રાશિફળ 9 ડિસેમ્બરઃ આ 5 રાશિઓ માટે આજનો દિવસ રહેશે શુભ, ભાગ્યનો પૂરો સાથ મળશે

Posted by

મેષ રાશિ

આજે તમે ધાર્મિક અનુષ્ઠાનો પ્રત્યે આકર્ષિત મહેસુસ કરશો. તમને આવક વધારવાના અમુક સારા અવસર પણ મળી શકે છે. સામાજિક મોરચા ઉપર નેટવર્કિંગ ફાયદાકારક સાબિત થશે. પરિવારમાં તમારું સકારાત્મક વ્યવહાર લોકોને પ્રભાવિત કરશે. આજે કોઈ વાતને લઈને વધારે ઉદારતા રાખવી નહીં, નહિતર કારણ વગર પરેશાનીનો સામનો કરવો પડશે. અવસરને હાથમાંથી નીકળવા દેવા નહીં.

વૃષભ રાશિ

આજે દિવસ પસાર થવાની સાથે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. આજે તમારી કોઈ ઈચ્છા પુરી થઈ શકે છે. કોઈપણ પ્રકારના સંકટથી ડર્યા વગર તેનો સામનો કરવાની આવશ્યકતા છે. પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો થતો નજર આવશે. અવિવાહિત લોકો માટે દિવસ સારો રહેશે. વિવાહના પ્રસ્તાવ પણ મળવાના યોગ બની રહ્યા છે. આકસ્મિક ધન લાભ થઈ શકે છે અને સંતાન તરફથી લાભ થશે. કોઈને ઉધાર આપવામાં આવેલા પૈસા પરત મેળવવા માટે પ્રયાસ કરવા પડી શકે છે.

મિથુન રાશિ

તમે ફોન અથવા મિત્રોની સાથે વાતચીતમાં કોઈ રોમાંચક સમાચાર પ્રાપ્ત કરી શકો છો. બિઝનેસમાં નવા એગ્રીમેન્ટ કરવાથી તમારે બચવું જોઈએ. અમુક જુની વાતો ઉપર વધારે ધ્યાન આપવાથી કોઈની સાથે વાદવિવાદ થવાની સંભાવના રહેલી છે. કોઈ કામ સમય પર પુર્ણ ન થવાને લીધે તણાવ પણ વધી શકે છે. ઓફિસમાં કોઈ જરૂરી કામ પુર્ણ કરવા માટે આજે તમને પાછલી કંપનીનો અનુભવ કામમાં આવશે. યોજના વગર નવો વેપાર શરૂ કરવાથી બચવું.

કર્ક રાશિ

ગૃહ ઉપયોગી વસ્તુઓમાં વૃદ્ધિ થશે. ઉપહાર તથા સન્માનનો લાભ મળશે. જો કોઈ વ્યક્તિ તમારા વ્યક્તિગત જીવનમાં જરૂરિયાતથી વધારે દખલઅંદાજી કરી રહેલ હોય તો તેને થતી તકલીફ વિશે જાણકારી જરૂર આપો. તમે પોતાના વડીલો અને સહકર્મીઓનું ધ્યાન સમાન રૂપથી આકર્ષિત કરશો. પાડોશીઓની સાથે તમારા સંબંધ મધુર રહેશે. તમારા દ્વારા કરવામાં આવેલ દરેક કામ પર કોઈને બારીકાઈથી નજર રહી શકે છે. રાજકારણ માંથી બહાર રહેવાની કોશિશ કરો.

સિંહ રાશિ

ઘણી અનાવશક ચીજો ઉપર ખર્ચ થશે. મતભેદો ઉકેલવાની કોશિશ કરો, નહીંતર વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે. નોકરીમાં પ્રયાસ કરી રહેલા લોકોને નોકરી શોધવામાં નિરાશા પ્રાપ્ત થશે. પરંતુ તેને લઈને નિરાશ થવાની આવશ્યકતા નથી. વેપારીઓ સરકારી નિયમોનું પાલન કરે. બિલ્ડર માટે આજનો દિવસ સારો છે. નવા ટેન્ડર માંથી નફો થઈ શકે છે. પાર્ટનરના વ્યવહારને લીધે કોઈ પણ પ્રકારથી પોતાનું નુકસાન ન થાય તે વાતનું ધ્યાન રાખો.

કન્યા રાશિ

પારિવારિક જીવનમાં થતી સમસ્યાઓનો અંત થશે. આર્થિક મુદ્દાને ઉકેલવામાં થોડો સમય લાગી શકે છે. સ્વાસ્થ્યને લઈને સ્થિતિ થોડી ચિંતાજનક બની શકે છે. પહેલાથી બીમાર રહેલા લોકોએ એલર્ટ રહેવું જોઈએ. જો કોઈ વાતને લઈને પરેશાન છો તો આજે પોતાના દિલની વાત પિતા અથવા ગુરુ સાથે શેર કરો. કોઈપણ મહત્વપુર્ણ નિર્ણય લેતા પહેલા યોગ્ય રીતે વિચાર કરો. પોતાની વાણી ઉપર કાબુ રાખો અમુક લોકો ને વ્યાપારિક લાભ મળશે.

તુલા રાશિ

નોકરીમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો સાથે વાત કરીને તેમના હાલચાલ પુછો. આસપાસના લોકોનું નિમંત્રણ તમારા મનને પ્રસન્ન કરનાર રહેશે. મનમાં આત્મવિશ્વાસ રહેશે, પરંતુ આત્મવિશ્વાસ સ્થિર રહેશે નહીં. ઓફિસના કામમાં તમારી સામે ઘણા પડકાર આવી શકે છે. મનમાં કંઈક નવું કરવાનો જોશ અને જુનુન જોવા મળશે. સાથોસાથ ખાવા પીવાના વેપારીઓ માટે સમય સારો છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.

વૃશ્ચિક રાશિ

આજે ઘરમાં પ્રેમ અને સમજદારી જોવા મળશે. જો તમે નવો વેપાર શરૂ કરવા માંગો છો તો તેના માટે દિવસ સૌથી સારો છે. ગ્રહોની સ્થિતિઓ ખર્ચ કરવાના મુડમાં ચાલી રહી છે. સાથો સાથ મન પણ તે તરફ વધારે આકર્ષિત રહેશે. કાર્યને પુર્ણ કરવા માટે ભાગદોડ કરવી પડી શકે છે. સામાજિક રૂપથી તમારી લોકપ્રિયતા વધશે અને બાળકોની પ્રગતિથી તમે ખુશ રહેશો. જો તમે કોઈને પસંદ કરો છો તો આજે તેને પ્રપોઝ કરી શકો છો.

ધન રાશિ

ઘરના કોઈ સદસ્ય તરફથી તમને શુભ સમાચાર મળી શકે છે. સગા સંબંધીઓ તથા પારિવારિક સદસ્યોની સાથે ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. આજના દિવસે હર્ષિત ભાવની સાથે પોતાના જ્ઞાનનો પ્રયોગ કરીને કારકિર્દીના ગ્રાફને વધારવાનો પ્રયાસ કરવો જોઈએ. રમત પ્રેમીઓને પોતાની પ્રતિભા બતાવવાનો અવસર મળશે. તમારે કોઈ કોર્ટ કચેરી સાથે સંબંધિત મામલા ચાલી રહ્યા હોય તો તેમાં થોડી રાહત મળશે. તમે પોતાની બુદ્ધિથી પોતાના કાર્યોને સરળતાથી પુર્ણ કરી શકશો.

મકર રાશિ

નવી પરીયોજના શરૂ કરવા માટે આજે સમય યોગ્ય છે. તમારા પ્રેમને પ્રોત્સાહન મળશે. માતા-પિતાની આવકમાં વૃદ્ધિ થશે. વાહન ખરીદવા માંગો છો તો આજે લઈ શકો છો. વેપારીઓ આજે પોતાના વેપારનો વિસ્તાર કરવાની યોજના બનાવી શકે છે. આજના દિવસે અનાવશક કારણોને લીધે ઘરની શાંતિ ભંગ થઈ શકે છે. પ્રેમ સંબંધ મજબૂત રહેશે. લવ લાઇફમાં વિવાહનો પ્રસ્તાવ રાખી શકો છો. કામકાજમાં કોઈની સાથે તમને લાભની પ્રાપ્તિ થશે.

કુંભ રાશિ

કોઈ શુભ કાર્યમાં ધન ખર્ચ થવાની સંભાવના છે. ધીરજ જાળવી રાખો. રાજકારણના ક્ષેત્રમાં છો તો સામાજિક સ્તર ઉપર સમજી વિચારીને ચર્ચા વિચારણા કરો. કોઈ સહકર્મી દ્વારા તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે. આર્થિક પક્ષ પણ મજબૂત રહેશે. લેવડદેવડમાં બેદરકારી રાખવાથી નુકસાન થઈ શકે છે. બહેન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે, જેના કારણે તમે આખો દિવસ બેચેની મહેસુસ કરશો.

મીન રાશિ

આજે તમને વેપારમાં ધન લાભ થશે. કાર્યમાં અમુક અનાવશ્યક તણાવ ઉત્પન્ન થઈ શકે છે અને તેના કારણે તમારું મન વિચલિત થઈ શકે છે. વિદેશી સ્ત્રોતથી ધન લાભ થઈ શકે છે. માતા પિતાની સાથે મતભેદ ન થાય એટલા માટે વાતચીત કરવા દરમિયાન મર્યાદા નો ઉલ્લંઘન કરવાથી બચવું. આજે કોઈ મિત્રની સાથે મતભેદની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. તમે પોતાના કાર્ય ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશો. અન્ય દ્રષ્ટિકોણ થી પણ સમય અનુકૂળ રહેશે.