રાશિફળ ૭ ઓક્ટોબરથી ૧૨ ઓક્ટોબર, આ રાશીનું નસીબ ભાગશે રોકેટની જેમ, સર કરશો સફળતાના નવા શિખર

Posted by

કર્ક રાશિ

અચાનક કોઈ અસંભવ કામ પૂરું થવાથી મનમાં પ્રસન્નતા રહેશે. પાછલા કેટલાક સમયથી ચાલી આવી રહેલી કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાંથી રાહત મળશે. તેમજ તમે પોતાની જાતને ઉર્જાવાન અનુભવશો. તમારા મહત્વપૂર્ણ  દસ્તાવેજોને સંભાળીને રાખવા. બીજા ઉપર આધાર રાખવાથી તમને નુકસાન થઈ શકે છે. ગુસ્સા તેમજ આ ઉતાવળ વાળા સ્વભાવને કારણે સંબંધોમાં અણ બનાવ રહી શકે છે. વ્યવસાયમાં કોઈ પણ પ્રકારનું રિસ્ક ન લેવું. કોઈ કાનૂની કાર્યવાહી થઈ શકે છે. નોકરી કરતા લોકોએ પોતાના કામ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે. કોઈ ઓફિશિયલ યાત્રા સાથે જોડાયેલા ઓર્ડર મળી શકે છે. પતિ-પત્નીએ એકબીજાની ભાવનાઓનું સન્માન કરવું. તેમજ સામાન્ય સમસ્યા દ્વારા ઘરની વ્યવસ્થા ઉચિત બનાવી રાખવી.

સિંહ રાશિ

સમય અનુકૂળ છે. ઘરના વડીલોની સલાહ અને અનુભવનું અનુસરણ કરવું તમારા માટે લાભદાયક રહેશે. તેમજ તમારા જીવનમાં સકારાત્મક પાસાઓને રૂબરૂ થવાના અવસરો મળશે. ધાર્મિક કામ પ્રત્યે તમારો રસ વધશે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં બેદરકારી રાખવી સારી નથી નહીંતર તેમનો નકારાત્મક પ્રભાવ તમારા પરિણામો ઉપર પડી શકે છે. જમીન મિલકત સાથે જોડાયેલા બાબતમાં પૈસાની લેવડદેવડ કરતા સમયે સાવધાની રાખવી. ભાઈઓ સાથેના સંબંધો મધુર બનાવી રાખવા એ તમારી જવાબદારી છે. વ્યવસાયિક બાબતોમાં કોઈ પ્રકારના મહત્વપૂર્ણ નિર્ણય ન લેવા. આજે ભાગીદારી સાથે જોડાયેલા કામમાં જુના મુદ્દાને અવગણવા અને વર્તમાન ગતિવિધિઓ ઉપર ધ્યાન આપવું. નોકરી કરતા લોકો પર કામનું ભારણ વધારે રહેશે. પતિ-પત્ની વચ્ચે કોઇ વાતને લઇને વાદ વિવાદ થઈ શકે છે. થોડી પણ સાવધાની રાખવાથી સંબંધોમાં મધુરતા અને મજબૂતી આવશે.

કન્યા રાશિ

કોઈ ખાસ વ્યક્તિ સાથે લાભદાયક સંપર્કો બનશે. લાંબા સમયથી ચાલી આવી રહેલી ચિંતાનો ઉકેલ મળવાની આશા છે. તમારી વિચાર શૈલી તેમજ દિનચર્યામાં જે પરિવર્તન લાવવાના પ્રયત્ન કરી રહ્યા હતા તેમાં તમારી ઇચ્છા મુજબની સફળતા મળશે. નજીકના વ્યક્તિ જલનની ભાવનાથી સમાજમાં સંબંધીઓ સાથે તમારી નિંદા કરવાના પ્રયત્ન કરશે. એટલા માટે કોઈ ઉપર ભરોસો ન કરવો. તેમજ તમારી કાર્યપ્રણાલીને ગુપ્ત રાખવી. કોઈ અશુભ સમાચાર મળવાથી મન ચિંતિત રહેશે. વેપાર-ધંધામાં કર્મચારીઓ તેમજ સહયોગીઓ સાથે સામંજસ્ય બનાવી રાખવું. થોડી પણ ગેર સમજણ અને લીધે સંબંધો ખરાબ થઈ શકે છે જેની નકારાત્મક અસર તમારી કાર્યશૈલી ઉપર પડશે. આ સમયે વ્યવસાયમાં વધારે પૈસા ન લગાવવા. જીવનસાથીના આરોગ્યને લઈને ચિંતા રહેશે. પરંતુ પારિવારિક કામમાં તમારો સહયોગ ઘરની વ્યવસ્થાને ઉચિત બનાવી રાખશે. પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા રહેશે.

તુલા રાશિ

પ્રભાવશાળી લોકો સાથે લાભદાયક સંપર્ક બનશે જેનાથી તમારી વિચાર શૈલીમાં સકારાત્મક પરિવર્તન આવશે. તમારા કોઈ અટકેલા કામો પૂરા થવાથી તમારી ચિંતા દૂર થશે. વિદ્યાર્થીઓને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા સાથે જોડાયેલા સારું પરિણામ મળશે. કોઈ નવું કામ શરૂ કરતા પહેલા તેના બધા પાસાઓ ઉપર સારી રીતે સમજી વિચારી લેવું જરૂરી છે. નકારાત્મક પ્રક્રૃતિના લોકોથી દૂર રહેવું. કોઈપણ વ્યક્તિ ઉપર વધારે ભરોસો કરવો નુકસાનદાયક રહી શકે છે. માટે વધારે સારું રહેશે કે તમે તમારા નિર્ણયને પ્રાથમિકતા આપો. વ્યવસાયિક ગતિવિધિમાં કોઈપણ પ્રકારનું રોકાણ ન કરવું. આ સમયે નુકસાનદાયક સ્થિતિ બનેલી છે. ભાગીદારી સાથે જોડાયેલા કામોમાં લાભદાયક પરિસ્થિતિ રહેશે. નોકરીમાં તમારી ઉપર કોઈ મહત્વપૂર્ણ જવાબદારી આવી શકે છે. પારિવારિક જીવન સુખદ રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા બનાવી રાખવા માટે એકબીજાની ભાવનાઓને કદર કરવી જરૂરી છે.

વૃષીક રાશિ

વ્યસ્તતા હોવા છતા તમે તમારા સંબંધીઓ તેમજ મિત્રો સાથે સંપર્કો બનાવી રાખશો, તેનાથી સંબંધોમાં મધુરતા આવશે. કોઈ રાજનૈતિક વ્યક્તિ સાથેની મુલાકાત તમારા માટે લાભદાયક સાબિત થશે. થોડા સમયથી ચાલી આવી રહેલી કોઈ મુશ્કેલી અથવા તો ચિંતાનું સમાધાન મળશે. રૂપિયા-પૈસા સાથે જોડાયેલ લેવડદેવડને લઈને કોઈ સાથે વાદ વિવાદ તેમજ આ લડાઈ ઝગડો થવાની આશંકા છે. ઘરે મહેમાનો આવવાથી મહત્વના કામ અટકી શકે છે. તેમજ વિપરીત પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવામાં પણ તમે સક્ષમ રહેશો. વેપાર-ધંધામાં અનુકૂળ પરિણામ મળવાની આશા છે એટલા માટે પૂરી મહેનત સાથે પ્રયત્ન કરતા રહેવું. તમારા વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. નોકરી કરતા લોકોને પોતાની યોગ્યતાને લીધે કોઈ ઈનામ મળી શકે છે. ઘરનું વાતાવરણ સુખમય બનાવી રાખવામાં તમારો સહયોગ ખાસ રહેશે. પ્રેમ સંબંધોમાં એકબીજા ઉપર વિશ્વાસ કરવો જરૂરી છે.

ધન રાશિ

આધ્યાત્મિક તેમજ ધાર્મિક ક્ષેત્ર પ્રત્યે તમારો રસ વધશે તેમજ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિણામ આવશે. તમારે તમારા બધા કામ સમજી-વિચારીને શાંતિપૂર્ણ રીતે પૂરા કરવાના પ્રયત્ન કરવા. ઘરમાં કોઈ લગ્ન ન થયેલા હોય એવા સભ્યને લગ્ન સાથે જોડાયેલો સારો પ્રસ્તાવ મળી શકે છે. બીજાની બાબતમાં ન પડવું નહીંતર તમે કોઈ મુસીબતમાં પડી શકો છો. ગેર કાનુની કામમાં રસ ના લેવો કારણ કે તમારી ઉપર કોઈ આરોપ લાગવા જેવી સ્થિતિ બની રહી છે. બહારના વ્યક્તિઓની ઘરમાં દખલગીરી ન થવા દેવી. આર્થિક રૂપે દિવસ સારો છે. તમારી યોજનાઓને ગુપ્ત રાખીને કામ કરવું કારણ કે યોજનાઓ લીક થવાથી કામમાં અડચણો આવી શકે છે. અટકેલું પેમેન્ટ બાજુ મળવાની પૂરી સંભાવના છે. નોકરીમાં બદલી સાથે જોડાયેલી ગતિવિધિઓને અત્યારે સ્થગિત રાખવી. પતિ-પત્ની વચ્ચે કોઈ ગેર સમજણને લીધે તણાવ રહી શકે છે. એકબીજાના સંબંધોમાં દ્વારા તેને ઉકેલવાના પ્રયત્નો કરવા. વ્યક્તિઓએ મોજમસ્તીમાં પોતાનો સમય બરબાદ ન કરવો.

મકર રાશિ

આજે સામાજિક બધી વિધિઓ તેમજ સુધારા સાથે જોડાયેલા કામોમાં સમય પસાર થશે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. પ્રતિષ્ઠિત લોકો સાથેની મુલાકાત લાભદાયક અને સન્માનના જનક રહેશે. કોઈ અટકેલું કામ પૂરું થઈ શકે છે એટલા માટે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત રાખવું. નકારાત્મક પ્રક્રૃતિના લોકોથી દૂર રહેવું કારણ કે એ લોકો તમને તમારા લક્ષ્ય પરથી ભટકાવી શકે છે. વિદ્યાર્થીઓને કોઈ પ્રોજેક્ટમાં સફળતા ન મળવાથી તમારામાં આત્મવિશ્વાસનો અભાવ રહેશે. ધીરજ બનાવી રાખવી તેમજ ફરીથી પ્રયત્ન કરતા રહેવું. વેપાર-ધંધામાં નવો ઓર્ડર અથવા તો કરાર મળી શકે છે તેના ઉપર પૂરતું ધ્યાન આપવું. કોઈપણ પ્રકારની સમસ્યામાં અનુભવી લોકોની સલાહ ફાયદાકારક રહેશે. સરકારી સેવા કરતા લોકોને કોઈ કામને લીધે યાત્રા કરવી પડશે. તમારી વ્યસ્તતા હોવા છતાં જીવનસાથી તેમજ પરિવાર પ્રત્યે પૂરો સહયોગ રાખવો. તેમજ ઘરની વ્યવસ્થા ઉત્તમ તેમજ વ્યવસ્થિત બની રહેશે.

કુંભ રાશિ

અટકેલી મિલકતને લગતી બાબતોમાં સફળતા મળવાની આશા છે. મહત્વપૂર્ણ સમાચાર મળશે. અચાનક કોઈ પ્રિય મિત્ર સાથે મુલાકાત થવાથી મનમાં પ્રસન્નતા રહેશે. વાહનોની ખરીદી માટે સમય ઉચિત છે. કોઈપણ સાથે વાતચીત કરતા સમયે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવો. ગુસ્સાને લીધે મારી વાડી બીજાને દુઃખ પહોંચાડી શકે છે. સંબંધોમાં ખટાશ આવશે. મનમાં મૂંઝવણ તેમજ ભયની આશંકા છે. અધિકારીઓનો સહયોગ તમારા કામમાં તમને ઈચ્છા મુજબની સફળતા અપાવશે. કોઈ મોટો ઓર્ડર મળી શકે છે. રિસ્ક પ્રવૃત્તિના કામથી દૂર રહેવાની જરૂર છે. ઓફિસમાં આજે કામ વધારે રહેશે જેને લીધે તમારે ઓવરટાઈમ કરવો પડશે. લગ્નજીવનમાં યોગ્ય સામંજસ્ય રહેશે. મનોરંજન સાથે જોડાયેલા કામમાં સમય પસાર થવાથી પરિવારમાં ખુશી અને ઉમંગનું વાતાવરણ રહેશે.

મીન રાશિ

ઘરે ખાસ મહેમાનો આવવાથી વ્યસ્તતા વાળી દિનચર્યા રહેશે. ભેટનું આદાન-પ્રદાન ઘરમાં ખુશીનું વાતાવરણ બનાવશે. બાળકોની કિલકારી સાથે જોડાયેલ સૂચના મળવાથી ઉત્સવનું વાતાવરણ રહેશે. ખર્ચા વધારે રહેશે એટલા માટે બિનજરૂરી ખર્ચાને કાબૂમાં રાખવા. બીજાની બાબતોમાં ન પડવું નહિતર અપમાન જનક સ્થિતિ બની શકે છે. વધારે સારું રહેશે કે તમે તમારા કામથી મતલબ રાખો. વ્યવસાય સાથે જોડાયેલી ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન નહીં આપી શકો. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી, સ્ટાફ અને કર્મચારીઓના સહયોગથી ગતિવિધિઓ સુચારુ રીતે ચાલતી રહેશે. પ્રોડકશનનો અભાવ રહેશે. નોકરીમાં કાગળિયા સાથે જોડાયેલા કામ સાવધાનીપૂર્વક કરવા. પતિ-પત્નીના સંબંધો મધુર રહેશે તેમજ ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. પ્રેમી પ્રેમિકાને એકબીજા સાથે ડેટિંગ પર જવાના અવસર મળશે.