રાશિફળ ૭ ઓગસ્ટથી ૧૦ ઓગસ્ટ, આ રાશિના જાતકોને રહેશે લીલા લહેર, નસીબ હરઘડી આપશે સાથ

Posted by

મેષ રાશિ

આજનો દિવસ તમારી મહત્વકાંક્ષાઓની પૂર્તિ માટેનો દિવસ રહેશે. આજે તમારી મહત્વકાંક્ષાઓ પૂર્ણ થવાથી તમારું મન પ્રસન્ન રહેશે. જો કોઈ કાનૂની વિવાદ ચાલી રહેલો હોય તો તેમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે જેને જોઈને તમે પ્રસન્ન રહેશો. વેપાર ધંધાને લગતા કામમાં પરિવારના કોઈ સભ્યની મદદથી લાભ મળવાની સંભાવના છે. વેપાર કરી રહેલા જાતકોને જો કોઈ યાત્રા પર જવાનું હોય તો યાત્રા લાભદાયક સાબિત થશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઓછી મહેનતે સારી એવી સફળતા મળી રહેશે.

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે શુભ રહેવાનો છે. તમે તમારા ઘર ગૃહસ્થી માટે દૈનિક જરૂરિયાતની પૂર્તિ માટે ખરીદી કરી શકો છો. આજે વેપાર-ધંધામાં તમારા વિરોધીઓ તમને પરેશાન કરવાના પ્રયત્ન કરશે પરંતુ એ લોકો તમારું કંઈ બગાડી નહીં શકે. સાંજના સમયે તમે તમારા માતા-પિતા સાથે ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે રાજનૈતિક ગતિવિધિઓની બાબતે ફાયદાકારક રહેશે એટલા માટે રાજનીતિમાં કામ કરતા લોકોએ પોતાના કામ આજે જ પૂરા કરી લેવા. જો તમને કોઈને પૈસા ઉધાર આપેલાં હશે તો તે પૈસા આજે પાછા મળવાની સંભાવના દેખાઈ રહી છે. પરિવારના સભ્યો સાથે માંગલિક કાર્યક્રમોમાં હાજરી આપી શકો છો. તેમાં કેટલાક પ્રભાવશાળી લોકો સાથે તમારી મુલાકાત થશે. જો તમારી આજુબાજુમાં કોઈ વાદવિવાદ ચાલી રહેલો હોય તો તમારા મધુર વ્યવહારથી તમે તેનો ઉકેલ લાવી શકશો.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા વ્યવસાય માટે ફાયદાકારક રહેશે. વ્યવસાય કરી રહેલા લોકોને બધી બાબતમાં સફળતા મળતી જશે. તેમજ આ બધા કામો સમયસર પૂરા થતા જશે. વ્યસ્તતા હોવા છતા તમે તમારા ઘર પરિવાર માટે સમય મેળવવામાં સફળ રહેશો. વ્યવસાય કરી રહેલા લોકો કોઈ નવી ટેકનિકલ જાણકારી મેળવી શકે છે જેમાં તમારો રસ રહેશે. નોકરી કરતા જાતકોને પદોન્નતિ મળી શકે છે, તેનાથી માનસિક શાંતિ પણ મળશે.

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ રૂપે ફળદાયક દેખાઈ રહ્યો છે. સમાજમાં સામાજિક કામ કરવાને કારણે તમારી એક સારી છાપ બનશે. જેને કારણે લોકોના સમર્થનમાં વધારો થશે અને તમારા કેટલાક નવા મિત્રો બનશે. આજે તમે કોઈ જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો તેમા તમને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. સાંજના સમયે તમે તમારા જીવનસાથીને બહાર ફરવા લઈ જઈ શકો છો. સંતાનોને સારા કામ કરતા જોઇને મનમાં પ્રસન્નતા રહેશે.

કન્યા રાશિ

આજે તમારા જીવનસાથીની સલાહ તમારા વેપાર ધંધા માટે ફાયદાકારક સાબિત થશે. આજે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે છે. વેપારની ઉત્તમ પ્રગતિ જોઇને આજે તમારું મન પ્રસન્ન રહેશે. કોર્ટ-કચેરીની કોઈ બાબત ચાલી રહેલી હોય તો તેનો ઉકેલ આવશે અને નિર્ણય તમારા પક્ષમાં આવશે. સાંજનો સમય તમારા ભાઈ બહેનો સાથે કોઈ જરૂરી મુદ્દાઓ પર વાતચીત કરવામાં પસાર કરશો.

તુલા રાશિ

આજનો દિવસ તમારા માટે શુભ પરિણામ લઇને આવશે. જો તમે ભાગીદારીમાં વેપાર ધંધો કરી રહેલા હોય તો તમારા ભાગીદારો સાથેના તમારા સંબંધોમાં નજીકતા આવશે. લગ્ન યોગ્ય જાતકોને લગ્ન માટે સારો પ્રસ્તાવ મળી શકે છે અને પરિવારના સભ્યો દ્વારા લગ્નના પ્રસ્તાવને મંજૂરી પણ મળી શકે છે. આજે તમારા પરિવારના સભ્યોનું આરોગ્ય સારું રહેવાથી તમારી ચિંતાઓ દૂર થશે. સસરાપક્ષ તરફથી તમને માનસન્માન મળતું દેખાઈ રહ્યું છે.