રાશિફળ ૮ ઓક્ટોબરથી ૧૪ ઓક્ટોબર, આ રાશિના જાતકોને થઇ જશે જબરા જલસા, આર્થિક રીતે બનશો પૈસાદાર

Posted by

મેષ રાશિ

આજે કોઈ અટકાયેલા કામ પૂરા થવાની સંભાવના રહેલી છે. એટલા માટે પૂરી રીતે તમારું ધ્યાન કેન્દ્રિત રાખવું. જમીન ખાતા સાથે જોડાયેલ કોઈ કામ અટકેલું હોય તો તેના વિશે વિચાર વિમર્શ કરીને આ સમયે યોગ્ય નિર્ણય લેવો. આ સમયે કોઇ અજાણ્યા વ્યક્તિ સાથે સંપર્ક ન રાખવો તેનાથી તમારા માન-સન્માનને નુકસાન પહોંચી શકે છે. ક્યારેક ક્યારેક નાનકડી નકારાત્મક વાતો પણ તમને ગુસ્સો આપી શકે છે અને તમારા બધા કામો બગાડી શકે છે. તમારા વ્યવહારને સંયમિત રાખવો જરૂરી છે. મશીનરી અથવા તો કારખાના સાથે જોડાયેલા વ્યવસાયમાં કોઇ પ્રકારનું નુકસાન થવાના યોગ બની રહ્યા છે. એટલા માટે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. શેરબજાર તેમજ માર્કેટ સાથે જોડાયેલા કામમાં સારી સફળતા મળશે. પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધો રહેશે. મનોરંજનના તેમજ હરવા-ફરવામાં સમય પસાર થશે.

વૃષભ રાશિ

કોઈ સામાજિક સંસ્થામાં તમારું ખાસ યોગદાન રહેશે અને સમાજમાં તમને માનસન્માન તેમજ યશ મળશે. તમારા વ્યક્તિગત કામ સારી રીતે પૂરા થતા જશે. કોઈ મહત્વની યાત્રા સાથે જોડાયેલી યોજના બનશે. પાડોશીઓ સાથે કોઈ વાદવિવાદમાં ન પડવું કારણ કે તેને કારણે પોલીસ સ્ટેશન જવાની સ્થિતિ બની શકે છે. ઘરના કોઈ વડીલના આરોગ્યને લઇને ચિંતા રહેશે. બાળકો એ બિનજરૂરી કામમાં સમય બરબાદ ન કરવો અને અભ્યાસમાં ધ્યાન આપવું. વ્યક્તિગત કામમાં વ્યસ્ત હોવાને લીધે કાર્યક્ષેત્ર ઉપર વધારે ધ્યાન નહીં આપી શકો પરંતુ કર્મચારીઓના સહયોગથી વ્યવસ્થા ઉચિત બની રહેશે. આજે રિસ્ક પ્રવૃત્તિવાળા કામથી દૂર રહેવું. સરકારી સેવા કરતા લોકોએ કોઈ પ્રકારના ગેરકાનૂની કામમા ન પડવું. પતિ-પત્ની વચ્ચે પરિવારની કોઈ સમસ્યાને લઈને વૈચારિક મતભેદો રહી શકે છે. બહારના વ્યક્તિના કામમાં દખલ આપવાને બદલે તમારી સમસ્યાને ઉકેલવામાં સમય પસાર કરવો.

મિથુન રાશિ

આજે વ્યસ્તતા વાળી દિનચર્યા રહેશે. તમારું ધ્યાન વ્યક્તિગત કામમાં તેમજ આર્થિક ગતિવિધિ ઉપર રાખવું, તેનાથી તમને ઉચીત પરિણામ મળશે. ઘરના વડીલોના સ્નેહ અને આશીર્વાદ રૂપે તમને કોઈ ભેટ મળી શકે છે. કોઈપણ કારણ વગર બીજાની મુશ્કેલીઓમાં ન પડવું તેનાથી તમને નુકશાન થઈ શકે છે. કોઈપણ નકારાત્મક પરિસ્થિતિનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે લાવવાના પ્રયત્ન કરવા. ગુસ્સાથી સમસ્યા વધી શકે છે. આજે ઉત્પાદન સાથે જોડાયેલા વ્યવસાયમાં નુકસાનની સ્થિતિ બની શકે છે. કર્મચારી ઓની ગતિ વિધિ ઉપર સખત નજર રાખવી. નોકરી કરતા લોકોએ વધારે સાવધાનીથી કામ કરવાના પ્રયત્ન કરવા. આ સમયે કોઈ પૂછપરછ થઈ શકે છે. પતિ-પત્નીના સંબંધો વધારે સારા રહેશે. ધ્યાન રાખવું કે વિપરિત લિંગના વ્યક્તિને કારણે સંબંધોમાં મુશ્કેલી આવી શકે છે.

કર્ક રાશિ

ઘરમાં ધાર્મિક આયોજન સાથે જોડાયેલી યોજના બનશે. આજે વધારે પડતો સમય આધ્યાત્મિક ગતિ વિધિઓમાં પસાર થશે, જેનાથી તમને માનસિક શાંતિ મળશે. જો કોઈ સરકારી કામ અટકેલું હોય તો આજે તેના પર ધ્યાન આપવું જરૂરી છે. યુવાનોએ મોજ મસ્તીમાં સમય પસાર કરવાને બદલે પોતાની ગતિવિધિઓ ઉપર ધ્યાન આપવું. આજે અસામાજિક લોકોની સાથે મિત્રતા થઈ શકે છે, તેનાથી દૂર રહેવાની જરૂર છે. કાર્યક્ષેત્રમાં તમારો દબદબો બની રહેશે, પરંતુ તમારી યોજનાઓને કોઈ સાથે શેઅર ન કરવી. કારણકે કોઈ તમને અસફળ બનાવવાના પ્રયત્ન કરી શકે છે. કોઈ અડચણ આવવાથી કોઈ અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે લાભદાયક રહેશે. પતિ પત્નીના સંબંધો ખુશનુમાં રહેશે. પ્રેમ સંબંધોની બાબતમાં મતભેદ રહી શકે છે. સંબંધોમાં વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે.

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાયક રહેશે. કોઈ જૂની યોજનાને ક્રિયાન્વિત કરવા માટે યોગ્ય સમય છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું જેથી સફળતા મળશે. ઘરના વડીલોના સ્નેહથી ઘરની વ્યવસ્થા ઉત્તમ બની રહેશે. આર્થિક બાબતોમાં વધારે સાવધાની રાખવાની જરૂર છે. ખર્ચા કરતાં સમયે બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારા આરામને અવગણીને કામમાં વધારે સમય પસાર કરશો. જેની અસર તમારા આરોગ્ય ઉપર પડી શકે છે. વ્યવસાયની દૃષ્ટિએ સમય મધ્યમ રહેશે. આર્થિક સ્થિતિ નબળી રહેશે. જો તમારી યોજના અને કાર્યપ્રણાલીને તમારા સુધી જ સીમિત રાખશો તો સારું રહેશે. ઓફિસમાં કોઈ સહયોગી સાથે ચાલી રહેલા વાદ વિવાદ વધુ થવાથી સંબંધો મધુર બનશે. વૈવાહિક સંબંધો મધુર રહેશે. યુવાનોએ પ્રેમ સંબંધો પ્રત્યે ભાવનાત્મક લગાવ રાખવો.

કન્યા રાશિ

આજે કોઈ શુભ સમાચાર મળવાથી દિવસ ખુશનુમા પસાર થશે. ધન સાથે જોડાયેલી બાબતોમાં કેટલીક ખાસ ઉપલબ્ધિઓ મળશે. આ સમયે તમારી બધી બધી ગતિવિધિઓ ઉપર પૂરી રીતે ધ્યાન આપવું. માતા-પિતાના આશીર્વાદ અને સ્નેહ તમારા ભાગ્યને વધારે પ્રબળ બનાવી શકે છે. જમીનના સાથે જોડાયેલ વાદવિવાદમાં તણાવ પછી તેનો ઉકેલ મળવાની સંભાવના છે. ધ્યાન રાખો કે કેટલાક લોકો તમારા કામમાં અડચણ ઉભી કરી શકે છે. એટલા માટે કોઈના બહેકાવામાં ન આવવું. બિનજરૂરી ખર્ચા સામે આવશે. તમારા વ્યવસાયની યોજનાઓને ફળીભૂત બનાવવા માટે યોગ્ય સમય છે. તમારા નજીકના લોકોનો સહયોગ રહેવાથી મોટી મુશ્કેલીઓ દૂર થશે. પરંતુ માર્કેટિંગ સાથે જોડાયેલા કામ અત્યારે સ્થગિત રાખવા. નોકરી કરતા લોકોને કામ વધારે રહેવાને લીધે તણાવનો અનુભવ થશે.

તુલા રાશિ

મિલકત સાથે જોડાયેલ કોઈ કામ અટકેલા હોય તો તેનો ઉકેલ આવી શકે છે, એટલા માટે પ્રયત્ન કરતા રહેવું. તમારી પૂરું ધ્યાન વ્યક્તિગત કામ ઉકેલવામાં લાગશે અને તમે તેમાં સફળ પણ રહેશો. ઘરમાં ધાર્મિક કામના આયોજનમાં સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો. સંતાનોની કોઈ નકારાત્મક ગતિવિધિ ઓની જાણકારી તમને મળવાથી ચિંતા રહી શકે છે, પરંતુ સમસ્યા અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની ખૂબ જ જરૂરી છે. વધારે સારું રહેશે કે તમે કોઈ કામ ઉપર વિચાર-વિમર્શ કરો. આજે કોઈ પણ બાબતમાં ગૂંચવાઈ જવાના પ્રયત્નો ન કરવા. આજે કાર્યક્ષેત્રમાં તમારી હાજરી ખૂબ જ જરૂરી છે. સ્ટાફ ઉપર વધારે વિશ્વાસ કરવો સારો નથી. કોઈ ગેરકાનૂની કામ હાથમાં ન લેવું કારણ કે તેનાથી તમારે નુકસાન ભોગવવું પડશે. મુશ્કેલ સમયમાં જીવનસાથી તેમજ પરિવારના સભ્યોનો પૂરો સહયોગ રહેશે. તેને કારણે તમે તમારા કામ ઉપર સારી રીતે ધ્યાન આપી શકશો.

વૃષીક રાશિ

આ સમયે ભાવુક થવાને બદલે મગજથી કામ લેવું વધારે સારું રહેશે. વ્યવહારિક બનીને કામને પૂરા કરશો તો કામમાં વધારે સફળતા મળશે. ઘરમાં નજીકના સંબંધીઓ આવવાથી ખુશનુમા સમય પસાર થશે. વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસ સાથે જોડાયેલા કામોમાં ખાસ સફળતા મળશે. કોઈપણ પ્રકારના સરકારી કામમાં બેદરકારી ન કરવી નહીંતર કામ અધુરા રહી શકે છે અને તમે મુસીબતમાં પડી શકો છો. મિલકત સાથે જોડાયેલ કોઇ બાબત ગુંચવાવાની આશંકા છે. પરંતુ તણાવ લેવાને બદલે સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરવા. જે યોજના સફળ થવાની આશા છે. તે તમારા માટે લાભદાયક સાબિત થશે. તમને તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળી શકે છે. નોકરી કરતા લોકોએ પોતાના કામમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે નહિતર ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો બગડી શકે છે. ઘરની સારસંભાળમાં જીવનસાથીનો પૂરો સહયોગ રહેશે તેમજ આ સંબંધો પણ સારા રહેશે. પ્રેમ સંબંધોમાં કોઈ પણ પ્રકારની ભૂલથી દૂરી આવી શકે છે.

ધન રાશિ

આજનો દિવસ ધનદાયક છે. થોડા સમયથી મનમાં ચાલી રહેલા કોઈ યુદ્ધ સમાપ્ત થશે. તમારા નજીકના લોકો સાથે મુલાકાત થવાથી તમને ખુશી મળશે. વધારે પડતા કામ સમયસર પૂરા થઈ જવાથી મનમાં સંતોષ રહેશે. ઘરમાં સંતાનોની કોઈ નકારાત્મક ગતિ વિધિને લીધે તણાવ વાળું વાતાવરણ રહી શકે છે. પરંતુ સમસ્યાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાના પ્રયત્નો કરવા. સરકારી કામમાં કોઇપણ પ્રકારની દખલગીરી ન કરવી. નજીકના સંબંધીઓ સાથેના સંબંધોમાં ગેર સમજણ થઇ શકે છે. વ્યવસાયમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. કોઈપણ પ્રકારના કામ સાથે જોડાયેલું નુકસાન થવાની આશંકા છે. આજે પૈસાની લેવડ-દેવડ ન કરો તો તમારા માટે સારું રહેશે. ભાગીદારી સંબંધિત વ્યવસાય સફળ રહેશે. ઓફિસમાં વાતાવરણ શાંતિ વાળું રહેશે. પતિ-પત્ની વચ્ચેના સંબંધો મધુર રહેશે. ઘરમાં પ્રેમ તેમજ સકારાત્મક ઉર્જા વાળુ વાતાવરણ રહેશે.

મકર રાશિ

આજે કેટલાક મહત્વપૂર્ણ લોકો સાથે સારો સમય પસાર થશે. સારા લોકો સાથે સંપર્ક રાખવાથી તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા યુવાનોને જલ્દી જ કોઇ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ મળવાની છે. સસરા પક્ષ સાથે કોઇ વાતને લઇને ગેર સમજણ થઇ શકે છે. આ સમયે આર્થિક સ્થિતિ ધીમે રહેશે પરંતુ તમારે ચિંતા ન કરવી કારણ કે સમય મુજબ પરિસ્થિતિઓ સારી બનતી જશે. ભાઈઓ સાથેના સંબંધોમાં સારો તાલમેલ બનાવી રાખવો. આજે વ્યવસાયમાં વધારે પ્રતિ સ્પર્ધાનો સામનો કરવો પડશે. કેટલાક વિરોધીઓ તમારા મનોબળને નબળું પાડવાના પ્રયત્ન કરશે. આ સમયે તમારી કાર્યપ્રણાલીને ગુપ્ત રાખવી તેમજ ચિંતા ન કરવી. ધીરે-ધીરે પરિસ્થિતિ સામાન્ય થતી જશે. પારિવારિક જીવન સારી રીતે પસાર થશે. કોઈ ધાર્મિક સ્થળ ઉપર જવાનો પ્રોગ્રામ બની શકે છે.

કુંભ રાશિ

ઘરમાં નવીનીકરણ તેમજ આ સુધારા સાથે જોડાયેલી યોજનાઓ બની રહી હોય તો વાસ્તુના નિયમોનું પાલન કરવું સારું રહેશે. આવક અને ખર્ચ બંનેમાં સમાનતા બની રહેશે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પ્રત્યે પૂરી રીતે ધ્યાન કેન્દ્રિત રાખવું. પાડોશીઓ સાથે મતભેદની સ્થિતિ બની શકે છે. તમારા માન-સન્માનને નુકસાન થઈ શકે છે. માટે વધારે સારું રહેશે કે તમે બિનજરૂરી વાદવિવાદમાં ન પડો. આ સમયે તમારી ઉર્જાનો સકારાત્મક કામમાં ઉપયોગ કરવો. કાર્યક્ષેત્રમાં અણ દેખીતી રીતે સારી સ્થિતિ બનશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ તમને કોઈ મહત્વપૂર્ણ કરાર અપાવી શકે છે. કોઈ કર્મચારી તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે એટલા માટે તમારી યોજનાઓને કોઇની સાથે શેઅર ન કરવી. પારિવારીક તેમજ વ્યક્તિગત બાબતને લઈને જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને વધારશે. ઘરનું વાતાવરણ વ્યવસ્થિત બની રહેશે.

મીન રાશિ

દિવસની શરૂઆત કોઈ સુખદ ઘટનાથી થશે અને આખો દિવસ તો તમે શાંતિનો અનુભવ કરશો. આર્થિક બાબતો માટે પ્રયત્ન કરતા રહેવાથી સફળતા મળશે. જમીનના સાથે જોડાયેલ કામ અટકેલું હોય તો તેનો ઉકેલ લાવવા માટે સમય ઉચિત છે. આવકના સાધનો તો વધશે જ પરંતુ સાથે જ બિનજરૂરી ખર્ચાઓ પણ સામે આવશે. નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે તમારો સમય બરબાદ ન કરવો તેની અસરથી તમારા વ્યક્તિત્વ ઉપર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. મિલકત સાથે જોડાયેલા વ્યવસાયમાં સાવધાની રાખવાની જરૂર છે. આ સમયે કાગળિયાને લગતા કામમાં દગો મળી શકે છે. અજાણ્યા વ્યક્તિની મદદ મળવાથી તમે આશ્ચર્ય ચકિત રહી જશો. પતિ-પત્નીના સંબંધો મધુર રહેશે. પ્રેમસંબંધોમાં શંકાને લીધે ખટાસની સ્થિતિ આવી શકે છે