રાશિફળ ૯ ઓગસ્ટ ૨૦૨૨, આ રાશિના જાતકો પર પ્રસન્ન રહેશે મહાદેવ, કરી દેશે માલામાલ

Posted by

મેષ રાશિ

તમારા કાર્યોને કારણે તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો તમારી પાસે આજે ઘણા સારા વિકલ્પ રહેશે. વિવાહિત જીવન સુખી રહેશે. જીવન-સાથીનો પ્રેમ અને સહયોગ મળશે. પોતાના પ્રિય પાત્રને સરપ્રાઈઝ આપવા માટે દિવસ સારો છે. નવા કોન્ટ્રાક્ટથી ભવિષ્યમાં મોટો લાભ થશે. કોઈ ધાર્મિક સ્થળ પર જવાના યોગ બની રહ્યા છે. બીજાની સફળતાઓ જોઈને તેમાંથી પ્રેરણા લઈ શકો છો.

વૃષભ રાશી

ધંધા સાથે જોડાયેલી યોજનાઓ પર વિચાર કરવાની જરૂર રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું. વ્યવસાય પ્રતિષ્ઠા વધશે. કોઈ લાંબી યાત્રાના યોગ છે. યાત્રા સફળ અને આનંદપૂર્ણ રહેશે. પોતાના મનોભાવોને વ્યક્ત કરવામાં સંકોચ ન કરવો. રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. આત્મવિશ્વાસના અભાવને પોતાના ઉપર હાવી ન થવા દેવો. વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થશે. જો વસ્તુઓ પર ધ્યાન નહીં આપો તો તે ખોવાઈ જવાની અથવા ચોરી થવાની સંભાવના છે.

મિથુન રાશિ

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનું નિરાકરણ મળશે. કૌટુંબિક રીતે દિવસ ખરાબ રહી શકે છે. કુટુંબમાં દુઃખ ભરેલુ વાતાવરણ રહેવાની આશંકા છે. આજે તમે તમારા આત્મબળના કારણે ઘણા દિવસથી અટકાયેલા કામ પૂર્ણ કરી શકશો. ધનનું ઇન્વેસ્ટમેન્ટ રિયલ એસ્ટેટમાં કરવું. ધન સંબંધિત બાબતોમાં પ્રગતિ થવાની યોગ છે. જે કળા અને રંગમંચ સાથે જોડાયેલા છે, તેઓને પોતાનું કૌશલ્ય બતાવવાનો મોકો મળશે. કોઈ નવું કાર્ય પ્રારંભ કરતી વખતે હનુમાનજીના આશીર્વાદ જરૂરથી લેવા.

કર્ક રાશિ

મોજ-મસ્તી અને મનપસંદ કામ કરવા માટે સારો દિવસ છે. વ્યવસાયિક ક્ષેત્રમાં નસીબનો સાથ મળશે. કાર્યક્ષેત્રે કોઈપણ કામ ઉતાવળમાં ના કરવું. પરિવારમાં શાંતિનું વાતાવરણ રહેશે. ધનનો વ્યય થોડો વધારે થઈ શકે છે. જોબમાં પ્રમોશનના રસ્તાઓ ખૂલી શકે છે. પોતાના સંબંધો પર ધ્યાન આપવાની જરૂરત રહેશે. સાથી-સહયોગીની વાતને ખાલી સાંભળવાને બદલે સમજવાની કોશિશ કરવી, જેથી કરીને સંબંધોમાં સારી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ શકે.

સિંહ રાશી

જો તમે દિવસ દરમિયાન કરવાના કામની યોજના પહેલેથી બનાવી લેશો, તો સમય પર કામ પૂરા કરી શકશો. પૈસાની સ્થિતિ સામાન્ય રહેશે. વ્યવસાયમાં લાભ મળશે અને નોકરી ધંધામાં સન્માન મળશે. પૈસા ભેગા કરવાના બદલે પૈસા કમાવવાનું વિચારશો, તો તમારી મહેનત સાચી દિશામાં થશે અને તેના સારા ફળ જરૂરથી પ્રાપ્ત થશે. આર્થિક નિર્ણયો લેતી વખતે ખૂબ જ વિચાર કરી લેવો. સામાજિક પ્રભાવમાં વૃદ્ધિ થશે. જીવનસાથી સાથેના સંબંધોમાં ખુબ જ મીઠાશ રહેશે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ સારો રહેશે. આજે તમે તમારા મનનો ભાવ વ્યક્ત કરવામાં સંકોચ કરશો નહીં. કાર્યક્ષેત્રમાં કોઈ નવો વિચાર આવી શકે છે. પરિવારની કેટલીક બાબતો પર ધ્યાન આપવાની જરૂર રહેશે. તમને કોઈ નાનું પુરસ્કાર મળવાની સંભાવના છે. માર્ગદર્શન માટે ઘણા લોકો તમારી પાસે આવી શકે છે. ભણતરમાં તમારી મહેનતના સારા પરિણામ મળશે. આજે તમને જીવન-સાથીનો પ્રેમ અને સ્નેહને મળશે. ઉપરી અધિકારીને તમારા કાર્યથી સંતોષ થશે નહીં.

તુલા રાશિ

આજે કોઈ સાથે વિવાદ ના કરવો. તમારી સુખ સાધનોની લાલસા વધી શકે છે. બીઝનેસ સાથે જોડાયેલા લોકો માટે સારો દિવસ છે. ખર્ચ પર નિયંત્રણ રાખવું. પોતાની મહેનતથી પરિવારની અપેક્ષાઓ પૂરી કરવામાં સફળ થશો. પ્રિયજનો સાથે સારો સમય વીતી શકશે. સ્વાસ્થ્યને લઈને સતર્ક રહેવાની જરુરત છે. એક જ દિશામાં કરેલી મહેનતથી ઘણા સારા પરિણામ મળશે. જીવનમાં સફળતાની પ્રાપ્તિના નવા દ્વાર ખુલશે.

વૃષીક રાશિ

આજે જીવનસાથીનો પૂરતો સહયોગ મળશે. આજે તમારી કોઈ સફળતા માટે તમારા પ્રિય પાત્રનો સહયોગ મળી શકે છે. કોઈ જરૂરી કામમાં મોટી સફળતા હાથ લાગશે. આજે જરૂરતથી વધારે ખર્ચ થઈ શકે છે અથવા તમારુ પર્સ ખોવાઈ શકે છે. આજના દિવસે જો બેદરકારી રાખવામાં આવશે તો તમને એ બેદરકારી મોટું નુકસાન પહોંચાડી શકે છે. કામકાજની વાત કરીએ તો આજે તમારી કોઈ સમસ્યાનું સમાધાન મળશે અને તમારું કામ આગળ વધશે.

ધન રાશિ

પર્સનલ લાઇફમાં કેટલીક સામાન્ય સમસ્યાઓ જીવનને પ્રભાવિત કરી શકે છે. જીવનસાથી સાથે અસંમતિથી તમારો મૂડ ખરાબ થઈ શકે છે. કોઈ ખાસ વ્યક્તિ તમારા નવા રચનાત્મક વિચારોથી પ્રસન્ન થશે. પોતાની આસપાસથી મળેલું સમર્થન તમને નવા કામ કરવા માટે પ્રેરિત કરશે. જીવન-સાથી સાથે મતભેદ દુર કરવાની કોશિશ કરશો. કરિયરમાં આગળ વધવા માટે મહેનત કરશો. આ રાશિના જાતકોએ આજના દિવસે હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરવા.

મકર રાશિ

નજીકના લોકો સાથે ઘણા મતભેદ થઈ શકે છે. આજે કરવામાં આવેલી સખત મહેનતનો ફાયદો આવનારા દિવસોમાં મળશે. બિઝનેસમાં મોટો લાભ મળી શકે છે. તમારી ક્રિએટિવિટીથી લોકો પ્રભાવિત થશે. કોઈપણ પ્રકારની બેદરકારી ન કરવી. જીવનસાથી સાથે બોલાચાલી થઈ શકે છે, પરંતુ સાંજના સમયે પરિસ્થિતિઓ યોગ્ય થઈ જશે. અચાનક યાત્રાનું આયોજન થવાના કારણે આપાધાપી અને તણાવનો શિકાર થઈ શકો છો.

કુંભ રાશિ

આજે વ્યવસાયમાં કોઈ પણ નિર્ણયો સમજી-વિચારીને લેવા. સંતાન પક્ષ તરફથી લાભ મળી શકે છે. જે લોકો ધંધાનો વિસ્તાર કરવાનું વિચારી રહ્યા છે, તેના માટે અનુકુળ સમય છે. સ્વાસ્થ્ય સુખમાં થોડો ઘટાડો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત બનશે અને સાથે-સાથે આજે ઘણું બધું નવું શીખવાનું મળશે. શુભ સમાચારની પ્રાપ્તિ થશે. તમારી પારિવારિક જવાબદારીઓમાં વૃદ્ધિ થઇ શકે છે. રોજગારના અવસર પ્રાપ્ત થશે. ધનના આગમનના સંયોગ બની રહ્યા છે.

મીન રાશિ

આજે કૌટુંબિક સમારોહ અને મહત્વપૂર્ણ કાર્યક્રમો માટે ખૂબ જ સારો દિવસ છે. આજે વાતચીતમાં ખૂબ જ સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે. ઓફિસમાં સહ-કર્મચારી સાથે વિવાદ થઈ શકે છે. સામાજિક, આર્થિક અને શારીરિક એમ બધી બાબતોમાં ભાગ્ય તમારો સાથ આપશે. વ્યાપારમાં અચાનક મોટો લાભ મળશે. ખાણી-પીણી પર વિશેષ ધ્યાન આપવું અન્યથા બીમારીને આમંત્રણ મળી શકે છે. જીવન-સાથીની સલાહનું સન્માન કરવું. આવનારો સમય આ રાશિના જાતકો માટે ઘણી બધી ખુશીઓ લઈને આવશે.