મેષ રાશિ
આજે તમારો દિવસ મોજ મસ્તીથી ભરપુર રહેશે. રચનાત્મક કાર્ય સફળ રહેશે. પારિવારિક જીવન ખુશહાલ રહેશે અને બાળકો તમારી ઉપર ગર્વ કરશે. વેપારમાં લાભના અવસર મળશે. આજે તમે મોટાભાગના મામલામાં પોતાને ભાગ્યશાળી મહેસુસ કરશો. આ રાશિના જે લોકો વેપારી છે તેમને મોટી સફળતા મળશે. યોગ્ય યોજના બનાવશો અને યોગ્ય દિશામાં આગળ પણ વધશો. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. સંપત્તિ સાથે સંબંધિત વિવાદનું સમાધાન મળી શકે છે.
વૃષભ રાશિ
આજે તમારે અમુક કાર્ય પુર્ણ કરવા માટે સખત મહેનત કરવાની જરૂરિયાત છે અને લોકો સાથે સંપર્ક બનાવવાની પણ આવશ્યકતા રહેશે. સ્વાસ્થ્ય ખરાબ થવાની સંભાવના છે. સમય તમને પ્રતિકુળ નજર આવશે. આર્થિક નુકસાની થવાની સંભાવના છે. મોજ મસ્તી અને મનોરંજનની પ્રવૃત્તિમાં સમય પસાર થશે. સાથોસાથ વિપરીત લિંગના વ્યક્તિની સાથે રોમાંચક મુલાકાત નો પણ તમને આનંદ મળશે. અભ્યાસ અને લેખનમાં રુચિ રહેશે.
મિથુન રાશિ
જુની વાતો વિચારીને પોતાના વર્તમાન સમયને ખરાબ કરવો નહીં. જે સમય પસાર થઈ ગયો છે તેને તમે બદલી શકશો નહીં. ફરીવાર અથવા મિત્રોની સાથે સારો સમય પસાર થશે. શરીરમાં સ્ફુર્તિ જોવા મળશે. પોતાના મિત્ર અથવા પરિચિત વ્યક્તિ સાથે આજે તમારી મુલાકાત થશે, જેના કારણે તમારા ચહેરા ઉપર ખુશી જોવા મળશે. કોઈ બીજા ઉપર પોતાનું કામ લાદવાની કોશિશ કરવાથી બચવું જોઈએ. આવકમાં ઘટાડો થતાં ખર્ચમાં વધારો થવાથી ચિંતિત રહેશો.
કર્ક રાશિ
આજે તમે જે પણ કામ કરશો તેમાં સફળતા મળવાની પુરી સંભાવના છે. જીવનસાથીની સાથે તમારા સંબંધો સારા રહેશે. આજે વેપારી વર્ગને વિશેષ રૂપથી સારા ફળની પ્રાપ્તિ થશે, જેનાથી ધન લાભના યોગ બનશે. સંબંધીઓ અને મિત્રોની સાથે તમારા સંબંધ વધારે સુમેળ ભરેલા રહેશે. આર્થિક સ્થિતિ મજબુત બનશે. મિત્રો અને સગા સંબંધીઓ સાથે મુલાકાત થઈ શકે છે. શારીરિક અને માનસિક આનંદ પ્રાપ્ત કરી શકો છો.
સિંહ રાશિ
આજે તમને પોતાના જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળશે. તમે મીઠી વાણીની સહાયતાથી તથા ચતુરાઈથી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો. આજનો દિવસ કામકાજ માટે સારો રહેશે. સુનિશ્ચિત કરો કે કોઈ તમારો વિરોધ ન કરી શકે, નહીંતર મુશ્કેલ નિર્ણય તમારી પ્રગતિમાં અડચણ ઊભી કરી શકે છે. વિચારોમાં ઉગ્રતા અને અધિકારની ભાવના વધશે. કોઈની સાથે આજે વિવાદમાં પડવું નહીં. કોઈ અનાવશક ખર્ચ તમને પરેશાન કરી શકે છે.
કન્યા રાશિ
આજે તમે કોઈની ઉપર વિશ્વાસ કરવાના મુડમાં રહેશો નહીં. સુખ સુવિધાઓનો લાભ મળશે. તમને પરિવારમાં કોઈ નવી જવાબદારી મળી શકે છે. નવવિવાહિત લોકો માટે દિવસ સારો રહેશે. રાજકીય વિષયને લઈને કોઈની સાથે તકરાર થઈ શકે છે. મન અને મસ્તિષ્ક માં તાજગી રહેશે. સમય તમારા માટે માનસિક અને શારીરિક બંને રીતે ખુબ જ સારો રહેવાનો છે. વિરોધીઓની સામે તમારી જીત થશે. નવું કામ કરવા માટે દિવસ સારો છે.
તુલા રાશિ
તમારી મહત્વકાંક્ષા અને સપના ભવિષ્યમાં પુર્ણ થશે. લાઈફ પાર્ટનરના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. તમારે પોતાની મહેનત અને સમજદારીથી જીવનને સુખમય બનાવવામાં મદદ મળશે. કાર્યક્ષેત્રમાં તમારા કાર્યની પ્રશંસા કરવામાં આવશે પરિવારનું સુખ આશા અનુસાર મળશે. આજે તમે પોતાના મિત્રોની સાથે જ સમય પસાર કરવા માટે બેચેન રહેશો. પોતાના ગુસ્સાને શાંત રાખવો જરૂરી છે. પ્રોપર્ટીની વાત આગળ વધી શકે છે. જરૂરી દસ્તાવેજ એકઠા કરી રાખવા.
વૃશ્ચિક રાશિ
આજે તમે એક સાથે ઘણી બધી ચીજો થી પ્રેરિત થશો. આજે તમે પોતાને ભાગ્યશાળી મહેસુસ કરશો. પ્રવાસનું આયોજન થવાની સંભાવના છે. આજે ઘરેથી નીકળતા સમયે કોઈ જરૂરી કામ ભુલી શકો છો. તમારે ધીરજ રાખવી જોઈએ. અમુક અનાવશક ખર્ચ પણ સામે આવી શકે છે. આજે તમે ધર્મ અથવા સમાજ સાથે જોડાયેલ કોઈ કાર્ય કરી શકો છો. કોઈ ધાર્મિક સ્થાન ઉપર જવું અથવા કોઈ સંત સાથે મુલાકાત કરવી તેનાથી તમારા મનને શાંતિ મળશે.
ધન રાશિ
અજાણ્યા વ્યક્તિ ઉપર અતિ વિશ્વાસ ન કરો. કોઈપણ વ્યક્તિ સાથે કારણ વગરની તકરાર કરવાથી તમારે બચવું જોઈએ. તમને વાહન અને મશીનના કામમાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. શારીરિક અને માનસિક પ્રસન્નતા કાર્ય કરવામાં ઉત્સાહ પ્રદાન કરશે. તમારે પોતાને પરિસ્થિતિઓ અનુસાર ઢાળવાનો પ્રયાસ કરવો. બદલતું જીવન એક મહત્વનો હિસ્સો છે અને તે તમારા માટે લાભદાયક પણ છે. સંગીત સાથે જોડાયેલા આ રાશિના લોકો માટે દિવસ સારો રહેવાનો છે.
કુંભ રાશિ
આજે અમુક લોકોને તમારી પાસેથી કોઈને કોઈ પ્રકારની મદદની જરૂરિયાત રહેશે. આજે મનને અનિયંત્રિત થવા દેવું નહીં. તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે. તમારે પોતાની ભુલોમાંથી શીખવું જોઈએ. સકારાત્મક રહો અને ફરીથી શરૂઆત કરવાની કોશિશ કરો. તમને સફળતા જરૂર મળશે. હાલના સમયમાં કોઈ નવી પરિયોજનામાં પૈસા રોકાણ કરવાથી તમને મોટું નુકસાન થઈ શકે છે. તમારો બાળકો જેવો સ્વભાવ ફરીથી સામે આવશે અને તમે મજાક મસ્તી કરવાના મુડમાં રહેશો.
મીન રાશિ
આજે તમે પોતાના કાર્ય માટે ઓફિસમાં પ્રશંસાને પાત્ર બની શકો છો. તમે પોતાની સુજબુજ અને મહેનતના બળ ઉપર બધા કાર્યને સમયસર પુર્ણ કરવામાં સફળ રહેશો. પૈસાની સ્થિતિ સારી રહેશે. આજે તમે કોઈ કીમતી વસ્તુ ખરીદી શકો છો. ઘરનું વાતાવરણ શાંત રહેશે. તમારે ગુસ્સો કરવાથી બચવું જોઈએ અને ખાસ કરીને કોઈ એવી વાતથી બચવું જોઈએ, જેનાથી કોઈને દુઃખ પહોંચી શકે છે. પોતાની વાણીને કઠોર બનાવવી નહીં.