કાર કરવો. બાળકો તરફથી પણ ચાલી રહેલી કોઈ સમસ્યાનું સમાધાન મળવાથી મનમાં શાંતિ રહી શકે છે. તમે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. ક્યારેક તમારો ગુસ્સો અને ઉતાવળ તમારા તથા તમારા પરિવાર માટે પરેશાની ઊભી કરી શકે છે. તમારી આ નબળાઈઓ ઉપર અંકુશ રાખવું. ખર્ચ વધારે રહી શકે છે. એટલે તમારા બજેટને પણ ધ્યાનમાં રાખીને ચાલવું જરૂરી છે. નોકરિયાત વ્યક્તિઓનો કોઇ ટાર્ગેટ પૂર્ણ થવાથી બોસ તથા ઉચ્ચ અધિકારી પ્રસન્ન રહી શકે છે. મીડિયા અને કમ્પ્યુટર સાથે જોડાયેલા વ્યવસાયમાં લાભ દાયક સ્થિતિઓ બની રહી છે. વર્તમાન વ્યવસાયમાં જે કોઈપણ કામ ચાલી રહેલા હોય તેનાથી ઉત્તમ લાભ મળશે. પરિવારના લોકો સાથે પણ થોડો સમય મનોરંજનને લગતા પ્રોગ્રામ બનાવવા. તેનાથી સંબંધોમાં નજીકતા વધશે. લગ્ન બહારના સંબંધોથી દૂર રહેવું.

વૃષીક રાશિ

આજે કામ વધારે રહેશે. એટલે આરમ અને મોજ મસ્તીમાં ધ્યાન ન આપીને તમારા કામ પ્રત્યે એકાગ્ર રહેવું. ઘરમાં પણ નવી સજાવટને લઇને થોડી યોજનાઓ બનશે તથા પારિવારિક સભ્યોમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે. કોઈપણ કાર્ય કરતા સમયે બેદરકારી ન કરવી. કેમ કે ચોરી થવા કે કોઈ પ્રકારનું નુકસાન થવાની સ્થિતિ બની રહી છે. બીજા લોકોની વાતોમાં ન આવીને તમારા નિર્ણયને જ પ્રાથમિકતા આપવી. તમારા નજીકના સંબંધીઓ સાથેના સંબંધો મધુર બનાવી રાખવા. કાર્યક્ષેત્રમાં વધારે કામ રહી શકે છે. કર્મચારીઓ સાથે કામ કરતા સમયે પૂરું ધ્યાન રાખવું કે થોડી પણ બેદરકારી થી મોટું નુકસાન થઈ શકે છે. નોકરી કરતા લોકોને પોતાનો કોઈ ટાર્ગેટ પૂરો કરવાથી માન-સન્માન અને પ્રગતિ મળવાની સંભાવના છે. પતિ-પત્નીએ એકબીજાના સંબંધોમાં ગેરસમજ ઊભી થવા ન દેવી. નાની મોટી નકારાત્મક વાતોને અવગણવી ઉચિત રહેશે.

ધન રાશિ

યોજનાબદ્ધ રીતે તમારા કાર્યોને પૂરા કરવા. તમારા સંપર્ક વધારવા જેથી ચોક્કસ જ તમને સફળતા મળી શકે છે. મિલકત ને લગતા કાર્યોમાં પણ ફાયદાકારક ડીલ થઈ શકે છે. તમારી ઈચ્છા મુજબના કાર્ય બનતા જશે. આળસને તમારા ઉપર હાવી થવા ન દેવી. તેના કારણે થોડી સફળતા હાથમાંથી સરકી શકે છે. સાથે જ થોડી જૂની નકારાત્મક વાતોના કારણે નજીકના સંબંધીઓમાં પણ ખટાશ આવી શકે છે. એટલા માટે તમારા વિચારો પર મનન કરતાં રહેવું. વ્યવસાયિક કાર્યોમાં કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લેવી. કારણકે આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. મશીનરી, ફેક્ટરી વગેરે સાથે જોડાયેલા વ્યવસાયમાં લાભ દાયક સ્થિતિઓ બની રહી છે. પ્રેમ પ્રસંગોમાં ભાવનાત્મક દૂરી વધી શકે છે. એટલા માટે તમારા વ્યવહારને મધુર બનાવી રાખવો. જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને વધારશે.

મકર રાશિ

છેલ્લાં થોડા સમયથી તમે જે કાર્યોને લઇને પ્રયત્ન કરી રહ્યા હતાં, આજે તે કાર્યોના પૂરા થવાનો સમય આવી ગયો છે. તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળી શકશે. પરંતુ ધ્યાન રાખવું કે કર્મ પ્રધાન રહેવું પડશે. કોઈ પેમેન્ટ અથવા તો ઉધાર આપેલા પૈસા અટકી જવાથી મન ચિંતિત રહેશે. ભાવનાઓમાં આવીને કોઈ પણ નિર્ણય ન લેવો. ક્યારેક ક્યારેક તમારો શંકા વાળો સ્વભાવ મુશ્કેલીનું કારણ બની શકે છે. તમારા વિચારોમાં લચીલાપણું બનાવી રાખવું. આજે માર્કેટિંગને લગતા કાર્યોમાં તથા સંપર્કોને વધારે મજબૂત કરવામાં તમારો સમય લાગશે. બહારના સ્ત્રોતોથી કોઈ મોટો ઓર્ડર મળવાની સંભાવના છે. તમારા કાગળિયા ને પૂરા રાખવા. કોઈ પૂછપરછ વગેરે થવાની સ્થિતિ બની રહી છે. પતિ-પત્ની બંને જ પોત-પોતાની વ્યસ્તતાના કારણે એકબીજાને સમય આપી શકશે નહીં.પરંતુ એકબીજા પ્રત્યેનો વિશ્વાસ સંબંધોને મજબૂત બનાવી રાખશે.

કુંભ રાશિ

વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતા કાર્યોમાં સફળતા મળવાની શક્યતા છે. એટલે તમારી ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરવો. બપોર પછી વધારે લાભની સ્થિતિ બની રહી છે. આ સમયે કરેલી મહેનતનું નજીકના ભવિષ્યમાં સારું પરિણામ મળી શકે છે. વધારે ચર્ચા-વિચારણાં કરવામાં સમય ન લગાવવો. તમારી યોજનાઓને તરત શરૂ કરો. ખર્ચ વધારે રહેશે. સાથે જ આવકની સ્થિતિ પણ સારી રહેવાથી મુશ્કેલી રહેશે નહીં. લોકો સાથેના સંબંધો તમારા માટે વ્યવસાયને લગતા નવા સ્ત્રોત ઊભા કરી શકે છે. એટલા માટે લોકો સાથે વધારેમાં વધારે સંપર્કો બનાવવા. આ સમયે કાર્યપ્રણાલીમાં બદલાવ લાવવાની જરૂર છે. નોકરી કરતા લોકો માટે પ્રગતિના યોગ બની રહ્યા છે. પ્રેમ સંબંધો વધારે ગાઢ બનશે. પારિવારિક વાતાવરણ સકારાત્મક રહેશે. મન અને વાતાવરણને પ્રફુલ્લિત રહેશે.

મીન રાશિ

દિવસની શરૂઆતમાં જ તમારા મહત્વપૂર્ણ કામને લગતી યોજના બનાવી લેવી. કેમ કે બપોર પછી પરિસ્થિતિઓ ખૂબ જ અનુકૂળ છે, તમારા કામ યોગ્ય રીતે બનતા જશે. તમારી અંદર અદભુત આત્મવિશ્વાસનો અનુભવ કરશો. ભાવુકતા અને આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. તેના લીધે કેટલીક ઉપલબ્ધીઓ હાથમાંથી સરકી પણ શકે છે. ઘરના વડીલોને પણ તમારી દેખરેખની જરૂરિયાત છે. એટલે તેમનું ધ્યાન રાખો. કાર્યક્ષેત્રમાં માલને લગતી કોઈ સમસ્યા આવવાતી નુકસાન થઈ શકે છે. એટલા માટે કર્મચારીઓની ગતિવિધિઓ અને માલની ક્વોલિટી ઉપર કોઈની નજર રાખવી. કોઈ ખોટું કામ થવાથી અધિકારીઓ નારાજ થઈ શકે છે. મિત્રો સાથે કોઈ પારિવારિક ગેટ-ટુ-ગેધરને લગતો પ્રોગ્રામ બની શકે છે. જેનાથી બધાને ખુશી અને ઉત્સાહ રહેશે. પ્રેમ સંબંધોમાં તમારો સમય બરબાદ ન કરવો.